SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો તેમ જીવન જીવવું. સામાયિકમાં સાવદ્ય પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ મુનિને આજીવન હોય છે અને ગૃહસ્થને આંશિક એટલે કે સામાયિક કરતા હોય ત્યારે હોય છે. ૨. છેદોપસ્થાપના આ ચારિત્ર ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે. તેમણે લીધેલ મહાવ્રતોનો ભંગ થવાને કારણે ગુરુ તેમના પૂર્વના ચારિત્ર કાળનો છેદ કરીને પુનઃ મહાવ્રતોને સ્વીકારવાનું પચ્ચકખાણ આપે તેને. છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. ૩. પરિહાર વિશુદ્ધિ આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે પોતાના ગચ્છનો ત્યાગ કરીને અમુક સાધુજનો વિહાર કરી જંગલ કે ગુફામાં એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે છે. આ સાધનાથી તેઓ આંતરિક તપનો (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ) ઉત્કૃષ્ટ વિકાસ કરે છે. ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે કોઈપણ કષાય વગર સાધુ તરીકેનું જીવન જીવવું. માત્ર મોક્ષ પ્રાપ્તિની થોડી આશા રાખવી. કારણ જૈન ધર્મ માને છે કે કોઈપણ આશા એ લોભનું જ રૂપ છે. અહીં લોભ કષાયનો અતિ સૂક્ષ્મ પણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. ૫. યથાખ્યાત ચારિત્ર આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે જૈન દર્શન અને આચારની સરળ સમજ 57
SR No.000202
Book Title$JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorPravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2016
Total Pages138
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy