________________
-~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ *
ખૂબ ખૂબ વંદન હો આવા વૈરાગી મુનિવરોને ! પૂર્વે જે લબ્ધિધારી મહાત્માનો લેખ આ વિરતિદૂતમાં આવેલો, એ જ મુનિવરનો આ પ્રસંગ છે.)
समयं गोयम ! मा पमायए । ચાર મુનિ ભગવંતો અભ્યાસ માટે એક વિદ્વાન સાધુ ભગવંત પાસે નિશ્રા સ્વીકારીને રહ્યા. નિત્ય એકાસણા - સુંદર સ્વભાવ - સ્વાધ્યાયની ધગશ... વગેરે અનેક ગુણો એ વૃદમાં હતા.
ફાગણ સુદ પાંચમના દિવસથી આચારાંગ સૂત્રના અભ્યાસ સાથે એ સ્વાધ્યાય યાત્રા શરુ થઈ, અને છેક કારતક વદ પાંચમ સુધી એ સ્વાધ્યાય યાત્રા અઅલિત રીતે ચાલતી જ રહી. અનેકાનેક ગ્રન્થોનું ઝપાટાબંધ, વિધિસર વાંચન થતું જ રહ્યું.
લગભગ આઠ મહિના સુધી આ સ્વાધ્યાયનો યજ્ઞ ધમધોકાર ચાલ્યો. - વિદ્વાન મુનિરાજે મન મુકીને પાઠો આપ્યા. અરે, ત્યાં સુધી કે શેષકાળના ચાલુ વિહારમાં કોઈપણ પુસ્તકના આલંબન વિના મોઢે-મોઢે જ ચાલતા ચાલતા જીવવિચારાદિ ચારેય પ્રકરણો, કર્મગ્રન્યાદિનો અભ્યાસ કરાવી દીધો. અને એ વૃદમાંથી ૨૦ વર્ષના સૌથી હોંશિયાર સાધુએ વિદ્વાન મુનિનો સૌથી વધુ લાભ લીધો. એ ભણતા જ રહ્યા, ભણતા જ રહ્યા, લૂંટ ચલાવતા જ રહ્યા...
ચોમાસા બાદ જુદા પડવાનું થયું. અને ચારેક માસ બાદ એ હોંશિયાર મુનિએ વિદ્વાન સાધુ પર કૃતજ્ઞતા દર્શાવતો સુંદર મજાનો પત્ર લખ્યો. એમાંની સૌથી વધુ અનુમોદનીય જે બાબત હતી, તે નીચે પ્રમાણે હતી...
આપ તો મારા પર અનરાધાર વ્યુતવર્ષા કરવા માટે કાયમ તૈયાર જ હતા, પણ મેં એક ગંભીર ભૂલ કરી છે, એના કારણે હું ઘણું મેળવવાનું ચૂકી ગયો છું.
રોજ બપોરે વિસેક મિનિટ આરામ કરતો હતો, આજે હું એનો વિચાર કરું છું, તો મને એમ લાગે છે કે કુલ ૮ માસ = ૨૪૦ દિવસ આપની સાથે હું રહ્યો. એ દરમ્યાન રોજની ૨૦ મિનિટ મેં બપોરે આરામ કર્યો, એટલે ૨૪૦ x ૨૦ = ૪૮૦૦ મિનિટ મેં દિવસે આરામ કર્યો. એટલે કે કુલ ૮૦ કલાક મેં પ્રમાદમાં બગાડ્યા.
જો આ પ્રમાદ મેં ન કર્યો હોત, તો કુલ ૮૦ કલાકનો પાઠ આપની પાસે વધુ લઈ શક્યો હોત. એક કલાકમાં લગભગ દસેક પાનાનું શાસ્ત્રવાંચન થાત, તો ય ૮૦ કલાકના ૮૦૦ પાનાનું વાંચન થાત. એટલે કે ૪૦૦ પાનાવાળા બે મોટા ગ્રન્થોનું વાંચન આપની પાસે મારે થઈ જાત. આપનો એટલો અનુભવ, એટલી કૃપા પણ મને મળત.
પણ એ ૮ માસ દરમ્યાન આ વિચાર જ મને ન આવ્યો. આજે આપનાથી છૂટા પડ્યા
( ૭ ૧
-