________________
રોજ છે તેવી રીતે જૈનશાસનના સત્ય સિદ્ધાંતે ગમે ત્યાં હોય તે પણ તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેજ છે. તેને અન્ય શાસનને સંસર્ગ થયે માટે તે જૈનશાસનના સત્ય સિદ્ધાંત નથી એમ કહી શકાશે નહિ અને તેથી આ સંગ્રહની અંદર આપણું શાસનને અનુસરનારા દાખલા દલીલે ગમે તે વગના આગમમાંથી લેવામાં જરા પણ સંકોચ રાખવામાં આવ્યું નથી અને એમ કર્યું છે એજ વાજબી છે એવી રીતે નિષ્પક્ષપાત અંતઃકરણમાં સહુદય ગુણીજને બરાબર સમજે છે.
ઉપર જણાવેલાં કારણથી તથા ધર્મપરની ઉંચા પ્રકારની શ્રદ્ધાથી આ પુસ્તકને બહાર પાડવામાં ધર્મપ્રેમી જેનભાઈએતરફથી બહુ સારી મદદ મળી છે.
જુનાગઢ સ્ટેટમાં એક સારો અધિકાર ભેગવતા શ્રીયુત સુખલાલ કેવળદાસ વહીવટદાર સાહેબ કે જેઓ અમદાવાદના વતની છે અને ધાર્મિક-પપકારી કાર્યોમાં સંગીન મદદ અને તે કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગરજ એટલે ગુપ્તદાનની રીતે કરનારા છે તેમણે આ પુસ્તકના બને ભાગમાં પૂરતી મદદ આપી છે તથા બીજા પાસે અપાવી છે અને એવી રીતે પોતાનું સહિત્યપ્રેમીપણું દેખાડી આવ્યું છે.
જામનગરના રહીશ શેઠ લાલજીભાઈ રામજીભાઈએ પણ આ પુસ્તકની ૫૧ નકલ ખરીદી તેમાંથી માત્ર દશ નકલ પોતે રાખી બાકીની ૪૧ નકલે સાહિત્યપ્રકાશક મંડળને અર્પણ કરી છે કે જે મંડળ તરફથી આ પુસ્તકને લગતી સઘળી વ્યવસ્થા થાય છે તથા એક પુસ્તકાલય પણ ખેલવામાં આવ્યું છે એ મંડળમાં તેઓ લાઈફ મેંબર થયા છે તથા પુસ્તકાલયની સગવડ ખાતર પિતાના કબજાનું મકાન કંઈ ભાડા વગરજ વાપરવા આપેલ છે અને પુસ્તકો રાખવા માટે એક કબાટ પણ મંડળને અર્પણ કરેલ છે.
- આ પુસ્તકને પ્રથમ વિભાગ ચગ્ય મદદ કરી છપાવી આપનાર માંગરોળના શેઠ મકનજી કાનજીભાઈએ આ વિભાગની પણ ૨૫ નકલો ખરીદીને તેમાંથી ૨૦ પુસ્તકે મંડળને પાછાં અર્પણ કર્યા છે. એટલું જ નહિ પણ તેઓએ આ મંડળના રૂલપ્રમાણે પહેલે ભાગ બહાર પાડવામાં મદદ કરેલ છે, તેથી તેઓ સાહેબને પણ મંડળના પેટૂન મેંબર ગણવામાં આવે છે.
ચુડા રાણપુરવાળા શેઠ ઉજમશી પુરૂષોત્તમભાઈએ મંડળને રૂા. ૫૦ પચ્ચાસ આવ્યા છે, તેથી તેમને લાઈફ મેંબરમાં ગણ્યા છે. આ કારંજાવાળા શેઠ મોતીચંદ શામજીએ ગ્રાહકે કરી દેવામાં શ્રમ લીધે છે અને છેરાજી, ધ્રોળ તથા લતીપુરના સંઘે આ પુસ્તક બહાર પાડવામાં ઉત્સાહપૂર્વક મદદ કરી છે અને ધ્રોલના સંઘે મંડળની મદદમાટે રૂ. ૨૫ પશ્ચીશ તથા ધોરાજીના સાથે રૂ. ૩૫ અર્પણ કર્યા છે.