________________
-~-~~- 2 વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~~- ~
૧૦-૩૦નો સમય થયો અને ‘પામો નો સવ્વસાહૂ' છેલ્લા શબ્દો બોલી બાએ પ્રાણ ત્યાગી દીધા.
આવું સમાધિમરણ દીકરાએ નજરોનજર નિહાળ્યું.
(આજે એ દીકરો ૬૨ વર્ષની ઉંમરે છે, મુંબઈ ગોવાલિયાટેક સંઘમાં સૂર્યકિરણ એપાર્ટીમાં રહે છે. ૨૧ વર્ષની વયે મા અને બાપ બંનેને ગુમાવ્યા બાદ પણ માતાપિતાના સંસ્કારોની મૂડી સાથે ધાર્મિક જીવન પસાર કર્યું. નાની બહેનની જવાબદારી નિભાવી દીધી. દીક્ષા લેવાના ભાવ અને પ્રયત્નો કર્યા પણ છેવટે દીક્ષા લીધા વિના જ સંસારમાં રહી ધર્મિષ્ઠ જીવન પસાર કર્યું. ઉપરનો પ્રસંગ કહેતા કહેતા એમની આંખોમાં પાણી બાઝી ગયા..
પ્રભો ! જે પળે અમે આ દેહ છોડતા હોઈએ, ત્યારે અમારી પાસે આવજો, હિતશિક્ષા આપજો, સમાધિમરણના દાતા બનજો.)
इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारम्भिज्जा....
કેમ મહાત્મન્ ! સંથારો નથી કરવો? સાડા દસ તો થઈ ગયા?' મુંબઈના એક પરામાં ફલેટમાં ૨૦ સાધુઓ ઉતરેલા હતા. તદ્દન નવું મકાન બનતું હતું. પણ પહેલે માળે ચાર ફલેટો તૈયાર હતા, કોઈ રહેવા આવ્યું ન હતું. સંઘનો ઉપાશ્રય નાનો હોવાથી સંઘે આ ચાર ફલેટમાં ૨૦ મહાત્માઓનો ઉતારો રાખ્યો હતો.
ત્યાં રાત્રે સાડા દસ વાગે એક મહાત્માએ બીજા સાધુને ઉપર મુજબ પ્રશ્ન કર્યો. બસ, સંથારો કરવાની જગ્યા જ શોધું છું.” મુનિએ જવાબ વાળ્યો.
“અરે, આટલી બધી જગ્યા ખાલી પડી જ છે ને ? દોરી પણ બાંધેલી જ છે, એટલે મચ્છરદાની નાંખવાની પણ સગવડ છે જ. પછી જગ્યા શોધવાની ક્યાં રહી ?' મુનિએ વળતો પ્રશ્ન કર્યો.
આપની વાત સાચી. પણ જૂઓ, બાજુની ઝુંપડપટ્ટીમાં ઠેર ઠેર બલ્બ ચાલુ છે. એ બધાનો પ્રકાશ પારદર્શક કાચમાંથી આ બધી જગ્યાએ આવે છે. એટલે ઉજઈની વિરાધના થતી હોવાથી અહીં તો સંથારો કરી નહિ શકાય.' જીવદયાપ્રેમી મુનિએ પ્રત્યુત્તર વાળ્યો.
પ્રથમમુનિ ભોંઠા પડી ગયા. એમને ઉપયોગ થયો કે “બધેથી ઉજઈ આવે છે.” પણ એમણે નવી તપાસ શરુ કરી. એ મુનિ એ જ જગ્યાએ નીચે બેસી ગયા, પછી જોયું તો ઉજઈ દેખાતી ન હતી. એટલે એમણે પાછી શિખામણ આપી કે “જુઓ મુનિવર ! તમે ઉભા રહો તો જ ઉજઈ આવે. બેઠા પછી ઉજઈ નહિ આવે. ઉંધ્યા પછી તો બિલકુલ નહિ આવે. એટલે નિશ્ચિત બનીને અહીં સંથારો કરો.”