________________ (S) નામ(વિ.)) ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. - સમણ સૂત્તમ ,136 અન્યને પીડા થાય એવાં વચનોનો ત્યાગ કરી, પરને હિતકારી હોય 'એવાં વચનો જે બોલે છે તે સત્યધર્મને પામ્યો છે એમ જાણવું. - સમણ સૂત્તમ ,૯ર ધ્યાનમાં લીન બનેલ વ્યક્તિ સર્વ દોષોને દૂર કરી શકે છે, માટે ધ્યાન 'જ સર્વ અતિચારો .નું પ્રતિક્રમણ છે(દોષો) | - સમણ સૂત્તમ ,433 સર્વ જીવોને આત્મસમ ગણનાર, સર્વ પ્રત્યે સમ્યગ્દષ્ટિ રાખનાર અને આસવદ્વાનોને બંધ કરનાર સંયમવૃતી આત્માને પાપકર્મ લાગતાં નથી. - સમણ સૂત્તમ 607