________________
૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો
૦૮. સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો
સંવર - નવા કર્મના બંધનને રોકનારી આત્મશક્તિને સંવર કહેવાય છે. આસવ વડે કર્મનું બંધન થાય છે સંવરથી કર્મ બંધન રોકાય છે. આ આખી પ્રક્રિયા આસવથી વિરુદ્ધ છે. તે સમ્યક્ત, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગના સતત પ્રયત્નો દ્વારા પામી શકાય છે. સંવરના કારણો સમ્યત્વ તત્વની સાચી સમજ અને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રધ્ધા. વ્રત વ્રતનિયમાદિનું પાલન કરીને આત્માને ઉપભોગથી વાળવો
અને જીવનમાં છ આંતરિક તપ વિકસાવવા. અપ્રમાદ જીવનની દરેક પ્રવૃતિ સજાગ રહીને કરવી. અકષાય ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વૃત્તિ
અથવા કષાય વગરનું જીવન જીવવું. અયોગ મન, વચન, કાયાની શુભ અશુભ પ્રવૃત્તિનો વિરોધ કરવો.
સંવરના ૫૭ વ્યાવહારિક પ્રકારો કર્મબંધને રોકવા માટે જૈન સાહિત્ય પ૭ પ્રકારો (ઉપાયો) સૂચવે છે. આ ઉપાયો મુખ્યત્વે તો સાધુઓ અને સાધ્વીઓ માટે વર્ણવ્યા છે. પણ શ્રાવક અને શ્રાવિકાઓથી આંશિક પાલન થઈ શકે એવું ભારપૂર્વક સૂચવ્યું છે. ૫ સમિતિ જયણા પૂર્વક, વિવેકથી, અને ઉપયોગ સહિત
જીવનની દરેક પ્રવૃત્તિ કરવી. ૩ ગુપ્તિ શુભકાર્યમાં પ્રવૃત્તિ અને અશુભ કાર્યથી નિવૃત્તિ. ૧૦ યતિધર્મ ક્ષમાદિ દસ આત્મિક ગુણોનું પાલન કરવું. ૧૨ ભાવના અધ્યાત્મના વિકાસ માટેની બધીજ ભાવનાઓ સેવવી.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
51