Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 116
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ) “જેટલા મારી દીક્ષાને ! દીક્ષાને ૧૧ વર્ષ થયા છે, ઘડાને પણ!' “એટલે ? દીક્ષા દિવસનો જ આ ઘડો હજી સુધી ટકાવી રાખ્યો છે ?” ‘હા જી !' એમણે જવાબ આપ્યો. હવે મને આશ્ચર્ય ન થયું. એમના ગુરુના સંસ્કારો એમની શિષ્યામાં આવે, એમાં વળી નવાઈ શું ? (ફેબ્રુઆરી-૨૦૧૩ના અંકમાં બાળદીક્ષાનો લેખ વાંચ્યા બાદ એક સાધ્વીજી ભગવંતે પાલિતાણાથી આવા બે-ત્રણ પ્રસંગો લખી મોકલાવ્યા. એમણે પોતાનું નામ લખ્યું ન હતું. પણ એકવાર પ્રવચનમાં આ પ્રસંગ જાહેરમાં કહ્યો, ત્યારે પ્રવચનમાં આવેલા સાધ્વીજી ભગવંતોએ પાછળથી મારી પાસે ખુલાસો કર્યો કે “આ સાધ્વીજીને અમે ઓળખીએ છીએ, એ અમારા જ વૃંદના છે. પૂ.પાદ આ.ભ. દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિજી મ.ના સાધ્વીજીઓના વૃંદના!”) (આમાંથી નીચેની બાબતો આપણે શીખવાની છે. આપણી તમામ વસ્તુનો સારામાં સારી રીતે ઉપયોગ કરવો. નવી મેળવવા જૂની વસ્તુ ફેંકી ન દેવી. આપણે જે સંયમ પાળી શક્યા ન હોઈએ, પાળતા ન હોઈએ... એ પાળનારાઓની ખૂબ અનુમોદના કરવી, એમને સહાયક બનવું, ઈર્ષ્યા બિલકુલ ન કરવી... ૨૫ વર્ષના પર્યાયવાળા આ સાધ્વીજીનો પહેલો ઘડો પાંચ વર્ષ ચાલ્યો, બીજા ઘડાને ૨૦ વર્ષ થયા. જેમણે આ પ્રસંગ લખી મોકલાવ્યો છે. આ સંયમી સાધ્વીજી એમના સંસારી કઝીન બહેન છે. બે વર્ષ પૂર્વે કચ્છની યાત્રા દરમ્યાન એમને આ અનુભવ થયેલો, જે એમણે રજુ કર્યો. ન મે વાતા સરસ્વતી (એક સાધ્વીજી ભ.ના શબ્દોમાં) “આટલો મોટો થેલો કેમ રાખ્યો છે ? શું ભર્યુ છે એમાં ? આટલો મોટો થેલો વિહારમાં ઉંચકે છે ?” મેં બાલ મુમુક્ષુને પ્રશ્ન કર્યો. ભરૂચમાં એક સાધુ ભ.ની સાથે એ બાલમુમુક્ષુ વિહારની તાલીમમાં આવેલો. ઉંમર વર્ષ માત્ર ૧૦ વર્ષ ! અમે મોટા મહારાજને વંદન કરવા ગયા, ત્યારે આ બાળકને અને થેલાને જોઈને વિચારમાં પડ્યા. ખાનગીમાં બોલાવીને પ્રશ્ન કર્યો. એ એક વર્ષથી મુમુક્ષુપણાની તાલીમમાં હતો. એણે પોતાના થેલામાંથી એક મોટું ભારે બોક્ષ કાઢ્યું. એમાં First aidનો બધો જ સામાન હતો. ગ્લુકોઝ, તાવની ગોળી વગેરે વગેરે ઘણું બધું... “આટલું બધું ઉંચકીને ફરે છે ? શા માટે ?” મેં પુછ્યું. “વિહારમાં કોઈક સાધુને કાંટો વાગે, કોઈકને ઠેસ વાગે, કોઈકની ચામડી ઘસાઈ જાય, ૧૧૪

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128