________________
૦૯ નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો
૦૯. નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના
ઉપાયો
નિર્જરા એટલે સત્તામાં રહેલા કે ઉદયમાં આવતાં કેટલાંક કર્મોનું ખરી પડવું, આત્માથી અલગ થઈ જવું છે. આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરામાં કર્મ પોતાના પરિપાકના સમયે તેના ફળ પ્રમાણે વાતાવરણ પેદા કર્યા પછી જઈ ખરી પડે છે. તેને અકામ નિર્જરા કહેવાય છે. પણ તે સમયે જીવનો ઉપયોગ ઉદયકર્મમાં જોડાયેલો હોવાથી તે નવો કર્મબંધ કરે છે. તેથી સામાન્ય સંજોગોમાં માણસ અકામ નિર્જરાથી કર્મથી મુક્ત થઈ શકતો નથી કારણ કે દરેક પળે તે જૂના કર્મ છોડે છે અને નવા કર્મ બાંધે છે. આમ અકામ નિર્જરાનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. તેનાથી જીવને કોઈ લાભ નથી. બીજી નિર્જરામાં ઉચ્ચ આધ્યાત્મિક આશયથી કરાતાં તપથી લાગેલી કર્મરજો (સત્તામાં રહેલી કર્મરજો) ખરી પડે છે. તેને સકામ નિર્જરા કહેવાય છે. સકામ નિર્જરા જ આધ્યાત્મિક લાભ કરાવે છે. તે નિર્જરા તપથી સધાય છે. જૈન ધર્મ સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરતા માણસે કરેલા કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેની માત્રા ઓછી કરીને તેને દૂર કરી દેવા જોઈએ. તે જીવનની જરૂરિયાત ઘટાડીને, પાંચ મહાવ્રતોનું પાલન કરીને, સત્કાર્યો, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા કરી શકાય છે જેને તપ કહે છે. જૈન ધર્મમાં બાર પ્રકારના તપ વર્ણવ્યા છે. તે બે ભાગમાં વહેંચાયા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. બાહ્ય તપ- શારીરિક તપ બાહ્ય તપ માનવ શરીર અને મનને સંયમમાં રાખે છે. ફકત બાહ્ય તપથી કર્મની સકામ નિર્જરા થતી નથી શ્રી ભગવતી સૂત્રમા, શ્રી ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે જે જીવો પરાણે ભૂખ-તરસ, બ્રહ્મચર્ય, શીત-ઉષ્ણ,
જૈન દર્શન અને આચારની સરળ સમજ
59