________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
•
આશરે ૮૦% જેટલા વાછરડાને માંસની ફેક્ટરીમાં વેચી દેવાય છે.
• ગાયને પાંચ કે છ વર્ષે કતલખાનામાં વેચી દેવાય છે.
તેથી ઓર્ગેનિક ડેરીના કુદરતી દૂધની પાછળ રહેલી હિંસા પણ સામાન્ય દૂધ પેદા કરવા જેવી જ ગણાય છે.
ડેરી ઉદ્યોગની પર્યાવરણ અને સ્વાસ્થ્ય ઉપર થતી અસર
નીચેની માહિતી USDA (અમેરિકાનું એગ્રિકલચર ડિપાર્ટમેન્ટ) અથવા તેના જેવી બીજી સંસ્થા પાસેથી લીધેલ છે. તે આ નિર્દયી કૃત્યનો વિસ્તાર અને તેની પર્યાવરણ પર થતી અસરનો ચિતાર રજૂ કરે છે.
૧. કતલખાનાનો કચરો અને પર્યાવરણ
દરરોજ માત્ર એકલા અમેરિકામાં, ૫,૦૦,૦૦૦ (પાંચ લાખથી) વધુ ગાયો અને બીજા પાળેલા પ્રાણીઓની તથા ૨૪૦ લાખ મરઘાંની કતલ થાય છે.
દર સેકંડે, અમેરિકાની માંસ અને ડેરી ઉદ્યોગ દ્વારા તેનો ૨,૩૦,૦૦૦ (બે લાખ ત્રીશ હજાર) પાઉંડ કચરો વાતાવરણમાં નિકાલ કરાય છે જે આપણી જમીન, હવા અને પાણીને બગાડે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
101