________________
૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો
૩. કાયગુપ્તિ અન્ય ને પીડા થાય તેવું આચરણ ન કરવું. દસ યતિધર્મ - દસ આત્મિક ગુણોનો વિકાસ કરવો આ દસ ધર્મો-ગુણો-સાધુજનો પ્રાણાંતે પાળે છે. સામાન્ય સાધકે તેનુ અંશે પાલન કરવું જોઇએ.
૧. ક્ષમા
૨. માદવ ૩. આર્જવ
અન્યાય કરનાર વ્યક્તિ ને માફી આપવી અને ત્રાસજનક પ્રસંગોમાં ક્રોધ કરવો નહીં અહંકારનો ત્યાગ કરી નમ્રતા અને વિવેક કેળવવા. સરળતા પૂર્વક જીવન જીવવું અને માયા કપટનો ત્યાગ કરવો. પવિત્રતા મન, વચન અને કાયાથી પવિત્ર આચરણ
૪. શૌચ
કરવું.
૫. સત્ય સત્ય અને પરોપકારી વચન બોલવા. ૬. સંયમ
ઇન્દ્રિયોનો સંયમ પાળવો, વ્રત અને નિયમો પાળવા. ૭. તપ
ઈચ્છાને શમાવવા બાર પ્રકારના વ્રત કરવા. શરીરની શકિત પ્રમાણે ૬ બાહ્ય તપ કરવા અને આધ્યાત્મિક વિકાસ માટે નિયમિત ૬ આંતરિક
તપમાં રહેવું ૮. ત્યાગ લોભનો ત્યાગ કરવો, સંતોષ રાખવો. ૯. અકિંચનત્વ અંતર બાહ્ય પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો. ૧૦. બ્રહ્મચર્ય વિષય વાસનાનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. આ દસ ધર્મોનું પાલન મિથ્યાત્વ રહિત કરવાથી આત્મ ભાવના દૃઢ રહે છે. તેથી આવતાં નવા કર્મો રોકાતા સંવર થાય છે અને જુના કર્મોની નિર્જરા થાય છે. ગ્રહસ્થ આ ગુણો અંશે પાળવાનો પ્રયત્ન કરવો જોઇએ.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
53