Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 119
________________ - વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * હવે આવતીકાલે એ અપંગોને-અંધોને-મંદબુદ્ધિકોને સેંકડો સાધુ-સાધ્વી ભગવંત વંદનદર્શન-નિશ્રાનો લાભ મળે, એ માટે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. અગત્યની વાત એ કે આવતીકાલે તેઓ બધા પોતાના હાથે જ સાધુ-સાધ્વી ભગવંતોને કામની વહોરાવશે, દરેકને વહોરાવશે... એમને બધાને લાભ મળશે. આ પવિત્ર ક્ષેત્રમાં તેઓ સુપાત્રદાન દ્વારા અઢળક કર્મનિર્જરા કરીને ફરીથી જિનશાસન પામે એ માટે જ આ પ્રયત્ન કર્યો છે.” એમની પવિત્ર ભાવના નિહાળીને બીજા દિવસે અમે બધાએ એ પ્રસંગમાં હાજરી આપી. પણ ત્યાનું દૃશ્ય જોતાની સાથે જ આંખો કરુણાથી વરસી પડી. એ ૫૦૦ ભાઈ-બહેનો અંધ-અપંગ-મંદબુદ્ધિક... આ કેવા ભયાનક પાપકર્મો! ત્યારે જ મેં સંકલ્પ કર્યો હવે હું ક્યારેય પણ સંયમયોગોમાં પ્રમાદ નહીં કરું... ગોચરી જવામાં આળસ નહિ કરું... બહાના નહિ કાઢે... કોઈ મહાત્મા કામ ભળાવે ત્યારે ક્યારેય પણ ના નહિ પાડું... પ્રતિક્રમણાદિ તમામ ક્રિયાઓ ઉભા-ઉભા જ કરીશ... (આવા નિયમો એમણે શા માટે લીધા હશે ? એનું કારણ ખબર પડી ? જેઓ પોતાને મળેલ વસ્તુઓનો, અનુકૂળતાઓનો સદુપયોગ ન કરે. કુદરત કાયમ માટે એમની પાસેથી એ વસ્તુઓ, અનુકૂળતાઓ છિનવી લે છે. માટે પ્રમાદ ત્યાગીને ઉત્સાહ ફેરાવીને સંયમ-સ્વાધ્યાય-સ્વભાવના ત્રિવેણીસંગમમાં આપણે સૌ સ્નાન કરીએ. નો શબ્દ સુપ૩ી . “મર્ત્યએણ વંદામિ! સાહેબજી! આપે મને ઓળખ્યો ?” “ના, ભાઈ! તમે ક્યાંથી આવો છો ?” ભીવંડીથી! ગોકુલનગર જૈનસંઘમાં છું... આપ કદાચ મને નહિ ઓળખો. પૈણ હું આપને ઓળખું છું. આ મારા શ્રાવિકા છે, આ મારા ભાભી છે... અમે રોજ સામાયિકમાં બેસીને આપનું પુસ્તક “આત્મસંપ્રેક્ષપણ” ભેગા બેસીને વાંચીએ છીએ “મારા શ્રાવિકાની તબિયત થોડાક વખતથી સારી નથી રહેતી. એમને શંખેશ્વરદર્શન

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128