________________
૧૦ પુણ્ય અને પાપ કર્મ
આધ્યાત્મિક પ્રગતિની પ્રારંભિક સ્થિતિમાં, દરેકે પાપ પ્રવૃત્તિથી જેટલું બને તેટલું દૂર રહેવું જોઈએ. અને બને તેટલા વધારે પ્રયત્નો કરી સત્કાર્યો જેવા કે અહિંસાદિ, દાન, અને પરોપકાર દ્વારા જીવનની શુદ્ધિ કરવી અને પોતાની આધ્યાત્મિકતા વધારવી. આ બધી સસ્પ્રવૃત્તિઓ કરવાથી પુણ્ય કર્મ પ્રાપ્ત થતાં આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવાના ઘણા અનુકૂળ સંજોગો મળી રહેશે. જેમ કે સ્વાચ્ય પૂર્ણ જીવન, સામાજિક મોભો, દીર્ઘ આયુષ્ય અને આધ્યાત્મિક પ્રગતિ માટેના ધર્મગુરૂઓ, સન્શાસ્ત્રો સમાગમ વિગેરે. આ અનુકૂળ સંજોગોને ભોગવતાં વ્યક્તિએ કીર્તિની, શક્તિની કે ફળની આશા રાખ્યા વગર સતત પરોપકારના કાર્યો કરતાં રહેવું જોઈએ. આ જાગૃતિને લીધે કર્તાભાવ (અહં) અને ગમો-અણગમો કે રાગ કે દ્વેષ જેવા દુર્ગુણો ઓછા થાય છે કે લગભગ દૂર થઈ જાય છે. એક વખત મોહનીય કર્મો નાશ પામે પછી વ્યક્તિ બીજા નવા ઘાતી કર્મો બાંધતો નથી પણ તેના જૂના ઘાતી કર્મોની નિર્જરા થાય છે અને અંતે કેવળજ્ઞાન પામી અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જો કે સમ્પ્રવૃત્તિથી પુણ્ય કર્મ પ્રાપ્ત થાય છે અને જો તે સસ્પ્રવૃત્તિમાં આપણે કર્તા ભાવ (ego) રાખીએ તો પુણ્ય કર્મની સાથે ઘણા જ મોહનીય કર્મ પણ બંધાય છે જે મોક્ષ પ્રાપ્તિ માં બાધા રૂપ છે. તેથી કોઈએ એમ અનુમાન ન કરવું જોઈએ કે જૈન ધર્મ સમ્પ્રવૃત્તિઓને નકારે છે. જૈન ધર્મ સમ્પ્રવૃત્તિઓ જ કરવાનું કહે છે પણ તેમાં કર્તા ભાવ રાખવાનું નથી કહેતા. કર્તા ભાવ ન રાખવાની પ્રક્રિયાથી જ જૂના કર્મોની નિર્જરા થાય છે અને મોહનીય કર્મનો નાશ થાય છે. અને વીતરાગ દશા પ્રાપ્ત થાય છે. જૈન દર્શન કહે છે કે – એક વખત મોહનીય કર્મનો નાશ થઈ જાય પછી બાકીના કર્મો સામર્થ્ય વગરના બની જાય છે અને તે કોઈને મોક્ષપ્રાપ્તિમાં રોકી શકતા નથી કે બાધા રૂપ બનતા નથી. મોહનીય કર્મનો નાશ કરવા મનુષ્ય જીવન (ભવ), સત્ દેવ અને ગુરુનો યોગ, તંદુરસ્ત શરીર, દયાળુ સ્વભાવ અને સત્પવૃત્તિઓ જરૂરી છે. જે પુણ્ય કર્મનું પરિણામ છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
69