________________
•
•
વિભાગ-૨ તત્વજ્ઞાન
શક્તિ અને વીર્ય હોય છે. વળી અશરીરી હોઇ વિઘ્ન વગર અનંત મોક્ષનું સુખ અનુભવે છે.
26
આત્મા તેના અશુદ્ધ રૂપમાં (આત્માને વળગેલા કર્મો-કષાયો ના કારણે) હોય ત્યારે તે આત્મા વિશે વિપરીત જ્ઞાન અને શ્રધ્ધા ધરાવે છે. તેની સમજ અને શકિત પણ મર્યાદિત હોય છે. તેથી શરીર અને તેની મર્યાદાઓ તેને સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે.
આત્માનું અંતિમ લક્ષ્ય તેના શુદ્ધ સ્વરૂપની ઓળખ અને સમજ. અને તે સ્વરૂપને પ્રાપ્ત કરીને દુઃખમાંથી મુક્તિ મેળવવાનું છે.
જૈન ધર્મ માને છે કે શુદ્ધ આત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન, તે જ્ઞાન ઉપર શ્રદ્ધા અને તેને યોગ્ય આચાર આપણા કષાયોને દૂર કરે છે. અને તેથી કર્મના બંધન સતત કપાય છે અને અંતે કર્મથી મુક્ત થવાય છે.
જૈન ધર્મ માને છે કે જીવ માત્ર પોતે જ પોતાના ભાગ્યને ઘડે છે તેઓ સ્વપ્રયત્ન અને આત્મનિર્ભરતા ઉપર જ તેમની સાંસારિક જવાબદારીઓ અને આત્મોદ્ધાર અથવા મુક્તિનો (વિશ્વાસ) આધાર રાખે છે.
સંપૂર્ણ સત્ય ક્યારેય એક જ દ્રષ્ટિકોણથી જાણી શકાય નહીં. ધર્મનું સાચું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે દરેક પરિસ્થિતિ અને વિચારનું બહુવિધ યથાર્થ સમજપૂર્વક વિચાર કરી તેને વિધેયક રીતે સ્વીકારવું જોઈએ. આ વિચારધારાને “અનેકાંતવાદ” કહે છે.
જૈન ધર્મ માનતો નથી કે એવી કોઈ અલૌકિક શક્તિ છે જેને આપણે ખુશ કરીશું તો આપણને મદદ કરશે અને વિઘ્ન નાંખીશું તો દુઃખ આપશે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ