Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 98
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આપ શ્રી શેનો જપ કરો છો ? કોઈ વિશિષ્ટ મંત્રોનો ? કોઈ દેવ-દેવીની સાધના...' ના, મહારાજ! એવો કોઈ એકસ્ટ્રા મંત્ર ગણતો નથી. ‘નમો અરિહંતાળ સવ્વપાવપ્પળાતો' આ બે પદોની ૧૦૮ નવકારવાળી. લોગસ્સનો ૧૦૮ વાર જપ. સંતિકરનો ૧૦૮ વાર જપ. ઉવસગ્ગહરંનો ૧૦૮વાર જપ. મને આમાં ખૂબ શ્રદ્ધા છે. મને આનંદ થયો. કોઈ બીજા-ત્રીજા જપને બદલે એમણે યોગ્ય જપ જ સ્વીકાર્યો હતો. ‘એક પ્રશ્ન પૂછું ? આપ આટલો બધો જાપ કરો છો... વર્ષોના વર્ષોથી કરો છો, તો આપને ક્યારેય દેવ-દેવીનું પ્રત્યક્ષ દર્શન થયું છે ખરું ? પ્રત્યક્ષ અનુભવ થયો છે ખરો ?’ ‘ના, મહારાજ! નથી થયો.' એટલી ઝડપથી, એટલી બધી નિખાલસતાથી એમણે ના પાડી, કે જે માટે મારું મન તૈયાર ન હતું. સાધક તરીકે ઓળખાતા માણસો કંઈક ઉંચી ઉંચી વાતો કરે જ... પણ એવું કંઈ જોવા ન મળ્યું. મને એમના મુખ ઉપરની બાળક જેવી નિર્દોષતા જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. ‘ખરેખર એકપણ વાર પ્રત્યક્ષ અનુભવ નથી થયો ? લોકો તો આપને મોટા સાધક કહે છે.' મેં ફરી પૂછ્યું. ‘લોકો જે કહે તે, સત્ય વાત આ છે. હા! ઘણા અઘરા કાર્યોમાં પણ સફળતા મળે, એ વખતે અનુમાન કરું કે પરોક્ષ રીતે દૈવીસહાય મળી હોય... પણ એ અનુમાન છે, પ્રત્યક્ષ નહિ.' પૂ. મહાયશ મ. બોલ્યા ‘આમણે શાસન માટેના અમુક અમુક જે નક્કર કાર્યો કર્યા છે ને, એ એવા છે કે જે બધાને કહી પણ ન શકાય. (એમણે મને એવા બે-ત્રણ કાર્યો કહ્યા, એ વાત ૧૦૦% સાચી હતી. પણ એ બધાને કહેવાય એવા નથી... માટે...) આ દેખાવમાં સાવ શાંત-નમ્ર છે, તમને એમ જ લાગે કે ‘આમનામાં શું છે ?’ પણ મહારાજ! રાજકારણથી માંડીને ભલભલા ક્ષેત્રોમાં એમણે ગજબના કાર્યો કરેલા છે. તમે એમને સામાન્ય આચાર્ય ન માનતા...' એ આચાર્ય ભ.ને ત્યારે અર્હદ્યાન વિ.એ પાણી આપ્યું, પાણી વાપર્યા પછી એ જાતે જ પાણી લૂંછવા માંડ્યા. એ મુનિએ પાત્રી માંગી... પણ એમણે ન આપી. ‘આટલો લાભ તો અમને લેવા દો...' મેં પણ પાત્રી લુંછવા માંગી. ના મહારાજ! હું મારા પાત્રા કોઈને લુંછવા નથી આપતો... ‘કારણ ?’ મેં પૂછ્યું એ જરાક હસ્યા. ‘અમારા ગુરુદેવે ૮૫ વર્ષની ઉંમર સુધી ક્યારેય અમને શિષ્યોને પણ પાત્રા લુંછવા નથી આપ્યા. અમે ૮-૧૦ મહાત્માઓ હતા, જીદ પણ કરતા. પણ એ કડકાઈ ૯૬

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128