________________
૧૯. જૈન પ્રતીકો
૧૯, જૈન પ્રતીકો
परस्परोपग्रहो जीवानाम् Compassionate Living
परस्परोपग्रहो जीवानाम् Compassionate Living
Fig 2
Fig 1
Fig 3
હાથનો પંજો (ચિત્ર ૧) હાથમાં ચક્ર સાથેના પંજાનું પ્રતીક અહિંસાને રજૂ કરતું જૈન પ્રતીક છે. હાથના પંજાનું પ્રતીક “ભયભીત થશો નહીં” નો આત્મવિશ્વાસ આપે છે. જેઓ કર્મના ઉદયથી પીડાતા હોય તેવા માનવ માત્રને નાસીપાસ ન થવાનું સૂચવે છે. અહિંસા એ ૨૪ તીર્થકરોએ આપેલા બોધનું પ્રતીક છે. જે અહિંસા, કરુણા, અનેકાન્તવાદ, અપરિગ્રહ અને જીવમાત્રમાં સમાન આત્મા છે એવું સૂચવે છે. વ્યાપક અવકાશવાળા ચૌદ રાજલોક (ચિત્ર ૨ અને ૩) વિશાળ અવકાશવાળા જૈન પ્રતીકની અંદર બીજા પ્રતિકો સમાવી લેવામાં આવ્યા છે; બીજનો ચંદ્ર, ત્રણ ટપકાં સાથિયો અથવા ઓમ, હાથનો પંજો અને આ બધા પ્રતીકોને આવરી લેતી આકૃતિ જેને લોકાકાશ કહે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
121