________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
કરવાની ઈચ્છા થઈ, એટલે અહીં આવ્યા છીએ. બોર્ડ પર આપનું નામ વાંચ્યું, એટલે ખૂબ આનંદ થયો, દર્શન-વંદન કરવા દોડી આવ્યા.”
એ ભાઈ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે બધી રજુઆત કરતા હતા.
માર્ચ તારીખ ૭ થી ૨૨ સુધી અમે શંખેશ્વરમાં રોકાયા. નવકાર આરાધના ભવનમાં અમારો ચાર સાધુઓનો ઉતારો! અત્યંત શાંત વાતાવરણ! પૂ.પં.વજ્રસેન મ.ની પ્રેરણાથી તૈયાર થયેલો ઉપાશ્રય! એમની ઉદારતા ગજબની! કોઈને પણ ત્યાં રોકાવા દે, હા-નાનો પ્રશ્ન જ નહિ... ત્યાં નીચે ભોંયરું!
પૂ.પં.ભદ્રકરવિજયજી મ.ની પ્રતિકૃતિ!
જ્ઞાન ભંડાર!
ઉજાસ ઘણો સારો!
સ્વાધ્યા-ધ્યાન-લેખન-ચિંતન માટે શ્રેષ્ઠ સ્થાન!
હું નીચે ભોયરામાં જ બેસતો,
સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ ચતુર્વિધસંઘના પ્રવચન બાદ હું ત્યાં મારા સ્થાને બેઠેલો, અને એક ભાઈ બે બહેનો અને એક નાની બેબી સાથે મારી પાસે આવ્યા. એ પ્રવચનમાં હાજર જ હતા. મારા પુસ્તકની પ્રશંસા સાંભળી મને આનંદ થયો, પણ એ જ વખતે એ ભાઈએ વાતને વળાંક આપ્યો.
“મ.સા.! આપ લલિતભાઈને ઓળખો..?”
“કોણ લલિતભાઈ ?” મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો.
“ભીવંડીવાળા લલિતભાઈ! લલિતભાઈ વકીલ!' એ ભાઈ બોલ્યા,
“ઓહ!...” મને કંઈક યાદ આવ્યું, ભૂતકાળ તરફ મેં નજર કરી, એક ભયાનક પ્રસંગ મને યાદ આવી ગયો. મેં પાકું કરવા પુછ્યું.
“જેમને બપોરે ૧૧.૩૦ વાગે જાહેર રસ્તા ઉપર બે-ત્રણ ગોળી મારીને મુસલમાનોએ ખતમ કરી નાંખ્યા હતા... એ જ ને ?’”
“હાજી! સાહેબ!'
“તો તમે એમના કોણ થાઓ ?'
“હું એમનો સગો નાનો ભાઈ છું. આ એમના શ્રાવિકા છે, મારા ભાભી! આ મારા શ્રાવિકા અને ભાભી બંને સગા બહેનો જ છે...' એમના સ્વરમાં લાગણીની ભીનાશ પ્રગટ થવા માંડી હતી.
બરાબર ૧૧ વર્ષ પહેલાનો ભૂતકાળ મેં યાદ કરી જોયો.
એ વખતે પૂ. ગુરુદેવ સાથે અમે ભીવંડી પહોંચેલા. ગોકુલનગરમાં જ રોકાયેલા. એક રાત્રે લલિતભાઈ પૂ. ગુરુદેવશ્રીને મળવા આવેલા. એમની ઉંમર માત્ર ને માત્ર ૩૪ વર્ષની! ખૂબ જ તેજસ્વી, સ્ફૂર્તિમાન, ઉત્સાહી યુવાન!
૧૧૮