________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ડૉક્ટર ભણેલા હતા, યુક્તિઓ સમજી શકતા હતા... એમને આ બધું ખૂબ ગમી ગયું. પછી તો એમણે ઈરિયાવહિ વગેરે ગોખવાનું શરૂ કર્યુ.
આજની પરિસ્થિતિ એ છે કે એ ખેરાલુ ગામમાં ઉત્તમ શ્રાવક ગણાય છે. સાધુ-સાધ્વી ભગવંતોની અદ્ભુત ભક્તિ કરે છે. એમના દવાખાને તો મુસલમાનાદિ બધા જ આવે. એમની છાપ એક સજ્જન ડૉક્ટર તરીકેની! એટલે એમની વાતમાં બધાને શ્રદ્ધા બેસે, એમણે એ મુસલમાનાદિઓને પણ જૈન સાધુઓની અહિંસા સમજાવી એમના પ્રત્યે સદ્ભાવવાળા ક્યાં છે.
(પૂ.ધર્મબોધિ મ. જ્યારે ત્રણ વર્ષ પૂર્વે ખેરાળુ ગયેલા, ત્યારે આ ભરતભાઈ ડૉક્ટર સાત કિ.મી. સુધી એમની સાથે વિહારમાં ચાલેલા, વળાવવા આવેલા. એ વખતે પૂજ્યશ્રીએ પ્રશ્ન કરેલો કે ‘તમારું પરિવર્તન શી રીતે થયું ?' ત્યારે એના જવાબમાં ડૉક્ટરે ઉપરનો આખો પ્રસંગ કહી સંભળાવેલો.
ડૉક્ટરના શબ્દો “મ.સા.! ઈરિયાવહિના ઓસા શબ્દના વર્ણન વખતે આચાર્ય ભ.એ મને અકાયના અનેક ભેદો સમજાવેલા, એ બધું સાંભળીને મારી જૈનધર્મ પરની શ્રદ્ધા ખૂબ વધી ગયેલી, એ પછી જ આ યતત્કંચિત્ વિકાસ સાધી શક્યો છું)
(સંયમીઓ! આપણો એક નાનકડો આચાર પરંપરાએ છેક અનાર્યકક્ષાના મુસલમાનોમાં પણ ધર્મબીજની સ્થાપના કરનારો બની શકતો હોય, તો એની ઉપેક્ષા કરાય ખરી ? થોડુંક સહન કરીને પણ આચારપાલનમાં ઢીલાશ ન આવવા દેવી.)
उपकरणं संरक्षणीयं प्रयत्नेन
“તમારો ઘડો આટલો બધો રીઢો કેમ રાખ્યો છે ? કાઢીને નવો લઈ લો ને ? હવે તો આમપણ ઉનાળો ચાલુ થાય છે. ઠંડા પાણી માટે અમદાવાદી ઘડો સારો પડશે..’’
મેં મારા સહવર્તી, અમારા સમુદાયના એક સાધ્વીજી ભ.ને પ્રશ્ન કર્યો. એમની પાસેનો માટીનો ઘડો એકદમ-એકદમ રીઢો હતો. મને ખબર હતી કે એમને ઠંડુ પાણી વધારે ફાવે છે... છતાં મને એ ખબર ન હતી કે એ આવો ઘડો કેમ રાખતા હશે ?
“બીજો ઘડો તો લઉં, પણ આ ઘડાનું શું કરું ?” એમણે હસતા હસતા પ્રશ્ન કર્યો. “કોઈપણ ઉપાશ્રયમાં મૂકી દેવાનો... આવતા જતા સાધ્વીજીઓ વાપરશે...” “પણ આ તો સાવ રીઢો છે, કોઈ ન વાપરે તો ? એમાં કરોળીયાના જાળા બાઝે તો ? એમાં જીવતો ફસાઈ ફસાઈને મરે તો ? એ બધું પાપ મને લાગે ને ?’’ એમણે ફરી દલીલ કરી. “એવો ભય લાગતો હોય તો ટુકડા કરીને પરઠવી દો ! પછી કોઈ વિરાધના ન થાય..." મેં કંટાળીને છેલ્લો જવાબ આપ્યો.
“શું એ રીતે ઉપકરણના ટુકડા કરી દેવાય ખરા ? “
૧૧૨–