________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એ પ્રસંગ મને મારા વર્ષીદાનમાં યાદ આવી ગયો, એટલે મેં પણ બધું અટકાવ્યું. કેમ સાહેબજી ! મેં બરાબર જ કર્યુ ને ?
વિરતિદૂતમાં પૂજનનો પ્રસંગ વાંચ્યા બાદ મને આ પ્રસંગ યાદ આવી ગયો, માટે આપને લખી મોકલાવ્યો છે.
‘પૂજન એકબાજુથી જ વાપરતો હતો' એવું પણ એ ફેબ્રુઆરી-૨૦૧૩ના લેખમાં લખેલું. મારા મોટા બેન મ.ને પણ ગોચરી વાપરતા ખૂબ વાર લાગે. અમને પાછળથી ખબર પડી કે તેઓ પણ આ રીતે જ વાપરે છે.
એમના મુખમાં ડાબી બાજુના દાંત બધા જ ઘસાઈ ગયેલા અને જમણીબાજુના બધા જ દાંત જરાપણ વપરાયા વગરના એકદમ સાબદા!
‘ગમતાનો ગુલાલ કરીએ' એ હેતુથી કંઈક લખવાની ઈચ્છા થઈ, એટલે આ લખ્યું છે. (જીવની ઉંમર બાળ હોય, પણ એની બુદ્ધિ, એની વાણી પ્રૌઢ પણ હોઈ શકે છે. એને આજુબાજુનું વાતવરણ કેવું મળે છે ?... એના ઉપર ઘણો મોટો આધાર છે.)
ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી (એક સાધ્વીજી ભગવંતના શબ્દોમાં...)
“મ.સા.! આવતી કાલે સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ના સમય દરમ્યાન વ્યાખ્યાન રાખેલ છે. આપશ્રીએ ખાસ પધારવાનું છે. પાલિતાણાના તમામ સાધુ-સાધ્વી ભગવંતોને વિનંતી કરી છે. ભારપૂર્વક જણાવ્યું છે, આપશ્રીએ પણ આવવાનું છે.”
પાલિતાણામાં પ્રતિષ્ઠિત શ્રીમંતો અમને વિનંતિ કરવા આવ્યા.
“પણ અમારે આવીને શું કરવાનું ? વ્યાખ્યાન તો સાધુઓએ આપવાનું છે. અમારે તો માત્ર બેસી જ રહેવાનું છે ને ? તો અમે શું કરીએ આવીને ? અમારો સ્વાધ્યાય બગડે.” અમારા વડીલે નમ્રતા સાથે નિષેધ ફરમાવ્યો.
“મ.સા.! આપની વાત સાચી. પણ એ બે કલાક માત્ર ત્યાં પ્રવચન જ નથી, બીજો પણ એક અગત્યનો પ્રસંગ છે.” મુખ્યભાઈ બોલ્યા, એમણે સ્પષ્ટતા સાથે વધુ રજુઆત કરી... “મ.સા.! અમે કુલ ૧૦ બસ લઈને આવ્યા છીએ. ભારતભરમાં જે જૈનો અપંગ, અંધ, મંદબુદ્ધિવાળા... વગેરે છે, એમાંથી કુલ ૫૦૦ જણને અહીં લાવ્યા છીએ. અમારી ઈચ્છા હતી કે એ બધાને શાશ્વત ગિરિરાજની યાત્રા કરાવવી.
આજે એ બધાને યાત્રા કરાવી દીધી. જે અપંગ ભાઈ-બહેનો ચડી શકે એમ ન હતા, એ તમામે તમામ માટે ડોળીની વ્યવસ્થા કરી દીધેલી.
આખી યાત્રા દરમ્યાન કોઈને કશીપણ તકલીફ ન પડે, એ માટે બધા સાથે ઓછામાં ઓછા બે-બે સ્વયંસેવકો રાખેલા.