Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 123
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * એમાં હું મમ્મી તરીકે મારી સહી કરી આપું. પપ્પાનું સ્થાન ખાલી રાખું. એ બાળકો સ્કુલમાં ફોર્મ આપે, એટલે તરત પ્રશ્ન થાય “પપ્પાની સહી કેમ નથી?” બાળકો જવાબ આપે “પપ્પા નથી...” તરત પ્રશ્ન થાય “મરી ગયા છે ?...” બિચારા નાના બાળકો આ બધી વાતોથી માનસિક રીતે ખૂબ જ પરેશાન થતા. આવું એક-બે વાર બન્યા બાદ તો બાળકો જીદ કરીને મને કહેતા કે “મમ્મી! “પપ્પા”ની જગ્યાએ તું જ સહી કરી નાંખ. અક્ષરો જરાક બદલી નાંખ. અમને બધા સાથે ચર્ચા કરવી ગમતી નથી. “અમે પપ્પા વિનાના છીએ” એમ જાણીને બધા જાત-જાતની વાતો કરે છે. અમને બિચારા ગણે છે...” મ.સા.! આવા આવા પ્રસંગો સહન કરવાના આવ્યા. પણ હવે તો બાળકો પણ મોટા થઈ ગયા છે. હમણાં પરીક્ષા ચાલુ છે. એટલે સાથે નથી લાવ્યા. બાકી મ.સા.! એક વાત દઢરીતે કહું... આ ભવમાં મારે એમની સાથે માત્ર આઠ વર્ષ જ રહેવાનું થયું. મારે જો આવતા ભવમાં લગ્ન કરવાના જ હોય, તો હું એમ ઇચ્છે કે એમના જેવી જ કરુણાવાળા પતિ મને મળો, ભલે માત્ર આઠ જ મિનિટ માટે મને મળે, ભલે પછી એ ધર્મ માટે ખુવાર થઈ જાય, ભલે મારે આઠ જ મિનિટ બાદ વિધવા બનવું પડે... પણ ગમે તેવા પતિ મારે ન જોઈએ...” પણ તમે આ ૧૧ વર્ષ શી રીતે કાઢ્યા ?” “પ્રભુભક્તિમાં...” સંજયભાઈ બોલ્યા. લલિતભાઈના મૃત્યુ બાદ માત્ર છ જ મહિના પછી અમે અમારા ઘરે શ્રી સંભવનાથપ્રભુની પ્રતિષ્ઠા કરાવી, ગૃહચૈત્ય બંધાવ્યું. ભાભી પ્રભુભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા. રોજ બે-ત્રણ કલાક એમાં જ મસ્તી માણે. મારા શ્રાવિકા એમના સગા બહેન છે, એટલે પરસ્પરની લાગણી પૂરી છે...” મ.સા.!” બહેન ગગંદસ્વરે બોલ્યા. “આ મારા દિયરે અને બહેને મને પુષ્કળ સાચવી છે, મને ક્યારેય ઓછું આવવા દીધું નથી. તેઓ ક્યારેય એકલા ફરવા જતા નથી. મને બધે સાથે લઈને જાય છે. મારી પાછળ એમણે પણ ઓછો ભોગ નથી આપ્યો... એ વખતે અમારા સૌની આંખો ભીની હતી, દરેક જણ અલગ અલગ રીતે અશ્રુઓ દ્વારા પોતાની પવિત્ર લાગણીઓને વહાવી રહ્યા હતા. તમે ત્રણેય મહાન છો, વંદનીય છો...” મેં ભાવાવેશમાં કહ્યું. “ના, ના સાહેબજી! મહાન તો આ હજારો સંયમીઓ છે. અમે તો સંસારમાં ખુંપેલા પાળી જીવડાઓ છીએ. આ અમારા ભાભીને ક્યારેક ક્યારેક દીક્ષાની ભાવના થયેલી ખરી, પણ એ માટે સાહસ કરી શક્તા નથી. દીકરાઓની લાગણી-જવાબદારી પણ એમને અટકાવે છે...” સંજયભાઈ બોલ્યા. એ શબ્દો માત્ર જીભના નહિ, હૈયાના પણ હતા. તમે કેટલા વાગે જવાના છો ?'

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128