________________
•
નીચેની યાદી જૈન ધર્મની મુખ્ય માન્યતાઓનો સારાંશ છે.
સૃષ્ટિની અને તેમાં રહેલા મૂળદ્રવ્યોની કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી અને તે સ્વયંભૂ સનાતન અને શાશ્વત છે. કોઈએ તેનું સર્જન કર્યું નથી અને કોઈ તેનો નાશ કરી શકે તેમ નથી.
•
•
•
·
૦૪ જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓ
•
૦૪. જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓ
સૃષ્ટિના બંધારણમાં છ મુખ્ય તત્વો કે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે જે “દ્રવ્ય” ને નામે ઓળખાય છે. તે જીવાસ્તિકય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ છે.
આ છ એ તત્ત્વો (દ્રવ્યો) શાશ્વત છે. તેમનામાં દરેક સમયે સતત અગણિત પરિણમન થતા હોય છે. તેમ છતાં તે એક તત્વમાંથી બીજામાં પરિવર્તન થતા નથી અને પોતાના અંતર્ગત ગુણોને પકડી રાખે છે.
જીવ અથવા આત્મા એક જ જીવંત તત્વ છે જે ચેતન છે. દરેક જીવતો જીવ આત્મા છે. આ સૃષ્ટિ ઉપર અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. અને તે બધા જ વ્યક્તિગત રીતે અલગ અને અજોડ છે. બાકીના પાંચ તત્ત્વો અજીવ છે.
અનંતકાળથી આત્મા અજ્ઞાનથી (મિથ્યાત્વ) તેના સાચા સ્વરૂપને જાણતો નથી અને શરીરને જ આત્મા માનીને વર્તે છે. અને કર્મ બંધનના નિમિત્તથી અજ્ઞાની આત્મા આવા ભ્રમમાં વર્તવાનુ ચાલુ રાખે છે.
કર્મથી બંધાયેલ આત્મા કર્મ ભોગવતી વખતે પોતાના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયથી સતત નવા કર્મોથી આકર્ષાય છે અને નવા કર્મો બાંધે છે. આ કર્મને કારણે જ આત્મા એક જન્મથી બીજા જન્મના ફેરા કર્યા કરે છે અને સુખ, દુઃખ કે પીડાની પરિસ્થિતિમાંથી પસાર થયા કરે છે.
શુદ્ધ આત્માને કોઈ કષાય જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ હોતા નથી. એટલે કે શુદ્ધ આત્માને કોઈ કર્મ લાગેલા હોતાં નથી અને નવા કર્મો લાગતાં નથી. શુધ્ધ આત્મામાં પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત
જૈન દર્શન અને આચારની સરળ સમજ
25