Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 122
________________ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ + હાજી! સાહેબ! “કોઈ દીકરા-દીકરી ખરા?” હાજી! એ વખતે બે દીકરા હતા, એક પાંચ વર્ષનો અને એક ત્રણ વર્ષનો...” એક બહેન ૩૧ વર્ષની ઉંમરે વિધવા બને... બે નાનકડા બાળકોની જવાબદારી માથે હોય... એ શું એ જીરવી શકે ? એને ધર્મ માટે જ અસદ્દભાવ ન થઈ જાય ? “બહેન! એક પ્રશ્ન પુછવો છે... સાચો જવાબ આપશો?” મેં લલિતભાઈના શ્રાવિકાને પુછ્યું. એકપણ અક્ષર બોલ્યા વિના એમણે મુખના ભાવથી જ સંમતિ આપી, “પૂછો, સાહેબજી!” “માત્ર ૩૧ વર્ષની ઉંમરે પતિનું ખૂન થયું, બે નાના બાળકોની માથે જવાબદારી! હજી મોટી જીંદગી પસાર કરવાની બાકી! આ વખતે શું તમને ધર્મ તરફ તિરસ્કાર ન થયો ? કારણકે પશુઓની દયા કરવામાં જ તમારા પતિએ જાન ગુમાવવો પડ્યો ને ? તમને એવો વિચાર ન આવ્યો ? કે “મારા પતિ શું કામ આ પશુઓની પંચાતમાં પડ્યા... એના બદલે બીજા ધર્મ કરવામાં ક્યાં વાંધો હતો... એ તો ગયા, સાથે અમને બધાને અનાથ કરતા ગયા... પશુઓની કરુણા માટે પત્ની અને બાળકો પરની કરુણા છોડી દીધી...” “બિલકુલ નહિ, મ.સા.! બિલકુલ નહિ...” રાજસ્થાનનું લોહી જેના દેહમાં વહી રહ્યું હતું, એવા એ વીરાંગના બહેન પૂરી મજબુતાઈ સાથે બોલ્યા. “એકપળ માટે પણ મને એ વિચાર ન આવ્યો. પતિ પ્રત્યેના રાગથી રડવું તો આવે જ ને? દીકરાઓની ચિંતા તો થાય જ ને? પણ ધર્મ માટેની શ્રદ્ધામાં તો એક કાંકરી પણ ખરવા દીધી નથી. મ.સા.! આપને કદાચ વિશ્વાસ પડે કે ન પડે, પણ આ ૧૦૦% સાચી વાત છે. ઉલટુ એમના મૃત્યુબાદ છાપમાં જ્યારે એવું છપાતું કે “ગાશે નિર્દોષ પશુઝ વ વવાને वाले ललितभाई का खून किया गया, अब वो हजारो पशुओ को कटते हुए कोन बचाएगा? ન ૩ની સ્થા/ વોગા ?” ત્યારે એ વાંચીને હું ઘણી રડું છું. મને એ જ વિચાર આવેલો કે અમારા ત્રણ જણને એમની જેટલી જરૂર હતી,એના કરતા આ હજારો પશુઓને એમી ઘણી ઘણી વધારે જરૂર હતી. કેમકે એમના વિના અમે ત્રણ જણ મરી જવાના ન હતા, ગમે તે રીતે જીવી જવાના હતા. પણ એમના વિના પેલા હજારો પશુઓ તો બિચારા મોતને ઘાટ જ ઉતરી જવાના...” એ બહેનના ખુમારી ભરેલા શબ્દો સાંભળી હું તો હર્ષથી રડી પડ્યો. આવું સત્ત્વ, આવી ખુમારી, આવી ધર્મનિષ્ઠા, આવી પતિપરાયણતા, આવી વિરાટ મનોવૃત્તિ... ભાગ્યે જ ભાગ્યે જ જોવા મળે છે, મેં તો પ્રત્યશ્રમાં પહેલીવાર જ જોઈ. હા! મ.સા.! તકલીફ શું પડતી હતી, એ પણ આપને કહું. મારા બંને દીકરાઓ સ્કુલમાં ભણે, એમાં ઘણીવાર ફોર્મ વગેરેમાં મમ્મી અને પપ્પા બંનેની અલગ અલગ સહી કરવાની આવે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128