Page #1
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આપણા સાધુ-સાધ્વીજી ભગવંતો
કુંજર સમા શૂરવીર જે છે, સિંહ સમ નિર્ણય વળી... ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી, જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
આકાશભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
ભાગ-૪
જે શરદઋતુના જલ સમા, નિર્મલ મનોભાવો વડે ઉપકાર કાજ વિહાર કરતા, જેવિભિન્ન સ્થળો વિશે જેની સહનકિત સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
યુગપ્રધાન આચાર્યસમ પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
સમર્પણમ
વર્તમાનકાળના તમામે તમામ સંયમીઓને...
* જેઓનું સામાન્ય જીવન પણ વિશ્વને માટે આશ્ચર્યજનક છે. * જેઓના પશ્ચાત્તાપના આંસુઓની કિંમત શત્રુંજય તીર્થાધિરાજના પ્રક્ષાલ કરતા
પણ અનંતગુણી છે. * જેઓનું હૈયું મતભેદો-ગચ્છભેદોને ગૌણ કરીને ગુણાનુરાગના મધુર પ્રવાહનું - ઝરણું બનેલું છે. * જેઓ જિનશાસનને જાણવા-માણવા-પ્રચારવા-પમાડવા માટે કમર કસી રહ્યા
છે. * જેઓના ચરણોની ધૂળ હીરાબજારના અતિકિંમતી હીરાઓને શરમાવવાનું
કામ કરે છે. # જેઓની આંખોનું અમૃત વૈશાખની કાળઝાળ ગરમીમાં ટાઢક આપનારો ધોધમાર
વરસાદ છે. જેઓના સ્નેહાળ, પ્રેમાળ, હેતાળ શબ્દો પાષાણ જેવા હદયોને પણ માખણ જેવાં કોમળ બનાવે છે. જેઓનું ભાવસભર હૈયે દર્શન મોહનીયકર્મના વિરાટ જંગલમાં જ્વાળા પેટાવવાનું કામ કરે છે.
જેઓ મારા સાધર્મિક છે, જેઓ મારા માટે પૂજ્યતમ છે,
જેઓ શુભ-પ્રવૃત્તિઓ માટે મારું પ્રેરકબળ છે, એ તમામ સંયમીઓના કરકમલમાં આ પુસ્તક બહુમાનપૂર્વક સમર્પિત કરું છું.
એક જ ભાવના સાથે કે, મારા સંયમીઓ સૌ પ્રથમ સ્વાધ્યાય-સમ્રાટ બને, એના આધારે પછી સંયમ-સમ્રાટ બને,
છેલ્લે સ્વભાવ સમ્રાટ બને મારા પૂજ્યપાદ ગુરૂદેવશ્રીએ સેંકડો વાર પ્રરૂપેલી આ સ્વાધ્યાયસંયમ-સ્વભાવની ત્રિપદીને પામીને સૌ સિદ્ધિગામી બને...
-મુનિ ગુણહંસ વિ.
Page #3
--------------------------------------------------------------------------
________________
F-31-131038
नमोऽस्तु तस्मै जिनशासनाय
વિશ્વની
શાસન સમ્રાટ ભવન
શ્રી વિજય નોમસૂરિ-જ્ઞાન શાળા ક્રમાંકઃ ૦|Śાવ્ રોઠ હઠીસિંહની વાડી, અમદાવાદ
2411-4: 13.10
આધ્યાત્મિક અજાયબી :
આપણા સાધુ-સાધ્વીજી ભગવંતો
યુગપ્રધાનાચાર્યસમ ૫.પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ
ભાગ - ૪
પ્રકાશક
冬
કમલ પ્રકાશન ટ્રસ્ટ
Page #4
--------------------------------------------------------------------------
________________
આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
પ્રકાશક કરી કમલપ્રકાશન ટ્રસ્ટ
જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩
Rocco
ત્રી લેખક શીલ સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ,
સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજ્યજીના શિષ્ય
મુળગુણહંસવર્યુ
આવૃત્તિઃ નકલઃ ૧૦૦૦ વિ.સં. ૨૦૭૦
મૂલ્ય રૂા. ૬૦/
SCOLOROROS
મુક :
યથાર્થ પબ્લિકેશન ૧-રિદ્ધિ પેલેસ, ૮૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ) મો. ૯૮૩૩૬ ૧૬૦૦૪, ટેલિ. : ૨૮૧૮૪૫૯૯
Page #5
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ)
પ્રસ્તાવના
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ શ્રમણસંઘ કહેવાય છે. શ્રમણોની (અને શ્રમણીઓની) પ્રધાનતાવાળો સંઘ એ શ્રમણસંઘ. ચૌદરાજ લોકના સર્વ જીવોની હિતકામનાવાળા જૈનશ્રમણો અને શ્રમણીઓ લાખો શ્રાવક-શ્રાવિકાઓ માટે પરમ પૂજનીય તત્ત્વ હતું અને છે. શ્રાવકો અને શ્રાવિકાઓ માટે તો પંચમહાવ્રતપાલક શ્રમણ-શ્રમણીઓ ‘ભગવાનતુલ્ય છે’ એમ કહીએ તો એમાં કશું ખોટું નથી.
ભગવાન ઋષભદેવના સમયથી માંડીને શ્રાવક-શ્રાવિકાઓ આજ સુધી શ્રીસંઘમાં શ્રમણોની અને શ્રમણીઓની પ્રભુતા સ્વીકારતા જ આવ્યાં છે અને આજે પણ એ શ્રાવક-શ્રાવિકાઓ શ્રમણ-શ્રમણીઓ માટે ગજબ કોટિનો આદરભાવ - બહુમાનભાવ ધરાવે છે એ નિઃશંક હકીકત છે.
પણ આ અવસર્પિણીકાળ! પડતો કાળ!
એમાં વળી પાંચમો આરો!
એ ય વળી હુંડા અવસર્પિણીનો પાંચમો આરો !
એની અસ૨ સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં ઓછા-વત્તા અંશે પડી છે - પડે છે... એનો નિષેધ તો કોણ કરી શકે ?
પરદુઃખભંજન મહારાજા વિક્રમની પરંપરામાં આજે કરોડો પ્રજાજનોનાં દુઃખોને દૂર કરવાની જવાબદારી ઊઠાવનારા સેંકડો રાજનેતાઓ કેટલી હદે પ્રજાજનો ઉ૫૨ દુઃખના ડુંગરાઓ ઠાલવી રહ્યા છે, એ કોણ નથી જાણતું ?
સમગ્ર પ્રજાને નિરોગી બનાવવાનું બીડું ઝડપનારા લાખો ડોક્ટરો માત્ર સ્વાર્થ ખાતર, ધનપતિ બનવા ખાત૨ કરોડો રોગીઓના વિશ્વાસનો ઘાત કરી રહ્યા છે, નકામી દવાઓ આપી રોગી તરીકે જ કાયમ રહેવા દઈ પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. રે! નિરોગીઓને રોગી બનાવવાના ભયાનક કાવતરા કરી રહ્યા છે, પરોપકારના અમૂલ્ય સાધન સમાન પોતાના કાર્યને રૂપિયા કમાઈ લેવાનો ધંધો બનાવી રહ્યા છે એ કોણ નથી જાણતું ?
લાખો વેપા૨ીઓ ઈમાનદારી-સચ્ચાઈનો ટોટો પીંસી નાંખી વિશ્વાસઘાત, ભેળસેળ, લાંચરુશવત
૩
Page #6
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ⟩
દ્વારા માત્ર ને માત્ર પોતાની તિજોરીઓ ભરચક કરવાના કામમાં પરોવાઈ જઈને નીતિધર્મને ક્યાંય વેચી રહ્યા છે... એ કોણ નથી જાણતું ?
સાચા-નિર્દોષ માણસોને ન્યાય અપાવવા લડનારા વકીલો અને સાચો ન્યાય આપનારા જજો કેટલા? તો પૈસાની લાલચે ખોટાને સાચું સાબિત કરનારા, ભયાનક દોષવાળાઓને સાવ નિર્દોષ જાહે૨ ક૨ના૨ા વકીલો અને જજો કેટલા?
પુષ્કળ ભોગ આપીને કરોડો વિદ્યાર્થીઓને સારા-સાચા સંસ્કાર અને સારું-સાચું શિક્ષણ આપનારા શિક્ષકો કેટલા? તો શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પાસેથી કે સરકાર પાસેથી ચિક્કાર પૈસા પડાવનારા, સ્કૂલોમાં ભણાવવાને બદલે સ્પેશિયલ ટ્યુશનો ગોઠવાવી એમાં જ અભ્યાસ કરાવવા દ્વારા બમણી - ત્રણ ગણી આવક ઊભી કરનારા, ધમકીઓ આપી વા૨-તહેવારે હડતાળ પાડનારા શિક્ષકો કેટલા?
પ્રાચીન કાળમાં બધા જ સારા-સાચા હતા, એવું નથી કહેવું પણ પ્રાચીનકાળમાં ૯૫% સારા-સાચા અને ૫% ખરાબ-ખોટા હતા. જ્યારે વર્તમાનમાં ૫% સારા-સાચા અને ૯૫% ખરાબ-ખોટા... આટલો મોટો તફાવત નથી લાગતો શું?
સમાજનાં કોઈપણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક દૃષ્ટિપાત કરશું તો આ ખેદજનક છતાં તદ્દન સાચી હકીકત નજર સામે આવ્યા વિના નહિ રહે.
શ્રમણ-શ્રમણીઓ પણ સમાજથી સાવ-સાવ અલગ તો નથી જ ને ?
અનેક જાતના આક્રમણો શ્રમણ-શ્રમણી સંઘ ઉપર આવ્યા જ છે ને ? આના કારણે બીજા બધા ક્ષેત્રોની માફક શ્રમણ-શ્રમણીઓની વિશિષ્ટતામાં, આચારસંપન્નતામાં, વિચારશુદ્ધિમાં થોડો-ઘણો ઘટાડો થાય, ફેરફાર થાય એ શક્ય નથી શું ?
એમાં ય વર્તમાનમાં તો સાચા સંયમધર્મની આરાધના માટેની અનુકૂળતાઓ ઘણી ઘણી ઘટી ગઈ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે શ્રી ધર્મદાસગણિ જ કહી ગયા છે કે ભાઈ ! વાતસ્સ ય પરિહાળી સંનમનુારૂં સ્થિ સ્વેત્તારૂં ભાઈ! પડતો કાળ છે, હવે સંયમયોગ્ય ક્ષેત્રો રહ્યાં નથી... હવે જો ભગવાન મહાવીરસ્વામીની હાજરીમાં એમના શિષ્યરત્ને આ શબ્દો ઉચ્ચાર્યા હોય તો આજે ૨૫૦૦ વર્ષ બાદ ભયાનક વિજ્ઞાનવાદની ભૂતાવળની હાજરીમાં તો શું દશા હોય?
વર્તમાનકાળમાં ગૃહસ્થ જીવનમાં કેટલાં બધાં ખરાબ નિમિત્તો ભટકાય છે, એ તો બધા જાણે જ છે. હવે એ કુનિમિત્તોના કારણે કેટલાય ગૃહસ્થો જાતજાતના પાપોનો, કુસંસ્કારોનો ભોગ બનતા હોય... એમાંથી કોઈને કોઈ દીક્ષા લઈ અહીં આવે, વૈરાગ્ય સાચો હોય પણ પેલા કુસંસ્કારો પણ તગડા હોય... એમાં વળી અહીં સાધુજીવનમાં પણ એવા કોઈક કુનિમિત્તો મળી જાય. કુસંસ્કારો જાગ્રત થાય. વૈરાગ્યભાવ નબળો પડે, અને શ્રમણો કે શ્રમણીઓનાં જીવનમાં નાના-મોટા દોષ ઘૂસી જાય. કોઈક અયોગ્ય પ્રસંગ બની જાય.
આવા પ્રસંગો શ્રાવક-શ્રાવિકાઓ જુએ, સાંભળે.... ક્યાંક વળી છાપાઓમાં અને મેગેઝિનોમાં એ વિષય-કષાય સંબંધી પ્રસંગો સારી રીતે ચગાવી-ચગાવીને છાપવામાં આવેલા હોય તે વાંચે અને ઊંડે ઊંડે શ્રમણ-શ્રમણીઓ પ્રત્યે અણગમો-અરુચિ એમના મનમાં ઉપસતાં થાય, ‘બધા સાધુ-સાધ્વીઓ આવા જ હશે. આ બધા પાસે જવા જેવું જ નથી.’’ એવા વિચારો ધીમે ધીમે દૃઢતા પકડતા જાય અને પછી સાધુ-સાધ્વીઓ પાસે જવું-વંદન ક૨વા - વ્યાખ્યાન સાંભળવા... આ બધાં જ કાર્યો બંધ થતાં જાય.
૪
Page #7
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એમાં ય વળી કેટલાક શાસનશત્રુઓ તો શ્રમણ-શ્રમણીઓનું જૈનશાસનમાં પ્રભુત્વ ખતમ થાય અને એ દ્વારા જૈનસંઘ છિન્નભિન્ન બને એવું ઈચ્છતા જ હોય છે. તેઓ તો આવા કોઈક આડાઅવળા પ્રસંગોની કાગડોળે રાહ જોતા હોય છે. આવા કોઈક પ્રસંગો બને એટલે તરત એનો ચારેબાજુ પ્રચાર કરે. એ પ્રસંગો શ્રમણ-શ્રમણીઓના ઝઘડા વગેરેના હોય કે બીજા પણ હોય પણ એનો એવો પ્રચાર કરે કે બિચારી ભોળી પ્રજા, જૈનશ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સાધ્વીઓ પ્રત્યેના અગાધ સદ્ભાવને - અહોભાવને ગુમાવી બેસે. તેઓ પછી સાધુ-સાધ્વીઓ પાસે જવાને બદલે બીજા માર્ગે દોરાય. એ લાખો શ્રાવક-શ્રાવિકાઓ શ્રમણશ્રમણીઓને બદલે હવે વિદ્વાન-જાણકાર તરીકે પ્રસિદ્ધ ગૃહસ્થો પાસેથી જ બધુ માર્ગદર્શન મેળવવા લાગે, એ ગૃહસ્થો પણ એમના કાનમાં શ્રમણ-શ્રમણીસંઘ પ્રત્યે વધુ ને વધુ ઝેર રેડતા જાય અને ચતુર્વિધ સંઘ બે ને વિભાગમાં વહેંચાઈ જાય, તૂટી જાય. એક બાજુ માત્ર શ્રમણ-શ્રમણીઓ અને બીજી બાજુ માત્ર શ્રાવક
શ્રાવિકાઓ !
જે રીતે અંગ્રેજોએ ભારતને બરબાદ કર્યું, એ રીતે કેટલાકો જાણે કે અજાણે જૈનસંઘને છિન્નભિન્ન કરવાનું કામ કરી રહ્યા છે.
ભારતીય પ્રજા પોતાના રાજાઓને ભગવાન તરીકે જોતી, એને વફાદાર રહેતી. અંગ્રેજોએ એ રાજાઓમાંથી કેટલાક રાજાઓને જાણીજોઈને અમુક દોષોમાં ફસાવ્યા. પછી એ દોષો-પાપો પ્રજામાં જાહેર કર્યા. પ્રજા રાજાને ધિક્કારવા લાગી. રાજા પ્રત્યેનો સદ્ભાવ ગુમાવી બેસી. પરિણામે રાજાઓને ઉખેડી નાંખી પોતાની સત્તા જમાવવી એ અંગ્રેજો માટે સાવ જ સરળ થઈ પડ્યું.
આજે જે કેટલાકો શ્રમણ-શ્રમણીઓનું પ્રભુત્વ નથી ઈચ્છતા, લાખો જૈન શ્રીમંત ગૃહસ્થોમાં પોતાનું આધિપત્ય જમાવવા ઈચ્છે છે, તેઓ જાણે-અજાણે આવા જ કામો કરી બેસે છે. કાળપ્રભાવાદિને લીધે કેટલાક આડાઅવળા પ્રસંગો બને એટલે આ શાસનશત્રુઓ એને ચારેબાજુ ફેલાવે. ગૃહસ્થવર્ગમાં શ્રમણસંઘ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન કરાવે. છેવટે એ ગૃહસ્થોમાં પોતાનું આધિપત્ય જમાવવામાં સફળ બને.
કદાચ કોઈને એવો વિચાર આવી શકે કે ‘શ્રમણો પ્રત્યે શ્રાવક-શ્રાવિકાઓ વિમુખ બને એમાં શ્રમણશ્રમણીઓને શું વાંધો છે? એમને ક્યાં શ્રાવક-શ્રાવિકા સંઘની જરૂર છે? શું તેઓ એમનું વર્ચસ્વ-પ્રભુત્વ ઈચ્છે છે? શ્રમણ-શ્રમણીઓ એની લાલસાવાળા છે?''
એનો જવાબ એ છે કે સાચા શ્રમણો કે શ્રમણીઓ કોઈપણ પ્રકારની મલિન અપેક્ષાવાળા હોતાં નથી જ છતાં એ સાચા શ્રમણો એવી ઝંખના ચોક્કસ રાખે કે “જિનશાસનમાં સુશ્રમણોનું પ્રભુત્વ, સુશ્રમણોની પ્રધાનતા અકબંધ રહેવી જ જોઈએ.’' કેમકે તે શ્રમણો જિનશાસનના સાચા અનુરાગી છે. તેઓ જાણે છે કે જો જિનશાસનમાં શ્રમણોનું પ્રભુત્વ ખતમ થશે તો જિનશાસન જ છિન્નભિન્ન થઈ જશે. કબૂલ છે કે શ્રમણોમાં દોષો પણ ઊભા થયા છે. કેટલાક શ્રમણોમાં ઘણા મોટા દોષો પણ ઊભા થયા હશે. પણ એટલા માત્રથી જો આખી ય શ્રમણસંસ્થાને ખરાબ ગણાવી જો શ્રમણોની પ્રભુતા ખતમ કરાશે તો જે હાલત ભારત દેશની થઈ, એ હાલત જૈનસંઘની થશે.
ભારતના રાજાઓમાં દૂષણો ઘુસેલા. કેટલાક રાજાઓમાં ઘણા મોટા દોષો પણ હતા પણ અંગ્રેજોએ એ દોષોને ચારેબાજુ ફેલાવી દીધા, રાજાઓની પ્રભુતા ખતમ થઈ, અંગ્રેજો અધિપતિ બન્યા. પરિણામે ભારતની જે બરબાદી થઈ એ બધા જ જાણે જ છે.
એવું અહીં પણ બની શકે એમ છે. જો કેટલાક શ્રમણોના કોઈક દોષોને ઉઘાડા પાડી દઈ આખી ય
૫
Page #8
--------------------------------------------------------------------------
________________
આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
- શ્રમણ સંસ્થાને વગોવવામાં આવે અને એ રીતે એની પ્રભુતા ખતમ કરવામાં આવે તો એમાં નુકસાન સુશ્રમણોને નહિ, પણ જિનશાસનને - સંઘને ચોક્કસ થાય. એટલે જ સુશ્રમણો પોતાની પ્રભુતાની લાલચવાળા તો બિલકુલ નથી જ, છતાં તેઓ શ્રમણોની પ્રભુતા - પ્રધાનતા જળવાઈ રહે એ તો ઈચ્છે છે જ. કેમકે એમાં જ સંઘનું હિત છુપાયેલું છે.
સાર એટલો જ કે કુકાળ-કુનિમિત્તાદિના કારણે જૈન શ્રમણોમાં પણ ક્યાંક ક્યારેક અણઘટતી બાબતો બની હોય, બનતી હોય... પણ એટલા માત્રથી શ્રીસંઘમાં આખીય શ્રમણસંસ્થા વગોવાય, શ્રીસંઘમાં શ્રમણોની પ્રધાનતા પર પ્રહાર થાય, ગૃહસ્થોની પ્રધાનતા વધતી જાય એ શ્રીસંઘના હિતમાં નથી જ.
આ માટે સૌથી જરૂરી બાબત એ છે કે શ્રાવક-શ્રાવિકા વગેરેના મનમાં સાધુ-સાધ્વીઓ પ્રત્યેનો સદ્ભાવ-બહુમાનભાવ અકબંધ રહે, વધે... જો એમ થાય તો જ તેઓ સદાય માટે શ્રમણ-શ્રમણીઓના માર્ગદર્શન મુજબ જ પ્રવૃત્તિ કરે અને તો જ સંઘનું હિત સચવાય.
વળી ક્યારેક તો એવું પણ બને છે કે કેટલાક મુગ્ધ સાધુ-સધ્વીઓ પણ કોઈક કોઈક પ્રસંગો સાંભળીને એમ માનતા થઈ ગયા છે કે “હવે આપણો શ્રમણ સંઘ લગભગ ખલાસ થઈ ચૂક્યો છે...” આમ ખુદ કેટલાક શ્રમણ-શ્રમણીઓ પણ પોતાના જ ઘર ઉપરની શ્રદ્ધા ગુમાવી બેસે છે.
હંમેશાં ખરાબ વાતો વધુ બહાર આવતી હોય, વધુ ફેલાતી હોય એટલે એ બધી વાતોની અસર જલદી થાય એ સ્વાભાવિક છે.
આ તમામને વાસ્તવિકતા દર્શાવવી એ અત્યંત મહત્ત્વનું કાર્ય છે.
એમને એ જણાવવું જરૂરી છે કે “જ્યાં સમાજના લગભગ પ્રત્યેક ઘટકમાં ૫% શુદ્ધિ બચી છે, ત્યાં આ શ્રમણસંઘમાં ૭૫% થી ૮૦% શુદ્ધિ અકબંધ છે, એ વાત તમે ન ભૂલો.”
એમને એ જણાવવું જરૂરી છે કે “આજે પણ આવી ભયંકર અવસ્થામાં પણ સેંકડો શ્રમણ-શ્રમણીઓ આશ્ચર્યજનક-બહુમાનજનક-અગાધ સદ્ભાવજનક બેનમૂન આરાધના કરી રહ્યા છે. આવા ઉત્તમ શ્રમણશ્રમણીઓથી ભરેલા સંઘ પ્રત્યે ઉપેક્ષા-તિરસ્કાર-નિંદાભાવ બિલકુલ ઉચિત બની શકતો નથી.”
આ જણાવવા માટે, શ્રમણ-શ્રમણીસંઘ પ્રત્યે ચતુર્વિધ સંઘને ઉત્કૃષ્ટ, વાત્સલ્યવાળો, આદરવાળો, સભાવ-સન્માનવાળો બનાવવા માટે આ પુસ્તિકામાં કુલ જુદા જુદા શ્રમણ-શ્રમણીઓના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. આશરે ૬૦ જેટલા પ્રસંગો ચોથા ભાગમાં લેવામાં આવ્યા છે.
જૈનસંઘના પ્રત્યેક સભ્યોએ આ અવશ્ય વાંચવું જોઈએ અને એ વાંચીને મનમાં ભરાયેલી ખોટી ખોટી વાતોને દૂર ફગાવવી જોઈએ. કોઈક દોષવાળાઓની નિંદા કરવાને બદલે આવા ઉત્તમોત્તમ સંયમીઓની હાર્દિક પ્રશંસા એ જ સ્વપકલ્યાણનો નિર્દોષ માર્ગ છે.
આમાં નીચેની વિશેષતાઓ ધ્યાનમાં રાખવી (૧) લગભગ તમામે તમામ પ્રસંગો વર્તમાન કે નજીકના જ ભૂતકાળના સાધુ-સાધ્વીજી ભગવંતોના છે. બહુ જૂના પ્રસંગો લગભગ લીધા નથી તથા ગૃહસ્થોના પ્રસંગો પણ માંડ ૪-૫ લીધા છે.
(૨) આ દરેક બાબત તદન સત્ય છે. એમાં અમે જરાય વધારી વધારીને લખ્યું નથી. અણુનો મેરુ બનાવ્યો નથી. હા, કેટલાક પ્રસંગો દ્વેષ-નિંદાદાદિના નિમિત્ત ન બને એ હેતુથી થોડાક બદલીને લખ્યા છે.
(૩) વિરતિદૂત પરીક્ષામાં એક પ્રશ્ન પૂછેલો કે “સાધુ-સાધ્વીજીઓ પોતાના જીવનમાં અનુભવેલા સુંદર પ્રસંગો અમને લખી મોકલે.” આશરે અઢીસો-ત્રણસો સંયમીઓએ પરીક્ષા આપી. પોતાના જીવનમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
—————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——— —જાતે જોયેલા - અનુભવેલા કે સાંભળેલા પ્રસંગો અમને જણાવ્યા. એમાંથી પણ જે વધુ આકર્ષક, વધુ વિશિષ્ટ જણાયા, એ પ્રસંગો જુદા તારવી આ પુસ્તક તૈયાર કર્યું છે. અમે તો માત્ર સંયમીઓએ લખેલા પ્રસંગોને અમારી ભાષામાં ઢાળ્યા છે, ઘણી જગ્યાએ તો એ બધા પ્રસંગો તે તે સંયમીની ભાષામાં જ સીધે સીધા લખી દીધા છે.
(૪) આ પ્રસંગોમાં કેટલાક પ્રસંગો એ રીતે પણ લખ્યા છે કે “જાણે તે તે સંયમી પોતે જ પોતાના અનુભવ લખતો હોય...”
દા.ત. “અમારા ગુરુણીની સહનશક્તિ અજબગજબની હતી.” આવી રીતે આખો પ્રસંગ લખેલો હોય. તો એમાં અમારા = એ પ્રસંગ લખનારા સાધ્વીજી પોતે જ.
ગુરુણી = એ સાધ્વીજીના ગુરુણી. એમાં અમારા = આ પુસ્તકના લેખકને ન સમજવા.
મારો દીક્ષા પર્યાય એ વખતે માત્ર બે વર્ષનો હતો, ત્યારે..” આવું લખાણ હોય, ત્યાં મારો = આ પુસ્તકના લેખકનો નહિ, પણ એ પ્રસંગ જે સાધુએ-સાધ્વીજીએ લખેલો હોય - એમનો..
ટૂંકમાં એ પ્રસંગો એમના જ શબ્દોમાં ઢાળેલા છે. એટલે વાંચતી વખતે જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે ખ્યાલ રાખવો. (૫) કોઈ એમ ન સમજે કે “આ તો માત્ર ૬૦ જ પ્રસંગ! તો બીજા બધાનું શું?”
કેમકે અમે તો વિશિષ્ટ અને આંખે ઊડીને વળગે એવી આરાધનાઓનો ઉલ્લેખ કરેલો છે. જે ઘણા બધામાં સામાન્ય આરાધનાઓ હોય, તેવી તો હજારો છે. એ બધાનો ઉલ્લેખ અત્રે કર્યો નથી. દા.ત. ૧૦૦-૧૫૦ સાધુ-સાધ્વીજીઓ ૧૦૦ વર્ધમાનતપની ઓળીઓ કરી ચૂક્યા છે પણ એ બધાનો અમે જુદો જુદો ઉલ્લેખ નથી કર્યો.
આમ નાની નાની ઢગલાબંધ બાબતો અમે નોંધી જ નથી. વળી આના વધુ ભાગ પણ છપાશે. (૬) આમાં લગભગ અમે કોઈના પણ નામ લખ્યા નથી. આડકતરા નિર્દેશ કરેલા હોય એ સંભવિત છે.
(૭) આ કોઈ એક ગ્રુપ કે એક ગચ્છના બધા પ્રસંગો નથી. પણ જુદા જુદા લગભગ ૧૫-૧૭ ગચ્છોના પ્રસંગો આ પુસ્તિકામાં છે.
(૮) શ્રી સંઘને વિનંતી કે આવા કોઈપણ વિશિષ્ટ પ્રસંગો તમારા ખ્યાલમાં હોય તો એ અમને મોકલાવે. “આશિષ એ. મહેતા, ૭, સુનીષ એપાર્ટમેન્ટ, રત્નસાગર સ્કૂલ સામે, ગોપીપુરા, કાજીનું મેદાન, સુરત. (ગુજરાત).” આ સરનામે એ લખાણ મોકલવું. કવર ઉપર સુકુતાનુમોદનના પ્રસંગો એમ શબ્દ લખવો.
જે કોઈપણ શાસ્ત્રાનુસારી વિશિષ્ટ પ્રસંગો હશે તેનો હવે પછીના વિભાગોમાં સમાવેશ કરવામાં આવશે. કોઈપણ સમુદાયના સાધુ-સાધ્વીજીઓ આવા વિશિષ્ટ પ્રસંગો મોકલી શકે છે. એ પ્રસંગોઆરાધનાઓ માત્ર સાધુ-સાધ્વી સંબંધી જ હોવા જોઈએ.
(૯) “કેવા પ્રસંગો વધુ અસરકારક અને વિશિષ્ટ ગણાય.” એ આ પુસ્તક વાંચવાથી ખ્યાલમાં આવી શકશે. .
(૧૦) સંયમીઓએ અમને નાના-મોટા ઘણા પ્રસંગો લખેલા, એમાંથી અમે ચૂંટીઘૂંટીને આ પ્રસંગો લીધા છે. કોઈક કોઈક સંયમીએ લખેલા પ્રસંગો આમાં ન પણ આવ્યા હોય. તેઓ પાસે અમે હાર્દિક ક્ષમા માગીએ છીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
-~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ-~~~-~+
(૧૧) કેટલીક અનુમોદના એવી હોય કે જેમાં બીજાના દોષોનો ઉલ્લેખ આવવાનો. દા.ત. કોઈ સાધ્વીજીની અભુત ક્ષમાની અનુમોદના કરવાની હોય ત્યારે એમના પર ક્રોધ કરનારાના એ ક્રોધ દોષનો ઉલ્લેખ આવવાનો જ. જો ક્રોધાદિ થયા જ ન હોત તો આમની ક્ષમા સિદ્ધ જ ન થાત. એટલે આવી અનુમોદનામાં આડકતરી રીતે કોઈકના દોષોનો ઉલ્લેખ થવાનો પણ ત્યાં એમની નિંદા કરવાની નથી, એ કર્મવશ હોવાથી એવું વર્તન કરી બેઠા એમ સમજવાનું છે. આપણે તો ક્ષમાશીલ સાધ્વીજીની ક્ષમાની અનુમોદના જ મુખ્ય બનાવવાની છે.
(૧૨) મિથ્યશામટયુપરસા... મનુવાદીત્યનુમો પામ: શ્રી શાંતસુધારસની આ ગાથામાં કહ્યું છે કે “મિથ્યાત્વીઓના પણ છે જે મોક્ષમાર્ગાનુસારી ગુણો - અનુષ્ઠાનો છે, તેની હું અનુમોદના કરું છું.” અર્થાત્ માર્ગાનુસારી કોઈપણ કૃત્ય અનુમોદનીય બને, ભલે પછી એ મિથ્યાત્વીઓનું પણ કેમ ન હોય? હવે આ તો બધા સંયમીઓ છે, એમના જે જે કૃત્યો માર્ગાનુસારી હોય એ અનુમોદનીય બનવાના જ. એમાં ગચ્છભેદ જોવાનો ન હોય.
(૧૩) આ જે કોઈપણ પ્રસંગો મળેલા છે. એ મોટાભાગે વિરતિદૂતની પરીક્ષાના ઉત્તરપત્રોમાંથી પ્રાપ્ત થયા છે. સાધુ-સાધ્વીજી ભગવંતોએ કમલ પ્રકાશન ઉપર ઉત્તરપત્રો મોકલ્યા. એ તપાસવામાં જે જે સુંદર પ્રસંગો પ્રાપ્ત થયા, તેનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સાધુ ભગવંતો કે સાધ્વીજી ભગવંતો પાસેથી સીધા જ આ પ્રસંગો સાંભળ્યા નથી કે પત્રથી પણ જાણ્યા નથી. ઉત્તરપત્રોમાં લખાયેલા પ્રસંગને આધારે આ બધું લખાણ છે. એટલે ભૂલથી કોઈક પ્રસંગોમાં થોડોક ફેર થઈ ગયો હોય તો એ અંગે ક્ષમા ચાહીએ છીએ.
અમે બધાને વિનંતી કરીએ છીએ કે આ પુસ્તક વાંચ્યા બાદ તમે પણ તમારી આસપાસના સાધુસાધ્વીજીઓમાં જે કોઈપણ મોક્ષમાર્ગાનુસારી અનુષ્ઠાનો-ગુણો જોયા હોય, તે વ્યવસ્થિત લખીને અમને મોકલાવશો. જેથી એ સુકૃતો ઘણા લોકો સુધી પહોંચાડી શકાય.
(૧૪) આ પુસ્તક વંચાઈ જાય, એટલે એમને એમ મૂકી ન રાખશો, પણ બીજાને વાંચવા આપશો. કોઈપણ એક જણને આ આખું પુસ્તક વંચાવી દેવું એ જ આ પુસ્તકની સાચી કિંમત ચૂકવેલી ગણાશે.
અંતે જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- મુનિ ગુણહંસવિજય
લેખ મોકલવાનું સરનામું : આશિષભાઈ મહેતા
હિતેશભાઈ ગાલા ૭, સુનીષ એપાર્ટમેન્ટ,
બી-૧૭, તૃપ્તિ સોસાયટી, રત્નસાગર સ્કૂલની સામે,
હનુમાન રોડ, વિલે પાર્લે (પૂર્વ), કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત.
મુંબઈ- ૪૦૦ ૦૫૭. મોબાઈલ : ૯૩૭૪૫૧૨૨૫૯
મોબાઈલ : ૯૮૨૦૯૨૮૪૫૭
Page #11
--------------------------------------------------------------------------
________________
ૐ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
પ્રાપ્તિસ્થાન
હિતેશભાઈ ગાલા બી-૧૭, તૃપ્તિ સોસાયટી, હનુમાન રોડ, વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ- ૪૦૦ ૦૫૭. મોબાઈલ : ૯૮૨૦૯૨૮૪૫૭
આશિષભાઈ મહેતા
૭, સુનીષ એપાર્ટમેન્ટ, રત્નસાગર સ્કૂલની સામે, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત મોબાઈલ: ૯૩૭૪૫૧૨૨૫૯
કુમારભાઈ શાહ
૬૦૪, સુખસાગર એપાર્ટમેન્ટ,
ઈન્દોર સ્ટેડિયમની સામે, ધોડ દોડ રોડ, સુરત.
મોબાઈલ : ૯૮૨૫૨૯૯૪૮૭
દીપેશભાઈ દીક્ષિત
બી-૨, અમર એપાર્ટમેન્ટ, ડીવાઈન લાઈફ સ્કૂલની સામે, બેરેજ રોડ, વાસણા, અમદાવાદ. મોબાઈલ : ૦૯૪૨૮૬૦૮૨૭૯
૯
Page #12
--------------------------------------------------------------------------
________________
છે
$
$
M
-~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ અનુક્રમણિકા) | ક. વિષય
કરી
પાન ન. ૧. મારું આયખું ખૂટે જે ઘડીએ................................................ ૨. રૂક્વે િછદ્દે નીનિયા નેવ સાથે ટૂંકું સમાગિન્ના....
દેવ જેમ નાટકમાં કિરિયામાં લીનતાને ધરતા... ધન તે મુનિવરા રે............. આપણું સમ્યકત્વ નિર્મળ ખરું કે ? . કોઈકના કટુ શબ્દોથી આપણને ખોટું લાગે છે ખરું? .............
ગુરુ મોદે મારે શબ્દો કી નારી..... ૭. એ માત-તાતને ધન્ય છે..........
......... ૨૩ ૮. સૂક્ષ્મવૃધ્ધ સતા રેયો ધર્મ ....................................
............ મહાપુરુષોની મુઠ્ઠી ઉંચેરી મહાનતા ....
એક મુનિરાજની પ્રેરક સત્યઘટના ... ૧૧. જે અચલ છે. .................................. ૧૨. એક ટુંકો પત્ર . ૧૩. તરસ્યાઓ માટે પરબ ખોલીએ. ........... ૧૪. આવું સાધુવંદ સર્વત્ર હોજો .
શિષ્યો માટે ભોગ આપનાર ગુરુજનો મહાન ! ................................ ૧૬. મારા ગુરુની મહાનતા મેં સાક્ષાત નિહાળી ..... ૧૭. લોકપ્રિય તે બને છે, જે બીજા માટે ઘસાઈ છૂટે છે.
.............. મોટાઓની મોટાઈ ........... ૧૯. ૮૮ વર્ષની ઉંમરના એક સંયમી મહાત્માનો સુંદર મજાનો પત્ર.... ૨૦. સાધૂનાં વર્ણને પુષ્યમ્ ................. ૨૧. વિનય વડો સંસારમાં .................. ૨૨. ગૌવિત્યે નનમાન્યતા .....
૩. કરણાભીની આંખોમાંથી... ..... ૪. સર્વ નીવનેદMિIH: વરિત્રમ્ ..........
.............. ૨૫. સસલા, સાબર, મૃગ અને રોઝડા..................... ૨૬. ઘડપણમાં શાણપણ .......
....... ર૭. જે ક્ષાપ ક્ષમં મુમુકૂળ નિરમઘરીખ થાતુમ્ ................ २८. न क्षणमपि क्षमं मुमुक्षूणां निरभिग्रहाणां स्थातुम्
......... ૬૦ ૨૯. અણજાણીતી એક મહાવિભૂતિ ..
૧૫.
...........
Page #13
--------------------------------------------------------------------------
________________
-----— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ———————
.......................
३०. दुष्प्रतिकारौ मातापितरौ
........૬ ૬ ૩૧. તમે આવો અભિગ્રહ લીધો છે ખરો? ૩૨. શાસ્ત્રો વાંચો નહિ, પચાવો
રૂ. સમર્થ રોયમ ! ના પયિા .......... ૩૪. ઉચ્ચકોટિની ખાનદાની.
...............•••• રૂ. जयणा य धम्मजणणी.. ૩૬. કુલ ચાર અનુમોદનીય બાબતો.. ૩૭. ભાવોનું સન્માન કરો... .. ૩૮. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ .............. ૩૯. મારા દાદી ગુણી ...................................
आचारः प्रथमो धर्मः! ૪૧. મુજ આત્મા જાગ્યો હવે... ૪૨. જૈનત્વઃ જન્મથી નહિ, પણ કર્મથી છે.......... ૪૩. સુમંગલ-આચાર્યના પ્રતિનિધિઓ જય હો................... ૪૪. એક અજૈન વૈદ્યનું જૈનાચાર્યના આચારોથી પરિવર્તન......... ૪૫. સંવિગ્નતાનો પવિત્રપુંજ એટલે વર્તમાનના એક વયોવૃદ્ધ આચાર્ય ................... ૪૬. અનવસ્થા અટકાવો ૪૭. સવો ગુણેહિ ગણો ....... ૪૮. પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિજીના મુખે સાંભળેલી નાનકડી ઘટના ...... ૪૯. એક મીઠો અનુભવ . ••••••••••••••................................... ૫૦. પરિગ્રહનો પરિત્યાગ પમાડનાર પ્રકૃષ્ટ બોધ.
.. ૧૦૧ નિરાજની ૧ વર્ષના દીક્ષાપર્યાયની સ્વાધ્યાય-સાધના .......
.......... ૧૦૧ ૫૨. શું વૃદ્ધો આરાધના ન કરી શકે?...
........... ૧૦૩ ૫૩. બીજાના ભાવોને સાચવો................
.................... ૧૦૫ ૫૪. ઉદારતા કેળવો.
.... ૫. કૂ થર્મ: સતાવા: ....................... પ૬. ૩૫ર સંરક્ષય પ્રત્યેન....... .... ૫૭. મે વાતા સરસ્વતી ................ ....
........... ૧૧૪ ૫૮. ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી.
.......... ૧૧૬ ૫૯. નો શહીદ હુએ હૈ નક્કી....
......... ૧૧૭ ૬૦. આપણને જિનવચન સાંભળવા-જાણવા-માણવાનો રસ કેટલો? ....................... ૧૨૩
વા .............
૧ ૧
-
Page #14
--------------------------------------------------------------------------
________________
-
: વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
*
કચ્છ સૌજન્ય ક
યુગપ્રધાન આચાર્યસમ પૂજ્યપાદ પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત તપોવન સંસ્કાર ધામ – (નવસારી)
જ્ઞાન ખાતામાંથી
તથા
શ્રીમતી નિલાબેન કીર્તભાઈ વોરા પરિવાર
(ઘાટકોપર-મુંબઈ)
ક
ચુતભક્તિનો લાભ લીધો એ બદલ
ખૂબ ખૂબ ધન્યવાદ....
લિ.
કમલ પ્રકાશન ટ્રસ્ટ આ પુસ્તક જ્ઞાનખાતામાંથી છપાયેલું હોવાથી શ્રાવકોએ આની માલિકી કરવી નહીં.
( ૧ ૨
Page #15
--------------------------------------------------------------------------
________________
~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* મારું આયખું ખૂટે જે ઘડીએ... જો દીકરા ! ધ્યાનથી સાંભળ. બરાબર સાડા ચાર કલાક બાદ મારું મૃત્યુ થશે. અત્યારે છ વાગ્યા છે. તું એક કામ કર. પેલા બેનને બોલાવી લાવ કે જેમને પુણ્યપ્રકાશનું સ્તવન આવડે છે. એ મને અંતિમ આરાધના કરાવી દે.”
૪૨ વર્ષની ઉંમરની એક માએ પોતાના ૧૨ વર્ષના નાનકડા દીકરાને આ સૂચના કરી.
મુંબઈ ઓપેરાહાઉસ પાસેનો એ ફલેટ ! રાધનપુરનગરીના એ ધર્મિષ્ઠ શ્રાવિકાબેન ! ૩૯ વર્ષની ઉંમરે જ વિધવા થયા. પણ પૈસે ટકે સુખી હોવાથી બીજી કોઈ ચિંતા ન હતી. એ બહેનને ૪૨ વર્ષની ઉંમરે કેન્સર થયું, ઉપચારો ચાલુ થયા, છ મહિના પસાર થયા અને એક વહેલી સવારે છ વાગે એ બાએ પોતાના દીકરાને ઉપર મુજબ સૂચના કરી.
દીકરો હતો તો નાનો ! માત્ર ૧૨ વર્ષનો ! પણ ઘણો સમજુ, ઠરેલ ! દીકરાને આશ્ચર્ય ચોક્કસ થયું કે બાને એ ખબર કેવી રીતે પડી કે સાડા ચાર કલાક બાદ મારું મોત છે.” પણ અત્યારે એની ચર્ચા કરવાનો અવસર ન હતો. “બા ! આપણા સગા-વ્હાલાઓને બોલાવી લઉં.” દીકરો બોલ્યો.
ના ! અત્યારે જિનપૂજાનો સમય છે. આપણે કોઈને એમાં અંતરાય નથી કરવો. વળી મારે જે આરાધના કરવી છે. એમાં એ બધાનું આગમન નડતરભૂત બને. તું એ બધાને પછી બોલાવજે...” બાએ તરત ના પાડી.
“ભલે બા ! પણ પુણ્યપ્રકાશનું સ્તવન તો મને પણ આવડે છે. તે જ મને શીખવાડેલું છે. મને બધી આરાધના કરાવતા આવડે છે. તો હું જ તને આરાધના કરાવી દઉં તો?” ૧૨ વર્ષનો દિકરો બોલ્યો. બાએ સહર્ષ રજા આપી અને દીકરાએ બધી આરાધના કરાવી.
એ પછી દીકરાએ નજીકના લોકોને બોલાવ્યા, દવા કરતા ડોક્ટરને પણ બોલાવ્યા. ડોક્ટર ઈંજેક્શન તૈયાર કરવા લાગ્યા પણ બાએ કહ્યું કે “ડોક્ટર સાહેબ ! આજે તમને એના માટે નથી બોલાવ્યા, આજે તમને મારું મૃત્યુ જોવા બોલાવ્યા છે...” બાના એ સ્પષ્ટ શબ્દો બધાને અચંબો પમાડતા હતા. પથારીમાં પડ્યા પડ્યા છેલ્લી મિનિટોમાં પણ બા કેટલા બધા સ્વસ્થ લાગતા હતા !
આજે મારી ભાવના ઉપવાસ કરવાની હતી, પણ જો હું દવા ન લઉં તો મને મરણ વખતે સમાધિ ટકવી અઘરી હતી. એટલે નાછૂટકે નવકારશીનું પચ્ચકખાણ કર્યું છે, દવા લીધી છે. જેથી સમાધિથી મરું.” બાએ દીકરાને કહ્યું અને પશ્ચાત્તાપના આંસુઓએ બાની આંખોને ભીંજવી નાંખ્યા.
૧૦-૨પનો સમય થયો, બા બોલ્યા “હું મારી રીતે નવકાર બોલું છું. જો મારી જીભ અટકી પડે તો પછી તમે બધા નવકાર બોલવા માંડજો...” અને ખામો અરિહંતાપ ધીમે છતાં અષ્ટોચ્ચાર સાથે બાએ નવકાર બોલવાના શરુ કર્યા...
Page #16
--------------------------------------------------------------------------
________________
-~-~~- 2 વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~~- ~
૧૦-૩૦નો સમય થયો અને ‘પામો નો સવ્વસાહૂ' છેલ્લા શબ્દો બોલી બાએ પ્રાણ ત્યાગી દીધા.
આવું સમાધિમરણ દીકરાએ નજરોનજર નિહાળ્યું.
(આજે એ દીકરો ૬૨ વર્ષની ઉંમરે છે, મુંબઈ ગોવાલિયાટેક સંઘમાં સૂર્યકિરણ એપાર્ટીમાં રહે છે. ૨૧ વર્ષની વયે મા અને બાપ બંનેને ગુમાવ્યા બાદ પણ માતાપિતાના સંસ્કારોની મૂડી સાથે ધાર્મિક જીવન પસાર કર્યું. નાની બહેનની જવાબદારી નિભાવી દીધી. દીક્ષા લેવાના ભાવ અને પ્રયત્નો કર્યા પણ છેવટે દીક્ષા લીધા વિના જ સંસારમાં રહી ધર્મિષ્ઠ જીવન પસાર કર્યું. ઉપરનો પ્રસંગ કહેતા કહેતા એમની આંખોમાં પાણી બાઝી ગયા..
પ્રભો ! જે પળે અમે આ દેહ છોડતા હોઈએ, ત્યારે અમારી પાસે આવજો, હિતશિક્ષા આપજો, સમાધિમરણના દાતા બનજો.)
इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारम्भिज्जा....
કેમ મહાત્મન્ ! સંથારો નથી કરવો? સાડા દસ તો થઈ ગયા?' મુંબઈના એક પરામાં ફલેટમાં ૨૦ સાધુઓ ઉતરેલા હતા. તદ્દન નવું મકાન બનતું હતું. પણ પહેલે માળે ચાર ફલેટો તૈયાર હતા, કોઈ રહેવા આવ્યું ન હતું. સંઘનો ઉપાશ્રય નાનો હોવાથી સંઘે આ ચાર ફલેટમાં ૨૦ મહાત્માઓનો ઉતારો રાખ્યો હતો.
ત્યાં રાત્રે સાડા દસ વાગે એક મહાત્માએ બીજા સાધુને ઉપર મુજબ પ્રશ્ન કર્યો. બસ, સંથારો કરવાની જગ્યા જ શોધું છું.” મુનિએ જવાબ વાળ્યો.
“અરે, આટલી બધી જગ્યા ખાલી પડી જ છે ને ? દોરી પણ બાંધેલી જ છે, એટલે મચ્છરદાની નાંખવાની પણ સગવડ છે જ. પછી જગ્યા શોધવાની ક્યાં રહી ?' મુનિએ વળતો પ્રશ્ન કર્યો.
આપની વાત સાચી. પણ જૂઓ, બાજુની ઝુંપડપટ્ટીમાં ઠેર ઠેર બલ્બ ચાલુ છે. એ બધાનો પ્રકાશ પારદર્શક કાચમાંથી આ બધી જગ્યાએ આવે છે. એટલે ઉજઈની વિરાધના થતી હોવાથી અહીં તો સંથારો કરી નહિ શકાય.' જીવદયાપ્રેમી મુનિએ પ્રત્યુત્તર વાળ્યો.
પ્રથમમુનિ ભોંઠા પડી ગયા. એમને ઉપયોગ થયો કે “બધેથી ઉજઈ આવે છે.” પણ એમણે નવી તપાસ શરુ કરી. એ મુનિ એ જ જગ્યાએ નીચે બેસી ગયા, પછી જોયું તો ઉજઈ દેખાતી ન હતી. એટલે એમણે પાછી શિખામણ આપી કે “જુઓ મુનિવર ! તમે ઉભા રહો તો જ ઉજઈ આવે. બેઠા પછી ઉજઈ નહિ આવે. ઉંધ્યા પછી તો બિલકુલ નહિ આવે. એટલે નિશ્ચિત બનીને અહીં સંથારો કરો.”
Page #17
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
પણ એ જીવદયાપ્રેમી મુનિની દૃષ્ટિ અત્યંત સૂક્ષ્મ હતી.
એમણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે “વડીલ મુનિવર ! આપની વાત સાચી. પણ અહીં તો પુષ્કળ મચ્છરો હોવાથી મચ્છરદાની નાંખવાની જ છે. હું ભલે આડો પડીને ઉંઘી જઈશ, પણ મચ્છરદાની તો ઉભી જ રહેવાની ને ? ગ્લોબની ઉજઈ આખી રાત એ મચ્છરદાની પર પડે. આપણી ઉપધિથી આ વિરાધના થાય એ તો ન ચાલે ને ?”
પ્રથમમુનિ આ જવાબ સાંભળી ખૂબ આનંદ પામ્યા. જીવદયાની આવી પરિણતિ નિહાળીને કોને આનંદ ન થાય ?
અંતે એ મહાત્માને જગ્યા ન મળી. બીજી જે જગ્યા ઉપર ઉજઈ આવતી ન હતી એ જગ્યામાં દોરી બાંધી શકાય એવી શક્યતા ન હતી. દોરી વિના મચ્છરદાની પણ ન બંધાય અને એ વિના આખી રાત આ ભરપૂર મચ્છરો વચ્ચે ઉંઘ કેમ આવે ?
પણ એ મુનિરાજ માટે સંયમપાલન સાહજિક હતું. ઉજઈ વિનાની જગ્યાએ, મચ્છરદાની બાંધ્યા વિના કપડો ઓઢીને સંથારી ગયા, પણ વિરાધના ચલાવી લેવાનો વિચાર પણ ન કર્યો. (વડીદીક્ષા વખતે આપણે બધાએ ચતુર્વિધસંઘ સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે કે ‘ષટ્કાયની હિંસા હું કરીશ નહિ. કરાવીશ નહિ...' તેજસકાયની વિરાધના ન કરવી એ આપણી પ્રતિજ્ઞા છે, યાવજ્જીવ એ પાળવાની છે.
ભલે આપણે ઉજઈનો સાક્ષાત ઉપયોગ નહિ કરતા હોઈએ, પણ
→ બારી-બારણામાંથી ઉજઈ આવતી હોય, એ વખતે ત્યાંથી પસાર થવું પડે તો કામળી પહેરીને જ પસાર થવાનો યત્ન કરીએ ખરા ? કે પછી એક-બે સેકન્ડ માટે એ ઉજઈ વચ્ચેથી જ પસાર થઈ જઈએ ? કામળી પહેરવાનું કષ્ટ (!) ટાળીએ ?
→ આપણું શરીર તો નહિ જ, પણ આપણી ઉધિ પણ ઉજઈમાં ન જ હોવી જોઈએ... એ રીતની કાળજી રાખીએ ખરા ? કે પછી દાંડો-પ્યાલો વગેરે વસ્તુઓ ઉજઈમાં પણ પડી હોય તો ચાલે ?
→ ફોન-ફેક્સ-મોબાઈલ - ઝેરોક્ષ-કમ્પ્યુટરાદિમાં તેજસકાયની વિરાધના છે, એ તો ખ્યાલ છે ને ? આપણે આ વિરાધના સ્વયં કરવાની નથી, તો બીજા પાસે કરાવવાની ય નથી. કરનારાની અનુમોદના કરવાની નથી... એ તો આપણને ખબર છે ને ? હા ! ગાઢ કારણ હોય તો જુદી વાત ! પણ નાની નાની વાતોમાં તેજસકાયની વિરાધના અંગે આપણે ઉપેક્ષાવાળા બનીએ એ ચાલે ખરું ?)
૧૫
Page #18
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
દેવ જેમ નાટકમાં કિરિયામાં લીનતાને ધરતા... ધન તે
મુનિવરા રે..
એક સાધ્વીજીના શબ્દોમાં અમારા સાધ્વીવૃંદના એક સાધ્વીજી અણમોલ રત્ન સમાન છે. અણમોલરત્ન એટલા માટે કે એમની આવશ્યકક્રિયાઓ પ્રત્યે જે રુચિ છે. તે ભાગ્યે જ જોવા મળે છે.
દીક્ષા લીધા બાદ એમણે સંકલ્પ કર્યો છે કે ‘મારે સવારનું અને સાંજનું બંને પ્રતિક્રમણ સૂત્ર + અર્થના ઉપયોગપૂર્વક કરવું. માત્ર સૂત્રનો જ નહિ, પણ અર્થનો ઉપયોગ પણ રહેવો જોઈએ. જો અડધું-પોણું પ્રતિક્રમણ પત્યા બાદ પણ મારો ઉપયોગ સૂત્રાર્થને બદલે બીજી કોઈ ચીજમાં ચાલ્યો જાય, પ્રતિક્રમણોપયોગ તૂટે, તો મારે આખું પ્રતિક્રમણ ફરીથી કરવું.’
આપણે જાણીએ છીએ કે મનને આ રીતે કાબુમાં રાખવું કેટલું અઘરું છે, મને તો મારો જ અનુભવ છે કે મન સૂત્રમાં કે અર્થમાં ચોંટવાને બદલે બીજા-ત્રીજા વિચારોમાં ચડી જ જાય. ખાવા-પીવામાં કે સંસારીપણામાં પીક્ચરો જોવામાં મન જે રીતે તલ્લીન થાય છે, એના સોમાં ભાગ જેટલું પણ એ ક્રિયાઓમાં તલ્લીન થતું નથી. આવી પરિસ્થિતિમાં અમારા આ સાધ્વીજીનો સંકલ્પ શે સફળ થાય ?
પણ એમણે ભારે પુરુષાર્થ આદર્યો. શરૂઆતના વર્ષોમાં સૂત્રોના અર્થો એકદમ ઉપસ્થિત ન હતા, તો એ માટે એમણે સૂત્રાર્થનું જાડું પુસ્તક વિહારમાં સાથે રાખ્યું, ઉંચક્યું. અમે જોયું સવા૨નું પ્રતિક્રમણ કરતા એમને અઢીથી ત્રણ કલાક થઈ જતા. જરાક ઉપયોગ જાય, એટલે એ પાછું કરવા લાગી પડતા. સાંજનું પ્રતિક્રમણ ત્રણથી ચાર કલાકે પૂર્ણ થતું.
પણ એની ફરિયાદ નહિ, ઉતાવળનું નામ નહિ... અમારા ગુરુણીએ પણ એમની આવી વિશિષ્ટ આરાધના નિહાળીને એમને એ રીતે આરાધના કરવાની રજા આપી. સ્વાભાવિક છે કે આટલો બધો સમય એક જ પ્રતિક્રમણમાં જાય, તો પડિલેહણાદિ કાર્યો ક્યારે થાય ? પણ એમને માટે સ્વાધ્યાય ગૌણ કરીને આ સંયમયોગોની એકાગ્રતાનો યોગ મુખ્ય કરાયો છે. એમાંથી જે સમય મળે, તેમાં એ સ્વાધ્યાય કરે છે.
આજે આ વાતને વર્ષો થઈ ગયા છે. હવે તો વર્ષોના અભ્યાસથી ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ એમને માટે સહજ થવા લાગ્યું છે. પ્રતિક્રમણ શરુ કરે એટલે આપોઆપ જ મન એમાં ચોંટી જ જાય. હવે એમણે પુસ્તક પણ રાખ્યું નથી.
(પવન કરતા પણ મનની ગતિ વધારેં છે, એવું આપણે સૌએ સાંભળ્યું છે, અને અનુભવ્યું છે. પવનને રોકવો અઘરો છે, તો ચંચળતમ મનને રોકવું તો ધોળે દહાડે આકાશમાંથી તારા તોડી લાવવા જેવું કપરું કામ છે. આનંદઘનજી કંઈ એમને એમ જ નથી
૧૬
Page #19
--------------------------------------------------------------------------
________________
-~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~ લલકારતા કે “મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું. એની પાછળ આ ગણિત કામ કરે જ છે.
આપણી જાતને જ પૂછીએ કે
- આપણું સવારનું પ્રતિક્રમણ કેટલી વારમાં ? ૧૫-૨૦ મિનિટમાં જ ? કે ૪૦-૫૦ મિનિટ લાગે ?
> એ ઉભા ઉભા, સત્તરસંડાસા પૂર્વક ? કે બેઠા – બેઠા અથવા પુંજવાદિ ક્રિયા વિના જ?
> સૂત્રોચ્ચાર સ્પષ્ટ ખરા ? કે પછી મનમાં જ બોલતા હોવાથી ઘણા શબ્દો ખવાઈ જાય ? અશુદ્ધિ રહે ?
– ધારો કે ૨૦ મિનિટ પ્રતિક્રમણ કરતા થાય, તો એમાંથી કેટલી મિનિટ સૂત્રાર્થમાં ઉપયોગ ? કુલ પાંચેક મિનિટ પણ ખરો ? કે એટલો પણ નહિ ?
– સવારે ઉઠવામાં વિલંબ થયો હોય અથવા તો વિહાર હોય અને મોડા ઉઠ્યા હોઈએ તો પ્રતિક્રમણાદિ ક્રિયામાં પણ આપણે ઉતાવળ કરવા માંડીએ ખરા ? કે એકદમ શાંતિથી જ ક્રિયા કરીએ ?
> કોઈક સંયમીઓ આ રીતે શાંતિથી પ્રતિક્રમણ કરતા હોય, તો એમને જોઈને આનંદ થાય? અનુમોદના કરીએ ? પ્રશંસા કરીએ? કે એમને વેદીયા, જીદી, ક્રિયાજડ.. વગેરે વિશેષણોથી મશ્કરીપાત્ર બનાવીએ ?
જો શુભક્રિયાઓમાં આપણને રુચિ ન હોય તો આપણે ચરમાવર્તી પણ હશું કે કેમ? એ એક મોટો પ્રશ્ન જ રહે છે ને ?
આપણું સમ્યકત્વ નિર્મળ ખરું કે ? “સાહેબજી ! મારા પૌત્રના ગજબનાક સંસ્કારો જોઈ મને ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થાય છે. માત્ર પોણાચાર વર્ષની ઉંમર ! છતાં એની સમજણ ભલભલાને અચંબો પમાડી દે તેવી !”
મુંબઈ નવજીવન જૈનસંઘના ઉપાશ્રયમાં એક દાદાએ વંદન કર્યા બાદ મુનિરાજ આગળ ભારે ઉલ્લાસ સાથે ઉપર મુજબ રજુઆત કરી.
કેમ? એવો કોઈ પ્રસંગ બન્યો? શું સંસ્કારો દેખાયા તમને તમારા પૌત્રમાં?” મુનિરાજે સામે પ્રશ્ન કર્યો.
સાહેબજી! બન્યું એવું કે અમારો આખો પરિવાર થોડાક દિવસો પહેલા એક શહેરમાં કોઈક પ્રસંગમાં હાજરી આપવા ગયેલો. ત્યાંથી અમે નજીકમાં આવેલા એક તીર્થને જોવા માટે ગયા. એ સ્થાન અમને બધાને ગમ્યું. એ સ્થાનમાં ફરતા ફરતા અમે જ્યાં એક મુનિ બિરાજમાન હતા, તે હોલમાં ગયા...
Page #20
--------------------------------------------------------------------------
________________
——————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——————
ઘણા વર્ષો પૂર્વે એમણે સાધ્વાચાર છોડી દીધો છે. તેઓ પ્લેનમાં બેસી વિદેશ પણ જાય છે, ગાડીમાં ફરે છે... વગેરે બાબતનો અમને ખ્યાલ હતો. તેઓ ચારેબાજુ જૈનધર્મનો પ્રચાર કરે છે, એ સાચું. પણ આપણી શાસનવ્યવસ્થા પ્રમાણે એ સાધુ તરીકે તો ન જ ગણાય ને?
છતાં તેઓ સફેદ કપડા પહેરે, સંસારીઓ કરતા અલગ તરી આવે અને પ્રભાવશાળી લાગે એટલે હોલમાં એમને જોઈને અમે બધાએ સહજ રીતે જ હાથ જોડી દીધા.
પણ મેં જોયું કે મારો પૌત્ર મુનિ સામે અને આજુબાજુ ટગર ટગર જોયા કરતો હતો... એણે હાથ જોડ્યા ન હતા, ખમાસમણું આપ્યું ન હતું.
નવજીવનસંઘમાં જયારે પણ મહાત્મા હોય, ત્યારે હું મારા પૌત્રને ત્યાં વંદન કરવા લઈ જતો. એટલે એને વંદનના સંસ્કાર તો હતા જ. સાધુને જૂએ કે તરત હાથ જોડવા, નમવું.. એ બધું એ એની મેળે જ કરતો થઈ ગયેલો. એટલે જ અહીં એણે હાથ ન જોડ્યા - નમન ના કર્યુ... એ જોઈ મને કંઈક વિચિત્ર લાગ્યું.
“બેટા ! હાથ જોડો, મહારાજ સાહેબને !” મેં એને કહ્યું. એણે ડોકું ધુણાવી ના પાડી, હાથ ન જોડ્યા. માથું ન નમાવ્યું.
આ આખું દશ્ય પેલા મુનિ જોઈ જ રહ્યા હતા. એમણે મારા પૌત્રને જ પૃચ્છા કરી. “કેમ બેટા ! અમને હાથ નથી જોડતો ?”
ત્યારે મારા પૌત્રે જે જવાબ આપ્યો, એ સાંભળી હું ચકિત થઈ ગયો. એનામાં આવી સમજણ કેવી રીતે આવી ? એ મને જ ખબર નથી.
એણે કહ્યું કે “સાધુ ભગવંતો ક્યારેય પંખો ન વાપરે, અમારા સંઘમાં કોઈપણ સાધુને મેં પંખો વાપરતા જોયા નથી. જ્યારે તમારા ઉપર તો પંખો ફરે છે. તો તમે સાધુ શી રીતે કહેવાઓ? તમને હું હાથ નહિ જોડું.”
અમે એના જવાબથી હેબતાઈ ગયા. મહારાજ સાહેબને ખોટું લાગશે, એવો અમને ભય લાગ્યો. પણ મ.સાહેબે એ બાળકની સરળ-સ્પષ્ટ ભાષાનો વળતો જવાબ આપ્યો કે “બેટા ! અહીં તો વિદેશીઓ પણ મને મળવા આવે. તેઓ તો અહીંની ગરમી સહન ન કરી શકે. તેઓ માટે પંખા તો કમસેકમ રાખવા જ પડે...”
તરત જ મારા પૌત્રે જવાબ દીધો “પણ અત્યારે તો અહીં એકપણ વિદેશી હાજર જ નથી. તો અત્યારે આ પંખો કોના માટે ચાલુ છે? હમણા તો આ પંખાની જરૂર જ નથી ને ?”
એ મુનિ આ સાંભળી કંઈ ન બોલ્યા. અમે ત્યાંથી વિદાય લીધી. સાહેબજી ! અમે કદી એને આવું તો શીખવાડ્યું નથી. છતાં વારંવાર સાધુઓનો પરિચય
- ૧૮
Page #21
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એને થતો હતો. કદાચ એનાથી જ એના મનમાં આ વિચાર દૃઢ થયો હોય કે “આપણા સાધુઓ પંખો ન વાપરે...”
(અલબત્ત એ બાળકની સમજણ ઘણી લાંબી કે ઉંડી નથી. પણ આટલો નાનકડો પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે.
જેઓ જિનાજ્ઞાઓને વફાદાર રહે, તેઓ સાચા સાધુ ! તેઓ આપણા માટે વંદનીય બને. એ બાબતમાં કોઈની શેહ-શરમમાં તણાઈ જવું નહિ, દીન બનવું નહિ, ખુમારી ગુમાવવી નહિ.
આપણે દેવાધિદેવ શ્રમણ ભગવાનમહાવીરસ્વામીના અદકેરા સેવક બનવાનું છે. ભલે કદાચ આપણે પ્રમાદાદિના કારણે ઓછો-વત્તો આચાર પાળીએ, નબળું જીવન પણ જીવીએ પણ આપણું સમ્યક્ત્વ તો સ્ફટિક જેવું નિર્મળ જ હોવું જોઈએ. આપણું મસ્તક ગમે ત્યાં નમે નહિ, જિનાજ્ઞાઓ પ્રત્યેનો આપણો અનુરાગ ચોલમજીઠના રંગ જેવો હોય. ગમે તેવી પરિસ્થિતિ એ રંગને ન ધોઈ શકે એવી આપણી મુઠ્ઠી ઉંચેરી મહાનતા હોવી જોઈએ. અને એનું આપણને ગૌરવ હોવું જોઈએ.
“આપણા માટે તો બધા સાધુઓ સરખા ! આપણે બધાને વંદનાદિ કરવાના. તેમના પાપ એમને માથે ! આપણે શું ? તેઓ ગમે તેવા હોય આપણે શું ? આપણા કરતા તો તેઓ મહાન જ છે ને ?
વળી વંદન કરવામાં આપણું શું બગડે છે ? આપણે શું કામ વંદનીય-અવંદનીય વગેરે ભેદ પાડી મન બગાડવું ?” આવા વિચારો શું શાસ્ત્રાનુસારી ગણી શકાય ? શું સંસારના ક્ષેત્રે બધી બાબતોમાં બધાને સરખા ગણીએ છીએ ? કોઈક હજામ ને ડોક્ટર બેયને સરખા ગણી હજામ પાસે ઓપરેશન અને ડોક્ટર પાસે માથું મુંડાવવાનું કામ કરીએ છીએ ખરા ?
હા !
વર્તમાનમાં ઉત્તરગુણોની શિથિલતાને હજી કદાચ નજરમાં ન લાવીએ, પણ મૂલગુણોના મોટા દોષો સેવનારાઓ, મોટા પાપો કરીને પ્રાયશ્ચિત્તાદિ ન કરનારાઓ શું આપણા માટે વંદનીય ખરા ? શું એ બધું જાણ્યા પછી પણ આપણે એ મોટા દોષ વાળાઓને વંદન કરી શકીએ ખરા ? અલબત્ત ‘પંખા વાપરે એટલે અવંદનીય જ’ એવો એકાન્ત નથી કહેવો, પણ આ બધી બાબતોમાં વિવેકની જરૂર તો ખરી જ. જિનશાસનની ખુમારી, જિનાજ્ઞાનું બહુમાન... આ બધું આપણે સસ્તા ભાવે વેંચી તો નથી માર્યુ ને ?)
૧૯
Page #22
--------------------------------------------------------------------------
________________
- ~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ કોઈકના કટુ શબ્દોથી આપણને ખોટું લાગે છે ખરું ?
બાલમુનિ એટલે બાલમુનિ ! એમને બોલવાનું ભાન ન પણ હોય, મનમાં પાપ ન હોય તો ય જ્યારે જે મનમાં સૂઝે તે ગમે તેમ બોલી ય નાંખે.
અને એકવાર એ ગ્રુપમાં એવું બન્યું પણ ખરું ! ૪૦-૪૫ વર્ષના દીક્ષાપર્યાયવાળા, ૧૦૦ ઓળીના આરાધક, પંન્યાસપદવીધારક એક મહાત્મા પ્રત્યે એ બાલ મુનિને કોઈક કારણોસર ગુસ્સો ભરાણો, અને જાહેરમાં જેમ તેમ બોલવાનું શરુ કર્યું. પંન્યાસજી મૌન રહી સાંભળી જ રહ્યા.
જાહેરમાં અપમાન ! અપશબ્દોની અગનવર્ષા ! પણ જાણે કે ચક્રવર્તીનું કવચ પહેરી ન લીધું હોય એમ એકેય અક્ષર બોલ્યા વિના, મુખરેખા પણ બદલ્યા વિના સહન કરી જ રહ્યા.
અંતે બાલમુનિ થાક્યા, ચૂપ થયા. પોતાના સ્થાને બેસી ગયા...
અડધો-પોણો કલાક ગયો અને બાલમુનિના પેટમાં કુકડેકુક થવા લાગ્યું. ભૂખ લાગી. પોતે જાતે તો ગોચરી વહોરવા જતા ન હતા. આવડતું પણ નહિ. ક-સમયે ગોચરી લેવા જવાનું કોને કહે ?
બાલમુનિ બોલ્યા, “મને ખૂબ ભૂખ લાગી છે.” અને બીજી જ પળે પંન્યાસજી ઉભા થઈ ગયા, તરપણી લઈ “હમણાં જ ગોચરી લાવું છું હોં ! ચિંતા ન કરતા.” અને ગોચરી લેવા નીકળી ગયા. થોડીવારમાં જ પાછા ફરી ખૂબ વાત્સલ્યથી બાલમુનિને ગોચરી વપરાવવા લાગ્યા.
બાલમુનિ પોતાની અધમતા અને પંન્યાસજીની મહાનતા સ્પષ્ટપણે અનુભવી રહ્યા, ગોચરી વાપરતા વાપરતા એમની આંખો ભરાઈ આવી. સગી માની જેમ પંન્યાસજીએ જે હેત વરસાવ્યું, એ એમના હૈયાને સ્પર્ધ્યા વિના કેમ રહે? ગચ્છના સૌ મુનિઓ આ અદ્ભુત પ્રસંગ અનુભવીને પ્રસન્ન બન્યા.
૨૦૨૦માં દીક્ષા લેનાર આ પંન્યાસજી આજે ૪૫ વર્ષનો દીર્ઘ પર્યાય ધરાવે છે. ૧૦૦ ઓળીની આરાધના કરી ચૂક્યા છે.
- માંડલીની ગોચરી લઈ આવ્યા બાદ પોતાની ગોચરી લાવે, અને આંબિલ કરે. રાજસ્થાનના વિહારમાં ઘણીવાર બાર વાગે પહોંચવાનું થાય તો ય મસ્તીથી આંબિલ કરે. ઘણીવાર ખીચડી અને પાણીથી પણ ચલાવી લે.
> એકવાર ૮૦૦ આંબિલ સળંગ કર્યા, અને એ બિલકુલ બલવણ-મીઠા વિનાના, અલુણા કર્યા. (મીઠા વિનાની રસોઈ એક દિવસ વાપરવી પણ કેટલી કપરી છે, એ આપણે જાણીએ છીએ.)
– ૧૦૮ ઓળી વિ.સં. ૨૦૪૩માં પૂર્ણ કરી. એ પછી વર્ષીતપ શરુ કર્યા. અત્યારે ૧૮મો વર્ષીતપ ચાલી રહ્યો છે.
- અત્યારે ઉંમર ૭૦ વર્ષની ! તપશ્ચર્યા ચાલુ ! છતાં આખી માંડલીની ગોચરી પોતે
Page #23
--------------------------------------------------------------------------
________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~ જ લખે. કુલ ઠાણા-૧૩ ! કોઈ એમની ભક્તિમાં ભાગ પડાવે, સહાય કરવા આવે તો એમને ન ગમે.
મને એકલાને ભક્તિ કરવા દો.” એવો સ્વાર્થી (!) સ્વભાવ ! વાપરનારા જેટલા વધે, મહેમાન સાધુઓ વધે એટલો એમનો આનંદ આસમાનને આંબે.
જે એમને ઠપકો આપે, એમની એ વિશેષથી ભક્તિ કરે. “ખોટું લાગવું એટલે શું?” એ કદાચ એમણે પોતાની જીંદગીમાં અનુભવ્યું નહિ હોય.
– ઓઘાનો પાટો ભરવો - પાત્રા રંગવા - ઓઘો ટાંકવો વગેરે તમામ સાધુજીવનના કાર્યોમાં એ પાવરધા.
પૂ.પાદ નીતિસૂરિજી સમુદાયના આચાર્યદેવ પૂ. હેમપ્રભસૂરિજી મ.ના ગ્રુપના આ મહાત્મા ક્યાંક મળી જાય તો દર્શન-વંદનનો લાભ ચૂકશો નહિ. (ગુરુ ઠપકો આપે, ને આપણને ખોટું લાગે, ગોચરી માંડલીમાં વ્યવસ્થાપક આપણને અનુકૂળ વસ્તુ ન આપે તો આપણને ખોટું લાગે, શ્રાવકો આપણા કહ્યા પ્રમાણે ન કરે, તો આપણને ખોટું લાગે... ગુરુ પાસે આપણી જાત-જાતની અપેક્ષાઓ હોય, ગુરુ એ પૂરી ન કરે તો ખોટું લાગે...
આપણો સ્વભાવ કેવો? વાતે વાતે ખોટું લાગી જાય, અબોલા લઈ લઈએ, સહવર્તીઓ સામે પણ મોટું ચડાવીને ફરીએ, ગુરુ સામે પણ ભારે મૌન-ઉદાસીન મોઢું રાખીને એમને મુંઝારો ઉભો કરાવીએ.
અહંકારમાંથી ઉભો થતો આ દોષ આપણા મિત્રોને, કલ્યાણમિત્રોને આપણાથી દૂર ધકેલે છે. આપણે અતડા-ક્રોધી-ચીડિયા સ્વભાવવાળા - જીદ્દી બની જઈએ છીએ.
પ્રસ્તુત પંન્યાસજીને યાદ કરીને સંલ્પ કરીએ કે “મારે હવે કોઈપણ બાબતનું ખોટું લગાડવું નથી.”)
ગુરુ મોદે મારે શબ્દો જી ના... શું સમજો છો તમે તમારા મનમાં ? મારી નજર સામે પોણો કલાકથી પેલા છોકરા સાથે ગપ્પા મારો છો, તમને મારો ભય પણ નથી ? સ્વાધ્યાયને બદલે આવા ધંધા કરવા બેઠા છો ? એ બિલકુલ નહિ ચાલે...” મુંબઈ પ્રાર્થનાસમાજના ઉપાશ્રયમાં બનેલો આ પ્રસંગ ! - ગુરુએ પોતાના યુવાન શિષ્યને સખત ઠપકો આપ્યો. રાત્રે પ્રતિક્રમણ બાદ શિષ્યને કોઈક છોકરા સાથે વાતો કરતો જોઈ, નજર સામે જ પોણો કલાક સુધી એ વાતચીત થતી દૂરથી જોઈને ગુરુને ખૂબ દુખ થયું. સ્વાધ્યાયને બદલે આ રીતે ગપ્પા મારવાની પ્રવૃત્તિ પોતાના શિષ્યો કરે એ એમને બિલકુલ
Page #24
--------------------------------------------------------------------------
________________
-~ ~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ પસંદ ન હતું. એટલે જ એ શિષ્યને ત્યારે ને ત્યારે જ પાસે બોલાવીને સખત ઠપકો આપ્યો.
ઘણાની વચ્ચે, પેલા છોકરાની સામે આ રીતે પોતાનું અપમાન થવા છતાં પણ શિષ્ય કશો પ્રતીકાર ન કર્યો. ગુરુના પગમાં પડીને માત્ર એટલી જ વાત કરી કે, “મારી ભૂલ થઈ, ગુરુદેવ! હવે કાળજી રાખીશ. પણ આપ મને અવશ્ય કહેજો... આપ કહેશો તો જ મારું હિત થશે...”
શિષ્ય ગયા બાદ ગુરુએ પેલા છોકરાને પ્રશ્ન કર્યો કે “શું વાતચીત ચાલતી હતી ?” એ છોકરો વર્ષો પૂર્વે આ જ ગુરુ પાસે દીક્ષા માટે તાલીમ લેવા આવેલો, પણ તાલીમ અઘરી પડતા દીક્ષાનો વિચાર માંડી વાળેલો. એણે વાત કરી કે “સાહેબજી ! આજે ઘણા વર્ષો બાદ ફરી દીક્ષાની ઈચ્છા પ્રગટી છે. મારે આપની પાસે જ દીક્ષા લેવી છે. એટલે આપને મળવા આવેલો, આપશ્રી કામમાં હતા, એટલે આપના શિષ્ય મારા સંસારી મિત્ર હોવાથી, મુમુક્ષુપણામાં સાથે રહ્યા હોવાથી એમની પાસે બેઠેલો. મેં મારી ભાવના વ્યક્ત કરી એટલે એમણે મને દીક્ષાનો મહિમા, દીક્ષાનો આનંદ, આપના દ્વારા લેવાતી કાળજી... વગેરે વાતો કરી, મારા ભાવને વધારવા માટે ખૂબ જ સુંદર વાતો કરી...”
ગુરુને ખ્યાલ આવી ગયો કે મેં ભૂલ કરી છે. શિષ્ય ગપ્પા નથી માર્યા, શિષ્ય ગુરુના ગુણો ગાયા છે, એક મુમુક્ષુની ભાવનાને વધારવાનું કામ કર્યું છે. મેં તો ખુલાસા વિના જ એને ખખડાવી નાંખ્યો. આ તો એની ખાનદાની કે એણે પોતાની સાચી વાતનો પણ ખુલાસો ન કર્યો ને મારો ઠપકો સહર્ષ ઝીલી લીધો. જાહેરમાં થયેલું અપમાન ગળી ગયો.
ગુરુએ એ શિષ્યને પાછો બોલાવી, એની ખૂબ જ પ્રશંસા કરી, એની સહિષ્ણુતા અંગે પીઠ થાબડી. (નાનકડા આ પ્રસંગમાંથી ઘણું બધું શીખવા મળે છે.
> કોઈપણ વસ્તુની પાકી તપાસ કર્યા વિના ઝટ કોઈ નિર્ણય લઈ લેવો નહિ. ક્યારેક નજર સામે દેખાતી વસ્તુ પણ કંઈક જુદી જ હોઈ શકે છે.
> વડીલજનો ખોટો ઠપકો આપે, તો પણ સહર્ષ એને સહી લેવો... ખુલાસાઓ દ્વારા જાતને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો, વડીલજનો પ્રત્યે અસભાવ ન કરવો.... એ ખાનદાન શિષ્યના લક્ષણો છે.
> આપણી ભૂલ સમજાઈ જાય તો નાના પાસે પણ માફી માંગતા લેશપણ શરમ ન રાખવી, ક્ષમા માંગવામાં હંમેશા આગળ રહેવું.
– આનંદઘનજીની એક પંક્તિ ગુરુ મોદે મારે શો વશી નાડી, વેને વણી મતિ પરથની નાવી . શિષ્યના મનમાં ઉત્પન્ન થયેલો અશુભભાવ ગધેડો છે, ગુરુ એને શબ્દો રૂપી લાકડી મારે એટલે એ ગધેડો ત્યાંથી ભાગી ગયા વિના ન રહે....).
Page #25
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ એ માત-તાતને ધન્ય છે... “સાહેબજી ! ગોચરીનો લાભ આપો નેઅમારી પાસે નાસ્તો છે.”
ના, એ અમારાથી ન વહોરાય, તમે છેક મુંબઈથી અમારા માટે - તમારા દીકરા મહારાજ માટે લાવ્યા છો, એટલે અમને દોષ લાગે.”
ના જી ! સાહેબજી ! અમારે તો પાલિતાણા જવાનું જ છે, એ માટે જ આ નાસ્તો સાથે રાખ્યો છે. શ્રાવિકાને તબિયતના હિસાબે બહારનું બિલકુલ ખાવાનું નથી, એટલે નાસ્તો સાથે રાખવો જ પડે. આમ પણ મોટી મુસાફરીમાં આવું તો કાયમ સાથે રાખીએ જ છીએ. એટલે આપ થોડો ઘણો લાભ આપો.”
અમદાવાદ મેમનગર ઉપાશ્રયમાં મુંબઈથી આવેલા મા-બાપ અને વડીલ સાધુ વચ્ચે રકઝક ચાલતી હતી. મા-બાપના પુત્ર મુનિ ત્યાં હાજર હતા. નિર્દોષ લાગવાથી વડીલે અત્યંત અલ્પ લાભ તો આપ્યો. પણ સાથે સાથે કહ્યું પણ ખરું કે “અમારા ગુરુદેવ આ બાબતમાં કડક છે. ભક્તોને લાભ આપવા માટે બિલકુલ તૈયાર નથી. મને તો બાધા આપી છે કે જો સ્વજનાદિએ લાવેલું વાપરવાનું થાય, તો બીજા દિવસે ઉપવાસ કરવાનો. આજ સુધી એકપણ ઉપવાસ કરવો પડ્યો નથી.”
ખૂબ જ આનંદ થયો આપની વાત સાંભળીને !” બોલતા બોલતા પિતાનો સ્વર ભીનો થઈ ગયો. “સાહેબજી ! ખરી વાત કહું? મને પણ આ જ ગમે છે. મારા દીકરાને નવ વર્ષ થયા દીક્ષા લીધાને ! પૂછો એમને ! એકપણ વાર અમે એમને માટે વસ્તુ લાવ્યા છીએ ખરા ? મારા દીકરાનું ચારિત્ર નિર્મળ રહેવું જ જોઈએ, એમાં ડાઘા લાગે એ મને પસંદ નથી.
હું તો માનું છું કે જેને ખાવા-પીવાના ચટકા ન હોય એ જ સાચો સાધુ બની શકે. મારા જેવાને તો ખાવા-પીવાની બાબતમાં પુષ્કળ ચેનચાળા છે, માટે જ તો હું દીક્ષા લેતો નથી.
સાહેબજી ! દીક્ષા બાદ નવ વર્ષમાં મારા દીકરા મહારાજે એકપણ પત્ર ઘરે લખ્યો નથી, એકપણ ફોન કરાવ્યો નથી... એનો મને ખૂબ જ આનંદ છે. મારો દીકરો છેલ્લે સુધી આવો જ સંયમી રહે, એવી મારી અંતરથી ભાવના છે.
મહારાજ સાહેબ !” મા વચ્ચે બોલી “મેં ઉપાશ્રયોમાં મોબાઈલમાં પાવર ભરાતા જોયા છે, ને ઘણું જોયું છે. (બાજુમાં જ બેઠેલા દીકરા મહારાજને ઉદ્દેશીને) તમે ક્યારેય આ બધામાં પડતા નહિ, તમારે ભગવાનની આજ્ઞાને વળગીને રહેવાનું છે.
અમારા એક સગપણમાં સાધ્વીજી મ. છે. અમે ત્યાં પણ વંદનાદિ માટે જઈએ છીએ, પણ આજ સુધી અમે એકપણ વાર ગોચરી લઈ ગયા નથી, બીજા બધા સ્વજનો ગોચરી લઈ જાય છે, પણ અમને આ ગમતું નથી.”
૨
૩
Page #26
--------------------------------------------------------------------------
________________
~~~~~~«€ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~ વડીલ મુનિ આ બધું સાંભળીને ખૂબ જ આનંદ પામ્યા.
સંસારી માતાપિતાની સંયમકટ્ટરતા માટેની આવી ઉદાત્તભાવના એમને પહેલી જ વાર નિહાળવા મળી.
(એક મિનિટ –
સંસારીઓ ભલે ગમે એટલા ભોગ માર્ગે આગળ વધ્યા હોય, છતાં અંતે તો આજે પણ તેઓ ત્યાગના-વૈરાગ્યના પૂજક છે. તમે માનશો જ નહિ, કે “જમાનો બદલાઈ ગયો છે. બાહ્ય દૃષ્ટિએ જમાનો ગમે એટલો બદલાયો હોય તો પણ લોકોના હૈયામાં આજે પણ ત્યાગનો રાગ, સંયમનો રાગ જીવતો બેઠો છે.
આપણે સૌ જાગ્રત-સાવધ બનીએ.
શ્રાવક-શ્રાવિકાઓ આપણા જીવનથી ધર્મ પામે કે ન પામે, એ પછી વાત ! પણ કમસેકમ અધર્મ તો ન જ પામે એવું જીવન આપણે જીવીએ.)
सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मः
એક મુનિરાજની સાથે વાતચીત... બે મુનિરાજો ભેગા થયા, ત્યારે એમના વચ્ચે જે વાતચીત થઈ, તે કંઈક નીચે પ્રમાણે હતી. પ્રશ્ન : તમારા ગ્રુપમાં ઘડો નથી વાપરતા ?
ઉત્તર : ના. અમદાવાદી ઘડા લગભગ આપણા માટે બને એટલે આધાકર્મી થાય. બીજા બધા ઘડાઓમાં પણ જયણા ઓછી સચવાય. મોટું નાનું, પેટ મોટું, માટીનો રંગ પણ અંધારું ઉભું કરે... એટલે એમાં ઘડાની અંદર જીવો બરાબર ન દેખાય.
વળી ચોમાસામાં ઘડો સુકાય નહિ, એ મુશ્કેલી ! એટલે અમારા ગ્રુપમાં પ્રાય: અમે ઘડો નથી વાપરતા. આમ પણ ચોમાસામાં અને શિયાળામાં ઘડાની જરૂર નથી હોતી. ઉનાળામાં ય અતિગરમીવાળા બે મહિના મુશ્કેલી પડે, પણ એટલું તો સહન કરી લઈએ. લોટમાં મોટું મોટું અંદર સ્પષ્ટ બધું દેખાય... બધી જ રીતે એમાં જયણા સચવાય. અલબત્ત એ લોટ બનાવવામાં ય આધાકર્માદિ દોષ લાગતા હશે. પણ તો ય લોટ તો વર્ષોના વર્ષો ચાલે ને ? એટલે એમાં વારંવાર તો દોષ ન લાગે ને ?...
વળી ઉપાશ્રયમાં રાખી મૂકેલા ઘડામાં કરોળિયાના જાળા વગેરે થાય, એટલે જો ઉપાશ્રયના ઘડા વાપરીએ તો એ જાળા તૂટવા - કરોળીયાઓનો ઘરભંગ થવો... વગેરે દોષો લાગે. વળી ઉનાળામાં ઘડાની નીચે સેંકડો કીડીઓ - મચ્છરો આવી બેઠા હોય, ઘડો નમાવીને પાણી લેતા
Page #27
--------------------------------------------------------------------------
________________
-~~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ —————— તે મરી ગયા હોય, તેવો અનુભવ છે. વળી ઘડામાં તો પાણી ઝરે, એ બધું પાણી નકામું જાય... દરેક ટીપામાં અસંખ્યજીવોની વિરાધના છે. તથા ઘડાના ઠંડા પાણીમાં આસક્તિ થાય, પછી શીત ન મળે તો સંકલેશ થાય... એટલે શાસ્ત્રીયમાર્ગ પ્રમાણે અમે તુંબડુ કે લોટ જ વાપરીએ છીએ.
પ્રશ્ન : મેં જોયું કે તમે તમારી જગ્યાએ પાણી નાંખીને લુંછણિયું ફેરવી નાંખ્યું... આવું શા માટે ?
ઉત્તર ઃ આપણી જગ્યાએ આપણા માટે માણસો કચરા-પોતા કરે એમાં તો પુષ્કળ વિરાધના થાય. એ જયણા સાચવવાનો નથી એટલે કીડી વગેરેની હિંસા થાય. પોતું કરવા માટે ડોલ ભરીને પાણી બગાડે, એ બધું ગમે ત્યાં નાંખે.. આ બધામાં ચિક્કાર વિરાધના થવાની જ. જો ઉકાળેલા પાણીથી પોતું કરે તો એટલું પાણી વધારે ઉકાળવું પડે... એ બધું જ આપણા માટે ઉકળે... બાપ રે ! એમાં ષકાયની વિરાધના...
એટલે જ છેલ્લા બે ચોમાસા દરમ્યાન અમે ઉપાશ્રયમાં પોતું કરાવતા જ નથી. એમાંય અમારી જગ્યાએ તો નહિ જ. કાજો બરાબર કાઢ્યા બાદ પાંચ-સાત દિવસે ચૂનાના પાણીથી અમે જાતે જ પોતું કરી લઈએ. એ વખતે ઉપાશ્રયનો દરવાજો બંધ રાખીએ, જેથી કોઈ શ્રાવક જુએ નહિ, અને એટલે એને અજુગતું ન લાગે.
આમ કચરા-પોતાની વિરાધનાથી તો અમે બચી જ ગયા છીએ. આમ તો ઘણું નથી પાળતા, છતાં જેટલું પળાય એટલું તો પાળીએ.
પ્રશ્ન : મેં એક વાત ધ્યાનમાં લીધી કે અત્યારે ભયંકર ગરમી હોવા છતાં તમે પાંગરણી કાયમ પહેરી જ રાખો છો. અમે બધા તો પાંગરણી વિના પણ બેસીએ, કોઈ શ્રાવકો વગેરે આવે તો પાંગરણી પહેરી લઈએ. બાકી ખુલ્લા શરીરે બેસવું વધારે ગમે. ગરમી કેટલી છે !...
ઉત્તર : તમે તમારી દૃષ્ટિએ સાચા હશો, પણ હું એક મોટા ગ્રુપમાં ગયેલો, ત્યાંના વિદ્વાન મહાત્માએ એ ગ્રુપમાં પાંગરણી અવશ્ય પહેરવાનો આદેશ કરેલો. મેં જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે મને કહે કે – પાંગરણી એટલે છઠું મહાવ્રત અમે માનીએ છીએ. ખુલ્લી છાતીએ કદી બેસવું નહિ. અચાનક કોઈ શ્રાવકાદિ આવી ચડે અને આપણે ત્યારે પાંગરણી પહેરવા જઈએ, પણ એ પૂર્વે તો એમણે આપણને ખુલ્લી છાતીવાળા જોયા જ હોય.. એ ક્યારેક ખરાબ પણ લાગે.
વળી પરસ્પર સાધુઓ પણ એકબીજાના ખુલ્લા શરીરને ન જુએ, એ વધુ સારું. કાળ પડતો છે. એટલે અમે આ નિર્ણય લીધો છે.
મને એમની વાત ગમી ગઈ, ત્યારથી મેં મારા ગ્રુપમાં આ નિયમ બનાવી દીધો છે કે ગમે એટલી ગરમી હોય, કોઈ હાજર હોય કે ન હોય પણ પાંગરણી પહેરીને જ રાખવાની. (છાતીપેટ વગેરે ઉપરનો ભાગ ઢાંકવાનું વસ્ત્ર એ પાંગરણી..)
Page #28
--------------------------------------------------------------------------
________________
-~-~~- ? વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------
પ્રશ્ન : તમારામાં આ ઘરડા મહારાજને ક્રિયામાં બહુવાર લાગે છે, કેમ ?
ઉત્તર : એ ખૂબ આરાધક છે. દરેક સૂત્રો અર્થચિંતન સહિત બોલવામાં એમને ખૂબ આનંદ આવે છે. તમે માનશો? એમને સવારનું પ્રતિક્રમણ કરતા દોઢથી પોણા બે કલાક થાય. સાંજના પ્રતિક્રમણમાં જો સૂત્રો ઝડપથી બોલાય, તો એમને ન ગમે. અમે પણ એમને કહી દીધું છે કે “તમારે આ આરાધના બરાબર કરવી, છેલ્લા વર્ષોમાં કરાયેલી આ આરાધના ખૂબ લાભદાયી બનશે. કશી ઉતાવળ ન કરવી.”
અમારે સાડાપાંચનો વિહાર હોય તો ત્રણ-સાડા ત્રણ વાગે એમને ઉઠાડી દેવા પડે. તો જ એ સમયસર તૈયાર થાય. અમે પણ એમની આરાધનામાં ક્યારેય ઉતાવળ કરાવતા નથી... આખરે આપણે ક્યાં કોઈ ગાડી પકડવાની છે... સંયમ જ પાળવાનું છે ને ?
પ્રશ્નઃ મેં જોયું કે, પેલા લોકો વહોરાવવા માટે આટલી બધી સામગ્રી લાવ્યા હતા, તેમાંથી તમે કશું વહોર્યું, અને પછી પેલા ભાઈ પાસે કાપડનો તાકો મંગાવ્યો. એમ કેમ ? તે જ કાપડ, પેલા લોકો પણ લાવેલા..
ઉત્તર : આપણે ક્રત-અભ્યાહત દોષયુક્ત કાપડ વહોરવું તો પડે જ છે. પણ જે લોકો આટલી બધી સામગ્રી લઈને વહોરાવવા નીકળે છે, તેઓ (૧) કાપડની ખરીદી કરવા પણ Special ગાડી લઈને જતાં આવતાં હોય તે શક્ય છે. (૨) આટલી બધી સામગ્રી ખરીદીને આપણને વહોરાવવા માટે રાખી મૂકે, તે સ્થાપના દોષ (૩) ગાડી લઈને વહોરાવવાના ઉદ્દેશથી જ નીકળે, તે વિરાધના બધી આપણને લાગે, જો આપણે તેમાંથી વહોરીએ તો !
મેં જે ભાઈને કાપડ લાવવાનું કહ્યું, તેની પોતાની ઓફિસ કાપડ બજારમાં જ છે. એટલે આપણા નિમિત્તે ત્યાં લેવા નહીં જાય. વળી તે રોજ અહીં દર્શનાદિ માટે આવે છે, એટલે આપણને વહોરાવવા ખાસ નહીં આવે એટલે વિરાધના ઘણી ઘટી જાય... સ્થાપના પણ ન લાગે. એટલે તેમની પાસે મંગાવ્યું. મેં તો નક્કી જ કર્યું છે કે ગાડી લઈને વહોરાવવા આવનારા પાસેથી કદી કશું ન વહોરવું.
પ્રશ્ન : તમે આ ગોચરીની ઝોળીમાં સાબુ કેમ લાવ્યા ?
ઉત્તરઃ સાબુની ગોટી કે પાવડર આપણે શ્રાવક પાસે મંગાવીએ તો ક્રત-અભ્યાહત દોષો લાગે, તે વાહન (સ્કૂટર વિ.) લઈને લેવા જાય તો ચિક્કાર વિરાધના થાય એટલે જ્યારે સાબુનો ખપ હોય ત્યારે, ગોચરી સમયે ઘરોમાંથી યાચના કરીને લઈ આવીએ છીએ - જે બિલકુલ નિર્દોષ મળે. પાવડરનો ખપ હોય તો નાનકડી ડબ્બી લઈ જઈએ અને ઘરોમાંથી ભરી આવીએ.
ચાતુર્માસ પૂર્વે પણ ૮-૧૦ દિવસ રોજ એ રીતે કરીએ, એટલે ચોમાસા માટેનો સાબુ ભેગો થઈ જાય. બિલકુલ નિર્દોષ !
Page #29
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
પ્રશ્ન ઃ તમે આટલા બધા પત્રો લખો છો, તો પેડ કેમ નથી રાખતા ? આવા રદ્દી જેવા કાગળો પર કેમ લખો છો ?
ઉત્તર ઃ પેડ મંગાવવામાં પણ ક્રીત/અભ્યાહત દોષો છે. તેના કરતાં, સ્કૂલ/કોલેજોમાં ભણતાં છોકરાઓનું વર્ષ પૂરું થાય, ત્યારે નોટોમાં વધેલા જે કાગળો હોય, તે જ મંગાવી લઉં છું. જો કે તેમાં પણ અભ્યાહત દોષ છે, પણ જે શ્રાવક વંદનાદિ માટે આવતાં જ હોય, તેની પાસે જ મંગાવું છું. એટલે તે દોષ બહુ અલ્પ લાગે. (અષ્ટક ટીકાકારના મતે ન જ લાગે.)
જેટલું બચી શકાય તેટલું બચવું, તે જ જયણા છે ને ! અને તેમાં જ પરિણતિ ટકે છે ! આ રીતે તૈયાર મળતાં તરપણીના દોરામાં આધાકર્મી દોષ... બનાવવામાં માત્ર ક્રીત/અભ્યાહત...
ઘડિયાળને માત્ર રાત્રે ચાલે તેટલી જ ચાવી આપવી - દિવસે તો ઉપાશ્રયની ઘડિયાળ દેખાય કામ ચાલી જાય...
(અલબત્ત, આપણે વધારે બુદ્ધિમાન અને સુધારાવાદી હોઈએ તો આ બધા ઉત્તરો આપણને જડતા ભરેલા ય લાગે... પણ સંયમખપી આત્માઓ તો આ વાતો સાંભળીને અવશ્ય આનંદ જ પામે.
મોટા તપ, મોટા વિહારો, વ્યાખ્યાનો... આ બધું અગત્યનું ખરું, પણ એના કરતા ય સૂક્ષ્મપ્રજ્ઞાને કામે લગાડીને ઝીણી ઝીણી બાબતોમાં ય ષટ્કાયની યતના કરવી, ષટ્ મહાવ્રતની આરાધના કરવી એ મહાન ધર્મ છે. અષ્ટકકારે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સદા માટે ધર્મ સૂક્ષ્મબુદ્ધિથી જાણવો. સ્થૂલબુદ્ધિથી કરાતો ધર્મ ખરેખર તો ધર્મનાશક જ બની રહેશે....
આપણે આપણી સ્કૂલ બાહ્મક્રિયાઓમાં જ તો ધર્મ માની નથી બેઠા ને ?)
મહાપુરુષોની મુઠ્ઠી ઉંચેરી મહાનતા
પ્રાયઃ વિક્રમ સંવત ૨૦૨૯ની સાલની આ વાત છે. તે વખતે સંવત્સરીપર્વની આરાધના જુદા જુદા દિવસોમાં આવતી હતી. બેતિથિપક્ષની સંવત્સરી સોમવારે અને એકતિથિપક્ષની સંવત્સરી મંગળવારે ! એ જમાનામાં તિથિનો પ્રશ્ન સળગતા અંગારા જેવો ! એટલે બધાને ગભરાટ તો હતો જ.
મુંબઈના એક નાનકડા સંઘના મુખ્ય ટ્રસ્ટીએ બેતિથિપક્ષના મુખ્ય આચાર્ય ભગવંતને વિનંતિ કરી કે “આખું ચોમાસું સાધુ આપી શકો, તો સારું. અમારે આરાધના થાય.”
મુખ્ય આચાર્ય ભગવંતે એક પંન્યાસજી સહિત ત્રણેક સાધુઓ આપવાની વાત મંજુર કરી લીધી.
૨૭
Page #30
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ દિવસો વીતતા ગયા ને પજુસણને એકાદ મહિનાની વાર હશે, ત્યારે સંઘના કેટલાક શ્રાવકોએ મુખ્ય ટ્રસ્ટીને વિનંતિ કરી કે “આપણા સંઘમાં પજુસણની આરાધના બેતિથિપક્ષના સાધુઓ કરાવવાના છે. એ ભલે કરાવે, પણ અમે બધા એકતિથિ પ્રમાણે આરાધના કરનારા છીએ. અમારી સંવત્સરી મંગળવારે આવે છે, તો તમારી સોમવારની આરાધના પતી ગયા બાદ મંગળવારે અમે એકતિથિપક્ષના સાધુઓને બોલાવીને એમની નિશ્રામાં સંવત્સરીની આરાધના કરી શકીએ ખરા ?” | મુખ્ય ટ્રસ્ટીએ સહજભાવે કહ્યું કે “હા ! એમાં મને તો કોઈ જ વાંધો નથી. તમે પણ સંઘના સભ્ય જ છો ને? ખુશીથી થઈ શકે. માત્ર અમે જે સાધુઓને ચાતુર્માસ માટે લાવ્યા છીએ, એમને પૂછી લેવું પડે. એ આપણા મહેમાન છે. એમની રજા વિના કોઈ નિર્ણય ન લેવાય. પણ મને લાગે છે કે એ ના નહિ પાડે. તમે સાથે જ ચાલોને ? આપણે ભેગા મળીને વાત કરીએ.”
આરાધકભાઈઓ સાથે મુખ્ય ટ્રસ્ટી ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પંન્યાસજી પાસે આવ્યા અને કહ્યું કે “આ લોકો સોમવારે આપણી સંવત્સરી પતી ગયા બાદ મંગળવારે એકતિથિવાળા સાધુઓને બોલાવી લાવે, તેમની નિશ્રામાં આરાધના કરે તો વાંધો નથી ને ?”
પંન્યાસજી કહે કે “અમને કોઈ વાંધો નથી, પણ આ વિષયમાં તો અમારા મુખ્ય આચાર્યની જ રજા લેવી પડે ને ? અમે એમની આજ્ઞાથી જ આવ્યા છીએ ને ? તેઓ જેમ કહેશે, તેમ કરશું...”
મુખ્ય ટ્રસ્ટીને આ વાત વ્યાજબી લાગી, નાના સાધુઓ તો મુખ્ય આચાર્યના કહ્યા પ્રમાણે જ કરે એ સ્વાભાવિક છે. એમણે આરાધકોને કહ્યું કે “તમે મારી સાથે ચાલો, આપણે મુખ્ય આચાર્ય ભગવંત પાસે જઈએ. ત્યાં રજુઆત કરીએ.”
પણ ગમે તે કારણોસર આરાધકોએ સાથે આવવાની તૈયારી ન બતાવી. મુખ્ય ટ્રસ્ટી એકલા જ કેટલાક દિવસ બાદ મુખ્ય આચાર્ય પાસે વિનંતિ કરવા ગયા, બધી રજુઆત કરી. એ વખતે બે તિથિપક્ષના મુખ્ય આચાર્ય ભગવંતે જે શબ્દો ઉચ્ચાર્યા, મુખ્ય ટ્રસ્ટીએ કાનોકાન સાંભળ્યા, મુખ્ય ટ્રસ્ટીએ અમને એ શબ્દો કહ્યા તે આ પ્રમાણે –
“જુઓ, એકતિથિપક્ષના આરાધકો મંગળવારે એમની સંવત્સરીના દિવસે એકતિથિ પક્ષના સાધુઓને લાવવા ઈચ્છતા હોય તો ખુશીથી લાવે. મારા સાધુઓ એમાં ક્યાંય આડખીલી ઉભી નહિ કરે.
એટલું જ નહિ. જો કદાચ મંગળવારે એમને એકતિથિપક્ષના સાધુઓ ન જ મળે અને તેઓ ઈચ્છશે તો મારા સાધુઓ એમને મંગળવારે પણ બારસાસૂત્ર સંભળાવશે અને મંગળવારે પણ સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરાવશે. જાઓ, એમને જઈને કહી દો કે જરાય ચિંતા ન કરે...”
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
મુખ્ય ટ્રસ્ટી તો આશ્ચર્ય સાથે આનંદ પણ પામ્યા. આ ઉદારતા ત્યાં સુધી વિસ્તરી કે “સંઘના દેરાસ૨ની બહાર બે બોર્ડે મુકવા, એમાં એક-એક બોર્ડ ઉપર ક્રમશઃ સોમવાર અને મંગળવારની સંવત્સરીની આરાધનાની વિગતો લખવી. તથા લખવું કે “જેઓ જે દિવસે આરાધના કરવા માંગે, તે દિવસે આરાધના કરી શકશે.” આવો નિર્ણય પણ છેલ્લે લેવાયો.
(એ મુખ્ય ટ્રસ્ટી હાલ એકતિથિપક્ષના આરાધક છે. છતાં આજે એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “આપણે કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ બાંધી ન દેવો. મુખ્ય આચાર્ય ભગવંતની ઉચ્ચકોટિની ઉદારતા મેં કાનોકાન સાંભળી છે. હું આજેપણ આરાધના એકતિથિપક્ષની કરું છું. પણ કોઈપણ પ્રત્યે દ્વેષ-અરુચિ-તિરસ્કાર રાખતો નથી.
સાહેબજી ! ઘણીવાર તો વચ્ચેનાઓ જ મીઠું-મરચું ભભરાવીને બધું બગાડતા હોય છે. મુખ્ય વ્યક્તિઓ નિર્દોષ હોય, તો ય આ વચ્ચેની વ્યક્તિઓ દ્વારા તેઓને કલંક લાગતા હોય છે. શું થાય ?”
પણ
આ ઉદારભાવના જો બધા કેળવી લેતા થઈ જાય તો કેટલું સરસ !)
आज्ञाधनं सर्वधन - प्रधानम्
એક મુનિરાજની પ્રેરક સત્યઘટના
“ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી.
તીર્થાધિરાજની પાવનભૂમિ... ભક્તોની ભીડથી ઉભરાતી તલેટીની નિકટનો પ્રદેશ... પ્રભાતનો સમય... લગભગ ૫૫ વર્ષની વયના એક મુનિરાજ પ્રાભાતિક પ્રતિક્રમણ પ્રતિલેખન - સજ્ઝાયાદિ ક્રિયાઓથી નિવૃત્ત થઈને પોતાના ગુરુદેવ પાસે ઉપસ્થિત થયા અને વંદનાદિ વિધિ કરીને તેમણે ઉપરોક્ત આદેશ માંગ્યો.
હા, એ મુનિરાજ તપમાં આગળ હતા. ‘તપસ્વી'ના ઉપનામથી પોતાના વૃંદમાં તેઓ ઓળખાતા પણ જરૂર હતા. પણ જ્યારે આ આદેશ તેઓ માંગી રહ્યા હતા ત્યારે તે દિવસે તેઓ કોઈ વિશિષ્ટ પ્રત્યાખ્યાનની નહિ પણ માત્રને માત્ર સામાન્ય (બિયાસણ-એકાશનાદિ) પ્રત્યાખ્યાનની ધારણાથી જ પોતાના ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થયા હતા.
“શેનું પ્રત્યાખ્યાન કરશો ?" ગીતાર્થ ગુરુદેવે પ્રશ્ન કર્યો.
> “ગુરુદેવ ! આપ જે આપો તે પ્રમાણ.” વિનયાવનત મસ્તકે એ મુનિએ ઉત્તર આપ્યો. અને... ગુરુદેવના મુખેથી સરસ્વતી વહી નીકળી... સૂરે ઉગ્ગએ અભત્તઢું અારસભનં પચ્ચક્ખાઈ...”
૨૯
Page #32
--------------------------------------------------------------------------
________________
--——————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~
શિષ્યની લાયકાતને જાણનારા ગુરુદેવે સીધું જ અઢાઈનું પચ્ચખ્ખાણ આપી દીધું. ને પેલા વિનયી મુનિએ તેને હસતે મુખે સ્વીકારી લીધું.
ખ્યાલ રહે કે ધારણા વિહારમાં ૨૦ કિ.મી.ની હોય ને એ વિહાર પૂરા ૨૦ કિ.મી.નો નીકળે ત્યારે એ કરી જવો આસાન છે. પણ ૧૨ કિ.મી.ના વિહારની ધારણા હોય ને સ્થાન એ વિહારથી ચાર-પાંચ કિ.મી. વધુ દૂરી પર નીકળે ત્યારે એ વધારાનો વિહાર પૂર્ણ કરતા - કરતાં આપણું મન કદાચ કદમે-કદમ ઉચાટનો અનુભવ કરવા લાગે છે. એમ જ કદાચ એકાસણ અથવા તો આયંબિલના પ્રત્યાખ્યાનની અપેક્ષાથી જોડાયેલો હાથ સીધા જ અઠ્ઠાઈ તપને તો સ્વીકારી શું શકે ? એય વળી મુખ પર જરા ય વિષાદ, ઉદ્વેગની રેખા દેખાડ્યા વિના ને ઉમળકાભેર... અલબત્ત, આ મુનિરાજે એ કરી દેખાડ્યું.
જો કે પ્રસંગ કાંઈ આટલેથી ન અટકતો નથી. પારણાનો દિવસ આવ્યો ત્યારે એ મુનિરાજ ફરી ગુરુદેવ પાસે ગયા. પચ્ચખ્ખાણ માંગ્યું ને એ દિવસે એ ગીતાર્થ ગુરુદેવે નવકારશી કે બિયાસણું નહિ, બલ્ક આયંબિલનું પચ્ચખ્ખાણ ઉચ્ચરાવ્યું.
વળી બીજે દિવસે આવ્યા. પચ્ચખ્ખાણ માંગ્યું. ને ગુરુદેવે વળી અઠ્ઠાઈના પચ્ચખાણ કરાવ્યા.
પારણાનાં દિવસે પાછું આયંબિલનું પચ્ચખ્ખાણ ને બીજે દિવસે વળી એ જ ઉપક્રમ - ત્રીજી અઠ્ઠાઈના પ્રત્યાખ્યાન.
પેલા મુનિરાજ હસતે મુખે પ્રત્યાખ્યાન સ્વીકારે જતા હતા ને પેલા પ્રભાવક ગુરુદેવ જાણે એમની લાયકાતની અગ્નિપરીક્ષા કરી રહ્યા હતા.
ત્રીજી અઠ્ઠાઈનું પારણું આવ્યું. વળી આયંબિલ અને ઉપર અઢાઈના પચ્ચક્ખાણનો એ જ સિલસિલો ચાલ્યો.
જે લક્ષ્યની મર્યાદા સુનિશ્ચિત હોય એને તો હજી હાંસલ કરવું સહેલું બની જાય. ભલે ને પછી કદાચ એ થોડું વધુ દૂર કેમ ન હોય ! પણ જેની મર્યાદા – અંત જ ખબર ન હોય એવા લક્ષ્યને પ્રાપ્ત કરવું તો ખરેખર મુશ્કેલ જ બને.
આ અગ્નિપરીક્ષાનો અંત ક્યારે આવશે તેની જાણ આ મુનિરાજને અંશે ય નહોતી પણ એમણે તો જાણે એ પરીક્ષામાં સો ટકા સફળ થવાની ટેક જ લીધી હતી અને એટલે જ પોતાની અપેક્ષા બહારના આટલા કઠિન પ્રત્યાખ્યાનનું પાલન પણ તેઓ ઉલ્લાસથી કરી રહ્યા હતા.
આ ઉપક્રમ સળંગ ચાર વખત ચાલ્યો. ચાર અઠ્ઠાઈ અને ત્રણ આયંબિલના પ્રત્યાખ્યાન થઈ ચૂક્યા હતા. ચોથી અઠ્ઠાઈના પારણે વળી એ મુનિરાજ પચ્ચષ્માણ માટે આવ્યા ત્યારે એ કઠિનપરીક્ષાનો અંત લાવતા ગુરુદેવે તેમને બિયાસણાનું પચ્ચખ્ખાણ આપ્યું.
તે સમયે પેલા ગુરુદેવની આંખો પોતાની અગ્નિ પરીક્ષામાં સવાયા સફળ થયેલા પોતાના
Page #33
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
વિનયી મુનિને નિહાળી હર્ષથી ભીની બની, તો એ વિનયી ને તપસ્વી મુનિના નયનો પણ પોતાના ગુરુદેવના દરેક વચનોને સાદર સ્વીકૃત કરીને સાકાર કર્યાના આનંદથી ઉભરાઈ ઉઠ્યા. એ તપસ્વી મુનિરાજ, એટલે .! અને એ પ્રભાવક ગીતાર્થ ગુરુદેવ
એટલે પૂજ્યપાદ યુગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ. આ મુનિરાજની અન્ય પણ કેટલીક વિશેષતાઓને નીહાળી લઈએ × વય વધવા છતાંય આ ભોળા-ભદ્રિક મુનિરાજ ભાવનામાં સતત આગળ રહેતા. * મહાનિશીથ આગમસૂત્રયોગમાં દરેક (બાવન) આયંબિલ માત્ર એક જ દ્રવ્ય (તુવેરની દાળ) દ્વારા કર્યા હતા. * કોઈ વિશેષ તપ ન ચાલતો હોય ત્યારે વર્ધમાનતપની ઓળીઓ કરતા રહેતા. શરીરે સાથ આપ્યો ત્યાં સુધીમાં ૬૮ વર્ધમાનતપની ઓળીઓ કરી. * તપમાં આગળ રહેતા આ મુનિભગવંત શ્રમણોની વૈયાવચ્ચમાં ય અગ્રેસર રહેતા.* ગોચરીમાં ય આ મુનિરાજ સારા ખપી બની રહેતા. ક્યારેક મહાત્માઓને ગોચરી વધુ પ્રમાણમાં વધી જાય તો એ બધી જ ગોચરી પોતે ખપાવવા લઈ લેતા. ને પછી બીજે જ દિવસથી છટ્ઠ-આઠમ આદિના પચ્ચક્ખાણ કરી લેતા. * ઘણીવાર એકાશનાદિ માત્ર પયસ, ચટિકા વગેરે એક-એક દ્રવ્યથી કરી લેતા. * પ્રતિદિન પોતાની ગોચરી લાવીને સાથેના મહાત્માઓને તેનો લાભ આપવા ભાવભરી વિનંતિ કરતા. સાથેના મહાત્માઓ ક્યારેક બધી જ ગોચરીનો લાભ આપે તો ખૂબ આનંદ અનુભવતા, તો ક્યારેક મહાત્માઓ જરા પણ લાભ ન આપે તો એ ગોચરી સ્વયં ખપાવવાની ય તૈયારી રાખતા. * વિ.સં. ૨૦૪૯માં અમદાવાદ મુકામે બધી જ આરાધનાઓના સરવૈયાં રૂપે સમાધિમૃત્યુને પામ્યા હતા.
જે અચલ છે.
દીક્ષાપર્યાય ૨૬ વર્ષ !
ઉંમર ૮૨ વર્ષ !
એટલે કે ૫૬ વર્ષની મોટી ઉંમરે દીક્ષા !
છતાં એમણે કરેલી આરાધના તરફ જરાક નજર તો કરીએ.
* કુલ ૨૭ માસક્ષમણ કર્યા છે. જેમાં ૫૬, ૬૦, ૬૧ ઉપવાસની પણ આરાધના કરી છે. * ૯૫મી ઓળી ચાલુ છે.
* ૮૯મી ઓળીમાં છેલ્લે ૭ દિવસ બાકી હતા, અને માસક્ષમણ શરુ કર્યુ, માસક્ષમણના પારણે ૯૦મી ઓળી ચાલુ જ રાખી. છેલ્લા ત્રીસ દિવસ બાકી હતા, ત્યારે ફરી માસક્ષમણ કરી પારણું કર્યું.
૩૧
Page #34
--------------------------------------------------------------------------
________________
------- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ-~~-~* ૪ વર્ષમાં ૨૦ સ્થાનકની સંપૂર્ણ આરાધના પૂર્ણ કરી. (એટલે કે ચાર વર્ષમાં ૪00
ઉપવાસ...) * એ જ દિવસે બનાવેલી મીઠાઈ વાપરવાની છૂટ ! બાકી બધી મીઠાઈ બંધ ! * તમામ માસક્ષમણના પારણા પ્રાયઃ ઓળીથી જ કર્યા છે.
આટલી મોટી ઉંમરમાં પણ જે પોતાની આરાધનામાં અચલ = અડગ = સ્થિર છે, તેમને જોઈને આપણા જેવા સંયમીઓએ કંઈક બોધપાઠ મેળવો જરૂરી નથી લાગતો શું ?
એક ટુંકો પત્ર વિરતિદૂત માટે યોગ્ય જણાય તો લેવું.
મારા જીવનમાં મારા પૂજ્ય ગુરુ માએ મને વૈયાવચ્ચ યોગમાં તૈયાર કર્યો, તે તેઓશ્રીનો મારા ઉપર મહાન ઉપકાર છે.
મેં પૂજયોની અસીમ કૃપાથી ઘણા ઘણા સાધુ મહાત્માઓની સેવાભક્તિનો લાભ લીધો છે, આ મારો અતિગમતો યોગ છે.
આજે મારા જીવનમાં જે કાંઈ સારુ છે, તે આવા ગ્લાન મુનિઓને આપેલી સમાધિથી મને પ્રાપ્ત થયેલા એમના આશિષનો પ્રભાવ છે, એવું મને ઘણીવાર લાગે છે.
મારા જીવનમાં એક નાનકડો પ્રસંગ બનેલો.
હું એક વડીલ, ગ્લાન સાધુની સેવામાં હતો. હું સારામાં સારી સેવા કરતો. છતાં પેલા ગ્લાન સાધુ સ્વભાવના થોડાક તીખા ! જરાક ભૂલ થાય, એટલે ગુસ્સે થઈ જેમ તેમ બોલે. મેં ત્રાસી જઈને એકવાર મારા ગુરુજીને ફરિયાદ કરી.
ગુરુજી ! આટલી સારી વૈયાવચ્ચ કરું છું, છતાં એનું ફળ આ ?....”
“જો...! આપણે લાભ લેવો હોય, કમાણી કરવી હોય તો બધું સહન કરવું પડે. ગાળો પણ ખાવી પડે અને માર પણ ખાવો પડે, તો જ સાચી કમાણી થાય. “ગ્લાન સાધુ મને વૈયાવચ્ચનો લાભ આપીને મારા ઉપર ઉપકાર કરે છે.” એવું લાગશે તો જ સાચી વૈયાવચ્ચ-ભક્તિ થશે.”
પૂજ્ય ગુરુજીએ મને હિતશિક્ષા આપી, અને ખરેખર એ પછી મારી બધી જ ફરિયાદ બંધ થઈ ગઈ અને આજે તો વૈયાવચ્ચાદિ કરવામાં ઘણો જ ઉલ્લાસ-આનંદ આવે છે.
ગ્લાનસેવાના કારણે મારો જે ક્ષયોપશમ મંદ હતો, તે પણ તીવ્ર થયો છે. આંતરિક ઉઘાડપ્રભુભક્તિ-વડીલસમર્પણ વગેરેમાં પણ ઘણો જ લાભ થયો છે.
મને કમરના મણકાની તકલીફ હતી, એટલે મારે તો ચાલવાનું પણ બંધ થઈ ગયેલું.
૩ ૨
Page #35
--------------------------------------------------------------------------
________________
~~~~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——————— પણ વૈયાવચ્ચોદિના પ્રભાવે એ પણ સારું થયું. આજે ૨૫/૩૦ કિ.મી.નો વિહાર પણ નિર્વિને થાય છે.
નામ લખતો નથી, ક્ષમાપના. | (સીધી-સાદી ભાષામાં, સુંદર મઝાના શબ્દોમાં લખાયેલો આ એક પત્ર ઘણું ઘણું કહી જાય છે. વૃદ્ધોની - વડીલોની - ગ્લાન સાધુઓની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ પ્રત્યેક સંયમીની અંગત ફરજ છે... એ વૈયાવચ્ચ જ મોહનીયકર્મનો ભુક્કો બોલાવી દેશે... આપણે મુખ્યત્વે તો મોહનાશની જ સાધના કરવાની છે ને !)
તરરયાઓ માટે પરબ ખોલીએ.
(એક મુનિરાજનો આવેલો પત્ર.). મહા વદ-૧૦ ગોધરા. (આ પત્ર લખ્યાની તારીખ છે.) કેટલાય સરસ અનુભવો વિહાર દરમ્યાન થઈ રહ્યા છે.
અમે એમ.પી.માં બડનગરમાં પ્રવેશી રહ્યા હતા. સવારનો ૧૭ કિ.મી.નો વિહાર ! ઠંડક હોવાથી અજવાળામાં જ વિહાર.. અને બપોરે સાડા દસ વાગે એક ભાઈ પોતાની ગાડીમાં ગોડાઉન પર જઈ રહ્યા હતા. અમને બંનેને જોઈને આશ્ચર્યચક્તિ બની ગયા.
એમને આશ્ચર્ય એટલું જ કે “સાધુ ભગવંતો આવવાની કોઈ પૂર્વ સૂચના તો મળી નથી.” અને અચાનક એમણે તરત ગાડી પાછી વાળી.
“મFએણ વંદામિ' કહી નીચે ઉતર્યા, “પધારો, પધારો સાહેબજી' કહીને અમને ખૂબ જ ઉમળકા સાથે દેરાસર-ઉપાશ્રય બતાડ્યા.
ચાલો, આજે આપને ગોચરી માટેના ઘરો પણ બતાડું” અને મારી સાથે અડધો કલાક ફરીને બધા ઘરો બતાવ્યા. મેં વચ્ચે કહ્યું પણ ખરું કે “તમે તો ગાડીમાં ક્યાંક બહાર જતા હતા ને? તમને મોડું તો નહિ થાય ને ?” પણ સ્મિત સાથે એક જ જવાબ આપ્યો “આમે ય ઘણું મોડું થયું જ છે. ફિકર નહિ.”
બપોરે બધું કામકાજ પૂછી કરીને ગયા. રાત્રે એ ભાઈ મળવા આવ્યા. “મFએણ વંદામિ ! સાહેબજી, બેસી શકું છું?” “હા, હા ! બેસાશે.”
Page #36
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ એક પ્રશ્ન પૂછું? અહીં જે પણ આવે છે, એ પહેલેથી સમાચાર મોકલી દે છે, કે અમે આ દિવસે આટલા ઠાણા આવવાના છીએ... અને એ યોગ્ય પણ છે. ઉપાશ્રય-પાણી વગેરે તૈયાર રાખવાની ખબર પડે ને ! તો આપ કેમ કશું કહેવડાવ્યા વિના આવ્યા ?”
“અમારે મુંબઈ પહોંચવાનું છે, પૂજ્ય ગુરુભગવંત પાસે ! તેઓશ્રીએ અમને જણાવ્યું છે કે ક્યાંય સૂચના આપવી નહિ કે કાર્યક્રમ નિશ્ચિત કરવો નહિ. કારણ કે રસ્તામાં આવતા ગામોશહેરોમાં સંઘોની લાગણી, ભાવના હોય તો ક્યાંક એકના બે-ત્રણ દિવસ પણ રોકાઈ જવું જરૂરી બને. જો પહેલેથી સૂચના કે નિશ્ચિત કાર્યક્રમ આગળના સ્થાનોમાં આપી દીધો હોય, તો વચ્ચેના પ્યાસા ક્ષેત્રોમાં રહી ન શકાય. આ જ કારણસર કોઈ કાર્યક્રમ પણ છપાવતા નથી.”
“તો હવેનો પ્રોગ્રામ શું છે ?” “કોઈ પ્રોગ્રામ નથી. બસ, આવતી કાલે વિહાર કરશું.”
“એ બિલકુલ નહિ ચાલે.” બોલતા બોલતા ભાઈનો સ્વર ભીનો બની ગયો. એમાં લાગણી મિશ્રિત આગ્રહ ભળી ગયો હતો. “તમે જ કહ્યું છે કે ગુરુવરે કાર્યક્રમ નિશ્ચિત કરવાની ના પાડી છે. તો આવતીકાલનો વિહાર શી રીતે નિશ્ચિત કર્યો ? આપે આવતીકાલે તો રોકાવું જ પડશે. પ્રવચન આપજો અને પરમ દિ' વિહાર કરજો.”
“બપોરે સાધ્વીજી આવેલા, તે બધા પણ વિનંતિ તો કરી જ ગયા છે.” મેં કહ્યું. અને અમે ત્યાં રોકાઈ ગયા.
મહા સુદ-૧નો દિવસ ! જોગાનુજોગ એ જ દિવસે ઉપાશ્રયમાં તદ્દન નવી ભવ્ય પાટનું ઉદ્દઘાટન હતું. એના થોડાક જ દિવસ પૂર્વે ઉપાશ્રયનું ઉદ્ઘાટન સાધ્વીજી મ.ની નિશ્રામાં થઈ ગયેલું. સાધ્વીજીએ પાટ માટે કહેલું કે “આનું ઉદ્ઘાટન સાધુ ભ.ના હાથે કરાવજો.”
અમને એ પાટનું ઉદ્ઘાટન કરવાનો લાભ મળી ગયો.
આપને જાણીને આશ્ચર્ય થશે કે જે ભાઈએ અમને રોકેલા, એ ભાઈ છેલ્લા એક મહિનાથી ઘરે સુતા રહેલા. સટ્ટામાં નુકસાન થવાને કારણે અતિ હતાશ થયેલા અને આત્મહત્યાના વિચારોથી ત્રસ્ત હતા... પણ એમનું કહેવું એમ હતું કે આપના મુખ પરની સંયમની પ્રસન્નતા જોઈને તે જ દિવસથી હું ડીપ્રેશનમાંથી બહાર આવી ગયો.”
પ્રવચન બાદ શ્રીસંઘ ઉભો થયો. “આવતી કાલે હજુ એક પ્રવચન કરવું જ પડશે, એ પછી જ તમને જવા દઈશું.”
આશ્ચર્ય એ થયું કે બડનગર બાદ આગળ અમે જે જે ગામમાં પહોંચીએ, તે તે ગામમાં અમે જણાવેલું ન હોવા છતાં પહેલેથી બધાને ખબર પડી જતી હતી.
એક નાના ગામમાં અધ્યક્ષે આવીને મને કહ્યું “અમારે સ્વામિવાત્સલ્ય કરવું છે.”
Page #37
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
“શા માટે ? જરૂર નથી.” મેં કહ્યું.
“અમારે કરવું જ છે.” એ જીદે ચડ્યા, અને અમારે હા પાડવી પડી.
પાછળથી ખબર પડી કે બડનગરવાળા પેલા ભાઈએ જ અધ્યક્ષશ્રીને કહેલું કે “મારે તમારા ગામમાં મહારાજ સાહેબના આગમન નિમિત્તે સ્વામિવાત્સલ્ય કરવું છે.” એટલે ગામવાળાએ કહ્યું કે “બહારવાળા આવીને અહીં લાભ શાના માટે લઈ જાય ? અમે જ સ્વામિવાત્સલ્ય કરશું.” મેં બડનગ૨વાસી ભાઈને કહ્યું “તમે આવું કેમ કરો છો ? શા માટે આગળ અમારા આગમનની સૂચના મોકલો છો ?”
“જુઓ મહારાજ સાહેબ !” એમની આંખોમાં મોતી શોભવા લાગ્યા.” “જે સાધુઓ પોતાની સૂચના ન મોકલતા હોય, તેની સૂચના અમે મોકલાવવાના જ.... અને આ તો કસ્તુરીની દલાલી... અમારી પહોંચ-ઓળખાણ જ્યાં સુધી હશે, ત્યાં સુધી અમે તો સૂચના મોકલાવતા જ રહેશું. આ ભાઈની ઘણી બધી વાતો જણાવવાની છે, એ પછી ક્યારેક જણાવીશ. અત્યારે તો એટલું જ કહું કે
“શ્રાવક સાધુના આચારોથી કેટલા અહોભાવયુક્ત થાય છે ?” તે જાણીને સંયમને ઝૂકી ઝૂકીને વંદન કરવાનું મન થયું. (અહીં પત્ર પૂર્ણ થાય છે.)
(હું અત્યારે ઉનાળામાં તરસથી પીડાતા પશુ-પંખી-માનવો માટે પાણીની પરબ ખોલવાની વાત નથી કરતો. પણ ગુજરાત બહારના સેંકડો ગામોમાં સંયમીઓના વિચરણના અભાવને કારણે તરસ્યા બનેલા હજારો-લાખો જૈનોની તરસ છિપાવવા માટે સંયમીઓને વિનંતિ કરું છું કે “Please ! Quite Gujarat. and Mumbai..... અને બહાર તમારી ધાર્મિકજલની પરબ ખોલો.”)
આવું સાધુવૃંદ સર્વત્ર હોજો
૧૭ સાધુઓનો એ પરિવાર !
બે આચાર્ય, એક પંન્યાસ અને ૧૪ સામાન્ય મુનિઓ !
એમની તપશ્ચર્યાની એક આછી ઝલક જ આપણે જોવાની છે.
(૧) આચાર્ય ભગવંત-૧ :
(૨) આચાર્ય ભગવંત-૨ : (૩) પંન્યાસજી :
૧૦૦ + ૮૮ ઓળી.
પુસ્તક લેખન - સંપાદન સંખ્યા ૫૦-૬૦.
૩૨ વર્ષનો દીક્ષા પર્યાય, ૧૦૦ + ૯૦ ઓળી.
સળંગ ૫૦૦ આંબિલ ૧ વાર. સળંગ ૧૪૦૦ આંબિલ - ૧ વાર. છેલ્લા આઠ વર્ષથી ઠામ ચોવિહાર !
૩૫
-
Page #38
--------------------------------------------------------------------------
________________
(૪) મુનિ :
(૫) મુનિ : (૬) મુનિ :
(૭) મુનિ :
(૮) મુનિ : (૯) મુનિ :
(૧૦) મુનિ :
(૧૧) મુનિ :
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ૧૦૦ + ૧૩ ઓળી
(૧૨) મુનિ : (૧૭ સાધુમાંથી ૧૨ સાધુઓ આવા આમાંથી ધ્વનિત થાય છે ને !)
૯૦ થી ૧૦૦ સુધીની ઓળી સળંગ ! ૯૦ ઓળી
૧૦૦ + ૩૩ ઓળી (દીક્ષાપર્યાય ૧૯ વર્ષ)
૧૦૦ + ૪૪ ઓળી.
૯૧ ઓળી
૧૦૦ + ૩૩ ઓળી
૧ થી ૨૫ ઓળી સળંગ.
૭૮ થી ૧૦૦ અને એ પછી ૧ થી ૩૩ આ બધી જ ઓળી સળંગ ! છેલ્લા ૮ વર્ષથી સળંગ આંબિલ ચાલુ છે. (આશરે ૩૦૦૦ આંબિલ સળંગ થયા.)
છેલ્લા ૧૦ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. આયંબિલની આરાધનામાં જ એકવાર ૩૬ ઉપવાસ અને એકવાર ૩૧ ઉપવાસ ! ૧૦૦ + ૬૧ ઓળી.
૧૦૦ ઓળી ૧૬-૧૭ વર્ષમાં કરી.
૫૦૦, ૬૦૦, ૭૬૦, ૧૧૬૮ આંબિલ એક-એક વાર સળંગ કર્યા છે.
છેલ્લી ૩૧ થી ૬૧ ઓળી સળંગ ચાલુ જ છે. છેલ્લા ૧૨ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. ૬૩ વર્ષની ઉંમરે દીક્ષા ! આજે ૭૮ વર્ષની ઉંમર ! ગૃહસ્થપણામાં ચોસઠપ્રહરી પૌષધ સાથે ૨૦ અઠ્ઠાઈ ! ૧૦૮ અઠ્ઠમ ! ૫૮ ઓળી ! ૩ માસક્ષમણ ! ૧ વાર ૩૬ ઉપવાસ ! ૧ વા૨ ૧૯ ઉપવાસ ! ચૈત્ર-વૈશાખ માસમાં ૬૦ દિવસમાં ૪૪ ઉપવાસ કરેલા. છેલ્લા બે વર્ષથી ઠામ ચોવિહાર.
ઘોરાતિઘોર તપસ્વી છે. “સંગ એવો રંગ” એ જ વસ્તુ
૩૬
Page #39
--------------------------------------------------------------------------
________________
- ~~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~ ~~+
શિષ્યો માટે ભોગ આપનાર ગરજનો મહાન ! “ગુરુજી ! આ શું? આપે પાણી લેવા જવું પડે છે? આ શી રીતે મારાથી સહન થાય. નથી જવું મારે ભણવા ! હું આપની સાથે જ રહીશ, અહીં જેટલું ભણાશે એટલું ભણીશ...”
૨૨ વર્ષની ઉંમરના બાલવયે દીક્ષિત થયેલા, મધ્યમ ક્ષયોપશમવાળા એક સીધા-સાદા સંયમી મહાત્મા પોતાના ગુરુને કહી રહ્યા હતા.
કુલ ૬ સાધુઓનું એ ગ્રુપ ! એમાં સૌથી મોટા બે સાધુઓ સંસારીપણાના સગા ભાઈઓ ! ૩૦ વર્ષની આસપાસનો દીક્ષાપર્યાય ! પંન્યાસપદવીના ધારક ! ત્રીજા સાધુ વૃદ્ધ ! આ બંને પંન્યાસજીઓના સંસારીપણાના પિતાજી ! લગભગ પરાધીન ! બાકીના ત્રણ યુવાન સાધુઓ ! પણ એમાં ય એક બાલમુનિ ! બીજા એક મુનિ કાયમ માટે વૃદ્ધ પિતાની સેવામાં જ પરોવાયેલા રહેતા. એટલે ગોચરી-પાણી-કાજો-લુણા વગેરે વગેરે તમામ કાર્યોનો મોટા ભાગનો ભાર આ ૨૨ વર્ષના મુનિરાજ પર હતો અને એ પૂર્ણ ઉત્સાહથી એ ભક્તિનો લાભ લેતા. ગુરુવર્યો એમને ભાર ન પડે, એ માટેનો પૂરો પ્રયત્ન કરતા, પણ અંતે તો આ સાધુ ગુરુવર્યોના ઉપકારને બરાબર સમજનારા હતા. વળી એમને ભાર લાગતો જ ન હતો. “સંસારમાં રોજ આઠ-આઠ કલાક મજુરી નથી કરવી પડતી ? અહીં તો વધી-વધીને ત્રણ-ચાર કલાક માંડલીના કામ રહે, એ ય કર્મનિર્જરા જ કરાવે છે ને !” એ એમની વિચારધારા !
પણ માત્ર સ્વાર્થ સાધે એવા આ પંન્યાસજી ન હતા. તેઓ અંતરથી ઈચ્છતા હતા કે “આ મુનિરાજ ભણી-ગણીને તૈયાર થાય.” એટલે જ અત્યાર સુધી તો પંડિતો વગેરે દ્વારા અભ્યાસ કરાવ્યો. એમના અભ્યાસ માટે અણગમતા સ્થાનમાં પણ રહ્યા.
પણ એક પ્રસંગ એવો આવ્યો કે જેમાં એક વિદ્વાન મુનિ પાસે આ મુનિને ભણવા માટે મુકવાની એમને ભાવના થઈ. વિદ્વાન મુનિરાજે અનેક સાધુઓને ખૂબ સારા તૈયાર કરેલા હતા, એટલે ગુરુવર્યોને થયું કે “આમની પાસે આપણા શિષ્યને મુકશું, તો ઘણો બધો અભ્યાસ થશે.”
અને પંન્યાસજીઓએ દબાણ કરીને શિષ્યને ભણવા માટે મુક્યો. શિષ્યની ઈચ્છા ગુરુથી છૂટા પડવાની નહિ, પણ ગુર્વાજ્ઞા સામે એ શું કરી શકે ?
અને આ રીતે આ મુનિ ગુરુથી છૂટા પડ્યા. | દોઢેક મહિના બાદ આ મુનિ વિદ્યાગુરુની સંમતિ લઈને બે દિવસ માટે ગુરુને વંદન કરવા પહોંચ્યા હતા. ત્યાં એમને ખ્યાલ આવ્યો કે “હવે મારા બંને ગુરુજનો ઘણું કામ કરે છે. હા ! સવારે પાણીના ઘડા પણ લાવે છે.” | મુનિની આંખમાંથી આંસુ પડી ગયા. “મારે આ રીતે ભણવું નથી.” એવો એમણે દૃઢ નિર્ધાર કરી લીધો અને ગુરુ પાસે ઉપર મુજબ રજુઆત કરી.
Page #40
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
હસતા હસતા પંન્યાસજી કહે “આવું ગાંડપણ ન કરાય. તું અત્યારે ભણી લે, તને ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે. અને જો, અત્યારે તું ઉત્તરાધ્યયન વાંચે છે ને ! એ બધું જ તારે અહીં આવીને મને ભણાવવાનું છે. માટે બરાબર ભણજે.
વળી આ બે સાધુ પણ થોડી-ઘણી સહાય તો કરે જ છે. એ વાત સાચી કે એક સાધુ પિતા મુનિની સેવામાં છે, અને બીજા નાના છે. એમને ક્યારેક મોડું થઈ જાય, તો પાણી અમે લાવીએ... પણ એમાં ખોટું શું છે ? અમે શું પાણી ન લાવી શકીએ ?’
શિષ્ય પોતાના ગુરુજનોની ઉદારતા જોઈને ખૂબ રડ્યો, એણે વિદ્યાગુરુ વિદ્વાન મુનિરાજ પાસે આવીને બધી વાત કરી, અને ગુરુજનોએ લખી આપેલો પત્ર પણ આપ્યો. વિદ્વાન મુનિની આંખોમાં ય હર્ષાશ્રુ છલકાઈ ગયા. એમણે આ આખી ઘટના પત્ર સાથે વિરતિદૂત માસિકને લખી મોકલાવી.
એ ગુરુજનોએ વિદ્વાન મુનિરાજ ઉપર જે પત્ર લખેલો, એના અગત્યના અંશો અત્રે છાપીએ છીએ.
જ્ઞાનોપાસના, જ્ઞાનાભ્યાસ દ્વારા શુદ્ધ પરિણતિને ખીલવનારા વિદ્વર્ય મહારાજ ! તરફથી અનુવંદના !
નિર્મળતાને પ્રાપ્ત
જ્ઞાનામૃત કુંડમાં સ્નાન કરતા, અનેકોને કરાવતા, આત્મિક પ્રસન્નતા કરતા સુખશાતામાં હશો.
આપના પૂ. ગુરુદેવશ્રી સુખશાતામાં હશે.
આપશ્રીના વિદ્યાર્થી પાસેથી જ્ઞાનાભ્યાસના સુંદર અનુભવો જાણ્યા. આપ પદાર્થોનું વિશિષ્ટ રીતે વિવેચન કરો, બીજા પણ એ રીતે કરાવી શકે તેની કેળવણી આપો... એ બધું સાંભળ્યું,
આપ આપના અમૂલ્ય સમયનું દાન કરવા દ્વારા મોટો ઉપકાર કરી રહ્યા છો. સુંદર મજાનું જીવન ઘડતર કરી રહ્યા છો. હવે આપને સોંપ્યા છે, આપને જે જે યોગ્ય લાગે, તે સર્વ હક્ક આપને આધીન છે.
મેં આપની પાસે મુક્યા, ત્યારથી હું નિશ્ચિંત છું, એટલું જ નહિ પરંતુ અત્યંત વિશ્વાસ છે આપ જે પણ કરશો, તે એના હિત માટે જ કરશો.
આપે ઓછા સમયમાં એમની શક્તિ સારી ખીલવી છે. સહવર્તી બીજા સાધુ ભ.ને પા આપવાનું કામ એમને સોંપીને એમની શક્તિનો ઉઘાડ કરવાનું કામ આપે કર્યુ, એ જાણી ખૂબ જ આનંદ થયો. ગ્રુપમાં ભવિષ્યમાં અનેકોને આગમાભ્યાસ કરાવી શકે એવી પકડ આવે, તેવો પ્રયત્ન પણ આપ કરો છો.
એ કહેતા હતા કે “મારો ક્ષયોપશમ અન્ય મુનિઓ કરતા ઓછો હોવાથી મને ન સમજાય ત્યારે એક-બે વાર સમજાવીને પદાર્થ સ્પષ્ટ કરાવે છે.”
૩૮
Page #41
--------------------------------------------------------------------------
________________
~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ “સહાય કરે તે સાધુ” એ સાધુજીવનનો ગુણ આપ સાર્થક કરી રહ્યા છો.
આપના દ્વારા એમના જીવનમાં સ્વાધ્યાય-પરિણતિ પ્રગટે, સ્વ-પરના ઉપકાર માટે નીવડે એ જ અભ્યર્થના.
લિ. .......... (વિદ્વાન મુનિનો પર્યાય બંને પંન્યાસજીઓ કરતા અડધો છે, પદવી પણ નથી. છતાં પંન્યાસજી ભએ પત્રમાં આપ. આપ.. નો ઉલ્લેખ કર્યો છે. આનું નામ નમ્રતા
બીજાના ગુણોની પ્રશંસા-અનુમોદના શી રીતે કરવી ? એ પણ આ પત્રથી આપણને સમજાય છે. - આપણા શિષ્યો માટે જો ભોગ આપશું, તો એ શિષ્યો ભવિષ્યમાં જિનશાસનનું રત્ન બનશે, અનેકોના તારણહાર બનશે, સુપાત્ર શિષ્યો આપણા બલિદાનને નહિ જ ભૂલે એટલો વિશ્વાસ તો આપણે રાખવો જ રહ્યો.).
મારા ની મહાનતા મેં સાક્ષાત નિહાળી . (અષાઢ સુદ-પાંચમ સંવત ૨૦૬૯ના રોજ કાંદિવલીથી એક મુનિરાજે વિરતિદૂતને જે પત્ર લખી મોકલાવેલો, એમાં લખેલો પ્રસંગ એમના જ શબ્દોમાં પણ અમારી ભાષામાં અત્રે રજુ કર્યો છે.) - થોડાક દિવસો પહેલાની વાત !
- રાત્રે બાર-એક વાગ્યા હશે, હું તો ક્યારનો ય ઘસઘસાટ ઉંઘી ગયેલો. પણ મને એ વખતે કોઈકના ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ સંભળાયો. મારી ઉંઘ ઉડી ગઈ, એકાદ મિનિટ તો સંથારામાં જ પડ્યો રહ્યો. ડુસકા સ્પષ્ટ સંભળાવા લાગ્યા.
હું સફાળો બેઠો થઈ ગયો, મચ્છરોનો ઉપદ્રવ હોવાથી હું મચ્છરદાનીમાં જ હતો. - મારો સ્વભાવ ડરપોક ! શરુઆતમાં તો મને એવો જ વિચાર આવ્યો કે “કોઈ ભૂત-પ્રેત રડે છે.” (જૂની વાર્તાઓમાં આવા પ્રસંગો વાંચેલા ને !) પણ મેં જરાક ધ્યાનથી જોયું તો મને ખ્યાલ આવ્યો કે ઉપાશ્રયમાં જ મારા સંથારાથી દૂર મારા ગુરુભાઈનો સંથારો હતો અને ત્યાં મારા ગુરુજી પણ ઉભડગપગે બેઠેલા હતા, ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. - અમે કુલ ત્રણ જ ઠાણા હતા. હું સૌથી નાનો ! દીક્ષાપર્યાય ત્રણ વર્ષ ! ગુરુજીનો પર્યાય ર૭ વર્ષ ! ગુરુભાઈ પર્યાયમાં મોટા, પણ ઉંમરમાં નાના ! ૧૭ વર્ષ એમની ઉંમર ! ખૂબ હોંશિયાર ! ભણવાની જોરદાર રુચિવાળા ! પણ ઉંમરના કારણે ટીખળ કરવાના, હાસ્ય-મજાક કરવાના સ્વભાવવાળા ય ખરા !
Page #42
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક ખાનગીવાત કહું ! ગમે તે કારણસર મને ગુરુજી પ્રત્યે વિશેષ બહુમાન-લાગણી ન હતા. એ મારું જ દુર્ભાગ્ય ! એમની સાથે આત્મીયતા નહિ, એટલે જ એમનાથી હું ગભરાતો. એમની સાથે મન મૂકીને વાત કરવી એ મારા માટે તો એક સ્વપ્ન જ હતું. એટલે જ આ આખો પ્રસંગ જોવા છતાં ય મચ્છરદાનીમાંથી બહાર નીકળીને ગુરુજી પાસે પહોંચીને ‘શું થયું ?’ એ પુછવાની હિંમત ન કરી શક્યો.
બસ, “કોઈનો કાળધર્મ થયો હોવાના સમાચાર આવ્યા હશે ? શું થયું હશે ?” એવા એવા તુક્કા દોડાવતો મચ્છરદાનીમાં જ સંથારામાં જ આડો પડીને કાન ખુલ્લા કરીને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો.
ગુરુજીની મચ્છરદાની ખાલી હતી અને ગુરુભાઈ પાસે ઉભડગપગે કોઈક બેઠું હતું, એટલે એટલા દશ્ય ઉપરથી એટલો ખ્યાલ તો આવી જ ગયો કે ગુરુજી જ ત્યાં બેઠા છે.
પણ એ રડતા હતા, ગુરુભાઈના પગે પડતા હતા, ગુરુભાઈ એમ કરતા એમને અટકાવતા હતા... આ બધું આડા પડ્યા પડ્યા જોઈને એટલો ખ્યાલ તો આવી જ ગયો કે “આમાં કોઈના કાળધર્મની વાત નથી. નહિ તો ગુરુજી ગુરુભાઈના પગે કેમ પડે છે ?”
અચાનક જ મને Tube-Light થઈ.
આજે બપોરે ગુરુભાઈ મજાક-મસ્તી કરતા હતા, ગુરુજીને એ બધું બિલકુલ નાપસંદ ! એમણે એક-બે વાર અટકાવ્યા, પણ ગુરુભાઈ સ્વભાવને પરાધીન ! અને ગુરુજીને ગુસ્સો આવી ગયેલો. દંડાસન હાથમાં લઈને બે-ચાર ઠોકી દીધી હતી ગુરુભાઈને ! હાથથી પણ બે ધોલ લગાવી દીધા હતા ગુરુભાઈને !
ગુરુભાઈ તરત શાંત થઈને, ગંભીર બનીને પાછા કામે લાગી ગયા હતા. ન રીસ ! ન બળાપો ! આખો દિવસ ગુરુજીની ભક્તિના કાર્યો પણ મન દઈને કર્યા હતા. પણ એ પ્રસંગ બાદ ગુરુજી ઉદાસ બની ગયા હતા. આખો દિવસ કશું બોલ્યા ન હતા.
ત્યારે તો મને એ બધું વિશેષ ધ્યાન પર આવેલું નહિ, પણ હમણા ગુરુજીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને મને બધું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું.
તમે માનશો ? અડધો-પોણો કલાક સુધી ગુરુજી રડતા જ રહ્યા. ગુરુભાઈ પાસે વારંવાર માફી માંગતા જ રહ્યા, અરે ! એના પગમાં પડી પડીને રોયા. પછી તો મને સ્પષ્ટ શબ્દો સંભળાયા. “તું મને માફ કર ! મેં ઘોર અપરાધ કર્યો છે. તને મારવાનો મને શો અધિકાર !” સામે ગુરુભાઈ બોલ્યા “આપને તો સર્વ અધિકાર છે. આપનો શિષ્ય બન્યો, ત્યારથી જ મારું માથું કાપી નાંખવાની પણ સત્તા મેં આપને સોંપી દીધી છે, પછી આ મારી ભૂલ બદલ બે લાફા મારવાનો અધિકાર તો આપનો હોય જ. હવે જુઓ, ગુરુજી ! આપ શાંત થઈ જાઓ. આપને ૯૧મી ઓળી ચાલુ છે, તબિયત સારી નથી, વધારે રડશો, તો ક્યાંક તબિયત પર અસર પડશે. Please ! હવે આપ સંથારી જાઓ.''
४०
Page #43
--------------------------------------------------------------------------
________________
-~~-~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ --------*
ગુરુભાઈએ માંડ માંડ ગુરુજીને ઉભા કર્યા, એમની મચ્છરદાની પાસે લઈ જઈ સુવડાવ્યા, ફરી આશ્વાસન આપ્યું.
પણ એ પછી ય દસ-પંદર મિનિટ સુધી ગુરુજીના ડુસકાં સંભળાયા. બસ, એ પછી એ બંને તો સંથારી ગયા. પણ મને ઉંઘ ન આવી.
શું મારા ગુરુની મહાનતા ! ૨૭ વર્ષનો પર્યાય ! શાસન પ્રભાવક ! ૯૧ ઓળીના આરાધક ! શિષ્યને ભૂલ બદલ બે લાફા મારવાનો અધિકાર તો એમને હોય જ ! છતાં આટલો બધો ઘોર પશ્ચાત્તાપ ! રાત્રે ૧ વાગે અડધો-પોણો-એક કલાક સુધી ધ્રુસકે ધ્રુસકે રડે, પોતાના શિષ્યના, ચાર-પાંચ વર્ષના જ દીક્ષા પર્યાયવાળા, નાની ઉંમરના શિષ્યના પગમાં પડીને માફી માંગે... દુનિયામાં આવું દશ્ય જોવા ન મળે.
બસ, આ દિવસથી માંડીને મારો બહુમાનભાવ ખૂબ ખૂબ વધી ગયો, મારા ગુરુજી ઉપર ! એમને તો ખબર જ નથી કે મને આ બધી ખબર છે. પણ આ જોયા પછી મને થયું કે આ પ્રસંગ વિરતિદૂતમાં ખાસ આપવા જેવો છે, એટલે આપને લખી મોકલાવું છું.
આપને વિનંતિ છે કે આ પ્રસંગ વિરતિદૂતમાં ખાસ લેજો. શિષ્યોને અને ગુરુઓને આ પ્રસંગ ઉપરથી ઘણું શીખવા મળશે. ગુરુ અહંકાર ત્યાગીને શિષ્યના ચરણે નમી પણ શકે, તો શિષ્ય ગુરુના દંડાસનો-લાફાઓ ખાઈને ય હસતો રહી શકે.
આપનું સ્વાથ્ય સારું થશે. દેવગુરુકૃપાથી મારે પણ થોડો ઘણો સ્વાધ્યાય થાય છે, પણ દોષો હજી પીછેહઠ કરતા નથી, છતાં આનંદમાં છું, પ્રસન્ન છું. સંતોષ છે – જે મળ્યું છે તેનાથી !
કામકાજ જણાવશો. મને આપનું લખેલું આત્મસંપ્રેક્ષણ પુસ્તક મોકલવા ખૂબ આગ્રહભરી વિનંતિ ! આપનો મારા પર ઘણો ઉપકાર છે. આપનું વિરતિદૂત વાંચીને ઘણું બળ મળે છે.
લિ. .........................
લોકપ્રિય તે બને છે, જે બીજા માટે ઘસાઈ છૂટે છે. (મુંબઈ નગરીના હોંશિયાર યુવાને દીક્ષા બાદ પોતાના શારીરિકબળનો ઉત્સાહભેર વૈયાવચ્ચ ક્ષેત્રે જે ઉપયોગ કર્યો છે, એનું વર્ણન એમના જ ગુરુભાઈએ (સંસારીપણાના કર્ણાટક બાજુના વતની, સંસારીપણામાં પાયલોટ હોવાથી અત્યારે પણ પાયલોટ મહારાજ તરીકે પ્રસિદ્ધ) અમને મોકલી આપ્યું છે. એના આધારે આ લેખ તૈયાર કરેલો છે.)
* ૧ ચોમાસામાં ૧૨૦ દિવસમાં કુલ ૧૭૦ કાપ અન્ય મહાત્માઓના કાઢી આપ્યા. * એકવાર ચોમાસા પૂર્વે એકસાથે મહાત્માઓના ૨૦ સંથારાનો કાપ કાઢી આપ્યો.
Page #44
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* એમની ઉપધિનું વજન કદાચ તમામ સાધુ-સાધ્વીઓમાં સૌથી વધારે હશે. બધું ઉંચકીને જ વિહાર કરે.
* એ એક વૃદ્ધ સાધુની સેવામાં હતા. સવારે વૃદ્ધ સાધુને એમના આસન સાથે પોતે એકલા જ ઉપાડી લે, અને છેક દેરાસરમાં ભગવાનની સામે ઉંચકીને લઈ જાય, ત્યાં ચૈત્યવંદન કરાવીને વળી પાછા ઉંચકીને છેક એમના સ્થાને લાવી મૂકે.
* એક ગ્લાન વૃદ્ધ સાધુને ફ્રૂટ વપરાવવાનો આદેશ ડોક્ટરોએ કરેલો. એ સાધુને ફ્રૂટ ફાવે નહિ. પણ વપરાવવું અનિવાર્ય હતું. એટલે આ મહાત્મા તો ફ્રૂટ લઈ આવ્યા અને વૃદ્ધ સાધુને વાપરવા આપ્યું એ જોઈને એમને એટલો ગુસ્સો આવ્યો કે ત્યાં ને ત્યાં જોરથી એક તમાચો મારી દીધો. “તમને ખબર તો છે કે મને આ ફ્રૂટ નથી ફાવતું.”
લાફો ખાવા છતાં મુનિ મૌન રહ્યા, હસતા રહ્યા અને સમજાવી-પટાવીને એ ફ્રૂટ ગ્લાનવૃદ્ધને વપરાવી જ દીધું.
* એક વાર એક સાધુએ આ મુનિની ઉપધિ-વજન જોઈને કંઈક આવેશ સાથે કહ્યું “તમારે આટલું બધું ઉંચકવાની શી જરૂર છે ? તમે કંઈ મજુર છો ? કેટલી નકામી વસ્તુ ઉંચકી છે ?” જોગાનુજોગ એ જ દિવસે એ સાધુને ઠેસ લાગવાદિ કારણોસર વાગ્યું, આજુબાજુના ડોક્ટર મળ્યા નહિ. તરત જ આ મુનિએ First Aid Box કાઢી એમાં રાખેલી દવાથી ફટાફટ ઉપચાર કરી આપ્યા. પછી કહ્યું કે “મારી ઉપધિ એકાદ દિવસ પણ કોઈક મહાત્માના કામમાં આવે, તો મારો જન્મારો સફળ થાય. આ જ કારણસર આ બધી નકામી દેખાતી વસ્તુઓ પણ રાખી છે.” પેલા મહાત્માને પણ ખ્યાલ આપ્યો કે “સમર્થ સાધુ માટે આ રીતનો પરિગ્રહ પણ શાસ્ત્રીય = વાસ્તવિક છે...”
* એમને પાકી શંકા કે “તીર્થસ્થાનો વગેરેમાં પાણી ઉકાળનાર માણસોને કશી ખબર હોતી નથી. તેઓ ત્રણ ઉકાળા લાવતા નથી.” એટલે એ દરેક જગ્યાએ પોતાની નજર સામે ત્રણ ઉકાળા આવે, એ પછી જ પાણી વહોરે. (શ્રાવકોના ઘરોમાં એ શંકાનું કોઈ કારણ નથી, માટે ત્યાં વહોરે)
* જ્યારે એમને માંડલીનું પાણી લાવવાનું કામ સોંપાયું, ત્યારે વ્યવસ્થાપકે એમને કહેલું કે “તમારે ત્રણ ઘડા પાણી ઠારી, ગાળીને ઘડામાં ભરવું.”
આમની જીવદયાની કાળજી ખૂબ સારી ! એટલે એ ત્રણ ઘડા પાણી પરાતોમાં ઠારે તો ખરા, પણ એ પરાતો જો ખુલ્લી રહે તો માખી વગેરે ઉડતા ત્રસ જીવો પાણીમાં પડીને મરી જાય. આવું ન થવા દેવા માટે તે મચ્છરદાની બાંધે, અને એની અંદર પરાતો ગોઠવી રાખે. પાણી ઠરી જાય, પછી મચ્છરદાની કાઢી નાંખીને ઘડામાં પાણી ભરે.
* એકાસણું ૪૮ મિનિટ પૂર્વે જ પૂર્ણ કરી દે.
૪૨
Page #45
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* તપસ્વીની ૧૦૩મી ઓળીના પારણાનો આદેશ ૧ લાખ કલાક મૌનની બાધા રાખીને લીધો. આજે લગભગ રોજ ૮-૧૦-૧૨ કલાક તો મૌન જ રાખે.
* એમને બાધા છે કે “દસ વર્ષનો દીક્ષાપર્યાય ન થાય, ત્યાં સુધી પ્રવચન કરવાના નહિ. માત્ર ગુરુના આદેશને હિસાબે પર્યુષણના પ્રવચનો કરવા બાબતમાં જયણા !'
* શંખેશ્વરમાં પૂ.કલાપૂર્ણસૂરિ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા વખતે દોઢસો ઉપર સાધુઓ એકત્ર થયેલા. એમાં એક દિવસ ભક્તિના અતિરેકમાં ખ્યાલ ન રહેતા બમણું પાણી સાધુઓ લઈ આવ્યા. પછી ચિંતા થઈ કે આટલા બધા પાણીનું કરશું શું ?
આ મુનિએ મોટું પીપ મંગાવ્યું, એમાં બધું પાણી ભેગું કરી ચૂનો નંખાવી દીધો. “આવતી કાલે આનાથી બધા મહાત્માઓના કાપનો લાભ લેશું.” એમ જણાવ્યું.
બીજા સાધુઓ મુંઝાઈ ગયા. આટલું બધું પાણી ! એક સાથે કાપ શી રીતે કાઢવો ? ત્યારે આમણે આગેવાની લીધી. બીજા દિવસે ૧૦ મહાત્માઓ એમની સહાયમાં જોડાયા, કુલ ૫ કલાક સળંગ કાપ ચાલ્યો, ૪૦ થી ૫૦ મહાત્માઓનો કાપ કાઢી આપ્યો. બધાને એમના વસ્ત્રો વ્યવસ્થિત પહોંચાડવાથી માંડીને તમામે તમામ ગોઠવણ એવી તો અદ્ભુત કરી કે વૃદ્ધો-વડીલોગ્લાન સાધુઓ બધા ખૂબ ખૂબ પ્રસન્ન થઈ ગયા.
* એમની ભાવના એવી કે “આખું કલ્પસૂત્ર = ૧૨૦૦ ગાથાનું બારસાસૂત્ર કંઠસ્થ કરીને સંવત્સરીના દિવસે મોઢે જ બોલવું.” એ રીતે ગોખવાની શરુઆત કરી, કુલ ૭૦૦ ગાથા ગોખાઈ ગઈ. ત્યાં જ ગચ્છાધિપતિશ્રીએ આદેશ કર્યો કે “અમુક ગ્લાન સાધુની સેવામાં જવાનું છે.” તરત જ બધું બાજુ પર રાખી સેવા કરવા દોડી ગયા.
એમાં વળી એક ગીતાર્થ સાધુએ કહ્યું કે “આ રીતે ૧૨૦૦ ગાથા મોઢે બોલવા દ્વારા તમારે શું સંઘમાં વાહ-વાહ જ મેળવવી છે ને ! તમારા માટે આ ઉચિત નથી લાગતું.” અને એ જ દિવસથી એમણે કલ્પસૂત્ર કંઠસ્થ કરવાનું છોડી દીધું. * એક તીર્થની પ્રતિષ્ઠાના દિવસે આ સાધુએ કુલ ૧૦૮ ઓઘા બાંધ્યા.
* વૃદ્ધ સાધુને ક્યારેક સંથારામાં જ સ્થંડિલ થઈ જાય, તો આ સાધુ પોતાના હાથે બધું સાફ કરે, પણ કોઈને એ કામ ન કરવા દે. બગડેલા સંથારાનો કાપ પણ જાતે જ કાઢે.
* પોતે જે વૃદ્ધની સેવામાં હતા, એ જ્યાં સુધી ગોચરી વાપરી ન લે, ત્યાં સુધી પોતે પણ ગોચરી ન વાપરે.
* બપોરે એક-બે કિ.મી. સુધી દૂર ગોચરી જાય, પછી એકાસણું કરે.
* વૃદ્ધ મહાત્માને ઘડિયાળ ઉપર રાગ બંધાઈ ગયેલો, આ સાધુએ કુનેહપૂર્વક એમનો બધો રાગ દૂર કરાવીને ઘડિયાળ છોડાવી.
૪૩
Page #46
--------------------------------------------------------------------------
________________
-~~~-~~-- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~-~
મોટાઓની મોટાઈ
(એક મુનિએ જણાવેલો પોતાનો અનુભવ) મારા ગુરુજીને ભગવતીજીના જોગ ચાલે. સુરતથી પાછા અમદાવાદ જતા હતા. ગુરુજીને ક્રિયા કરાવવા માટે વિહારમાં વડીલ પદવીધરની નિશ્રા જરૂરી હતી. એટલે અમે યોગીપુરુષ તરીકે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય ભગવંતની સાથે જ વિહાર કરતા. બે આચાર્ય ભગવંતો સાથે હતા.
પાલેજનો ઉપાશ્રય લાંબો ઘણો અને પહોળાઈ ઓછી ! વિહાર કરતા કરતા અમે પાલેજ પહોંચ્યા, એક દિવસ ત્યાં રોકાયા.
બીજા દિવસે વહેલી સવારે વિહાર ! યોગીપુરુષ ઉપાશ્રયના એક છેડેથી છેક બીજા છેડા સુધી પહોંચી ગયા હતા, વિહાર માટે નીચે જ ઉતરતા હતા, ત્યાં અચાનક જ એમને કંઈક યાદ આવ્યું એટલે અટકી ગયા. પોતાના ગુરુભાઈ-વડીલ આચાર્યશ્રી માટે એમને ઉપયોગ આવ્યો.
મોટા સાહેબ નીચે ઉતરી ગયા ?” એમણે શિષ્યને પ્રશ્ન કર્યો. “ના જી ! આપ પધારો. અમે એમને લઈ આવીએ છીએ.” શિષ્ય બોલ્યો.
પણ યોગીપુરુષ તો એક પણ અક્ષર બોલ્યા વિના પાછા ફર્યા, લાંબો હોલ ચાલીને છેક બીજા છેડે પહોંચ્યા, “સાહેબજી ! તૈયાર થઈ ગયા છો?” મીઠાશપૂર્વક પૂછયું, પછી જાતે પોતાના હાથનો ટેકો આપીને મોટા આચાર્યને ઉભા કર્યા, અને એમને પોતાના હાથનો ટેકો આપીને ચાલવા લાગ્યા.
હું તો આ જોઈ આશ્ચર્ય પામ્યો. યોગીપુરુષ ખુદ એક આચાર્ય હતા, મહાપુણ્યશાળી હતા, મોટા આચાર્ય એમના ગુરુ ન હતા, માત્ર મોટા ગુરુભાઈ હતા અને વિશેષ કોઈ પ્રભાવક પણ ન હતા. વળી યોગીપુરુષની ઉંમર પણ ૬૫ આસપાસની તો ખરી જ! એ કંઈ જુવાન ન હતા.
છતાં મોટા આચાર્ય માટે પાછા ફરવું, શિષ્યથી કામ પતી શકતું હોવા છતાં સ્વયં આવો વિનય કરવો... આ બધું મારા માટે તો આશ્ચર્ય જ હતું.
એ યોગીપુરુષ કેમ બન્યા છે ?” એ હવે મને સમજાયું.
એ પછી તો મેં ઘણીવાર ઝીણવટપૂર્વક એમની પ્રક્રિયાઓ નિહાળી. એમાં આંખે ઉડીને વળગે એવી એક વાત એ કે યોગીપુરુષ વિહારનો જે કાર્યક્રમ રોજેરોજ નક્કી થયો હોય, એ મોટા આચાર્યને જણાવવા માટે જાય. જાતે પોતાની પાટ ઉપરથી ઉભા થઈ મોટા આચાર્ય પાસે જાય, જે કાર્યક્રમ નક્કી થયો હોય, એ જણાવે “ફાવશે ને ?” એમ પૂછી લે, મીઠાશ તો જબરદસ્ત !
ફરી યાદ કરાવું કે મોટા આચાર્યશ્રી સંયમી ખરા ! પણ ભક્તબળવાળા, પ્રવચનબળવાળા નહિ. શાંત ! પ્રશાંત ! જેમની નોંધ કદાચ મારા જેવા ય વધારે ન લે, એવું વ્યક્તિત્વ ! છતાં યોગીપુરુષની આ મુઠી ઉંચેરી ગુણવત્તાએ મારું હૈયું ચોરી લીધું.
પેલા મોટા આચાર્ય પણ ખૂબ જ ગુણવાન ! એનો અનુભવ પણ મને આ જ વિહાર
૪૪,
Page #47
--------------------------------------------------------------------------
________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ———————દરમ્યાન થયો.
બન્યું એવું કે “મોટા આચાર્યના શિષ્યોની એવી ઈચ્છા કે પાલિતાણા જઈ આવીએ, ત્યાંથી અમદાવાદ જશું.” યોગીપુરુષને તો પાલીતાણા જવું આવશ્યક હતું જ. પણ મોટા આચાર્યને વિહારમાં તકલીફ વધુ પડતી. એટલે એમની ઈચ્છા એવી હતી કે “હું સીધો અમદાવાદ પહોંચ, તમે વડોદરાથી પાલિતાણા જઈને અમદાવાદ આવો.”
પણ જેવી મોટા આચાર્યને ખબર પડી કે “મારા શિષ્યોની ભાવના પાલિતાણાની છે”, કે તરત જ એમણે પાલિતાણા જવાનું નક્કી કરી લીધું.
મેં એમને પૂછ્યું પણ ખરું “સાહેબજી ! આપને તો હેરાનગતિ વધશે.” તો મને કહે “સહાય કરે અને સહન કરે એ સાધુ ! મારા શિષ્યોની ભાવનાને પૂર્ણ કરવામાં હું સહાય કરું તો જ સાચો સાધુ ! એ માટે થોડીક તકલીફ સહન કરું તો જ હું સાચો સાધુ ! જો હું અમદાવાદ સીધો જ જાઉં, તો મારા શિષ્યોએ પણ અમદાવાદ જ આવવું પડે. તેઓ કંઈ ના નથી પાડવાના, પણ મારે મારી ફરજ નિભાવવી જ જોઈએ ને !
શિષ્યો મારી મન મૂકીને સેવા કરે છે, તો એમની એકાદ ઈચ્છા પૂરી કરવી એ શું મારી ફરજ નથી !”
હું તો આભો જ બની ગયો. નહિ ગુરુપદનો કેફ ! નહિ સ્વાર્થવૃત્તિની દુર્ગધ ! નહિ આવેશનો દાવાનલ કે નાનો અગ્નિકણ ! જિનશાસન સર્વોત્કૃષ્ટ શાસન છે એમાં હવે આશ્ચર્ય જ શું?
૮૮ વર્ષની ઉંમરના એક સંચમી મહાત્માનો સુંદર મજાનો પત્ર
(વિશાળ સાધુ વૃંદમાં આ વૃદ્ધ મહાત્મા ઉંમર અને પર્યાય બંને રીતે વડીલ છે. એમણે પોતાના જ વૃંદના એક નાના સાધુને જે પત્ર લખ્યો છે, એના અત્યંત ઉપયોગી અંશો નીચે લીધા છે. આત્મા કેવો ભાવનાસ્નાન કરતો હોય? કેવો જાગ્રત હોય? એની આ પત્ર ઉપરથી બધાને પ્રતીતિ થશે. આમાં સામાન્ય ફેરફારો કરેલા છે, મોટા ભાગે અક્ષરનો પણ ફેરફાર કર્યા વિના જ આખો પત્ર લીધો છે.). વિદ્ધવર્ય મુનિરાજશ્રી !
મારા જીવનમાં અંતિમ દિવસો કે મહિનાઓ હાલ ચાલી રહ્યા હોવાનો આભાસ થાય છે. કાલની ખબર નથી. જે થાય તે અવયંભાવી માની લેવું રહ્યું... ખેર !
Page #48
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ)
પૂ.પા.ગચ્છાધિપતિશ્રી અતિદૂર છે. પૂ.પાદ તારક ગુરુદેવ પણ સ્વાસ્થ્યના કારણે હાલ નિષ્ક્રિય છે. અન્ય કોઈ આત્મીય ગીતાર્થ મહાત્મા મારી નજીકમાં નથી. માત્ર ને માત્ર, તદ્દન નજીક - ગુરુભાઈ અને વિશેષ કરીને કલ્યાણમિત્ર તરીકે, પ્રબુદ્ધ શાસ્ત્રીયબોધવાળા અને લાગણીવાળા તમે જ છો, એમ મેં માન્યું છે, સ્વીકાર્યું છે. તમે પણ તેમ જ સ્વીકારશો - અને વર્તશો એવી મારી તીવ્ર અભિલાષા રહે છે. (દીક્ષાપર્યાયમાં ૩૫ વર્ષ નાના અને ઉંમરમાં ૫૦ વર્ષ નાના સાધુને આ રીતે લખવું એ આ મહાત્માની વિનયાદિગુણોની પરાકાષ્ઠા સુચવે છે.)
મારા જીવનના ભૂતકાળ અંગે કંઈ પુછવું નથી, જે વર્તમાન મારા હાથમાં છે, તેને માટે, અવસરે તમને પુછાવીશ - પુછતો રહીશ. તે અંગે તમે જરૂર પુરતો સમય કાઢીને શીઘ્ર જવાબ લખતા રહેશો એવી વિનંતિ.
અત્યારની મારી સ્થિતિ
નાજુક અને પરાધીન ગણાય. સેવા કરનારા સાધુ છે - સેવા કરે છે જ. પણ મારા સ્વાસ્થ્યમાં ગરબડ થયા જ કરે છે. આંખની નબળાઈના કારણે નાના અક્ષરો વાંચવામાં તકલીફ રહે છે. મોટા અક્ષરો વાંચી શકાય છે, તે જાણશો.
(૧) પંચસૂત્ર (પહેલું રોજ પાંચ વાર વાંચુ છું.)
(૨) લઘુ શત્રુંજયકલ્પ રોજ બે વાર વાંચુ છું.
(૩) સાત સ્મરણસૂત્રો રોજ ૧ વાર સાંભળું છું.
(૪) સમાધિની સીડી રોજ એક કે બે વાર વાંચું છું. મોટા અક્ષરો છે અને મને ખૂબ ગમે છે. (૫) રાત્રે ૭ થી ૮ સુતા સુતાં તીર્થવંદના + ચૈત્યવંદના + સંઘવંદના + સાધુવંદના થાય છે, આનંદ આવે છે, ફાવે છે.
(૬) જાપ રોજ અડધો-પોણો કલાકનો બપોરે કરું છું.
(૭) સીમંધર સ્વામીની ભાવયાત્રા અડધો કલાક થાય છે.
આ બધાયમાં ક્યારેક ખાડો પણ પડે છે.
દવાઓ વારંવા૨-ટાઈમસર લેવી પડે છે તેથી માનસિક સ્વસ્થતા રહેતી નથી.
થકાવટ લાગે છે. સમગ્ર શરીરે બળતરા - પગનો દાહ... આદિ તકલીફો છે, જેથી વિશેષ આરાધનાની ઈચ્છા હોવા છતાં કરી શકાતી નથી. વેઠ ઉતારવાથી ફાયદો પણ નથી, એ તમે સમજી શકો છો.
મારો કેશ-પ્રકૃતિ આદિથી તમે જાણકાર છો, છતાં રેફરન્સ માટે લખ્યું છે. છતાં કંઈ વિશેષ ધ્યાનમાં આવે તો જણાવવું.
‘સુકૃતાનુમોદન મહાન ધર્મ છે’ એ લેખ સાચવીને રાખ્યો છે, વારંવાર વાંચુ છું. મને તેથી ખૂબ જ આનંદ રહે છે. તમને તે માટે જેટલા ધન્યવાદ લખું તે ઓછા જ ગણાશે. મારાથી થઈ શકે એવી એ પ્રવૃત્તિ છે. (સુતાનુમોદન)... શતશઃ ધન્યવાદ.
૪૬.
Page #49
--------------------------------------------------------------------------
________________
-~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એવી જ કોઈ વાત-વિષય, અંતિમ દિવસોની આરાધનામાં ઉપયોગી જણાય તો મને જરૂર જણાવશો. સારા અક્ષરોનું લખાણ હશે, તો ઝેરોક્ષ કરાવીને મારી રોજીંદી ફાઈલમાં મૂકીશ, વાંચીશ.
મારી સમાધિ બની રહે – ટકી રહે અને સદ્ગતિ થાય, તેમાં તમારો સાથ-સહકાર પૂરેપૂરો મને છે અને રહેશે એવા પ્રબળ વિશ્વાસથી લખ્યું છે. મારા માટે આ લખવાનો શ્રમ પણ ઘણો થઈ રહ્યો છે... પણ શું કરું ?
મેં સ્વીકારેલ સર્વવિરતિ ધર્મ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણનો આ એક જ માર્ગ છે, તેમાં મીન-મેખ ફેર નથી. તેને માટે અટલ વિશ્વાસ છે જ.
માત્ર, મારા અંતિમ દિવસોમાં મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ આરાધના થાય, પરિણતિ બની રહે – ટકી રહે - એ જ તમારે કરવાનું છે - સહાયક બનવાનું છે.
“માગ્યા વિના મા પણ ન પીરસે’ એ લૌકીક નીતિ છે. પરંતુ આ તો લોકોત્તર ધર્મ છે. માગ્યા વિના પણ સામેથી દોડી આવીને સમાધિમાં સહાયક બને એ સાધુ છે.
(“સમાધિમરણ માટેની કેવી તીવ્ર ઝંખના હોવી જોઈએ,” એ આ મહાત્માના પત્ર ઉપરથી અનુભવાય છે. આપણે જો કોઈકને મરણ વખતે સમાધિ આપનારા બનશું, તો ચોક્કસ આપણને પણ કોઈક સમાધિ આપનાર મળી આવશે. એટલે જ વૃદ્ધોની, એમાં ય મરણ નજીક રહેલાઓની સેવા-સુશ્રુષા કરવામાં આપણે પ્રમાદ, ઉપેક્ષા ન જ કરવી જોઈએ.)
साधूनां दर्शनं पुण्यम् સાહેબજી ! નીચેના માળે પધારશો ?” શાના માટે ? “મારી દીકરીને માંગલિક સંભળાવવા ?” શું થયું છે?”
કમળો થયેલો, રોગ વકર્યો અને કમળી થઈ. એના લીધે જ કોમામાં જતી રહી છે. બેભાન છે. ડોક્ટર કહે છે કે “બે-ચાર કલાક માંડ જીવે”... Please ! પધારશો ?” બોલતા બોલતા એ દીકરીના બાપનો સ્વર ભીનો બની ગયો. | મુંબઈની હોસ્પીટલમાં આઠેક મહિના પૂર્વે બનેલો આ પ્રસંગ ! એક વૃદ્ધ મહાત્માને હોસ્પીટલમાં દાખલ કરેલા, એમની સેવામાં જે યુવાન સાધુ રોકાયેલા, એમને પેલા ભાઈએ કરગરતા હોય, એમ વિનંતિ કરી.
મહાત્મા તો તરત જ નીચે ઉતર્યા, રૂમમાં ગયા. આખો પરિવાર હાજર ! જોયું તો છોકરીનું
Page #50
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
આખું શરીર એકદમ પીળું પડી ગયેલું. ઉંમર હશે આશરે ૨૧ વર્ષ !
મહાત્મા વિચારમાં પડ્યા. ‘આ બહેન તો કોમામાં છે, બેભાન છે. હું માંગલિક સંભળાવું, પણ એ ક્યાં સાંભળવાના છે ?'
‘શું નામ છે તમારી દીકરીનું ?'
ભાઈએ નામ કહ્યું.
‘જરાક નામથી એને બોલાવો ને ?’
“સાહેબજી ! એ તો સાત દિવસથી કોમામાં છે. એને નામથી બોલાવવાનો કોઈ અર્થ
નથી.”
‘છતાં એકવાર નામથી બોલાવો તો ખરા ?'
મહાત્માના આગ્રહને કારણે પપ્પાએ દીકરીને નામથી બોલાવી.
અને આશ્ચર્ય સર્જાયું. દીકરીએ એક જ પળમાં આંખ ખોલી. જે કામ સાત દિવસની દવાઓથી માંડીને કોઈપણ ઉપાયથી ન થયું. એ કામ ખાલી નામના ઉલ્લેખ માત્રથી થઈ ગયું. આખો પરિવાર આનંદના આંસુ વહાવવા લાગ્યો.
મહાત્માએ નવકાર-માંગલિક સંભળાવ્યું, છોકરીએ હાથ જોડી સાંભળ્યું. છેલ્લે મહાત્માએ ઓઘો ઉંચો કર્યો.
‘આ રજોહરણ લઈને પછી જ જીવન પૂરું કરશો ને ?’
૨૧ વર્ષની કન્યાએ ભયંકર બિમારી વચ્ચે, આંખો પટપટાવીને, જરાક માથું હલાવીને સંમતિ આપી અને મા-બાપની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા.
એ જ પળે છોકરીએ છેલ્લા ડચકા ખાધા, પ્રાણ નીકળી ગયા.
(માત્ર છેલ્લી પાંચ-દસ મિનિટ માટે આંખ ખુલવી, સાધુના અને ઓઘાના દર્શન થવા, એની હાર્દિક સંમતિ આપવી... અને તરત જ પ્રાણ નીકળી જવા... આવું ઉત્તમ મરણ આપણને સૌને મળે એ જ પ્રભુને અંતરથી પ્રાર્થના !)
વિનય વડો સંસારમાં
કારતક વદ ચૌદસ ૨૦૬૮ના વહેલી સવારે ૮ મહાત્માઓ ઉત્તર ગુજરાતના એક શહેરમાં જઈ ચડ્યા. ગામના ઉપાશ્રયમાં માત્ર બે જ કલાક રોકાઈને સોસાયટીમાં જતા રહેવાનો અને ત્યાં જ મહિનો રોકાઈ જવાનો નિર્ણય ગામના લોકોની લાગણીસભર વિનંતિને જોઈને બદલવો પડ્યો અને માગસર સુદ અગ્યારસ સુધી ત્યાં જ રોકાણ કરવામાં આવ્યું.
આઠ મહાત્માઓમાં બે વડીલ મુનિવરો હોવા છતાં, નાના સાધુ પણ તૈયાર થાય, એ હેતુથી
१८
Page #51
--------------------------------------------------------------------------
________________
- ~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~ નાના સાધુના પ્રવચનો ગોઠવવામાં આવ્યા હતા. સાધુ પણ એકંદરે અભ્યાસુ હોવાથી પ્રવચન ઉપરની પકડ સરસ હતી અને માટે પ્રજાને એમાં રસ પણ પડતો.
સવારે ૭-૧૫ થી ૮-૧૫નું નિત્ય પ્રવચન ! પ્રવચન પહેલા અને પ્રવચન પછી બંને વખત વડીલ પાસે આવી, ચરણોમાં મસ્તક નમાવીને આશિષ લેવા એ પ્રવચનકાર સાધુનો નિત્ય ક્રમ હતો.
પણ એક દિવસ ઉતાવળમાં જ તે પાટ પર બેસી ગયા, માંગલિક શરુ કરતી વખતે જ એમને યાદ આવ્યું કે “વડીલના આશિષ લેવાના બાકી છે. હું આજે પ્રમાદના કારણે વિનય ચુક્યો. શું કરું ? માંગલિક અટકાવી પાટ પરથી નીચે ઉતરીને વડીલના આશિષ લઉં ? કે પછી હવે પ્રવચન પૂરું કરી નાખ્યા પછી જ જાઉં ?”
ગડમથલમાં જ માંગલિક તો ચાલુ કર્યું, પણ માંગલિક પૂર્ણ થતા સુધીમાં તો સાધુએ મક્કમ નિર્ણય લઈ લીધો. “એક મિનિટ' એમ કહીને પાટ પરથી ઉભા થઈ નીચે ઉતર્યા. આખી સભા આશ્ચર્ય પામી, પણ એ બધાની પરવા કર્યા વિના મહાત્મા તો વડીલ પાસે પહોંચી ગયા, ચરણોમાં નમીને આશિષ માંગ્યા. “મિચ્છા મિ દુક્કડં ! સાહેબજી ! ભૂલી જ ગયેલો. ઉતાવળમાં સીધો પાટ પર જઈ બેઠો.”
વડીલને ખૂબ આનંદ થયો. મહાત્માનો શક્તિવિકાસ કરતા પણ ગુણવિકાસ વડીલને સ્પર્શી ગયો.
બપોરે પ્રવચનકાર વિદ્વાન સાધુ પાસે બંને વડીલો + અન્ય બે સાધુઓ પાઠ લઈ રહ્યા હતા, ત્યાં સિદ્ધચક્રપૂજનની રક્ષાપોટલીઓ મંત્રિત કરાવવા માટે ભાઈઓ આવી ચડ્યા. પાંચેય મહાત્માઓએ વડીલના સૂચનથી હાથમાં વાસક્ષેપ લઈને મંત્રિત કર્યો, એમાં વિદ્વાન નાના સાધુએ વાસક્ષેપ મંત્રિત કર્યા પછી પણ હાથમાં જ રાખ્યો, બીજા સાધુએ મંત્રિત કરવા ટકોર કરી, ત્યારે આંખથી જ ઈશારો કરી દીધો કે હજી વડીલ મહાત્માએ રક્ષાપોટલી પર વાસક્ષેપ નાંખ્યો નથી, એ મંત્રજપ કરી રહ્યા છે. જ્યાં સુધી એ ન નાંખે, ત્યાં સુધી મારે ન નંખાય...”
વડીલોને પાઠ આપનાર, વિદ્વાન, પ્રવચનકાર એવા પણ એ સાધુનો આવો વિનય જોઈને બધા ખૂબ જ રાજી થયા. | (સાવ નાનકડો આચાર પણ બહુ જ મોટી અસર ઉભી કરી દેતો હોય છે. માટે જ વડીલાદિના વિનયમાં, ઔચિત્યમાં લેશ પણ ખામી ન આવવા દેવી.)
Page #52
--------------------------------------------------------------------------
________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ औचित्यं जनमान्यता “તમારી મુહપત્તી મને આપશો ? કોલેજમાં પ્રવચન કરવા જવાનું છે. બધા જૈનેતરો છે. મારી મુહપત્તી મેલી છે. તમારી ચોખ્ખી છે. એટલે જોઈએ છે. બે કલાક પછી આપી દઈશ...”
“અરે, સાહેબજી ! આપ તો વડીલ છો, ઉપકારી છો, આવું પુછવાની કે ખુલાસો કરવાની ક્યાં જરુર જ છે ? આપ મને લાભ આપો.” કહીને નાના સાધુએ વડીલને પોતાની મુહપત્તી આપી અને વડીલની વધુ મેલી મુહપત્તી પોતે લઈ લીધી.
બે કલાક બાદ “લો, આ તમારી મુહપત્તી પાછી !” વડીલે મુહપત્તી પાછી આપતા કહ્યું. “સાહેબજી ! બે દિવસ પછી આપું તો ચાલશે ?” કેમ ?”
“આપની મુખપત્તી મેં બે કલાક વાપરી. એના ઉપર મારું થુંક ઉડ્યું જ હોય. વળી એ મેલી પણ છે. એનો કાપ એક-બે દિવસમાં કાઢીને આપી દઈશ. થુંકવાળી, મેલી મુહપત્તી આપું તો આપની આશાતનાનો દોષ લાગે.”
પણ તો પછી પહેલા તમારી મુહપત્તી મને કેમ આપી ? એ પણ તમારા થુંકવાળી જ હતી ને ?”
“હા જી ! પણ ત્યારે તો આપને જરુર હતી, એટલે હું શી રીતે ના પાડી શકું? અત્યારે તો આપશ્રી પાસે મારી મુહપત્તી રહે એ જ સારું ને ?”
વડીલ સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા. નાનકડા સાધુનો આ ઔચિત્ય, વિનય ગુણ એમના અંતરને સ્પર્શી ગયો.
– X - X – “સાહેબજી ! તમને દંડાસનની દસીઓ બાંધતા આવડે છે?' એક નાના સાધુએ મોટા સાધુને પૂછ્યું.
હા ! આવડે છે. કેમ? બાંધવી છે?' મોટાએ જવાબ દીધો. ગચ્છમાં તો એ પણ નાનો સાધુ જ હતો. - “બન્યું એવું કે મેં મારું દંડાસન મળતું ન હતું, એટલે પંન્યાસજી મ.નું દંડાસન વાપર્યું. પણ મને એ મેલું દેખાયું. ઈચ્છા થઈ કે એનો કાપ કાઢીને પાછું આપું. એ માટે દંડાસનની દસીઓ છોડવી તો પડે ને ? પણ એ પાછી બાંધતા નથી આવડતું એટલે તમને પૃચ્છા કરી.'
એમ ત્યારે ! એમ કહોને કે તમને વડીલની ભક્તિ કરવાની ભાવના થઈ છે. તમે દસી છોડી દો, કાપ કાઢી લો, ચોક્કસ હું બાંધી આપીશ.” મોટા સાધુએ ઉત્સાહપૂર્વક જવાબ દીધો.
એ જ દિવસે એ નાના સંયમીએ કાપ કાઢી, દસી બંધાવી પંન્યાસજી મ.ને દંડાસન પાછું
Page #53
--------------------------------------------------------------------------
________________
-~~~-~~-~- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ——————— આપ્યું. ઘણા વખતથી મલિન બનેલી દસીઓ અચાનક જ ઉજળી બની ગયેલી જોઈને પંન્યાસજી મને પણ આનંદ થયો. હા ! વિભૂષાનો નહિ, પણ નાના સાધુમાં રહેલા અવ્વલકોટિના વિનયવૈયાવચ્ચ-ઔચિત્ય-ઉત્સાહ ગુણની વિભૂષાનો !
(મોટા ગચ્છમાં અનેક પદવીધરો હોય. એમ આ ગચ્છમાં પણ આ પંન્યાસજી પેલા નાના સાધુના ગુરુ ન હતા, ઉપકારી પણ ન હતા, વિશિષ્ટ પ્રભાવક પણ ન હતા. આવું કંઈક હોય, અને નાના સાધુને ભક્તિનો ભાવ ઉછળે એ બની શકે. એને બદલે માત્ર “એ વડીલ છે, સંયમી છે.” એ ભાવથી જ નાનાએ આવું ઔચિત્યસેવન કર્યુ છે. આખે ઉડીને વળગે એવું છે ?
કરુણાભીની આંખોમાંથી... “ગુરુજી ! ગલુડીયાઓની ચીસો ક્યારની ય સંભળાય છે. ૨-૩ વાર બહાર જોઈ આવી, પણ ક્યાંય દેખાતા નથી.” એક સાધ્વીજીએ પોતાના ગુરુજીને વાત કરી.
એ સમય હતો જાન્યુઆરી-ફેબ્રુઆરીનો ! કડકડતી ઠંડીનો ! રાત્રિના ૧૧-૩૦ થી ૧૨-૦૦નો !
સ્થાન હતું ઔરંગાબાદ શહેર ! એનો એક ઉપાશ્રય ! સાધ્વીજીએ ગુરુજીને ઉઠાડીને ઉપર મુજબ વાત કરી. “અરે, તું હજી જાગે છે? આટલા મોડા સુધી? શું થયું?” ઉઠેલા ગુરુજીએ સામો પ્રશ્ન કર્યો.
“સંથારો કરી જ દીધેલો, પણ ગલુડીયાઓની ચીસો સાંભળીને ઉઠી ગઈ. બે-ત્રણ વાર બહાર પણ નજર કરી આવી, પણ ગલુડીયા ક્યાંય દેખાતા નથી. આ તો રાતનો સમય ! એટલે આપને ઉઠાડ્યા. એક વાર ફરી ધ્યાનથી જોઈ આવું.” એટલું કહીને સાધ્વીજી ઉપાશ્રયના બારણામાંથી જરાક બહાર નીકળ્યા, ગુરુજી જાગી ગયા હોવાથી હવે ભય ન હતો. એટલે જરાક ધ્યાનથી નજર કરી તો ઉપાશ્રય પાસેથી જ જે જમીનમાં ગટર પસાર થતી હતી, એમાંનો એકાદ પત્થર હટી ગયેલો, ગમે તે રીતે બિચારા ૩-૪ ગલુડીયાઓ એક પછી એક પડી ગયેલા. બહાર નીકળી શકે એમ ન હતા, રાતની ઠંડી અતિસખત હતી, ગટરની ભીનાશ, વહેતું થોડુંક પાણી... એ વળી વધારે ઠંડી ઉભી કરતા હતા.
સાધ્વીજી ગલુડીયાઓનું એ દુઃખ જોઈ ન શક્યા, રડવા લાગ્યા, તરત પાછા ફરીને ગુરુજીને વાત કરી. “આપ મને રજા આપો, હું એ ગલુડીયાઓને બહાર કાઢી લઈશ. અત્યારે કોઈ ગૃહસ્થ છે જ નહિ. નહિ તો તો એને વાત કરત. અને રાતે બાર વાગે કોને કહેવા જવું? શું આખી રાત ગલુડીયાઓને દુઃખી થતા જોયા કરવાનું? અને બિચારા રાતે જ મરી જાય તો? હજી તો પાંચેક કલાક વહેલી સવાર પડતા ઓછામાં ઓછા બાકી છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
‘ગુરુજી ! મારાથી એ ચીસો સંભળાતી નથી. આપ મને...' સાધ્વીજીના હૃદયદ્રાવક શબ્દો સાંભળીને અને ગળગળા બનેલા સ્વરને અનુભવીને ગુરુજીએ અપવાદરૂપે સંમતિ આપી. એ સ્થાન નિર્ભય હતું એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો.
સાધ્વીજીએ બંને હાથમાં પ્લાસ્ટીકની કોથળીઓ પહેરી લીધી, પછી પાણી લઈને ગટર પાસે પહોંચી ગયા. ગટર થોડીક જ ઉંડી હતી. (એક-દોઢ હાથ જેટલી) પણ ગલુડીયા એટલા બધા ગભરાઈ ગયેલા કે સાધ્વીજી એમને હાથથી પકડે. તો ગભસટથી એ જ છટકીને પાછા અંદર પડી જતા. એમને શું ખબર પડે ? કે સાધ્વીજી અમને બચાવવા માંગે છે... એટલે જ એમને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી.
પણ કરુણાર્દ્ર સાધ્વીજીએ વારાફરતી બધાને બહાર કાઢ્યા, ચૂનાના અચિત્તપાણીથી સાફ કર્યા, એક ગરમ કંતાનથી બધાને લુંછી નાંખ્યા. ગરમ કંતાનનો ગરમાટો મળવાના કારણે ગલુડીયાઓને ખૂબ જ શાતા મળી. ચીસો બંધ થઈ. તાનમાં જ બધા ગલુડીયા શાંતિથી સૂઈ ગયા.
સાધ્વીજીને પણ એ પછી જ સંથારામાં શાંતિથી નિદ્રા આવી. એમને પર સંતોષ હતો. (ચોક્કસ, આ એક અપવાદમાર્ગ છે. સાધ્વીજીને ગટરના કાચા પાણી વગેરેનો સંઘટ્ટો પણ થયો. છતાં નજર સામે પંચેન્દ્રિયો પીડાતા હોય, એમાં પોતાના ભાવપ્રાણ ખતમ થતા હોય, એવા વખતે એક સંયમી શક્ય એટલી જયણાપૂર્વક જીવ બચાવે, એમાં લાગેલા દોષોનું પાછળથી પ્રાયશ્ચિત્ત પણ કરી લે, તો એ અપવાદમાર્ગ રૂપે યોગ્ય ગણી શકાય.
સંયમીનો કરુણાનો પરિણામ કેવો હોય ? એની કરુણાભીની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ કેવો વહેતો હોય ?.... એ બધું જ આના ઉપરથી સમજી શકાય છે.
सर्वजीवस्नेहपरिणामः चारित्रम्
‘ચી, ચી, ચી...’ ભયાનક ચીસો ઝાડીવાળી દિશામાંથી આવી રહી હતી. વડીનીતિ જઈને પાછા ફરી રહેલા એક સાધ્વીજીએ એ ચીસો સાંભળી. “પાલિતાણા જેવી પવિત્ર તીર્થભૂમિ પર પણ ભૂંડોનો શિકાર કરવા માટે અવારનવાર શિકારીઓ આવે છે, ભૂંડોને પકડી જાય છે. મારીકાપીને માંસનો ધંધો કરે છે...” આ બધી જાણકારી હોવાથી સાધ્વીજી સમજી ગયા કે અત્યારે પણ શીખડા જેવા શિકારી માણસો ભૂંડોને પકડવા આવ્યા લાગે છે...”
ક્ષણભર તો ગભરાટ થયો. બચાવવા જવાનું મન થયું, પણ પોતે એકલા ! પાછા સ્ત્રી જાતિ ! બીજા બે-ચાર સાધ્વીજીઓ પણ હતા, પણ સામે શિકારી, ગુંડા જેવા હિંસક માણસોનો પ્રતીકાર કરવા કોણ હિંમત કરે ?
૫૨
Page #55
--------------------------------------------------------------------------
________________
~~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~ ~ ~ - “ચી, ચી..” વળી ચીસો સંભળાઈ. અતિતીર્ણ ચીસો ! હવે સાધ્વીજી ન રહી શક્યા. તરત જ એ દિશા તરફ ઝડપ વધારી મૂકી, જોયું તો કલ્પના સાચી ઠરી.
એ ય ! છોડી દો ભૂંડોને !” સાધ્વીજીએ મોટેથી બૂમ પાડી. પણ પેલા શિકારી શીખડાઓ તો હસવા લાગ્યા. કોણ જાણે ? પણ સાધ્વીજીમાં ક્યાંથી સખત હિંમત આવી ગઈ કે બાજુમાં પડેલા પથરાઓ ઉંચકી ઉંચકીને જોર જોરથી ઘા કરવા લાગ્યા. શીખડાઓ ગભરાયા. આવા અણધાર્યા હુમલાની કલ્પના પણ ન હતી, અને સાધ્વીજી પૂરા જોશ સાથે, પૂરા ઝનુન સાથે પથરાઓ મારતા હતા... સાથે બચાવ માટે જોરથી બુમો પાડતા હતા.
શીખડાઓને લાગ્યું કે “જોખમ કરવામાં મજા નથી.' અને બધુ પડતું મુકીને શીખડાઓ ભાગી ગયા. તો ય બે મિનિટ સુધી તો સાધ્વીજીનો જુસ્સો શાંત ન થયો, જ્યારે એમને વિશ્વાસ બેઠો કે “હવે એ શીખડાઓ પાછા નહિ આવે ત્યારે એમનો શ્વાસ હેઠો બેઠો, એ પાછા ફર્યા.
દૂર ઉભેલા બીજા સાધ્વીજીઓ આ બધું જોઈ જ રહ્યા હતા. બનાવ એટલો બધો ઝડપથી બની ગયેલો કે એમને કશી સુઝ જ પડી ન હતી. પણ જ્યારે પૂરી સફળતા પામીને સાધ્વીજીને પાછા ફરતા જોયા, ત્યારે બધાએ એક સાથે પુછયું “તમે તો ઘણા બીકણ છો. તમારામાં વળી આવી તાકાત ક્યાંથી આવી ચડી ?”
સ્મિત સામે એમણે જવાબ આપ્યો “મોત જ્યારે નજર સામે દેખાય, ત્યારે ગમે એવા બીકણમાં ય હિંમત આવી જાય.”
“પણ એ શીખડાઓ તમને ઈજા પહોંચાડત તો ? કદાચ ચપ્પ મારી દેત તો ?”
“પ્રભુના પ્યારા જીવોનું જે રક્ષણ કરે છે, તેમનું રક્ષણ કરવા તો પ્રભુ સ્વયં પધારે છે. પછી મારે શી ચિંતા ?” અગાધ શ્રદ્ધા સાથે સાધ્વીજી બોલ્યા.
(‘આવું બધાએ જ કરવું’ એમ કહેવાનો ભાવ નથી. પણ સંયમીની કરુણા કેવી ફાટતી હોય... માત્ર એટલું જ બતાવવાનો આશય છે.
ઉપરનો પ્રસંગ જે સાધ્વીજીનો છે, એમનું હૈયું જીવમાત્ર પ્રત્યેની પ્રીતિથી - લાગણીથી, કરૂણાથી ભીનું ભીનું શી રીતે થયું ? એ જાણવા માટે એમના ગુરુજીના જીવનમાં બનેલો એક પ્રસંગ ખાસ જાણવા જેવો છે. જે આવતા અંકમાં લેશું...)
સસલા, સાબર, મૃગ અને રોઝડા... “છીછ ! બિલકુલ અવાજ નહિ કરતા, મારી પાછળ પાછળ ચાલ્યા આવો...” ગુરુણીએ પોતાની બે શિષ્યાઓને એકદમ ધીમા અવાજે સૂચના કરી, અને ઉભા થઈને ઉપાશ્રયના મુખ્ય બારણાની બહાર નીકળી ગયા. બે શિષ્યાઓ પણ બહાર આવી ગઈ.
Page #56
--------------------------------------------------------------------------
________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ———————
રાતના પ્રતિક્રમણ પૂર્ણ થઈ ગયા બાદ અડધો કલાક વીત્યો હશે, એ વખતની આ વાત ! ઉપાશ્રય અંધારાવાળો હતો, આજુબાજુ ઝાડી પણ ખરી !
“શું થયું ગુરુજી !” શિષ્યાએ પ્રશ્ન કર્યો. “ઉપાશ્રયમાં લાંબો સાપ ઘુસી ગયો છે.” ગુરુજી એકદમ શાંતિથી બોલ્યા. “શું ? સાપ ? ક્યાં ? આપે કેવી રીતે જોયો ?” બંને શિષ્યા રીતસર ભડકી જ ગઈ.
“અંધારામાં દેખાય તો નહિ, પણ પ્રતિક્રમણ બાદ હું ઉવસગ્ગહરનો જપ કરતી હતી, એ વખતે મારા પગને લીસો લીસો સ્પર્શ થયો, પગ ઉપર ચડીને કંઈક સરકતું હોય, એવું લાગ્યું. એના આધારે ખ્યાલ આવી ગયો કે “આ નક્કી સાપ આવ્યો છે' એને પગ પરથી પસાર થતા ઘણીવાર લાગી, એટલે નિર્ણય થઈ ગયો કે સાપ લાંબો છે.
પણ આપને ભય ન લાગ્યો ? ચીસ ન પડી ગઈ ?” શિષ્યાઓ હજી વાત સાંભળીને જ ધ્રુજતી હતી. ગુરુજીની આટલી બધી શાંતિ એમને માટે તો આશ્ચર્ય જ હતું.
ભય શેનો લાગે ? એ ય છેવટે એક જીવ જ છે ને ? મારે બધા જીવો પ્રત્યે સરખો જ ભાવ ! જો ચીસ પાડુ, દોડું, તો સાપ પણ ગભરાઈ જાય, ઘણા બધા ભેગા થઈને સાપને મારી નાંખે, મારે એવું કંઈ જ કરવું ન હતું.
તું એક કામ કર, બાજુના ઘરેથી શ્રાવકને બેટરી સાથે બોલાવી લાવ. સાથે બીજા બે-ચાર યુવાનોને પણ લઈ આવે... એમ કહેજે.” થોડી જ વારમાં ચારેક ભાઈઓ આવી ગયા.
અંદર સાપ ઘુસ્યો લાગે છે. સાવચેતીપૂર્વક તપાસ કરવી પડશે.” ભાઈઓ પણ ચોંક્યા. અમે સાંભળીને ય ગભરાઈએ છીએ, અને આ સાધ્વીજી.
બેટરી કરીને ભાઈઓ અંદર ગયા. બીતા બીતા તપાસ કરી, તો પાટની નીચે લાંબો, કાળો, જાડો સાપ પડેલો હતો. જોતાની સાથે જ આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. બે હિંમતબાજ યુવાનોએ લાકડીઓ જમીન પર પછાડી, સાપને જરાક અડાડી અડાડીને એને માંડ માંડ ઉપાશ્રયમાંથી બહાર કાઢ્યો.
ગુરુણી તો તરત અંદર આવી પાછા જાપ કરવા લાગી ગયા. પણ બીજા બધા તો સાપના ગયા પછી પણ એકદમ ભયભીત બની રહ્યા. સતત એનો જ વિચાર આવ્યા કરે, બીજી બાજુ ગુરુણીની નિર્ભયતા જોઈને અત્યંત આનંદ પણ થયો.
આવા ગુરુણીના એ શિષ્યાએ ભંડોને અને ગલુડીયાઓને બચાવ્યા હતા, જેના પ્રસંગો પૂર્વે આપી દીધા છે.) | (આપણને આવી બાબતોમાં ક્યારેક શ્રદ્ધા ન પણ બેસે. “ઉપાશ્રયમાં કંઈ સાપ આવતો હશે.” એવો વિચાર પણ આવી જાય. પણ ત્રણેક મહિના પહેલા જ આવો અનુભવ થઈ ગયો. તપોવનના ઉપાશ્રયમાં લાંબો સાપ અંદર ઘુસી ગયો, ગોચરીરૂમના બારણાની પાછળ લપાઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
———————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~ ગયો. સાધુએ સાપને ત્યાં જતા જોયો, એટલે વડીલને વાત કરી. વડીલે નાછુટકે સાપ પકડનાર અહિંસક ભાઈને બોલાવ્યો, એણે સાપને પકડીને બરણીમાં પૂર્યો.. આ બધું મારી હાજરીમાં જ બન્યું. પણ મને એટલો બધો ડર કે નીચે આ બધી ધમાલ ચાલતી હતી, ત્યારે હું ઉપર પહેલા માળે જ રહ્યો. સાપ જોઈને પણ, યાદ કરીને પણ મને ભય લાગતો, તો આ સાધ્વીજી આખો ને આખો સાપ પગ પરથી સરકી જાય અને છતાં કશો ભય ન લાગે એ કેટલી મોટી સિદ્ધિ ગણાય ?
એટલે “આવા પ્રસંગો બોગસ છે કે ખોટા છે એવું લગીરે ન માનશો.
સંયમીનો અહિંસક પરિણામ કેવો હોય ? એ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે સસલાઓ, કબુતરો, હરણાઓ નિર્ભય બનીને સંયમીના ખોળામાં બેસી જાય... સ્નેહથી મોટું સુંધે..
આપણે આવી પવિત્રતાના સ્વામી ક્યારે બનશું ? અત્યારે ભાવના તો ભાવીએ, તો ભવિષ્યમાં સફળતા મળશે.
ઘડપણમાં શાણપણ અમને એ નથી સમજાતું કે આંખેથી દેખાતું નથી, અને પોતે એકલા રહે છે, ઉપાશ્રય મોટો છે, તો એ આખો દિવસ પસાર કેવી રીતે કરે છે ? ગોચરી કેવી રીતે લાવે ? અંડિલમાત્રુનું શું ? આ તો ભારે આશ્ચર્ય કહેવાય.”
ઉત્તરગુજરાતના એક ધર્મિષ્ઠ નાનકડા શહેરમાં મુખ્ય શ્રાવકોને મેં પ્રશ્ન પુછ્યો. અમે ગામમાં રોકાયા હતા, અમારા ઉપાશ્રયની બાજુમાં જ મોટા ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાધ્વીજી વર્ષોથી રહેતા હતા. આમ તો વૃદ્ધની સેવામાં કોઈક સંયમી હોય જ, પણ ક્યારેક કારણસર એવી ગોઠવણ ન પણ થઈ હોય.
શરૂઆતના પાંચ-સાત દિવસ તો અમને આ વાતની ખબર જ ન હતી, પછી અચાનક ખબર પડી, એટલે જવાબદાર શ્રાવકોને જ આ પ્રશ્ન કર્યો.
અને શ્રાવકોએ જે જવાબ આપ્યો, એ સાંભળીને ભારે આંચકો લાગ્યો. “આ સાધ્વીજીની જગ્યાએ અમે હોઈએ તો ?” એ પ્રશ્નનો જવાબ મનને મુંઝવણમાં નાંખી દે એવો હતો.
મહારાજ સાહેબ !” લાગણીસભર હૈયે વડીલ શ્રાવકે બોલવાની શરુઆત કરી. “અત્યારે ૮૨ વર્ષની ઉંમર છે. ૬ર વર્ષનો દીક્ષાપર્યાય છે. ઉંમર મોટી થયા બાદ છેલ્લા ઘણાં વર્ષોથી અહીં જ સ્થિરવાસ હતા. પણ ત્યાગભાવના ખૂબ ! બારેક વર્ષ પહેલા ઉપાશ્રયમાં જ પડી ગયેલા. હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા, યુરીન (માત્ર) બંધ થઈ ગયું હતું, એટલે શરીરમાં સોજા પણ વધી ગયેલા. ડોક્ટરે કહ્યું કે “ડાયાલિસીસ કરાવવું જ પડશે.” લાયન્સ હોસ્પીટલમાં ચાર ડાયાલિસીસ કરાવ્યા, પણ સુધારો ન થયો.
૫ ૫
-
Page #58
--------------------------------------------------------------------------
________________
------- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ --~~~~
એમાં વળી અષાઢ સુદ ચૌદસ એકદમ નજીક આવી. સાધ્વીજી ભ. અમને કહે “મને એક દિવસ માટે ઉપાશ્રયે લઈ જાવ. મારા કારણે બીજા સાધ્વીજી પણ હેરાન થાય છે અને બધાની આરાધના બગડે છે.” (તે વખતે બીજા સાધ્વીજી સેવામાં હતા.)
અમે મુંઝાયા, સંઘના પાંચ-છ માણસોએ ભેગા મળીને શહેરના મુખ્ય મુખ્ય ચાર-પાંચ ડોક્ટરોની સલાહ લીધી. બધાનો એક જ જવાબ ! “આવું જોખમ બિલકુલ ન કરશો, હોસ્પીટલમાં જ રાખવા પડે.”
પણ સાધ્વીજી ભ.નો નિશ્ચય પાકો હતો, છેવટે બધાની ઉપરવટ થઈને અમે એમને ઉપાશ્રયમાં લાવ્યા. એ જ દિવસે એક શ્રાવક (જે અત્યારે મુનિ બની ગયા છે, એમને વંદન કરવા આવ્યા, પરિસ્થિતિ જોઈને કહે કે “છગનલાલ નામના એક સારા વૈદ્ય છે, નિમ્બાર્ક ફાર્મસી પાસે રહે છે. હું બોલાવી લાવું..” અને થોડા જ સમયમાં વૈદ્ય સાથે હાજર થઈ ગયા.
વૈદ્ય અજૈન ! છતાં જૈન સાધુ-સાધ્વીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને એમની દવાનો એક પણ રૂપિયો ન લે. એમણે સાધ્વીજીને સ્પર્શ પણ કર્યા વિના કહી દીધું કે “આ એક જ દિવસમાં મટી જશે. હું પડીકી આપું છું. ૧૦૦ ગ્રામ પાણીમાં નાંખી ૨૦ ગ્રામ પાણી થાય, ત્યાં સુધી ઉકાળવાનું, પછી સાધ્વીજીને એ ઉકાળો વપરાવવાનો. દર એક કલાકે આ રીતે કરજો.”
અને, સાહેબજી ! સવારથી સાંજ સુધીમાં અમે આઠ-દસ વાર આ રીતે વપરાવ્યું, બીજા દિવસે જ એની ધારી અસર થઈ. ડોક્ટરોની દિવસો સુધીની દવાઓ કશું કરી શકી ન હતી. અહીં એક જ દિવસની દવા બાદ પોણા બે લીટર જેટલું માગું થઈ ગયું, ૮૦% સોજા ઉતરી ગયા. બીજા દિવસની દવા બાદ બધું જ ગાયબ ! શરીર પર ડાઘા પડેલા, એ પણ વૈધે આપેલી દવા લગાડવાથી ગાયબ થઈ ગયા. વૈદ્ય કહે “મહારાજ સાહેબ! આ મારી દવાઓનો નહિ, પણ આપના સંયમજીવનનો પ્રભાવ છે...”
છેલ્લા દસેક વર્ષથી આંખે દેખાતું લગભગ બંધ થઈ ગયું છે. એમની સેવા માટે કાયમી વ્યવસ્થા તો થઈ નથી, પણ કોઈક સાધ્વીજીઓ અહીં હોય, તો અવસરે સાચવી લે છે. એ સિવાય એમની બધી જ કાળજી સંઘના બહેનો કરે છે.
“ગોચરી ?”
“મારા ઘરેથી જ જાય છે. પણ સાહેબજી ! મેં આપને કહ્યું ને ? એમનો ત્યાગ ગજબનો છે. સવારે નવકારશીમાં દૂધ ન લે, માત્ર ખાખરો લઈ લે. અમે પૂછયું તો કહે કે “દૂધ વાપરવાથી ઝાડા થઈ જાય, તો એ બધી મુશ્કેલી વધી પડે ને? હું તો જોઈ શકતી નથી. એટલે કપડા બગડે... વગેરે કંઈપણ થાય તો તમારે ચિંતા વધે... માટે માત્ર લુખા ખાખરા જ વાપરી લઈશ...”
બપોરે પણ એકદમ ઓછી અને સાદી ગોચરી લે. મીઠાઈ વગેરેને તો પ્રાયઃ અડતા જ નથી. સાહેબજી ! સંયમનો પરિણામ કેવો ? એ આપને કહ્યું... અમે પુછયું કે “તમે ઓછા દ્રવ્યો કેમ લો છો ? સવારે ચાર-પાંચ વસ્તુ, બપોરે સાત-આઠ વસ્તુ... એ રીતે લો, તો ભાવે પણ ખરું.”
Page #59
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ત્યારે અમને કહે “જેટલા વધુ દ્રવ્યો, એટલા વધુ વાસણોમાં તમારે લાવવું પડે ને ? એટલા વધુ વાસણો તમારે ધોવા પડે. એ બધાનું પાપ મને લાગે. એના બદલે ઓછા અને સુકા જેવા દ્રવ્યો હોય તો આ પાપ તો મારા માથે ન આવે ને ?”
બોલો, સાહેબજી ! દ્રવ્ય સંક્ષેપ કરવા પાછળ પણ કેટલું લાંબુ ગણિત !
હજી આજે પણ પાંચતિથિ એકાસણા-આંબિલ-ઉપવાસ કરી લે છે, કોઈ ફરિયાદ નહિ..’ આવી આવી વાતો સાંભળીને હું તો આભો જ બની ગયો. આંખ હોય તો તો પુસ્તકો વગેરે વાંચીને પણ સમય પસાર થાય, આ સાધ્વીજીને તો આંખો જ નથી, અને સાથે ઘણા સાધ્વીજીઓ હોય, તો વાતોચીતો દ્વારા પણ સમય પસાર થાય, પણ અહીં તો એવું ય નથી, શી રીતે ૨૪ ક્લાક નીકળે ? આખી રાત શી રીતે પસાર થાય ?.... ચિંતાથી મારું મગજ ખરેખર ભારે બની ગયું.
“મારે એમને મળવું છે, તમે સાથે આવશો ?” મેં શ્રાવકને પુછ્યું અને બીજા જ દિવસે સાધ્વીજીના ઉપાશ્રયમાં શ્રાવકને લઈને પહોંચ્યો. સાંજનો સમય ! એક ઓરડી જેવી જગ્યામાં એકલા બેઠા બેઠા કંઈક કામ કરતા હતા, શ્રાવકે મારા આવવાની જાણ કરી, એમના મુખ પર રીતસર આનંદ છવાઈ ગયો. ઔપચારિક વાતો બાદ મેં પૃચ્છા કરી.
“તમારો આખો દિવસ શી રીતે પસાર થાય છે ?''
“નવસ્મરણ, સાધુક્રિયાના સૂત્રો, પમ્ભિસૂત્ર વગેરે વગેરેનો મૌખિક સ્વાધ્યાય કરું છું, ૬૨ વર્ષમાં જે કંઈ શ્રવણ-વાંચન-મનન કર્યુ છે, એનું ચિંતન કરું છું. શ્રાવિકાબહેનો આવે ત્યારે એમની રુચિ પ્રમાણે ઉપદેશ આપું છું.”
“પણ વડીનીતિનું શું ? તમને તો દેખાતું નથી ?”
“મહારાજ સાહેબ ! આ જુઓ. આ ક્રમશઃ બે-ત્રણ પાટો ગોઠવી છે ને ? એના ટેકે ટેકે હું છેક છેલ્લે સુધી પહોંચું. ત્યાં પ્યાલો વગેરે ગોઠવેલું જ છે, એટલે મને ફાવી જાય છે. દિવસમાં એકવાર ભંગિયણ આવી જાય છે. હવે તો ટેવાઈ ગઈ છું. એ જ રીતે લઘુનીતિની પણ વ્યવસ્થા થઈ ગઈ છે.”
“પણ એકલા રહેવું ફાવે છે ? ત્રાસ, ઉદ્વેગ, કંટાળો નથી આવતો ?”
“ના રે ના ! કોઈ સાધ્વીજીઓ આવે, તો આનંદ ચોક્કસ થાય, પણ કોઈ ન હોય તો ય એકદમ પ્રસન્નતાથી જીવું છું. બસ, હવે સમાધિમરણ મળે, એટલી જ અપેક્ષા છે. બાકી સંઘના ભાઈ-બહેનો ખૂબ-ખૂબ કાળજી કરે છે..."
તરત શ્રાવકભાઈ બોલ્યા “મ.સા. ! અહીં બહેનોની અવરજવર ચાલુ જ હોય છે. વચ્ચે અડધો ક્લાકનું પણ અંતર નહિ પડતું હોય કે જેમાં બહેનો ન હોય. વધુમાં વધુ ૨૦-૨૫ મિનિટ આખો ઉપાશ્રય ખાલી રહે, એવું બને..."
(અપવાદમાર્ગે આ રીતે સાધ્વીજી ભ. સાથે ગૃહસ્થની હાજરીમાં સાધ્વીજીના જ ઉપાશ્રયમાં
૫૭
Page #60
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જઈને વાત કર્યા બાદ જ્યારે પાછો ફરતો હતો ત્યારે...) “સાહેબજી ! આજે આપ પધાર્યા, એનો મને ખૂબ જ આનંદ થયો છે. એ નિમિત્તે હું ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ.” મુખ પરના ઉછળતા ભાવ સાથે એ ૮૨ વર્ષના વયોવૃદ્ધ સાધ્વીજી બોલ્યા.
એ દૃશ્ય જોઈ, એમના શબ્દો સાંભળી આંસુના બુંદ ટપકી પડ્યા.
“જિનશાસનમાં, જૈનસંઘમાં ખૂણે-ખાંચરે પણ કેવા ઉત્તમ સાધ્વીરત્નો બિરાજમાન છે.” એ વિચારથી હર્ષના !
અને આ ઉંમરે આ પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ પ્રસન્ન રહી શકનારા આ સાધ્વીજી ક્યાં ! અને ભરયુવાન વયમાં પણ નાની નાની બાબતોમાં પ્રસન્નતા ટકાવવા માટે મહેનત કરવી પડે એવી ભૂમિકાવાળો હું ક્યાં !” એ વિચારે ખેદના !
ઉપાશ્રયે આવીને સાંજના પ્રતિક્રમણ બાદ સૌ મુનિઓને સત્યઘટના જણાવીને પ્રેરણા કરી કે “જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ પ્રસન્ન રહેતા શીખજો, આવા આદર્શોને નજરમાં રાખજો. દીન બની ન જતા, ખુમારી ગુમાવી ન બેસતા, મોતને યાદ કરવા ન માંડતા...”
(આ આખા પ્રસંગના આધારે કેટલીક અગત્યની બાબતો.
→ સંયમીઓએ વૃદ્ધ સંયમીઓને સાચવવા માટે ભોગ આપવો જોઈએ. આ કરેલી સેવા કદી નિષ્ફળ નહિ જાય. આપણી સમાધિનું બીજ આ સેવા જ બની રહેશે. હા ! ઘણા સંયમીઓએ પ્રસ્તુત સાધ્વીજીની વારાફરતી સેવા કરી જ છે...
→ યુવાન ઉંમરમાં રોગ થાય, તો દવાઓનો-ડોક્ટરોનો આશરો લેવો પણ પડે. રોગ મટે, તો લાંબો કાળ સંયમ પાળી શકાય. પણ ૬૦-૭૦ વર્ષની ઉંમર થાય, એટલે રોગો ઉત્પન્ન થવાના જ, મોત નજીક આવવાનું જ... એ વખતે સમાધિ ટકાવવા માટે દવાઓ લેવી પડે એ ઠીક ! બાકી જલ્દી જલ્દી હોસ્પીટલો - ડોક્ટરોના પનારે પડવા જેવું નથી. પુષ્કળ વિરાધનાઓ સાથે બે-ત્રણ વર્ષ વધુ જીવવું (અને એમાં ય વધુ ભયંકર રોગો ઉભા થવાની શક્યતા ! એટલે જ છેલ્લે અસમાધિની શક્યતા) એને બદલે એટલું આયુષ્ય ઓછું જીવીએ, પણ વિરાધનાઓ... અસમાધિથી બચીએ, એ વધુ, ઘણું વધુ યોગ્ય !
→ શ્રીસંઘ જો આ રીતે ૧-૧ વૃદ્ધ સંયમીઓને સગા મા-બાપ બનીને બરાબર સાચવી લે, ઘસારો સહન કરવા તૈયાર થાય, ઘડપણના કારણે પ્રગટેલા દોષોને ગૌણ કરતો થાય... તો જિનશાસનની મહાન સેવા કરવાનો લાભ એ શ્રાવક-શ્રાવિકાસંઘને મળે.
સૌ સંયમીઓ ઘડપણમાં આવું શાણપણ કેળવનારા સાધ્વીજી ભ.નો આદર્શ નજર સામે રાખે એ જ પરમકૃપાલુ પરમાત્માને પ્રાર્થના !)
(તા.ક. થોડાક મહિના પહેલા જ એમનો કાળધર્મ થઈ ગયો છે.)
૫૮
Page #61
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
न क्षणमपि क्षमं मुमुक्षूणां निरभिग्रहाणां स्थातुम्
એક યુવાન મુનિરાજ રોજ એકાસણા તો કરે જ, પણ એમાં દરરોજ જુદા જુદા પ્રકારના અભિગ્રહો ધારણ કરે.
(૧) ‘એક જ ઘરે વહોરવા જવું, ત્યાંથી જે મળે એનાથી જ એકાસણું કરવું, અને એ ઘરે પોતાના આગમનનું કહેવડાવવાનું પણ નહિ.' આ રીતે એક એકાસણું !
(૨) માત્ર સફેદ દ્રવ્યો વાપરવા. (એક દિવસ.)
(૩) પાંચમાં માળના ઘરોમાંથી જે ગોચરી મળે, એ જ વાપરવી.
(૪) કોઈ શ્રાવક (શ્રાવિકા નહિ) દૂધ વહોરાવે, તો જ વાપરવું, નહિ તો ઉપવાસ ! (૫) ઘરોમાં પુરુષ વ્યક્તિ જે દ્રવ્યો વહોરાવે, એ જ વાપરવાના, બીજા નહિ. (૬) તિથિના દિવસે કઠોળનો ત્યાગ ! (એટલે વ્યંજન-સુપ બંધ જ થઈ ગયું.) (૭)ઉપાશ્રયમાં પાંચ શ્રાવકો પોતાને વંદન કરી જાય, પછી જ એકાસણું કરવું.' એ દિવસે બપોરે સાડા ત્રણ વાગે અભિગ્રહ પૂરો થયો.
(૮) એક જ પાત્રામાં ગોચરી વાપરવી. (બધું એમાં ભેગું કરવાનું)
(૯) માત્ર જમણા હાથ સિવાય આખા શરીરને સ્થિર રાખીને વાપરવું.
(૧૦) બધા દ્રવ્યોમાં ૧-૧ ટોક્સી પાણી નાંખીને વાપરવું. દૂધમાં - દાળમાં – શાકમાં – ભાતમાં - રોટલીમાં બધામાં ૧-૧ ટોકસી પાણી નાંખીને વાપરવું.
(૧૧) એકાસણાના તમામ દ્રવ્યોમાં કરિયાતું નાંખીને વાપરવું.
(૧૨) સંયોજના વગર વાપરવું.
(૧૩) શુદ્ધ આંબિલ કરવું. (માત્ર ભાત વાપરવા, એમાં ઉપર ચાર આંગળ જેટલું પાણી તરે, એટલું પાણી નાંખવું.)
(૧૪) સવા૨ની માંડલીમાં જે વધ્યું હોય, એ જ બપોરે વાપરવું.
(૧૫) સ્વામિવાત્સલ્ય પતી જાય, બધા માણસો પણ જમી લે, એ પછી જે વધે એ જ વાપરવું. (જે દિવસે સ્વામિવાત્સલ્ય હતું, એ દિવસે આ નિયમ લીધેલો.)
(૧૬) તરપણી - ચેતનામાં જે દ્રવ્યો આવે, એ જ વાપરવાના. પાત્રામાં વહોરાઈને આવેલા નહિ.
(૧૭) અવઢના પચ્ચક્ખાણે એકાસણું !
(૧૮) બધા જ દ્રવ્યોમાં સુદર્શનચૂર્ણ નાંખીને વાપરવું.
(૧૯) કોઈ મહાત્મા કહે કે “પાણી વાપરો...” તો જ એકાસણું કરવું (એ દિવસે કોઈએ એવી વિનંતિ કરી ન હતી, એટલે ચોવિહાર ઉપવાસ થયેલો.)
૫૯
Page #62
--------------------------------------------------------------------------
________________
-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ખાસ - > આ નિયમો કોઈને પણ કહેવાના નહિ, મનથી જ ધારવાના. – આ નિયમો એક-એક દિવસના હતા, કાયમના નહિ. રોજ નવા નવા નિયમો લેતા જાય. (શ્રી ઉપદેશરહસ્યમાં મહોપાધ્યાયજી ફરમાવે છે કે મોક્ષાર્થી આત્માએ એક ક્ષણ માત્ર પણ અભિગ્રહ લીધા વિનાના રહેવું નહિ. રોજ નાના-મોટા, નવા નવા અભિગ્રહોથી આત્માને બાંધવો. એમાં વૈરાગ્ય વધે છે, સંવેગભાવ વધે છે.
આપણે એમના વચનને સફળ બનાવવું જોઈએ. આ એક જ મહાત્મા શું કામ આ બધા અભિગ્રહો લે? આપણે પણ આપણી શક્તિ પ્રમાણે ઓછા-વત્તા અભિગ્રહો લઈ શકીએ ને ?)
न क्षणमपि क्षमं मुमुक्षूणां निरभिग्रहाणां स्थातुम् એક મહાત્માની ૧૦૮મી ઓળીની અનુમોદના માટે પ્રસ્તુત મુનિએ ફરીથી વર્ધમાન તપનો પાયો નાંખ્યો, અને એ ૨૦ દિવસ વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરી.
તે આ પ્રમાણે – (૧) ત્રણ દત્તિથી આંબિલ ! (એક સાથે જેટલું વહોરાવાય તે એક દત્તિ ! દા.ત. શ્રાવક
એકવારમાં એક સાથે ત્રણ રોટલી જ વહોરાવે, તો એ એક દત્તિ ! શ્રાવિકા એક ચમચો દાળ વહોરાવે, તો એ બીજી દત્તિ ! અને પાણી એકધારથી જેટલું વહોરાવે એ ત્રીજી દત્તિ ! બસ, આટલાથી જ આંબિલ કરી લેવાનું. આમાં પ્રમાણ ઓછું કે વધારે પણ થઈ શકે છે.) ઉપવાસ. પહેલા દિવસે જે વસ્તુ આંબિલખાતામાં ન બની હોય, અને આજે ત્રીજા દિવસે બની હોય, તે વસ્તુથી જ આંબિલ ! આઠ દ્રવ્યો વાપરવા. દરેક દ્રવ્ય જુદા જુદા ધાન્યનું જ લેવાનું. દા.ત. ઘઉંની બે વસ્તુ નહિ. અડદની બે વસ્તુ નહિ. ઘઉંની એક, અડદની એક, ચણાની એક.. ઉપવાસ. ગ્રુપમાં જેટલા મહાત્માઓને આંબિલ હોય, તે બધાને કોઈપણ એક દ્રવ્યનું નામ બોલવા કહેવું. તેઓ જે નામો બોલે, એ જ વાપરવા. (એકબીજાને એકબીજાએ કહેલા નામો કહેવા નહિ, એટલે એક જ નામ બે વાર પણ બોલાય, તો એ એક જ દ્રવ્ય વાપરવાનું થાય.). ગ્રુપમાં જેટલા મહાત્માઓને આંબિલ હોય, તે બધાને કોઈપણ એક દ્રવ્યનું નામ
Page #63
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ)
બોલવા કહેવું. તેઓ જે નામ બોલે, એ દ્રવ્યો નહિ વાપરવાના, પણ એ સિવાયના દ્રવ્યો વા૫૨વાના.
(૮)
(૯)
(૧૦) કરિયાતું નાંખીને વાપરવું.
(૧૧) સેહુલભાઈ નામના એક શ્રાવકે પાયો નાંખેલો, એમણે આંબિલમાં જેટલા દ્રવ્યો એ દિવસે વાપરેલા હોય, એટલા અને એ જ દ્રવ્યો વાપરવા.
(૧૨) આયંબિલખાતામાં બનાવેલા તમામે તમામ દ્રવ્યો વહોરવાના, બધા એક પાત્રામાં
દાદાગુરુ + ગુરુ + અન્ય એક મહાત્મા એમ ત્રણ જણ જે એક-એક દ્રવ્યનું નામ બોલે, એ જ એક-એક દ્રવ્ય વાપરવા. (કુલ ત્રણ જ દ્રવ્યો થાય.) ઉપવાસ.
ભેગા કરીને વાપરવાનું. એટલે કે બધા જ પ્રકારના પ્રવાહી ખોરાકો + રોટલી, રોટલા વગેરે + ફરસાણ + ઓદન + થુલી વગેરે બધું જ એક જ પાત્રામાં ભેગા કરીને વાપરવાના.
(૧૩) નવપદની ઓળી ચાલુ હતી, એટલે ઘણા બધા મુનિઓને આંબિલ ચાલુ હોવાથી ત્રણ ઝોળી આંબિલ ખાતે જતી હતી. એમાંથી રૂપાતીત વિ. નામના સાધુની ઝોળીમાં જે દ્રવ્યો આવે, એ જ દ્રવ્યો વાપરવાના. બીજી ઝોળીમાં આવેલા દ્રવ્યો નહિ. (એ પણ પહેલેથી કહેવાનું નહિ.)
ઉપવાસ.
(૧૪)
(૧૫) પહેલી વારની ગોચરીમાં આંબિલમાં જે દ્રવ્યો ન આવ્યા હોય, તેનાથી જ આંબિલ કરવું. (એ બીજીવારમાં મંગાવી લેવાના.)
(૧૬) તરપણી ચેતનામાં જે દ્રવ્યો આવ્યા હોય, એનાથી જ આંબિલ...
(૧૭) સેહુલભાઈએ જે દ્રવ્યો વાપર્યા હોય, એ સિવાયના જ દ્રવ્યો લેવાના, વાપરવાના. (૧૮) અલેપકૃત સુકા ખાખરા-ચણા-ધાણી વગેરે દ્રવ્યો જ વાપરવાના. (૧૯) (આ લેખ મોકલનારે ૧૯માં દિવસનું લખેલ નથી...)
(૨૦) ઉપવાસ.
=
ઘાટકોપરના ચોમાસા દરમ્યાન આ મુનિએ અભિગ્રહોથી વિશિષ્ટ એવો પાયો આરાધી આપણને સૌને એક આલંબન આપેલ છે કે મનને બાંધી ન રાખવું. બધું જ ચાલે, બધા પ્રકારનું ચાલે. દ૨૨ોજ પરિસ્થિતિ બદલાય, તો દરરોજ એમાં જાતને બરાબર ગોઠવી દેવી, ઉંચા-નીચા ન થવું. અભિગ્રહો લેવા પાછળનું એક કારણ આ પણ છે કે રૂટીંગ લાઈફને બદલે બદલાતી પરિસ્થિતિઓમાં જીવવાથી તન અને મન બધી જ રીતે ઘડાય.
૬ ૧
Page #64
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓઅણજાણીતી એક મહાવિભૂતિ
આશરે ૧૮૩ વર્ષ પહેલા વિ.સં. ૧૮૮૫ ચૈત્ર વદ ૬ના દિવસે મથુરા પાસે ચાંદપોર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો.
૯ વર્ષની ઉંમરે એ બાળકને માતાપિતાએ જૈનયતિ રૂપચંદજી પાસે ભણવા માટે મુક્યો. અભ્યાસ અને વૈરાગ્ય તીવ્ર થયા ત્યારે વિ.સં. ૧૯૦૩માં મક્ષીજીમાં યતિદીક્ષાનો સ્વીકાર કર્યો. (અર્થાત્ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા થઈ.) દીક્ષા બાદ કેટલોક સમય આ મુનિ આ.મહેન્દ્રસૂરિ પાસે રોકાયા અને પછી પોતાના વિદ્યાગુરુ યતિ રૂપચંદજી પાસે મુંબઈ પહોંચ્યા.
થોડાક વખત બાદ સમજણ પ્રાપ્ત થતા યતિદીક્ષા ત્યાગીને સંવિગ્ન સાધુ તરીકેની દીક્ષાનો અંગીકાર કર્યો.
એ ઘટના આ પ્રમાણે બની.
કલકત્તામાં શ્રી પાર્શ્વનાથ ભ.નું ધ્યાન ધરતા ધરતા આ મુનિને કાળો સર્પ દેખાયો. એમને થયું કે “ધરણેન્દ્રદેવ મને કંઈક કહેવા માંગે છે...' એ ચિંતનના પરિણામે એમણે યતિમાંથી સંવિગ્ન સાધુ બનવાનો નિર્ણય કર્યો. (યતિ એટલે આમ જૈન સાધુ ! પણ છૂટછાટોવાળા સાધુ...) વિ.સં. ૧૯૩૦માં અજમેરમાં સંભવનાથ ભ.ના જિનાલયમાં એમણે સંવેગી દીક્ષા લીધી. એમના જીવનના પ્રસંગો
(૧) “સાહેબજી મને ગોચરીનો લાભ આપો.” વંદન માટે આવેલા સિરોહીના રાજા કેસરીસિંહે સિરોહીમાં જ આ મુનિને વિનંતિ કરી.
“તમે રાજા છો, એટલે તમારો પિંડ અમને ન ચાલે. પણ જો તમે ધારો તો અન્ન-પાણી કરતા પણ ઉંચી ભિક્ષા મને આપી શકો.” મુનિએ હોશિયારીપૂર્વક જવાબ વાળ્યો.
‘માંગો, શું આપું ?'
“રાજન્ ! દશેરાના દિવસે પાડાનો જે વધ થાય છે, તે બંધ કરાવો અને પશુસણમાં અમારિની ઘોષણા કરાવો.”
રાજાએ પ્રસન્ન થઈ પાડાનું બલિદાન તો બંધ કરાવ્યું જ, એ ઉપરાંત શ્રાવણ વદ-૧૧થી ભાદરવા વદ ૧૧ એમ એક માસ સુધી શિરોહીમાં તમામ કતલખાના બંધ રાખવાનું ફરમાન કર્યું. રોહીડામાં જિનાલય બનાવવાની સંમતિ રાજા દ્વારા મેળવી આપી.
બ્રાહ્મણવાડામાં જિનાલયનો કબજો જૈનેતરોના હાથમાં હતો, એ શિરોહીનરેશ દ્વારા જૈનોના હાથમાં અપાવ્યો.
(૨) વિ.સં. ૧૯૩૬ની વાત ! ઓસિયા ગામની બહાર મુનિ વડીનીતિ માટે ગયા. ત્યારે રેતીના ટેકરામાં દાંડો છેક અંદર જતો રહ્યો. અને કશીક નક્કર ચીજ સાથે અથડાયો. મુનિને લાગ્યું કે નીચે કશુંક શિલ્પ-સ્થાપત્ય હોવું જોઈએ. મુનિએ જોધપુર અને ફલોધિના સંઘને પ્રેરણા
૬૨
Page #65
--------------------------------------------------------------------------
________________
-~~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ કરી. સંઘે ખોદકામ કરાવતા આખું જિનમંદીર નીકળ્યું, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
(૩) જોધપુરના દિવાન આલમચંદજી આ મુનિની વાણીથી વૈરાગ્ય પામ્યા. વિ.સં. ૧૯૩૭માં ઘણા ઠાઠ સાથે દીક્ષા લીધી. નૂતનમુનિનું નામ પડ્યું, આનંદવિજય ! આ પ્રથમ શિષ્ય હતા. (સંવેગીદીક્ષા બાદ સાત વર્ષે શિષ્યની પ્રાપ્તિ !).
(૪) જેઠમલજી નામના એક શ્રાવક આ મુનિ પાસે શંકા-સમાધાન માટે આવતા. છેવટે પ્રતિબોધ પામી દીક્ષિત થયા.
(૫) એકવાર આત્મારામજી મ. સિરોહીમાં પ્રતિક્રમણ પછી “..... મહારાજની જય” સાંભળીને ચમક્યા. “આ વળી કોણ? જેની જય આ રીતે શ્રાવકો બોલાવે છે ?' તપાસ કરતા એમને પ્રસ્તુત મુનિના દર્શનની ઈચ્છા પ્રગટી. જોધપુરમાં મળ્યા, વાર્તાલાપ પછી તો આત્મારામજી મ.ને એમના પ્રત્યે આદરભાવ ઘણો જ વધી ગયો.
(૬) એ આદરભાવ એવો વધ્યો કે જ્યારે સુરતના સંઘે આત્મારામજી મ.ને સુરતમાં બીજું ચોમાસું કરવાની વિનંતિ કરી, ત્યારે એમણે તરત કહ્યું કે “તમે આ મુનિને ચોમાસા માટે બોલાવો.”
અને વિ.સં. ૧૯૪૬માં મુનિએ સુરતમાં ચોમાસું કર્યું.
ચોમાસા દરમ્યાન જ મુંબઈની વિનંતિ આવી, યતિ અવસ્થામાં મુંબઈ ગયા હતા. પણ સંવેગી સાધુ બન્યા બાદ નહિ. એમણે વધુ લાભ સમજીને મુંબઈની વિનંતિ સ્વીકારી.
એ વખતે વસઈની ખાડી પાર કરવા માટે રેલ્વેના પુલ ઉપરથી જ જવું પડતું. એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. (હાઈવે રોડ વગેરેની વ્યવસ્થા નહિ...) રેલ્વે પાસેથી ઘણા પ્રયત્નો કરીને મંજુરી મેળવવામાં આવી. મુંબઈમાં એમનું ભવ્ય સામૈયું થયું. સંવેગી સાધુનો મુંબઈમાં આ પ્રથમ પ્રવેશ હતો, ભાવિકોએ હર્ષોલ્લાસથી પ્રેરાઈને એમને સોના-ચાંદી-મોતીથી વધાવ્યા હતા.
જાણકારો કહે છે કે બ્રીટીશ વાઈસરૉય રિપનના મુંબઈ આગમન વખતના સામૈયા કરતા આ મુનિનું સામૈયું વધુ પ્રભાવક હતું.
માધવબાગમાં વ્યાખ્યાનમાં એટલી બધી મેદની ઉમટવા માંડી કે તાત્કાલિક મોટો હોલ બાંધવાની જરુર પડી. બાબુ બુદ્ધિસિંહે ૧૬ હજારના ખર્ચે એનો લાભ લીધો. મોતીશાના બાગ તરીકે જાણીતો ઉપાશ્રય લાલબાગ તરીકે જાણીતો બન્યો. - ચોમાસું શરુ થઈ જવા જતાં વરસાદ બિલકુલ નહિ. લોકોની ચિંતાનો પાર નહિ. મુનિવરે કહ્યું કે “રથયાત્રાનો વરઘોડો કાઢો. ભરતડકામાં વરઘોડો શરુ થયો અને વરઘોડો અડધે જ પહોંચ્યો હશે, ત્યાં તો મુશળધાર વરસાદ શરુ થઈ ગયો. - (૭) મુનિશ્રી માતરતીર્થમાં હતા, ત્યારે જાણવા મળ્યું કે નવરાત્રિમાં પાડાને શણગારીને સરઘસ કાઢવામાં આવે છે, અને પછી એને મારી નાંખવામાં આવે છે.” મુનિશ્રીએ કહ્યું કે “હું એ બધું બંધ કરાવીશ.”
Page #66
--------------------------------------------------------------------------
________________
આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ સરઘસ ફરતું ફરતું ઉપાશ્રય પાસે આવ્યું, ત્યારે મુનિએ પાડા ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો, અને પાડો એવો તો તોફાને ચઢ્યો કે ચારે પગે ઉછળવા લાગ્યો. નાસભાગ થઈ. દૈવીપ્રકોપ હોવાની વાત વહેતી થઈ. ગ્રામજનો ઉપાશ્રયમાં આવ્યા. | મુનિ કહે “માતા સંતાનના વધથી રાજી ન થાય. તમે સંકલ્પ કરો કે બલિદાન આજે પણ નહિ, અને ક્યારેય પણ નહિ તો પાડો શાંત થઈ જશે.” અને ખરેખર એમ જ થયું.
(૮) કતારગામ સુરતમાં શત્રુંજયાવતાર આદિનાથ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મોટો માનવ મહેરામણ એકઠો થયેલો. વિજ્ઞસંતોષીઓએ “ગંદકી-રોગચાળો-મરકી થશે” એની ફરિયાદ કરી. ગોરો કલેક્ટર આવ્યો, વ્યવસ્થા જોઈ ખુશ થયો. મુનિશ્રીના આશિર્વાદ લઈને પાછો ફર્યો.
(૯) સૌથી અગત્યની વાત આ મુનિએ સંવેગી દીક્ષા લીધેલી ખરી, પણ એ તપાગચ્છમાં નહિ, ખરતરગચ્છમાં ! ખરતરગચ્છીય આચાર્ય સુખસાગરજીના એ શિષ્ય બનેલા હતા. વિ.સં. ૧૯૪૧માં પાટણમાં સ્થિરતા દરમ્યાન એમણે જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા. ત્યાંના શ્રાવકોએ કહ્યું કે “અમે તપાગચ્છના છીએ, આપ અમને તપાગચ્છની સામાચારી પ્રમાણે ક્રિયા કરાવશો ?”
મુનિશ્રીએ જવાબ આપ્યો કે “જો કે અત્યાર સુધી મેં ખરતરગચ્છની સામાચારીનું જ પાલન કર્યું છે. પણ મારા મનમાં સામાચારી બાબતમાં એવો કોઈ આગ્રહ નથી. મારે હવે ગુજરાત બાજુ જ લગભગ રહેવાનું છે, અને અહીં તપાગચ્છના આરાધકો વધારે છે. તમે બધા વર્ષોથી તપાગચ્છની સામાચારીથી ટેવાયેલા છો. ગુજરાતમાં મોટા ભાગે આ સ્થિતિ છે. માટે હવેથી હું તપાગચ્છની સામાચારી પાળીશ.”
અને એ દિવસથી મુનિશ્રીએ તપાગચ્છની સામાચારી પાળવાની શરુ કરી દીધી.
પણ થોડાક વખત બાદ મુંબઈમાં મુનિશ્રી પાસે કલકત્તાથી બાબુ બદ્રીદાસ વગેરે શ્રાવકો મળવા માટે આવ્યા, અને વિનંતિ કરી કે “મધ્યપ્રદેશ મારવાડમાં ખરતરગચ્છની સામાચારી કરાવનાર સાધુઓની અછત છે, ત્યાં એની ખાસ જરૂર છે. એનો ઉપાય કરો.”
મુનિશ્રીએ વિચાર કરીને કહ્યું કે હું તો હવે તપાગચ્છની સામાચારી પાળું છું. પણ તમે ફિકર ન કરો. મારા શિષ્ય થશમુનિ વગેરે હવેથી ખરતરગચ્છીય સામાચારી પાળશે અને હર્ષ મુનિ વગેરે તપગચ્છની સામાચારી ચાલુ રાખશે.”
મુનિશ્રીએ મુંબઈમાં હર્ષમુનિને પંન્યાસપદવી પણ આપી. (સામાચારી બાબતમાં આટલી બધી ઉદારતા એ કદાચ એક મોટો ઈતિહાસ જ ગણી શકાય.)
(૧૦) પાટણના બાબુ અમીચંદ પાનાચંદ વાલકેશ્વર રહેતા. ત્યાં જિનાલય ન હતું. બાબુ તો લાલબાગ આવી દર્શન કરતા, વ્યાખ્યાન સાંભળતા. પણ શેઠાણી કુંવરબાઈને દર્શન-પૂજાની અગવડ હતી. આ મુનિના માર્ગદર્શન હેઠળ દેરાસર અને ઉપાશ્રય બન્યા, પણ હજી દેરાસરમાં ભગવાન પધરાવવાના બાકી હતા, પ્રભુજી નક્કી કરવાના જ બાકી હતા. ત્યાં એક દિવસ શેઠાણીને સ્વપ્નમાં આદિનાથ ભગવાનના દર્શન થયા. પણ એ પ્રભુજી ક્યા સ્થળે છે ?” એ
Page #67
--------------------------------------------------------------------------
________________
-~~~-~~-વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~~ ખબર ન પડી. મુનિને વાત કરી. મુનિએ કહ્યું કે “તમે ખંભાત જાઓ. ત્યાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવંતના ભોંયરામાં ૪૧ ઈંચના તમે જોયેલા જ આદિનાથ ભગવાન મળી જશે.”
બાબુ અને કુંવરબેન પહોંચ્યા ખંભાત ! અને ખરેખર ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરના ભોંયરામાં સ્વપ્નમાં જોયેલી જ પ્રતિમા જોઈને કુંવરબેન તો આનંદવિભોર બની ગયા. “મુનિને આ બધી ખબર શી રીતે પડી ? એમણે ક્યાં સ્વપ્ન જોયું છે ?' વગેરે પ્રશ્નો થયા, પણ એનો ઉત્તર ક્યાં હતો પાસે ? ખંભાતસંઘે કુંવરબેનની વિનંતિથી અને મુનિશ્રીની ભલામણથી એ પ્રતિમાજી આપવાની તૈયારી બતાવી અને આજે પણ મુંબઈ વાલકેશ્વર તીનબત્તીનું બાબુ અમીચંદનું એ ભવ્ય જિનાલય તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
(૧૧) વિ.સં. ૧૯૪૯માં પાલિતાણામાં બાબુના દેરાસરની પ્રતિષ્ઠા પણ મુનિશ્રીએ કરાવેલી છે.
(૧૨) શિકાગો વિશ્વધર્મપરિષદમાં આત્મારામજી મ.ના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવચંદ ગાંધી ગયા અને સરસ પ્રવચનો વગેરે ક્ય. પણ એ કાળે વિદેશગમનનો પ્રથમ પ્રસંગ હોવાથી એનો વિરોધ થયેલો. એ વખતે આત્મારામજી મ.એ પંજાબથી મુંબઈના સંઘને જણાવ્યું કે “આ બાબતમાં પ્રસ્તુત મુનિશ્રી જે કહે, તે મને માન્ય છે.' | મુનિશ્રીએ આત્મારામજી મ. જેવા પ્રચંડ પ્રભાવક મહાત્માનો પણ કેટલો વિશ્વાસ જીત્યો હશે ? મુનિશ્રીએ ગાંધીને એક સ્નાત્ર ભણાવવાનું પ્રાયશ્ચિત્ત આપીને વિરોધ શાંત કર્યો હતો.
(૧૩) જીવનનો અંતકાળ નજીક આવતા મુનિજીએ મુંબઈથી પાલિતાણા તરફ વિહાર શરુ કર્યો. સુરત આવ્યા પછી તબિયત લથડી, કતારગામ ચૈત્રી પુનમના દિવસે પાલિતાણાને બદલે આદિનાથ જિનાલયે જ દર્શન કરીને સંતોષ માન્યો. ચૈત્ર વદ-૧૧ના દિવસે પોતાના અંતકાળનો ખ્યાલ આવી જતા તાપીના કાંઠે અગ્નિ સંસ્કાર માટેની જગ્યા શુદ્ધ કરવા માટે દેવસુર ગચ્છના યતિને મોકલ્યા, બધા જોડે ક્ષમાપના કરી. હર્ષમુનિ અને યશમુનિને જરુરી ભલામણો કરી અને બપોરના સમયે તેઓ કાળધર્મ પામ્યા.
મુનિશ્રી પ્રભાવક હતા, આચાર્યપદવીનું ઘણું દબાણ આવવા છતાં એમણે લીધી ન હતી. એમના શિષ્યો જુદા જુદા ગચ્છની સામાચારી પાળતા હોવા છતાં મિલનસાર હતા. એમના શિષ્ય ઋદ્ધિમુનિએ મુંબઈમાં એક ચોમાસામાં એક ભાદરવામાં ખરતરગચ્છના આરાધકોને એમની સામાચારી પ્રમાણે અને બીજા ભાદરવામાં તપગચ્છના આરાધકોને એમની સામાચારી પ્રમાણે પજુસણ કરાવેલા. તપાગચ્છીય ચિદાનંદમુનિએ ખરતરગચ્છના મુનિને પદપ્રદાન કરેલું. આરાધકોની પ્રસન્નતા ખાતર તેઓને અનુકૂળ આચરણ કરેલું. દુરાગ્રહ-કદાગ્રહને બદલે સમજાવટ, પ્રેમ, વાત્સલ્યથી વર્તવાનો સંદેશ એમના જીવનમાંથી મળે છે. સુરતમાં એમના નામથી ઉપાશ્રય પણ છે.
- પૂ.આ.મુનિચન્દ્રસૂરિજી મ.એ મોકલેલ લેખમાંથી આ બધું પ્રાયઃ કશો સુધારો-વધારો કર્યા વિના છાપેલ છે.)
Page #68
--------------------------------------------------------------------------
________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ दुष्प्रतिकारौ मातापितरौ
(એક સાધ્વીજીના શબ્દોમાં) અમદાવાદ ઓપેરાહાઉસ આમ્રપાલી એપાર્ટમેન્ટમાં અમે રહેતા. યુવાનવય થઈ, ત્યાં સુધી જૈન સાધુ-સાધ્વી કોને કહેવાય ? એની પણ મને ખબર ન હતી. પપ્પાનો મારા પર અતિશય લાડ ! નાનપણથી જ રાજકુમારીની માફક ઉછેર થયેલો. કોલેજ લાઈફની જીંદગી કેટલી બધી સ્વચ્છંદતા ભરેલી હોય, એ તો સૌ કોઈ જાણે જ છે.
હું કાયમ માટે સ્કુલ-કોલેજમાં ફર્સ્ટ જ આવી છું.
એક દિવસ હું કાઈનેટીક પર બેસીને કોલેજ જતી હતી, રસ્તામાં એક માણસ સાથે અથડામણ થઈ. એ ભાઈ પડી ગયા, એમને થોડું વાગ્યું પણ ખરું. હું મુંઝાઈ ગઈ. ભૂલ મારી હતી, હવે શું કરવું?
‘તમે મારી પાછળ બેસી જાઓ, હું તમને દવાખાને લઈ જાઉં.” મેં સરળભાવે વાત કરી.
પેલા ભાઈ હસી પડ્યા “બહેન ! તમે જલ્દી ભાગી જાઓ. નકામા જો બધા ભેગા થશે, તો તમારે ઠપકા ખાવા પડશે... અને અમારે-મારે તમારી પાછળ બેસી જ ન શકાય...”
છેલ્લી વાત હું કંઈ સમજી નહિ, પણ મારાથી એમને નુકસાન થયું હોવા છતાં એ મારા માટે કાળજી કરે... આવી વ્યક્તિ મેં જીંદગીમાં પ્રથમવાર જોઈ.
હું ત્યાંથી ભાગી તો ગઈ, પણ હું એ ભાઈને, એમની નિખાલસતાને ભૂલી ન શકી. કોલેજમાં મન ન ચોંટ્ય, સતત એ પ્રસંગ જ યાદ આવ્યા કરે. “મને ઠપકો આપવાને બદલે, મોઢું બગાડવાને બદલે આવા પ્રસંગોમાં ય હસતા રહેવાની સિદ્ધિ મેળવનાર એ ભાઈ જબરા
કહેવાય.
- ઘરે આવીને મેં પપ્પાને આ વાત કરી, “કોણ હતા એ ભાઈ ?' પપ્પાએ પ્રશ્ન કર્યો, પણ મારી પાસે એનો કોઈ જવાબ ન હતો.
બીજા દિવસે હું પપ્પાની સાથે સ્કુટર પર જતી હતી, ત્યારે જોગાનુજોગ એ જ ભાઈ મને રસ્તે જતા દેખાયા. પાટો બાંધેલો પણ દેખાયો.
“પપ્પા ! મેં જે ભાઈની વાત ગઈકાલે કરેલી, એ જ આ ભાઈ !” મેં એ ભાઈ સામે આંગળી કરીને પપ્પાને વાત કરી.
પપ્પા હસી પડ્યા, “ગાંડી ! તને આટલી પણ ખબર નથી? એ તો આપણા જૈન ધર્મના સાધુ મ. છે...” ત્યારે મને ભાન આવ્યું કે આ બધા અમારા સાધુઓ કહેવાય.
(જૈનસાધુઓ જોયા હોય, પણ એમને કયા નામથી ઓળખાય, એનો અંદાજ ન હોય, અત્યારે ન્યુ જનરેશન સાધુ-સાધ્વીઓને અંકલ-આંટી કહે છે ને ?)
બસ, એ પછી એ સાધુ ભ.ના પરિચયાદિથી ધર્મના માર્ગે આગળ ધપી, દીક્ષાની ભાવના
Page #69
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ થઈ, પણ પપ્પાએ અતિરાગના કારણે ના પાડી. છેવટે પાલિતાણામાં બધાની ઉપરવટ જઈને ભાગીને દીક્ષા લીધી. સમાચાર મળતા જ પરિવાર દોડી આવ્યો, મને સાધ્વીવેષમાં જોઈને પપ્પા બેભાન થઈ ગયા. હોસ્પીટલ લઈ જવા પડ્યા. ચાર પાંચ કલાકે આઘાત ઓછો થયો, પાછા મારી પાસે આવ્યા, ખૂબ-ખૂબ રડ્યા, પણ છેલ્લે શિખામણ આપી “હવે લીધી જ છે દીક્ષા ! તો બરાબર પાળજે. એમાં ઢીલી ન પડીશ.”
પિતાજી દીક્ષા બાદ અનેકવાર વંદન માટે આવતા. એમણે ત્રણ-ચાર પ્રસંગોમાં મારા પર સાચો આત્મિક ઉપકાર કર્યો છે. મારી આંખો ઉઘાડી છે.
> એકવાર સૂર્યાસ્ત થવાની તૈયારી હતી, ત્યારે તે ઉપાશ્રયે આવી ચડ્યા, બહાર જ ઉભા રહ્યા. હું ઉપાશ્રયના હોલમાંથી બહાર આવી, જેથી સંસારી પિતાજી વંદન કરી શકે... (અર્થાત્ મયૂએણ વંદામિ...)
પણ હું જેવી દરવાજા પાસે પહોંચી કે તરત જ પિતાજીએ મને કટાક્ષની ભાષામાં કહ્યું કે “તમે તો ભાગીને દીક્ષા લીધી છે, બરાબર ને ?”
કેમ આવું પુછો છો ? એ તો તમને પણ ખબર જ છે ને ?'
એટલે તમારી દીક્ષામાં ઉપકરણોના ચડાવા નથી બોલાયા, બધા ઉપકરણો તમને તો મફત જ મળી ગયા, બરાબર ને ?'
એટલે ?' હું મુંઝાઈ ગઈ.
એટલે જ તમને એ મફતમાં મળેલા ઉપકરણોની કિંમત ન હોય, એ સ્વાભાવિક છે. માટે જ તમે હમણા ઉપાશ્રયમાંથી ચાલતા ચાલતા અહીં આવ્યા, ત્યારે ઉપાશ્રયમાં અંધારુ હોવાના કારણે જમીન પર જીવો ન દેખાતા હોવા છતાં દંડાસન કે ઓઘાથી પુંજવાની ક્રિયા કર્યા વિના જ અહીં આવ્યા. તમને દંડાસનની કિંમત નથી. જો ચડાવા બોલાયા હોત, તો દંડાસનની હજારો રૂપિયાની કિંમત તમારા ધ્યાનમાં આવત.'
ત્યારે મને ભાન થયું કે પિતાજી મારા અસંયમ માટે વ્યથિત બન્યા હતા, અને માટે જ લાગણીસભર કડક ભાષામાં મારી આંખ ઉઘાડી રહ્યા હતા.
મેં તરત બાધા લીધી કે “ઉપાશ્રયમાં અંધારું થાય, નીચે સ્પષ્ટ દેખાતું બંધ થાય એટલે મારે તરત દંડાસનનો ઉપયોગ શરુ કરી જ દેવો.”
શંખેશ્વર બાજુના વિહારમાં રસ્તો કાંકરીવાળો ખરાબ આવવાથી હું પગમાં મોજા-જોડા પહેરીને ચાલતી હતી. જોગાનુજોગ પિતાજી મને વંદન કરવા માટે નીકળેલા અને એમણે ગાડીમાંથી જોયું કે “હું પગમાં જોડા પહેરીને વિહાર કરું છું.”
અમે સ્થાને પહોંચ્યા, એ પણ ત્યાં આવ્યા. ઔપચારિક વાતો બાદ મને કહે “મ.સા. ! તમે દીક્ષા લીધી, ત્યારે એ તો ખબર જ હતી ને ? કે સંયમજીવનમાં આવા કાંટા-કાંકરા જેવા
Page #70
--------------------------------------------------------------------------
________________
--—————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~~ અનેક કષ્ટો આવવાના જ. એ બધું સહન કરવાની તૈયારી સાથે જ દીક્ષા લીધેલી ને? તો અત્યારે કેમ ઢીલા પડી ગયા ? તમારા પગમાં જોડા જોઈને મારી આંખોમાં આંસુ પડે છે. મારા દીકરી મહારાજ આવા નબળા ન હોય...”
એમની સંવેદનશીલતાની ધારદાર અસર મારા પર થઈ. અને મેં ત્યારે બાધા લીધી કે “હવે પછી આવા નજીવા કારણોસર જોડા નહિ પહેરું. સહન કરીશ. તાકાત વધારીશ.”
> એકવાર હું લુણા વગેરે વસ્ત્રોનો કાપ કાઢતી હતી, એ જ વખતે પિતાશ્રી આવી ચડ્યા. મેં જલ્દી કામ પતાવવા માટે મુમુક્ષુ બહેનને એ લુણા સુકવવા આપી દીધા. મુમુક્ષુ બહેન તો ખૂબ જ આનંદમાં આવી ગયા કે “આવો લાભ ક્યાંથી મળે ?' પણ હું જેવી પિતાજી પાસે બેઠી કે તરત એમણે ઔપચારિક વાતો બાદ પાછી ટકોર કરી કે “મ.સા. ! કોઈપણ સંસારીને કામ સોંપવું આપને શોભે ખરું ? કપડા સુકવવાનું કામ તો આપ જાતે કરી જ શકત ને ? તો મુમુક્ષુને શા માટે ભળાવ્યું ? આ હાથ વગેરે સામગ્રીનો જો સંયમયોગોના પાલનમાં ઉચિત ઉપયોગ ન થાય, તો તો આ સામગ્રી ભવિષ્યમાં ફરી નહિ મળે ને ?”
એમની કડવી લાગતી હિતશિક્ષા પણ મને ગમતી અને એટલે જ આવી ટકોર મળે, એટલે હું તરત બાધા લઈ લેતી. મેં બાધા લીધી કે “હું કરી શકું એવું મારું કામ ગૃહસ્થોને કદી ભળાવીશ નહિ.”
એકવાર સાધુપણામાં મને મોટી માંદગી આવી, સંસારી મમ્મી મારા માટે અનેક વસ્તુઓ બનાવી લાવે, વહોરાવે... સંસારી પિતાજીએ મમ્મીને સ્પષ્ટ કહી દીધું કે “તું એમને નીચે ન પાડ. એમને ખરેખર જેની જરુર છે, એ જ આપ. ઓછામાં ઓછા દોષથી પતાવ. તારી લાગણીમાં એમનું સંયમ જીવન મલિન બને એ ન ચાલે...”
આ શબ્દો સાંભળીને માંદગી વચ્ચે ય મારું હૈયું પ્રસન્નતાથી પુલક્તિ બની જતું.
(શાસ્ત્રોમાં માતાપિતાને ઉપકારી કહ્યા છે, પણ એ સામાન્યથી લૌકિક ઉપકારની અપેક્ષાએ જ ! એવા ઉપકારનો બદલો વાળવો પણ દુષ્કર બતાવાયો છે, તો જે માતા-પિતા લોકોત્તર કક્ષાનો ઉપકાર કરે, સંયમ અપાવે, સંયમમાં મજબુત કરે... એમના એ ઉપકારનો બદલો તો શી રીતે વાળી શકાય ? સદ્ગુરુની જેમ એમનો ઉપકાર પણ ઘણો ઘણો ઘણો મોટો કહી શકાય.)
તમે આવો અભિગ્રહ લીધો છે ખરો ? ઉપદેશરહસ્યનો પાઠ આપું છું, એમાં ગઈકાલે જ એ પદાર્થ આવ્યો કે “મુનિઓએ રોજ નવા નવા અભિગ્રહો લેવા જોઈએ.” તો મારી પણ ઈચ્છા છે કે હું એક અભિગ્રહ લઉં. પણ આપ રજા આપો તો જ...'
ઉંઝા ગામમાં એક રાતે ૨૨ વર્ષના હોંશિયાર, વિદ્વાન, ચપળ સંયમીએ પોતાના વિદ્યાગુરુને
Page #71
--------------------------------------------------------------------------
________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~ વિનંતિ કરી. બાર સાધુઓનું એ ગ્રુપ શેષકાળમાં ઉત્તર ગુજરાતની સ્પર્શના કરી રહ્યું હતું.
કયો અભિગ્રહ લેવો છે ? એ જણાવો. પછી બધી વાત.” વિદ્યાગુરુએ પહેલેથી બંધાયા વિના અદ્ધરતાલ જવાબ આપ્યો.
હું રોજ બપોરે ગોચરી જાઉં છું. જો મને પહેલા જ ઘરે દૂધીના શાકની વિનંતિ કરે, તો જ પછી મારે શાકની છૂટ ! ત્યાં સુધી સુકું-લીલું બધા જ શાક બંધ!” મુનિએ રજુઆત કરી. ‘તમારા બદલે બીજા કોઈ મહાત્માને દૂધીની વિનંતિ થાય તો ?' ના ! એ નહિ ચાલે. મને જ વિનંતિ થાય તો જ...” દૂધીને બદલે બીજું કોઈ શાક...'
તો તો આવતી કાલે જ બાધા પૂરી થઈ જાય. શિયાળામાં દૂધી જલ્દી નથી મળતી, એટલે એની ધારણા કરી છે.”
પહેલા ઘરને બદલે બીજા, ત્રીજા ઘરે વિનંતિ થાય તો ?...” ના. એ પણ ન ચાલે.”
જુઓ, તમે હમણાં જ એકાસણા શરુ કર્યા છે. એનાથી ઓછું પચ્ચકખાણ કરવાનું નથી. બપોરે તમે દૂધ માફક ન હોવાથી લેતા નથી. તમે શાક પણ બંધ કરશો, તો માત્ર રોટલી-દાળભાત-મિષ્ટ... ઉપર ચલાવવું પડશે. તળેલું તો તમારે આખી જીંદગી બંધ છે. આ બધું વિચારીને નિર્ણય લેજો. આ બાધા લાંબી ચાલે, તો મહીનાઓ કે વર્ષો સુધી પણ પૂરી ન થાય.
અને આપણે કોઈની પાસે જાણી જોઈને શાક બનાવડાવીને તો પારણું કરવાનું જ નથી. જે નિર્દોષ મળે, એનાથી જ ચલાવવાનું છે.” વિદ્યાગુરુએ બધા ભયસ્થાનો બતાવી દીધા.
“આપ સૌ વડીલોની કૃપા હશે, તો કશો વાંધો નહિ આવે.” મુનિએ વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, ચલિત ન થયા, ગભરાયા નહિ... અને અભિગ્રહની શરુઆત થઈ ગઈ. દિવસો પર દિવસો વીતતા ગયા, પણ પ્રતિજ્ઞા પૂરી થતી ન હતી. એક દિવસ
નિસીહિના મોટા હર્ષસભર ધ્વનિ સાથે મુનિએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. વિદ્યાગુરુને લાગ્યું કે આજે બાધા પૂરી થઈ ગઈ લાગે છે. રોજના અવાજ કરતા ઘણા મોટા અવાજે મુનિ બોલ્યા છે.
કેમ ? આજે મળી ગયું ને, દૂધીનું શાક !” હા જી ! મળી ગયું, પણ પહેલા નહિ, બીજા ઘરે !'
અરેરે ! તો તો બાધા પૂરી ન થઈ. તો આટલી મોટેથી નિસીહિ કેમ બોલ્યા?' વિદ્યાગુરુએ ખેદ દર્શાવ્યો.
ખૂબ આનંદ થયો આજે ! જો બીજા જ ઘરે પહેલો ગયો હોત, તો તો બાધા પૂરી થઈ જાત. પણ એ ન ગયો, એમાં મારો ત્યાગ વધશે.”
Page #72
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
અત્યંત પ્રસન્નતા સાથેના એ શબ્દો સાંભળીને વિદ્યાગુરુ અને સૌ કોઈ રાજી થયા.
લગભગ ૪૫ દિવસ સુધી શાક વિના (છુંદો-મુરબ્બો-ગુલકંદ... કશું જ નહિ...) એમણે પસાર કર્યા. અંતે અદાલજ ગામમાં પહેલા જ ઘરે એ શાક મળી જતા એમનો અભિગ્રહ પૂરો થયો. ત્યારે સૌ મુનિઓએ એક સાથે ભેગા મળીને એ શાકથી જ એમને પારણું કરાવ્યું. જાણે કે કોઈને સોમી ઓળીનું પારણું ન કરાવતા હોય... એવો હર્ષોલ્લાસ છવાઈ ગયો.
(ઉંઝામાં જ વિદ્યાગુરુએ ‘દૂધીનું શાક’ ભૂલથી વ્યાખ્યાનમાં જાહેર કરી દીધું, એટલે પછી એ દિવસથી શાક બદલ્યું, અને ‘કેળાનું શાક' ધાર્યું. અદાલજમાં એ શાકથી પારણું થયું.
૨૨ વર્ષની યુવાન ઉંમરે તો જલસા કરવાનું મન થાય, સાધુપણામાં ય આવા બધા ત્યાગ કરવાનું કદાચ ઓછું ગમે. પણ જિનશાસન એવી ખાણ છે કે કોઈપણ કાળમાં આ ખાણમાં રત્નો પેદા થયા જ કરે છે, ખાણ કદી ખાલી થતી નથી.
નીકળેલા રત્નો વિદાય લેશે, પણ એ બધાની જન્મદાત્રી જિનશાસનમાતા તો નવા નવા રત્નોની ભેટ ધરતી જ રહેશે.)
શાસ્ત્રો વાંચો નહિ, પચાવો
‘શિયાળામાં વધારે ઠંડી પડે, તો સાધુ બધા કપડા કાઢી ખુલ્લામાં ઉભો રહે. ઠંડી સહન કરે, એ પછી બંધ જગ્યામાં આવે, તો આપોઆપ ઠંડી ઓછી જ લાગે...' પાટણમાં ઓધનિયુક્તિનો પાઠ આપતી વખતે વિદ્યાગુરુએ ત્રણ નૂતન મુનિઓને આ પદાર્થ પંક્તિ પ્રમાણે સમજાવ્યા.
એ જ રાત્રે ૧૦-૩૦ વાગે ૨૪ વર્ષના એક મુનિવર ખુલ્લી જગ્યામાં ખુલ્લા શરીરે કાઉસ્સગ્ગ કરવા ઉભા રહી ગયા.
સંથારો + ધાબડો પાથરીએ અને એક કામળી + બે ધાબડા ઓઢીએ, તો જ ઠંડી ન લાગે... એટલી ભયંકર ઠંડીમાં, બપોરે બાર વાગે ગોચરી જતી વખતે પણ કામળી ઓઢવી પડે એવી ઠંડીમાં, ગોચરી માંડલીમાં પણ કામળી ઓઢ્યા વિના ન ચાલે એવી ઠંડીમાં આ મુનિરાજે તો જબરદસ્ત સત્ત્વ ફોરવ્યું. ઉપર છત, બાકી બધી દિશા ખુલ્લી... એ રીતે અને રાત્રે ૧૨/૨૪ વાગે... ગમે ત્યારે અડધો પોણો કલાક સુધી ઉભા ઉભા કાઉસ્સગ્ગ કરીને એમણે સૌ મુનિઓને એક આદર્શ પૂરો પાડ્યો.
(તમે એવું માનતા જ નહિ કે “હવે જમાનો બદલાયો છે. નવું જનરેશન વૈરાગ્ય વિનાનું, નબળું જ આવે છે.” મુંબઈના રહેવાસી આ બધા યુવાનો પ્રભુવીરના માર્ગને આજે પણ કેટલી બધી સરસ રીતે આરાધી રહ્યા છે, એનું પ્રત્યક્ષ દર્શન કરવા મળે છે. શા માટે Negative વિચારવું ? શા માટે નબળુ`જોવું ? તગડું જોઈને તગડા ન બનીએ ?
06
Page #73
--------------------------------------------------------------------------
________________
-~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ *
ખૂબ ખૂબ વંદન હો આવા વૈરાગી મુનિવરોને ! પૂર્વે જે લબ્ધિધારી મહાત્માનો લેખ આ વિરતિદૂતમાં આવેલો, એ જ મુનિવરનો આ પ્રસંગ છે.)
समयं गोयम ! मा पमायए । ચાર મુનિ ભગવંતો અભ્યાસ માટે એક વિદ્વાન સાધુ ભગવંત પાસે નિશ્રા સ્વીકારીને રહ્યા. નિત્ય એકાસણા - સુંદર સ્વભાવ - સ્વાધ્યાયની ધગશ... વગેરે અનેક ગુણો એ વૃદમાં હતા.
ફાગણ સુદ પાંચમના દિવસથી આચારાંગ સૂત્રના અભ્યાસ સાથે એ સ્વાધ્યાય યાત્રા શરુ થઈ, અને છેક કારતક વદ પાંચમ સુધી એ સ્વાધ્યાય યાત્રા અઅલિત રીતે ચાલતી જ રહી. અનેકાનેક ગ્રન્થોનું ઝપાટાબંધ, વિધિસર વાંચન થતું જ રહ્યું.
લગભગ આઠ મહિના સુધી આ સ્વાધ્યાયનો યજ્ઞ ધમધોકાર ચાલ્યો. - વિદ્વાન મુનિરાજે મન મુકીને પાઠો આપ્યા. અરે, ત્યાં સુધી કે શેષકાળના ચાલુ વિહારમાં કોઈપણ પુસ્તકના આલંબન વિના મોઢે-મોઢે જ ચાલતા ચાલતા જીવવિચારાદિ ચારેય પ્રકરણો, કર્મગ્રન્યાદિનો અભ્યાસ કરાવી દીધો. અને એ વૃદમાંથી ૨૦ વર્ષના સૌથી હોંશિયાર સાધુએ વિદ્વાન મુનિનો સૌથી વધુ લાભ લીધો. એ ભણતા જ રહ્યા, ભણતા જ રહ્યા, લૂંટ ચલાવતા જ રહ્યા...
ચોમાસા બાદ જુદા પડવાનું થયું. અને ચારેક માસ બાદ એ હોંશિયાર મુનિએ વિદ્વાન સાધુ પર કૃતજ્ઞતા દર્શાવતો સુંદર મજાનો પત્ર લખ્યો. એમાંની સૌથી વધુ અનુમોદનીય જે બાબત હતી, તે નીચે પ્રમાણે હતી...
આપ તો મારા પર અનરાધાર વ્યુતવર્ષા કરવા માટે કાયમ તૈયાર જ હતા, પણ મેં એક ગંભીર ભૂલ કરી છે, એના કારણે હું ઘણું મેળવવાનું ચૂકી ગયો છું.
રોજ બપોરે વિસેક મિનિટ આરામ કરતો હતો, આજે હું એનો વિચાર કરું છું, તો મને એમ લાગે છે કે કુલ ૮ માસ = ૨૪૦ દિવસ આપની સાથે હું રહ્યો. એ દરમ્યાન રોજની ૨૦ મિનિટ મેં બપોરે આરામ કર્યો, એટલે ૨૪૦ x ૨૦ = ૪૮૦૦ મિનિટ મેં દિવસે આરામ કર્યો. એટલે કે કુલ ૮૦ કલાક મેં પ્રમાદમાં બગાડ્યા.
જો આ પ્રમાદ મેં ન કર્યો હોત, તો કુલ ૮૦ કલાકનો પાઠ આપની પાસે વધુ લઈ શક્યો હોત. એક કલાકમાં લગભગ દસેક પાનાનું શાસ્ત્રવાંચન થાત, તો ય ૮૦ કલાકના ૮૦૦ પાનાનું વાંચન થાત. એટલે કે ૪૦૦ પાનાવાળા બે મોટા ગ્રન્થોનું વાંચન આપની પાસે મારે થઈ જાત. આપનો એટલો અનુભવ, એટલી કૃપા પણ મને મળત.
પણ એ ૮ માસ દરમ્યાન આ વિચાર જ મને ન આવ્યો. આજે આપનાથી છૂટા પડ્યા
( ૭ ૧
-
Page #74
--------------------------------------------------------------------------
________________
N
,
,
,
,
,
,
,
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ —————— બાદ આ વિચાર આવે છે અને ખરેખર અંતરમાં ઘોર વલોપાત થાય છે, આ લખતી વખતે પણ આંસુઓથી આંખો ભીંજાયેલી છે.
મારા આ પ્રમાદ બદલ આપ મને ક્ષમા આપશોજી. લિ...
(છૂટા પડ્યા બાદ એ મુનિરાજે માત્ર પાંચેક વર્ષમાં તો જબરદસ્ત મોટી હરણફાળ ભરી. ૮ માસના સ્વાધ્યાયથી શાસ્ત્રાભ્યાસ કરવામાં તો પકડ આવી જ ગઈ હતી, પછી પોતાના પ્રદાદા ગુરુદેવના માર્ગદર્શન પ્રમાણે પીસ્તાલીશ આગમોનું ટીકા સાથે વાંચન સંપૂર્ણ કર્યું. એક ઉત્તમ કોટિના જ્ઞાનસંપન્ન અધ્યાપક મુનિ બન્યા. આજે એમના ગ્રુપમાં આશ્રિતોને ભણાવે પણ છે અને સ્વયં પોતે ભણે પણ છે.)
ઉચ્ચકોટિની ખાનદાની મુનિવર ! આપણે એક કામ કરીએ. પાઠ લેવા માટે જરાક અંદરની બાજુ બેસીએ. જુઓ, આપણે આ લોબીમાં ખુલ્લા ભાગમાં બેઠા છીએ ને? તો સામે જ વડલા નીચે બહેનો બેઠેલા છે. આપણી એમના પર કે એમની આપણા પણ નજર પડે, એ સારું ન લાગે ને ?”
પાઠ આપનારા સાધુએ નૂતન મુનિરાજને ટકોર કરી. કલિકુંડ તીર્થનું એ રમણીય વાતાવરણ સ્થાપના શત્રુંજય પાસેના ઉપાશ્રયની ચારે બાજુ ખુલ્લી લોબી જેવી બેસવાની જગ્યા ! સાંજનો છ વાગ્યાનો સમય !
શિશુપાલ વધ કાવ્યનો પાઠ લેવા આપવા માટે બે મહાત્માઓ રોજીંદા ક્રમ પ્રમાણે ત્યાં બેઠા. નૂતનમુનિને બરાબર દીક્ષાના બે માસ પૂર્ણ થયા હતા. અધ્યાપક સાધુ ગંભીર-પીઢ-પરિપક્વ! એ સ્થાને બેઠા બાદ એમને ખ્યાલ આવ્યો કે સામે જે મોટું ઝાડ છે, ત્યાં યાત્રિક બહેનો સાંજના સમયે વાતો કરતા કરતા Time Pass કરતા હતા. એટલે જ અધ્યાપક મુનિએ એ જગ્યા છોડીને જરાક અંદરની બાજુ બેસવાનું સૂચન કર્યું.
પણ નૂતનમુનિનો મૂડ એ વખતે જુદા પ્રકારનો હતો, વળી નવા હોવાથી પોતાના ગુરુના સૂચન પ્રમાણે બરાબર ચાલવાની એમની ભાવના પણ જબરી ! ગુરુએ એમને કહેલું કે “તમારે સ્વાધ્યાય માટે અલાયદા બેસવું. એ લોબીનું સ્થાન તમારા માટે ખૂબ જ સરસ છે, એટલે ત્યાં જ બેસજો. તમારા સ્વાધ્યાયમાં વિક્ષેપ નહિ પડે.”
એટલે એમણે અત્યારે વડીલ + અધ્યાપક એવા મહાત્માની વાત તરત સ્વીકારવાના બદલે
Page #75
--------------------------------------------------------------------------
________________
-~~~-~~-~- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------- સામે દલીલ કરી કે “મને તો ગુરુજીએ અહીં જ બેસવાનું કહ્યું છે. એટલે મારે અહીંથી હટાય નહિ.”
“ગુરુજીએ કહ્યું હશે, પણ તમારા ગુરુજીને અત્યારની પરિસ્થિતિનો ખ્યાલ નહિ જ હોય ને ? કે સામે ઝાડ પાસે બહેનો બેઠા છે...”
પણ બહેનો બેઠા હોય, એમાં આપણને શું વાંધો ? એ તો દૂર છે. આપણું મન ચોખું છે, પછી...”
“જુઓ, મુનિવર !” અધ્યાપક મુનિ એકદમ શાંતસ્વરે એમને સમજાવતા જ રહ્યા “આપણે વ્યવહાર પણ પાળવાનો ને ? એ બધાની આપણા પર વારંવાર નજર પડે કે આપણી એમના પર પડે, એ શોભાસ્પદ તો નથી જ ને ? તમે એક જ કામ કરો. અત્યારે મારી વાત માની લો, આપણે જરાક અંદરની તરફ બેસી જઈએ. પ્રતિક્રમણ બાદ આપણે તમારા ગુરુને આ આખી વાત કહેશું. પછી એ જો મારા નિર્ણયને ખોટો કહેશે, તો હું પ્રાયશ્ચિત્ત લઈશ. બસ ! આખરે એ તમારા ગુરુ મારા પણ વિદ્યાગુરુ છે...”
અને નૂતન મુનિરાજે વાતનો સ્વીકાર કર્યો, ટેબલ ઉપાડીને પાંચેક ડગલા અંદરની બાજુ સરકી ગયા.
પાઠ લેવાનો શરુ તો થયો, પણ અધ્યાપક મુનિને સ્પષ્ટ લાગ્યું કે નૂતનમુનિનો મૂડ off થઈ ગયેલો છે, મોઢા પર ઉદાસીનતા છે, શ્લોકો બેસાડવામાં મન ચોંટતું નથી. રોજ કરતા આજે પુષ્કળ ભૂલો થઈ રહી છે. આ પરિસ્થિતિમાં પાઠ લેવાથી શું ફાયદો ?
અધવચ્ચે જ પાઠ અટકાવીને અધ્યાપક મુનિ મીઠા-મધુરા સ્વર સાથે બોલ્યા, મુનિવર ! તમને મારા નિમિત્તે ખોટું લાગ્યું છે, બોલો ! સાચી વાત ને ? તમારે તમારું સ્થાન છોડીને અંદર આવવું પડ્યું, એ તમને ગમ્યું નથી. માટે જ તમારા મુખ પર ભારે ઉદાસીનતા દેખાય છે. ખરું ને?
“ના !” એક જ પળમાં નૂતને સ્પષ્ટ નનૈયો સંભળાવી દીધો, અને ભરપૂર પશ્ચાત્તાપથી ભરેલા હૈયા સાથે બોલવા માંડ્યા...
તમે મારા વિદ્યાગુરુ છો, વડીલ છો, ગંભીર છો. મને મારી જાત ઉપર ધિક્કાર છૂટે છે કે મેં એક જ ઝાટકે આપની વાત શા માટે ન સ્વીકારી? શા માટે હું દલીલો કરવામાં પડ્યો? આ મેં કેટલું ખોટું કર્યુ? મેં ઘોર પાપ બાંધ્યું.”
અધ્યાપક મુનિ તો એમની ઉદાસીનતાનું આ કારણ સાંભળીને હર્ષથી રડી પડ્યા. શું આ ૧૯ વર્ષના નૂતનમુનિની ગજબકોટિની ખાનદાની ! શું એમનો પોતાની ભૂલ સ્વીકાર કરવાનો જબરદસ્ત ઉલ્લાસ !
- બસ, પછી તો છેક ૭.૧૦ વાગ્યા સુધી એ જ વાતો ચાલ્યા કરી, પરસ્પરની આત્મીયતા વધુ ને વધુ ઘુંટાવા લાગી. અધ્યાપકની નવી નવી સૂચનાને નૂતન મુનિ અમૃતની જેમ પીવા લાગ્યા. શિશુપાલવધનો પાઠ તો બાજુ પર જ રહી ગયો.
Page #76
--------------------------------------------------------------------------
________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~
એ દિવસે એ કાવ્યનો પ્રથમ સર્ગ પૂરો કરવાની ભાવના હતી, અઘરા-અઘરા ૬ શ્લોકો કરવાના હતા. રોજ એકાદ કલાકમાં પાંચેક શ્લોકો થઈ શકતા. ૭.૧૦ વાગે બંનેએ પાઠ પાછો શરુ કર્યો, પણ હવે ઉત્સાહમાં આવી ગયેલા નૂતન મુનિ ધડાધડ શ્લોકો બેસાડવા માંડ્યા. માત્ર ૨૦ જ મિનિટમાં, ૭.૩૦ વાગ્યા સુધીમાં છ શ્લોકો પૂરા થઈ ગયા, બીજા સર્ગનો ૧ શ્લોક પણ થઈ ગયો.
“તમે તો આજે કમાલ કરી. ઇતિહાસ સર્જી દીધો. રોજ કલાકમાં છ! આજે ૨૦ મિનિટમાં ૭ ! વાહ રે વાહ !'
ના, ના ! આમાં મારી કોઈ હોંશિયારી નથી. પણ મેં જે પશ્ચાત્તાપ કર્યો, આપની પાસે ક્ષમા માંગી, એના પ્રતાપે મારો ક્ષયોપશમ એકદમ તાત્કાલિક વિકસી ગયો છે...” નૂતન મુનિએ રજુઆત કરી.
આ આખો ય પ્રસંગ રાત્રે અધ્યાપક મુનિએ નૂતનના ગુરુને કહ્યો, અને એટલું જ કહ્યું કે “આ નૂતનમુનિના પિતાજી વગેરે રાજસ્થાનના ઉચ્ચકુળના છે, આ એમની ખાનદાની, એમનું લોહી બોલે છે.”
(કુલ કે લોહીની ખાનદાનીમાં તો હજી વ્યભિચાર આવી શકે છે, પણ આત્માની ખાનદાનીમાં કદી વ્યભિચાર આવતો નથી. એ ખાનદાની વિના કોઈ ઉંચે ચડતું નથી, ચડવાનું નથી.)
जयणा य धम्मजणणी એક મુનિરાજ તપોવનના દેરાસરમાં સવારે દર્શન કરવા પધાર્યા, રંગમંડપમાં રોજ સવારે ચારસો બાળકો સામૂહિક અષ્ટપ્રકારી પૂજા કરે, અલ્પેશભાઈનું સંગીત એમાં સહાયક બને. પ્રભુભક્તિના આ માહોલને માણવા માટે દેરાસરમાં અડધો કલાક બેસવાની ધારણાથી મુનિરાજ પધારેલા.
ગરમીનો સમય ! એટલે ઈચ્છા થઈ કે “કામળી બહાર લટકાવીને અંદર જાઉં.” અને એમણે દેરાસર બહાર પડેલા બોર્ડ પર કામળી લટકાવી તો ખરી, પણ તરત યાદ આવ્યું કે “આ તો ખુલ્લી જગ્યા છે, ઉપરથી ભલે દેરાસરનો જ ભાગ છે. પણ ચારેબાજુથી પવન આવવાથી કામળી ઉડ્યા કરવાની. નકામી અડધો કલાક સુધી વાયુકાયની વિરાધના થવાની.” | મુનિએ તરત જ બોર્ડ ઉપરથી કામળી લઈ લીધી. દેરાસરના રંગમંડપમાં પ્રવેશ કર્યો. જે જગ્યાએ કામળી બિલકુલ ન ઉડે, એવા સ્થાન પર = દરવાજા ઉપર એ કામળી લટકાવી દીધી.
Page #77
--------------------------------------------------------------------------
________________
આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ (કામળીકાળમાંથી આવેલા હોવાથી તરત તો એની ગડી કરાય નહિ ને ?).
બપોરે બાળકોમાં વાચના આપવા માટે અહિંસા પેવેલિયન (ઉપાશ્રયને આ નામ આપવામાં આવેલું...) ના હોલમાં જઈ ચડ્યા. મોટા સ્ટેજની સામે ત્રણસો બાળકો ગોઠવાઈ ગયેલા હતા. મુનિરાજે જોયું કે સ્ટેજ પર ચડવા માટે ત્રણ વિકલ્પો હતા.
(૧) બે બાજુ લાકડાની બનાવટના દાદરાઓ ગોઠવેલા હતા, જે જમીન સાથે કાયમી ફીટ નહિ. હલાવી-ચલાવી શકાય એવા !
(૨) બે બાજુ સ્ટેજના જ એક ભાગ રૂપ, સ્ટેજની સાથે કાયમી ફીટ એવા પગથિયા હતા.
(૩) કોઈપણ દાદરાનો ઉપયોગ કર્યા વિના જ જરાક પગ ઉંચા કરીને પણ સ્ટેજ પર ચડી શકાય એમ હતું. - મુનિએ એ દિવસો દરમ્યાન બીજા-ત્રીજા વિકલ્પનો જ ઉપયોગ કર્યો.
એકવાર છોકરાઓએ જિજ્ઞાસાથી આ અંગે પ્રશ્ન કર્યો, ત્યારે જવાબ વાળ્યો કે “જુઓ, લાકડાના અસ્થિર દાદરા ઉપર પગ મૂકું, ત્યારે એ દાદરા દબાય છે, એટલે જો એ જગ્યાએ કંથવા-કડી-કરોળીયાદિ કોઈપણ જીવો હોય, તો દાદરા + જમીન વચ્ચે દબાઈ જવાથી મરી જાય. માટે આવા અસ્થિર દાદરા ઉપર અમારાથી પગ ન મુકાય.” - ઉનાળાના એ દિવસોમાં વાચના વખતે ત્રણસો બાળકોની ઉપર રહેલા પંખાઓ કોઈકે શરુ કરી દીધા. મુનિની ઉપરના પંખા શરુ ન કર્યા, મુનિ કંઈક બોલે, એ પહેલા તો બાળકોને સંભાળનારા એક મોટાભાઈએ જ મોટા અવાજે સ્પષ્ટ સૂચના કરી દીધી કે “પંખાઓ બંધ કરી નાંખો, તમને શરમ નથી આવતી, કે આપણે મુનિની સામે બેસીને પ્રવચન સાંભળી રહ્યા છીએ. આપણે પીક્યર-નાટક જોવા નથી આવ્યા. મુનિ ચોવીશ કલાક આ ગરમી સહન કરે છે, આપણે માત્ર પોણો કલાક સહન ન કરી શકીએ ?'
એના શબ્દોમાં સાધુઓના ત્યાગધર્મ પ્રત્યેનો જે છલોછલ બહુમાનભાવ નીતરતો હતો, એને જોઈને-સાંભળીને-અનુભવીને મુનિ અત્યંત પ્રસન્ન થયા અને એમણે એની ભરપૂર પ્રશંસા પણ કરી.
(શ્રી મહાનિશીથસૂત્રમાં ફરમાવ્યું છે કે સુસઢ નામનો સાધુ ઉત્કૃષ્ટ તપ કરતો હતો, પણ પજીવનિકાયની રક્ષા-જયણા બાબતમાં અજ્ઞાની હોવાથી અને માટે જ જયણા સાચવી શકતો ન હોવાથી એમનો સંસાર વધી ગયો... તપશ્ચર્યા જો આવશ્યક છે, તો એના કરતા લાખગણી આવશ્યક છે જયણા ! આપણા નિમિત્તે ષકાયની હિંસા ઉભી ન થાય., સાક્ષાતુ ન થાય, અનુમોદિત ન થાય એની કાળજી આપણે રાખવી જ રહી.)
Page #78
--------------------------------------------------------------------------
________________
-
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
કુલ ચાર અનુમોદનીય બાબતો (૧) એક સાધ્વીજીનો દીક્ષા પર્યાય ૨૫ વર્ષ ! દીક્ષાદિનથી માંડીને આજ સુધી કડાવિગઈનો મૂળથી ત્યાગ ! બિલકુલ છૂટ નહિ ! છેલ્લા ૧૫ વર્ષથી લીલા શાક, ફળો... બધું બંધ ! ૨૫ વર્ષમાં ૧૦૦ ઓળી સંપૂર્ણ ! એ ઉપરાંત...
(૧) વાસસ્થાનક તપ, (૨) વર્ષીતપ, (૩) સિદ્ધિતપ, (૪) મૃત્યુંજય તપ, (૫) આઠનવ ઉપવાસ, (૬) ૧૦૦ થી વધુ છઠ, (૭) ૯૬ જિનતપ, (૮) ૯૬ થી ૧૦૦ ઓળી સળંગ...
(૨) એક સાધ્વીજી ભગવંતને કુલ ૯૦૦ પ્રાચીન સ્તવનો કંઠસ્થ છે. (અર્વાચીન = નવા નહિ...) એટલું જ નહિ, તેઓ રોજ ૩૦ સ્તવનો દ્વારા પ્રભુભક્તિ કરે છે, રોજે રોજ નવાનવા ૩૦ સ્તવનો બોલે. આ રીતે એક મહિના સુધીમાં એમને ૯૦૦ સ્તવનોનો પાઠ થઈ જાય છે. એક મહિના સુધી એકપણ સ્તવન પુનઃ બોલવું પડતું નથી. (ભાવ વધતા હોય, અને એક જ સ્તવન ફરી ફરી બોલવામાં આવે, તો કંઈ દોષ નથી. પણ અન્ય સ્તવનો ન આવડવાના કારણે એક જ સ્તવન પુનઃ પુનઃ બોલ્યા કરવું પડે, તો તો....!)
(૩) પૂ.આ.બપ્પભટ્ટસૂરિજી ૧ દિવસમાં નવી ૧ હજાર ગાથા કંઠસ્થ કરી શકતા હતા. મતાંતરે ૬૦૦૦ ગાથા કંઠસ્થ કરી શકતા હતા.
(૪) ૧૮ વર્ષની ઉંમરનો એક મુમુક્ષુ મારી પાસે તાલીમ માટે રોકાયેલો, હું એને ભોળો અને જમાનાના વ્યવહારનો બિલકુલ બોધ જેને નથી... એવો સમજતો હતો.
પરંતુ એક દિવસ વાત-વાતમાં એ મુમુક્ષુએ જે શબ્દો વાપર્યા, એ સાંભળીને આનંદ અને આશ્ચર્ય બંને એકસાથે મનમાં ઉપસ્થિત થયા. આ નવું જનરેશન કેટકેટલા વિચારો કરી રહ્યું છે ? એનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો.
મુમુક્ષુએ કહ્યું કે –
"मैं बम्बइ में जिस पंडितजी के पास धार्मिक अभ्यास करता हुं, उन्होने मुझे बोला था कि 'देख ! गुरु बनाने में जल्दबाजी मत करना । गुरु में दो गुण की खोज अवश्य करना । एक, गुरु का ब्रह्मचर्य निर्मल होना चाहिए । ओर दूसरा... जो गुरु तुजे बार बार एक ही प्रेरणा करे कि 'तुं दीक्षा ले, मेरा शिष्य बन जा । किसी ओर का मत बनना...' उसके पास कभी दीक्षा मत लेना । लालचु गुरु कभी सुपात्र नहि हो सकते ।" - (બોલો, આજે આ નવી પેઢીની પ્રજ્ઞા કેટલી બધી વિકાસ પામી છે ? એ તમારી-મારીઆપણી પરીક્ષા કરે છે હોં ! એ કંઈ પ્રજ્ઞાચક્ષુ બનીને આપણી સાથે નથી રહેતા.)
Page #79
--------------------------------------------------------------------------
________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ ભાવોનું સન્માન કરો... સાહેબજી ! માત્ર એક જ મિનિટનું કામ છે. અંદર અવાશે ?' ૭૫ વર્ષના વયોવૃદ્ધ શ્રાવકે અમદાવાદ આયોજનનગરના ઉપાશ્રયમાં દરવાજો આડો કરીને અંદરની બાજુ બેઠેલા પ્રવચનકાર મુનિ પાસે અંદર આવવાની પરવાનગી માંગી.
વિ.સં. ૨૦૬૭ના ચાતુર્માસનો એ સમય ! શ્રીસંઘે મુશ્કેલીથી પર્યુષણ માટે બે સાધુઓ મેળવેલા. પર્યુષણની આરાધના એકંદરે સારી ચાલતી હતી. પ્રવચનકારને પ્રવચનની તૈયારી કરવા માટે મહેનત કરવી પડતી, સમય કાઢવો પડતો. એટલે રૂમમાં તો નહિ, પણ ઉપર ચડવાના દાદરા પાસે જે બારણા હતા, એ આડા કરીને એ દાદરાના પેસેજ પાસે બેસીને પ્રવચનની તૈયારી કરતા.
બારણું આડું કરવાનું કારણ એ જ કે કોઈપણ એમને વિક્ષેપ ઉભો ન કરે. પર્યુષણમાં વંદનપચ્ચકખાણ વગેરે માટે સહજ રીતે જ વધુ અવરજવર રહેતી હોય, એમાં પ્રવચનની તૈયારી કરવી એ નવા પ્રવચનકારને અઘરી પડતી હતી, એટલે એમણે આ વિકલ્પ અજમાવ્યો. લોકો બહાર બીજા નાના + નવા મને વંદનાદિ કરીને ત્યાંથી જ વિદાય થઈ જતા.
વૃદ્ધ શ્રાવકની વિનંતિ સાંભળીને પ્રથમ તબક્કે તો પ્રવચનકાર મુનિને વિક્ષેપ થવાથી અણગમો થયો, પણ મોટાભાગની તૈયારી થઈ ગઈ હોવાથી અને શ્રાવકના મુખ ઉપર વિશિષ્ટ કોટિના ભાવ દેખાવાથી અણગમો દૂર થઈ ગયો અને “અવાશે, બોલો શું કામ છે ?' એમ બોલી ઉઠ્યા.
તરત જ અંદર આવીને હાથમાં રહેલી વસ્તુ મુનિની સામે ધરતા બોલ્યા “સાહેબજી ! આપનો સમય નહિ બગાડું. બસ, આ સોફરામાઈસીન આપ રાખી લો. અને આપને પગ નીચે જે ભાગ ઉપર ચામડી ઉખડી ગઈ છે, ત્યાં લગાડી દેજો ... આટલો મને લાભ આપો...” બોલતા બોલતા તો રીતસર વૃદ્ધની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા.
પૂર્વના દિવસે બપોરે Body વિષય પર મુનિએ પ્રવચન આપેલું, એમાં એમણે કહેલું કે શરીર પરનું આપણું મમત્વ કેટલું બધું હોય છે. મારે પગની ઘુંટીની પાસેની ચામડી ઉખડી ગઈ છે, તો એ ભાગ જમીનને ન સ્પર્શ, એ માટે હું પૂરી કાળજી કરું છું. ભૂલે ચુકે પણ જો જમીનને સ્પર્શી જાય, તો તરત જ ઉંહકારો નીકળે છે, તરત પગ પાછો વ્યવસ્થિત ગોઠવી દઉં છું, આ છે મારો દેહરાગ !'
મુનિએ જાહેરમાં એ ઉખડી ગયેલી ચામડીવાળો ભાગ દેખાડેલો.
પેલા ભાઈ ખુરશી પર બેસીને પ્રવચન સાંભળતા હતા, એમણે ચામડી ઉખડી ગયેલો લાલ ભાગ બરાબર જોયેલો, એમનાથી એ સહન ન થયું. બીજા દિવસે સવારે સોફરામાઈસીનની ટ્યુબ લઈને આવી ગયા. પહેલા એમણે બહાર બેઠેલા મુમુક્ષુને પુછયું કે “મહારાજ સાહેબને આ ટ્યુબ આપવી છે.”
Page #80
--------------------------------------------------------------------------
________________
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~
ડાહ્યા (!) મુમુક્ષુએ તરત જ ના પાડી દીધી “ચોમાસામાં આ બધું વહોરાય નહિ, મારા ગુરુજી નહિ લે..” પણ ત્યાં જ બેઠેલા નાના મુનિએ કહ્યું કે “ના, ના ! એવો એકાંત નથી. તમે એક કામ કરો, અંદર જાઓ અને સાહેબજીને પૂછી જુઓ...”
એટલે જ વૃદ્ધ શ્રાવકે હિંમત કરી, અને રજા મળતાં જ અંદર જઈ, જલ્દી જલ્દી પોતાના મનની વાત રજુ કરી દીધી.
એ વખતના એમના મોઢા પરના ભાવ અને આંખના આંસુ જોઈને પ્રવચનકાર મુનિ ખૂબ જ આનંદિત બની ગયા. તૈયારી કરવાની ઉતાવળ બાજુ પર રાખીને એ ભાઈ સાથે વાતે ચડ્યા.
જુઓ, તમારી ભાવના ઉત્તમ છે. પણ મારે એવી કોઈ ગંભીર મુશ્કેલી નથી કે મારે ચોમાસામાં આ ટ્યુબ વહોરવી પડે.” મુનિએ હસતા હસતા કહ્યું.
“સાહેબજી ! ના નહિ પાડશો. આપનો એ લાલ ભાગ મારાથી જોઈ ન શકાયો. માટે જ આ લાવ્યો છું. મ.સા. ! મારા સગા બહેને પણ વીસેક વર્ષની ઉંમરે રંગેચંગે દીક્ષા લીધેલી...'
“એમ? ક્યાં છે?”
કાળધર્મ પામ્યા, દીક્ષા બાદ તરત જ !” બોલતા બોલતા એ વૃદ્ધ શ્રાવક ફરી ગળગળા થઈ ગયા. “સાહેબજી ! ગઈકાલના પ્રસંગથી એમની યાદ ખૂબ તાજી થઈ. મારે એમના દર્શન તો ઘણા ઓછા થયા. પણ આજે આપના જેવા મહાત્માની આ નાનકડી સેવા મળે, તો પણ...” ભાઈ આગળ બોલી ન શક્યા, હૈયું ભરાઈ આવ્યું, રૂમાલ કાઢીને આંખો લુંછવા લાગ્યા.
લાવો, તમારી ટ્યુબ ! તમારી સામે જ એનો ઉપયોગ કરી લઉં, બસ ! આ માત્ર ને માત્ર તમારી ભાવનાને વધારવા માટે...' અને એમની સામે જ થોડીક ટ્યુબ ઘા પર લગાડી દીધી.
પાંચ જ મિનિટમાં પ્રવચન શરુ થયું, વચ્ચે મુનિએ સોફરામાઈસીન ટ્યુબ હાથમાં ઉંચી કરીને સભાને પ્રશ્ન કર્યો કે “આની કિંમત કેટલી ?'
બધા વિચારમાં, આશ્ચર્યમાં પડ્યા. “પચીસેક રૂપિયા હશે...'
ના ! અબજો રૂપિયા પણ આ સોફરામાઈસીન ખરીદવા માટે ઓછા પડે...” એમ કહીને મુનિએ એ ભાઈની પવિત્ર ભાવનાની અને આખા પ્રસંગની વિસ્તારથી રજુઆત કરી. આખી સભાની આંખો અને હૈયું બંને ભીના ભીના થઈ ગયા.
(પ્રવચનકારોને એક વિનંતિ કે મોટા ભાગે આપણને વૃદ્ધો પ્રત્યે હવે અણગમો થતો હોય છે. “મારે પ્રવચનોમાં ઘરડાઓ ન જોઈએ, એ બધા નવરા બેઠા હોય, એટલે ટાઈમ પાસ કરવા આવી પડે છે...” વગેરે.
પણ આ યોગ્ય નથી. શરીર યુવાન કે વૃદ્ધ હોય, પણ આત્મા ક્યાં કદી પણ યુવાન કે ઘરડો હોય છે ? એનો તિરસ્કાર, એની ઉપેક્ષા... એ આપણી શાસનની અણસમજનું સૂચન છે...
Page #81
--------------------------------------------------------------------------
________________
~~
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~ એ સમજી રાખવું. હા ! યુવાનોને વિશેષથી જરુર છે.. વગેરે બાબતોનો નિષેધ નથી. પણ આત્મકલ્યાણ તો વૃદ્ધોને પણ આવશ્યક જ છે. અને હવે તો વૃદ્ધોની શિબિરોમાં પણ પુષ્કળ સફળતાઓ મળવા માંડી છે...)
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ... “સાધ્વીજી ભગવંત ! આ મારો બાર વર્ષનો દીકરો છે, થોડાક જ સમય પહેલા એને માંદગી આવી, છેવટે રીપોર્ટ કરાવતા ખ્યાલ આવ્યો કે એને છેલ્લા સ્ટેજનું કેન્સર થયેલું છે. એ હવે વર્ષો તો નહિ જ, પણ મહિનાઓ કાઢે તો ય ઘણું છે.”
મુંબઈ મોહમયી નગરીના એક ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંત પાસે દીકરા સાથે વંદન-દર્શન માટે પહોંચેલી આધુનિક જમાનાની છતાં ધર્મના રંગે રંગાયેલી એક માતાએ ભીના સ્વરે પોતાના લાડીલા દીકરાના મૃત્યુની આગાહી કરી દીધી. | મુખ્ય સાધ્વીજી ભગવંત અવાચક બની ગયા. શું જવાબ આપવો? શું આશ્વાસન આપવું? એ સમજી ન શક્યા. પણ સાધ્વીજી કંઈ બોલે, એ પૂર્વે જ એ મમ્મી બોલવા લાગી. “સાહેબજી ! મારા ઘરે આવેલો આ આત્મા કોઈપણ ભોગે દુર્ગતિમાં તો ન જ જવો જોઈએ. મારી આ એક જ ભાવના છે. મારો દીકરો તો મારે ગુમાવવો જ પડવાનો, પણ દીકરો સદ્ગતિ ન ગુમાવી દે એ મારી ઈચ્છા છે. હું આપની પાસે એ માર્ગદર્શન લેવા આવી છું કે હું એવું શું શું કરું કે જેથી આ છેલ્લા દિવસો-મહિનાઓ મારો દીકરો અત્યંત ધર્મમય જીવન જીવીને સદ્ગતિને પામે..” બહેન બોલ્યા અને વહાલથી એમનો હાથ દીકરાના મસ્તકે, પીઠ પર ફરવા લાગ્યો. શબ્દોમાં વેદના, ખુમારી, લાગણી... બધું જ ભેગું હતું. - સાધ્વીજી બોલ્યા, “તમારી ભાવના અતિ-ઉત્તમ છે. પણ એ માટે હવે તમારે સખત ભોગ આપવો પડશે. પહેલી વાત તો એ કે હૈયું પત્થર જેવું કઠોર બનાવવું પડશે, રડવાનું નહિ, દીન બનવાનું નહિ, પૂરી મક્કમતા રાખવાની. આ મંજુર કરો. બાધા લો, પછી બીજી વાત !”
કબુલ છે, સાહેબજી ! માનું હૈયું છે, એટલે દીકરાની વધતી જતી એ વેદનાઓને શી રીતે મુંગા મોઢે કે હસતા મોઢે જોઈ શકે. છતાં આપી દો બાધા ! એના પ્રાણ નીકળ્યા બાદ જ મારી આંખોમાંથી આંસુ ટપકશે. એ પૂર્વે કદાપિ નહિ.”
સાધ્વીજીએ બાધા આપી, અને એ પછી આરાધનાઓ સુચવી. - “નિત્ય અષ્ટપ્રકારી પૂજા-પુણ્યપ્રકાશનું સ્તવન - સારા પુસ્તકોની વાતો કહેવી - મરણ વખતે પ્રસન્ન રહેનારા મહાપુરુષોની કથાઓ કહેવી... રોગ આગળ વધે અને છેલ્લે પથારીવશ બનવાનું થાય, તો ઘરે એક રૂમમાં ચારેબાજુ તીર્થના-પ્રભુજીના મોટા ફોટાઓ લગાડી દેવા. એને સતત એના
Page #82
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
દર્શન થયા કરે, એની પ્રસન્નતા - સમાધિ વગેરેને બિલકુલ બાધ ન આવે, એ રીતે જ કરવું.”
બહેને ઘરે જઈને પતિને કહી દીધું “જ્યાં સુધી મારો દીકરો જીવતો છે, ત્યાં સુધી હું તમારા માટે મરી ગયેલી છું, એમ જ સમજશો. સામાજિક કે અન્ય કોઈપણ બાબતમાં બિલકુલ મારી અપેક્ષા રાખતા નહિ. મારા ચોવીસ કલાક હવે મારા દીકરાની પરલોકની આરાધના માટે છે.”
અને બહેનની એ અભૂતપૂર્વ સાધના શરુ થઈ. દીકરાને પોરસ ચડાવે. ‘મોત સાથે ભેટવામાં ખૂબ મજા છે, તારે હવે ભગવાનને મળવા જવાનું છે.’ વગેરે વગેરે કહે, ઉત્તમોત્તમકોટિના દ્રવ્યોથી પૂજા કરાવે, સાધુ-સાધ્વીઓના દર્શન-વંદન કરાવે, ઘરે સંયમીઓને ગોચરી માટે બોલાવી લાવે, અને ભરપૂર ભક્તિભાવ સાથે દીકરાના હાથે જ સુપાત્રદાન કરાવડાવે. મા પુત્રમય બની ગઈ. દિવસો વીતતા ગયા, તબિયત લથડવા લાગી, પથારીવશ બનવું પડ્યું, બહેને ઘરમાં જ એક રૂમમાં ચારેબાજુ ફોટાઓ લગાડી દીધા. દીકરાની બરાબર સામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુનો મોટો ફોટો લગાવી દીધો.
બહેને રૂમની બહાર બોર્ડ લગાવી દીધું
‘Please ! રડનારા, ઢીલી વાત કરનારાઓએ રૂમમાં પ્રવેશ કરવો નહિ.'
અને ખરેખર બહેન મક્કમ બનીને આ શરતનું પાલન કરાવતા. કોઈક જો અંદર ગયા પછી રડે, ‘અરેરે ! બિચારો છોકરો આટલી નાની ઉંમરે...' એમ ઢીલા વચનો બોલે, તો લાલ આંખ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દે ‘તમે બહાર નીકળી જાઓ. મારા દીકરાને લેશ પણ દુર્ધ્યાન થાય, એવું અહીં નહિ ચાલે.’ લોકોને ખોટું લાગવાની ફિકર કર્યા વિના જ એકદમ સખત બનીને બહેન નિર્ણયો લેવા માંડ્યા.
અંતિમ દિવસ...
બહેનને અંદાજ આવી ગયો. કેન્સરની પીડા હદ વટાવી રહી હતી. બહેને એક પળ પણ દીકરા પાસેથી દૂર ન થવાનો સંકલ્પ કરી લીધો.
જો બેટા ! આંખ ઉઘાડીને જો. પાર્થદાદા તને બોલાવે છે, હવે રડતો નહિ. હસવા લાગ. પ્રભુ કેવા હસે છે ? એમ તારે પણ હસવાનું. આજે તારે પ્રભુ પાસે જવાનું છે.’
ખરેખર બહેનની મહેનત લેખે લાગી. દીકરો આંખો ઉઘાડી પ્રભુ સામે જોઈ રહ્યો, પ્રસન્નતા એના મુખ પર ભરચક પીડા વચ્ચે પણ દેખાવા લાગી. વત્તર માં.... નો ગંભી૨ નાદ ગુંજવા લાગ્યો, દીકરાએ પોતાની મેળે જ બે હાથ જોડી દીધા. બહેન (મમ્મી)ની નજર સતત એના મુખ પર હતી, પળ-પળનો હિસાબ ચાલતો હતો. અચાનક એક ડચકું આવ્યું, તીવ્ર વેદના ઉપડી...
ત્યાં જ એક ડુસકું સંભળાયું, બહેને પાછળ ધારદાર નજર નાંખી, જોયું તો પોતાનો પતિ, દીકરાનો બાપ દીકરાની આ હાલત સહી ન શકાવાથી રડી પડેલો. પણ બહેનની તીવ્ર નજરમાં
८०
Page #83
--------------------------------------------------------------------------
________________
~~~~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~ ~ પતિએ આદેશ વાંચી લીધો એક સેકંડમાં બહાર નીકળી જાઓ. તમારા કારણે દીકરાનો પરલોક બગડશે.” અને પતિ દોડીને બહાર જતો રહ્યો.
વત્તારિ સર પર્વજ્ઞામિ... બહેનના મધુર શબ્દો.... બીજી આંચકી.... રિહંત સર.. ત્રીજી આંચકી.... દીકરાની પ્રભુ સમક્ષ ખુલ્લી આંખો, બે હાથ જોડેલા અને પ્રાણ નીકળી ગયો.
એક-બે પળ, બહેન શાંત બેસી રહ્યા. દીકરાની બે આંખો બંધ કરી દીધી. અને મહિનાઓથી રૂંધી રાખેલી અશ્રુધારા બારે ખાંગે વરસી પડી.
દીકરો સદ્ગતિ પામ્યો, સમાધિમરણ પામ્યો...” એના હર્ષાશ્રુ અને માતૃત્વથી પ્રેરાયેલા નેહરાગભીના વિયોગાશ્રુ !
બધાએ એમને રડવા દીધા, પતિ ભીની આંખે પાછો ફર્યો, સૌના મનમાં એક જ વિચાર ! “મા મળો, તો આવી !” એ બહેન સૌને આજે તો વંદનીય, પૂજનીય લાગ્યા.
(લૌકિક જગતમાં “માતાની જોડ ન જ મળે', એમ કહ્યું છે. પણ ત્યાં માતાના લૌકિક ઉપકારોને નજર સામે રાખીને આ શબ્દો વપરાયા છે. લોકોત્તરશાસન એટલું જ કહે છે કે જો મમ્મી સંતાનોને ધર્મમાર્ગે વાળી, આ રીતે ઉત્કૃષ્ટ કક્ષાનું સમાધિમરણ અપાવે, તો અમે પણ એ બોલવા તૈયાર છીએ કે જનનીની જોડ સખી !....)
મારા દાદી ગુણી (એક સાધ્વીજીના શબ્દોમાં...) * ૮૦ વર્ષની ઉંમર થઈ, ત્યાં સુધી ૬-૭ કિ.મી.નો પણ વિહાર જ કરતા, ડોળી-વ્હીલચેર ન વાપરતા.
* ૯૦ વર્ષની ઉંમર સુધી ક્યારેય દિવસે ઉંધ્યા નથી.
* ૯૬ વર્ષની પાકટ ઉંમરે તો શરીર નબળું પડે જ ને ? દેરાસરનો ઉંબરો ઓળંગવામાં પણ મુશ્કેલી ! છતાં પ્રભુદર્શનની તીવ્ર તમન્ના, એટલે દેરાસરના મોટા પગથિયા મહેનત કરી કરીને પણ ચડે અને દર્શન કરે એ પછીજ એમને સંતોષ થાય.
અમે કહીએ કે “બહારથી જ, નીચેથી જ દર્શન કરી લો ને ? ઉપર અંદર ચડવા-જવાની શી જરૂર ?' તો જવાબ આપે “એમાં દર્શનનો આસ્વાદ નથી આવતો...” (આપણને દર્શનમાં ભાવ ન જાગતો હોય, ઉતાવળ કરવાનું થતું હોય... તો એની સામે આ આદર્શ વિચારવા જેવો નથી શું ?)
* અમે ગોચરી લઈને આવીએ, ત્યારે દર વખતે અણધાર્યા પ્રશ્નો પૂછી નાંખે.. દા.ત.: આજે કુલ કેટલા ઘરોમાં ફર્યા? સંખ્યા ગણીને કહો. આમાં લોટનો કાળ પુક્યો છે ?
Page #84
--------------------------------------------------------------------------
________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ-~~~-~આમાં માવો છે ? બજારનો કે ઘરનો ? એ પુછેલું? આમાં પાકું મીઠું નાંખેલું કે કાચું ? પુછેલું ખરું કે ?...
અમે જો પ્રમાદ-ઉપેક્ષા કરીએ, તો પકડાઈ જ જઈએ, પછી ઠપકો આપે કે “આપણે સંયમી છીએ, ગરબડ ચલાવવી સંસારીઓનું કામ! આપણું નહિ...”
* એક વાર શરીરમાં ગરમી થઈ, અમે કહ્યું... “નાળિયેરનું પાણી વાપરો...”
તરત જ જવાબ હાજર! “ના, કાચા ગર્ભને ફોડીને મારે પાણી વાપરવું નથી. બીજા જીવને અશાતા આપીને આપણને શાતા ન મળે...
* ૮૦ વર્ષની ઉંમર પછી પણ રોજ નવું ગોખવાનું ચાલુ રોજ ૫ થી ૬ કલાક ગ્રન્થપુસ્તકાદિનું વાંચન! ની ૨૫ માળા, ૧૦ બાંધી નવકારવાળી, ૩૫૦ લોગસ્સનો કાયોત્સર્ગ, દર વર્ષે કુલ ૨ વાર સવાલાખ-સવાલાખ નવકારમંત્રનો જપ..
* વિહારમાં કોઈપણ સાધ્વીજીઓ વિહાર કરીને આવે, તો પોતે આસન પરથી ઉભા થઈ પાસે જાય જ... ગોચરી-પાણી અંગે પૂછે જ... એ સાધ્વીજીઓ સ્વ કે પર સમુદાયના...નાના કે મોટા... કશું જ જોવાનું નહિ.
* ૮૩ વર્ષની ઉંમરે તળાજા તીર્થની યાત્રા ચડીને કરી. * ક્યારેય પણ ભીંતને ટેકો આપીને બેઠા નથી, સદા માટે અપ્રમત!
* અમને શિખામણ આપે “વૈયાવચ્ચમાં–કામ કરવામાં ક્યારેય પણ કંટાળો ન આવવો જોઈએ. “એ તો રોકડો વેપાર છે, તરત પુણ્યબંધ અને કર્મનિર્જરા થાય..
* સંઘમાં કોઈપણ પ્રકારની માંગણી ન કરે, અપેક્ષા ન રાખે.... "
* ભૂલથી કોઈ બોલે કે “ગુરુજી! આ અનુકૂળ છે, આ વાપરો...' તો એ વસ્તુનો એ દિવસે ત્યાગી
* કોઈક ઘરે અનુકૂળ વસ્તુ એકવાર વહોરી હોય, પછી વધઘટમાં એ વસ્તુ એ ઘરે ન વહોરવા દે.
* સંઘાટકગોચરીનો આગ્રહ ઘણો! ચોખ્ખું કહે કે “બે હોય, તો એકબીજાના સાક્ષી બની રહે, ભૂલ ન થાય.”
* એમનો ઉપદેશ હતો કે પાટે બેસનાર જેટલાને ધર્મ પમાડે, એના કરતા ઉત્તમ ગોચરીચર્યા કરનાર વધુ ધર્મ પમાડે.”
* આજે પ્રતિક્રમણ બાદ જો અમે ભેગા મળી વાતો કરતા હોઈએ, તો ટકોર કરી જ દે.. કોની ચટણી કરો છો ?' એવા કોઈક વાક્યોથી અમને સાવચેત બનાવી જ દે...
* કોઈપણ સાધ્વીજીઓ વિહાર કરીને આવે, એટલે પહેલા એમને બધી પરાતો આપી દે, બીજી પણ બધી વસ્તુ પહેલા એમને આપી દે, અમને બીજીનું પાણી પણ ન લાવવા દે.
Page #85
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓકહે કે ‘પહેલા એ સાધ્વીજીઓ લઈ આવે, પછી તમે લાવજો... એમને ઘટવું ન જોઈએ.' આ રીતે સાધર્મિકભક્તિ કરે.
વળી કહે કે ‘તમે દૂર ગોચરી જજો, નજીકના ઘરો એમને બતાવી દેજો, જેથી એમને જલ્દી ગોચરી મળી જાય... બીજા ગચ્છના સાધ્વીજીઓ માટે પણ આવો શ્રેષ્ઠ સાધર્મિકવત્સલભાવ!
* એમના એક શિષ્યા એટલે કે અમારા એક ગુરુબહેનની નિશ્રામાં ક્યાંક કોઈક કાર્યક્રમ હશે, એની પત્રિકા છપાયેલી, એ પત્રિકાના મુખ્ય પાના પર ગુરુણીનું નામ જ નહિ. અમારાથી કોઈકે તરત જ ગુરુણીને કહ્યું આ શું ? આપની શિષ્યા આપનું નામ પણ ન લખાવે ?' શાંતભાવે જવાબ વાળ્યો, ‘ભૂલી ગયા હશે, તમારે એ બધી પંચાત કરવાની શી જરૂર! જેનું નામ તેનો નાશ...’
* ૯૬ વર્ષ સુધી એટલેકે મૃત્યુ સુધી શારીરિક દર્દની કદી ફરિયાદ કરી નથી, અમે પુછીએ કે ‘અશક્તિ લાગે છે ?' તો આશ્ચર્ય સાથે સામે પૂછે ‘અશક્તિ એટલે શું ?’
* એકવાર એમને બારીનો પડદો પકડી રાખીને બેઠેલા જોઈ અમે પુછ્યું ‘શું કરો છો ? આ પડદો કેમ પકડી રાખ્યો છે ?’ તો કહે “પવનથી ઉડ્યા કરે છે, વાયુના જીવોની હિંસા થાય. તમે એને બરાબર ભેરવી દો, જેથી ઉડે નહિ...”
* દર વર્ષે ૧૨ વા૨ ૧૨ ઉપવાસ કરે. (એટલે કે કુલ ૧૪૪ ઉપવાસ...) દીક્ષા લીધી, ત્યારથી આ તપશ્ચર્યા કરતા હતા.
* જીવનના છેલ્લા પ્રભાતે શ્રીસીમંધરસ્વામી, શ્રી શત્રુંજ્યગિરિવર... બંનેના ચૈત્યવંદન જાતે પ્રસન્નચિત્તે ભાવપૂર્વક કરેલા, એ જ દિવસે એમણે પરલોકની વાટે વિદાય લીધી.
આવારઃ પ્રથમો ધર્મ:! (એક સાધ્વીજી તરફથી...)
અમે વિહાર કરતા કરતા એક સ્થાનમાં આવ્યા, ત્યાં એક પરિચિત બહેન વંદન કરવા માટે આવ્યા, મારા ગુરુણીઅને બહેન વચ્ચે જે વાતચીત થઈ, તે નીચે પ્રમાણે હતી.
ગુરુણી : આ વખતે તો તમારે ત્યાં સરસ સાધુ ભગવંત હતા, વ્યાખ્યાનનો લાભ સારો મળ્યો હશે...
::
બહેન : અરે, મ.સા.! શું વાત કરું ? આ વર્ષે મને ખબર પડી કે મેં તો મારું આખું જીવન બરબાદ કરી નાંખ્યું. આવું જિનશાસન... આવું શ્રમણજીવન... વગેરે બધું મળવા છતાં પણ હું એની કદર ન કરી શકી.
શું સાધુઓ હતા... એ બધાનો વિહાર થતા તો જાણે મારા જીવનમાંથી ઉલ્લાસ પણ વિહાર કરીને ચાલ્યો ગયો... (આટલું બોલતા બોલતા તો એ બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...)
૮૩
Page #86
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ગુરુજી!
શું એ બધાનું અલૌકિક જીવન... અમે રવિવારાદિના મોટા વ્યાખ્યાન બાદ ક્યારેક ત્યાં બેઠા હોઈએ, ત્યારે તેઓ જે બપોરનો કાળવેળાનો કાજો કાઢે... એ એટલી બધી કાળજીથી કાઢે કે એની મારા પર ઘેરી છાપ પડી. બધો કાજો ભેગો કરે, બરાબર જુએ, પછી ઉચિતસ્થાને પરઠવી આવે. મેં કદી આવી કાળજીથી ઝાડું નથી વાપર્યુ...
તેઓ જ્યારે ભીંતનો ટેકો લે, ત્યારે પણ ભીંત અને પીઠ બંને બરાબર પૂંજીને જ ટેકો લે. વંદનાદિ કરવા ગયા, ત્યારે આવું અનેકવાર જોવા મળ્યું.
ગુરુજી! ચરવળો લઈને આજ સુધી ભલે ઘણા બધા સામાયિક કર્યા, પણ આટલો સૂક્ષ્મ ઉપયોગ ત્યારે શીખી... એમનું પાત્રપ્રતિલેખન પણ ગજબનું! એક-એક પાત્રુ કાળજીથી જુએ, પૂંજે... અમને તો ૧૧.૩૦ થાય, એટલે જમવાની ઉતાવળ... અને આ સાધુઓને બધાને એકાસણ હોવા છતાં પણ કેવી પ્રસન્નતા!
મહાત્માઓ ઘણા... લખવા માટે બધાને ટેબલ તો જોઈએ ને! પ્રવચનકારે વ્યાખ્યાનમાં જાહેરાત કરી કે' જેને ત્યાં લખવા માટે ઉપયોગી થાય, એવા પ્રકારના ટેબલ હોય, તેઓ અમને આપી શકે...
પછી જે ટેબલો મળ્યા, એ દરેક ટેબલ પર જેના હતા, તે શ્રાવકના નામની કાપલી ચોંટાડી દીધી, જેથી ચોમાસા બાદ પાછા આપવામાં ગરબડ ન થાય. અને ખરેખર ચોમાસા બાદ દરેકના ઘરે એ ટેબલો વ્યવસ્થિત પહોંચાડી દીધા, જરાક પણ ગરબડ ન થવા દીધી.
ઘરે ગોચરી વહોરવા આવે, તો પણ કેટકેટલી પુછપરછ કરીને જ વહોરે... ઘરે ઓછા સભ્યો હોય, તો ઓછું વહોરે... વધારે હોય તો એ રીતે વહોરે... મને તો ઘણીવાર એમ થતું કે ક્યાંકથી ઘણા માણસો બોલાવી લાવીને, એ બધા માટે તપેલા ભરીભરીને રસોઈ કરું, એટલે ભરેલા તપેલા અને ઘણા જમનારા જોઈને ‘સાધુઓ ગોચરી વહોરે... પણ રોજ આટલા બધા મહેમાનો મારે ક્યાંથી ભેગા કરવા ?
જ્યારે પણ એમને વહોરવવાનો લાભ મળતો, ત્યારે હું ગાંડી ગાંડી થઈ જતી. પણ જબરદસ્ત ત્યાગ! ફ્રૂટ વગેરે ઘણી વસ્તુઓ બંધ...
બધા સાધુઓ ગુરુની ભક્તિમાં ઓતપ્રોત! ગુરુજી ઉભા થાય, તો તરત આસન લઈ લે,
ગુરુજીને જ્યાં બેસવું હોય, ત્યાં તરત જ શિષ્યો આસન પાથરી દે.
એક જ ઈશારો કરે, કે તરત પોતાના સ્થાનેથી ઉભા થઈ ‘હાજી’ બોલતા બોલતા ગુરુજીની પાસે આવી જાય.
મ.સા.! મેં તો મારા મા-બાપની પણ આવી ભક્તિ નથી કરી.
૮૪
Page #87
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એ બહેન હર્ષમાં આવીને બોલતા જ ગયા, બોલતા જ ગયા..
સાધુ ભગવંતોની જીવનચર્યાનો એટલો બધો પ્રભાવ એ બહેન ઉપર પડયો કે એ બહેને પણ ફ્રૂટ-મીઠાઈ-અભક્ષ્ય-બહારનું-hotelનું... બધું જ બંધ કરી દીધુ. પરિગ્રહ પણ (કપડા વગેરેનો) ઘણો બધો ઘટાડી દીધો. ઢગલાબંધ પચ્ચ. લઈ લીધા.
એક જ વાત બોલ્યા કરે છે ‘હવે તો હું પણ ક્યારે એ સાધુ ભગવંતો જેવી બની જાઉં.' કોઈ વિશેષ અભ્યાસ વગર...
કોઈપણ પ્રકારની દીક્ષા માટેની વિશેષ પ્રેરણા વગર...
સાધ્વીજી ભ.ના પરિચય-સત્સંગ વગર...
માત્ર સંયમજીવનના સુંદર આચાર-વિચાર, પરસ્પરનો મીઠાશ ભરેલો વ્યવહાર જોઈને એ બહેન, એમનો પરિવાર સંયમ માટેનો તલસાટ પામી ચૂક્યો છે.
(લોકો ભલે ગમે એટલા ભોગવાદ તરફ ખેંચાયા હોય, લોકોને ગમે તો છે ત્યાગવાદ! ઉલટું એમ લાગે છે કે એમનો ભોગવાદ વધ્યો હોવાથી જ એમની ત્યાગપ્રીતિ વધી છે. ત્યાગ એમને આશ્ચર્ય પમાડે છે... આપણે શું કરવું ? એ સ્વયં વિચારી લેવું.)
મુજ આત્મા જાગ્યો હવે..
“ગુરુજી! ટ્રસ્ટીઓને કહીને વાડા સાફ કરનારને તાત્કાલિક બોલાવવો પડશે. ત્રણ દિવસથી ભંગી આવ્યો નથી. બધા પ્યાલા એમ ને એમ પડ્યા છે. ભારે મુશ્કેલી થશે.'
એક સાધ્વીજીએ વિશાળગ્રુપના પોતાના ગુરુણીને વાત કરી...
એમની વાત સાચી હતી. ગચ્છમાં બધા પોત-પોતાની શક્તિને અનુસારે વડીનીતિ બહાર જવાનું કે પરઠવવાનું કે છેવટે વાડાનો ઉપયોગ કરવાનું કરતા હોય છે.
રોજ ભંગી આવીને પ્યાલાઓ સાફ કરી જાય, એટલે એ પ્યાલાનો બીજા દિવસે ફરી ઉપયોગ થઈ શકે... એ રીતે બધું ચાલતું હતું. પણ ત્રણ દિવસથી ભૂંગી ન આવ્યો, એટલે પ્યાલા પણ ઘટી પડ્યા, વાડાનો ઉપયોગ કરનારા સંયમીઓને ચિંતા થાય, એ સ્વાભાવિક છે.
‘પછી વાત, સાંજે ટ્રસ્ટીને કે કોઈક મહત્વની વ્યક્તિને વાત કરશું...' ગુરુણીએ કહ્યું. બપોરે ગોચરી પતી, અને કોઈક સાધ્વીજી વાડામાં ગયા હશે, ત્યાં જોયું તો તમામે તમામ પ્યાલા સાફ થઈ ચૂકેલા...
એ આશ્ચર્ય પામ્યા, ભંગી આવ્યો ન હતો, એ તો એમને પાકી ખબર જ હતી. તો પછી આ સફાઈકામ કોણે કર્યુ ?
૮૫.
Page #88
--------------------------------------------------------------------------
________________
-~-~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~
એમણે આવીને ગુરુણીને વાત કરી, એ પણ આશ્ચર્ય પામ્યા, આનંદ પણ થયો. પણ આવું કામ કોણે કર્યું હશે ? એ જાણવાની ઈંતેજારી એકદમ વધી ગઈ. એમણે જાહેરમાં બધા સાધ્વીજીઓને પ્રશ્ન કર્યો.
કોઈએ જવાબ ન વાળ્યો, છેવટે એક સાધ્વીજી બોલ્યા..
ગુરુજી! મને ખબર છે કે આ મહાન વૈયાવચ્ચ કોણે કરી છે...” એમ કહીને એમણે એક સાધ્વીજી પ્રત્યે આંગળી ચીંધી.
ગોચરી વહેલી પતાવીને એ વાડામાં ગયા, બધા પ્યાલાની અશુચિ તેઓ જાતે દૂર જઈ પરઠવી આવ્યા, બધા પ્યાલા ધોઈ કરીને મૂકી દીધા. કોઈને ખબર પણ ન પડવા દીધી. એમણે તો મારી આંખ ઉઘાડી છે.” સાધ્વીજીનો સ્વર ભીનો થઈ ગયો.
સૌની આંખો ભરાઈ ગઈ. કારણ કે બધા જાણતા હતા કે આ કામ કરનાર સાધ્વીજી મુંબઈના અતિસુખી પરિવારના દીકરી હતા. એમણે કદી રસોડાનું કામ કર્યું ન હતું, જીંદગીમાં ચા-કોફી બનાવવા જેટલો પણ પરિશ્રમ લીધો ન હતો.
આવા એ સાધ્વીજી આજે માત્ર પ-૬ વર્ષના દીક્ષા પર્યાયમાં આવા પ્રકારની અશક્યપ્રાયઃ વૈયાવચ્ચ શી રીતે કરી શકે ?
પણ, ન તો એમને જુગુપ્સા થઈ, ન આનો અહંકાર જાગ્યો, ન એમણે સ્વની પ્રશંસા કે પરની નિંદા કરી, સંયમીઓની ભક્તિનો લાભ લેવાના એક માત્ર ઉદેશથી એમણે આવી શ્રેષ્ઠ વૈયાવચ્ચ કરી... (ગોચરી-પાણી-સંથારાદિની ભક્તિ સહેલી છે, પણ લઘુ-વડીનીતિ વગેરેની...?
આ સાધ્વીજીના ભાઈએ એમના જીવનથી પ્રભાવિત થઈને ઘરમાં Tv.... ફ્રીજ... વગેરે કશું જ વસાવ્યું નથી.
આ સાધ્વીજીના મમ્મીએ દીકરીને ખુશ કરવા ભણવાનું શરૂ કર્યું, અને ૫૦ વર્ષની ઉંમરે ભણવાનું ચાલુ કરેલું હોવા છતાં ૪ પ્રકરણ – ૬ કર્મગ્રન્થનો અભ્યાસ કર્યો, અત્યારે બીજી બુકનો અભ્યાસ ચાલે છે. આ સાધ્વીજીના પિતાશ્રી નિવૃત થઈને શાસનના કાર્યોમાં તન-મન-ધનથી જોડાઈ ગયા છે.)
૮૬
Page #89
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જૈનત્વ: જન્મથી નહિ, પણ કર્મથી છે.
‘મારા ગુરુબહેનની શિષ્યાનું સ્વાસ્થ્ય બરાબર નથી. ગુરુબહેનનો પત્ર આવ્યો છે, વિનંતિ કરી છે કે ‘કોઈક વૈયાવચ્ચીને મોકલી શકો, તો આભાર...'મારી ફરજ છે અને મારી અંતરની ઈચ્છા છે કે એમની સેવા કરવા માટે તમારામાંથી કોઈક જાય...
બોલો, કોની ભાવના છે...' વિશાળ શિષ્યાવૃંદના ગુરુણીએ બધાને ભેગા કરીને પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી.
બીજા સાધ્વીજીઓ જવાબ આપે-ન આપે, એ પહેલા તો માત્ર દોઢ જ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજીએ તરત ઉત્સાહભેર જવાબ વાળી દીધો ‘ગુરુજી! આ લાભ મને આપો. અને, ગુરુજી! માત્ર આ એક ચોમાસા માટે જ નહિ, જ્યાં સુધી આપની ઈચ્છા હશે, ત્યાં સુધી હું સેવા કરીશ. ભલે ગમે એટલા વર્ષ થાય...'
વધુ અગત્યની વાત તો એ હતી કે ‘એ સાધ્વીજી જન્મે અજૈન હતા, સાધ્વીઓનો પરિચય પામીને દીક્ષિત થયેલા હતા...'
આજે એ વાતને સાડાત્રણ વર્ષ થઈ ગયા છે. અવિરત પણે માસીગુરુણીના શિષ્યાની સેવા કરી રહ્યા છે.
એ ગ્લાન સાધ્વીજીને એકવાર સ્વાસ્થ્ય વધુ બગડવાથી દિવસમાં ચાર-પાંચ વાર વડીનીતિ જવું પડ્યું. એમને આ વૈયાવચ્ચી સાધ્વીની ખૂબ ચિંતા ! ‘આટલી બધી વાર એમણે પરઠવવા જવું પડે, એ મને ન શોભે...’
ગ્લાને કહી દીધું ‘હું વાડામાં જઈ આવીશ, તમારે આટલી બધી વાર પરઠવવા નહિ જવું. તમે થાકી જાઓ...’
આટલું સાંભળતા તો વૈયાવચ્ચી એ નાના સાધ્વીજીની આંખમાં પાણી આવી ગયા “સાહેબજી! આવો તો આપ વિચાર પણ નહિ કરતા. જ્યાં સુધી મારી શક્તિ છે, ત્યાં સુધી આપે આ વિરાધના કરવી જ શા માટે પડે ? આજે આપને બદલે મારે ૪-૫વાર સ્થંડિલ જવું પડે, તો હું જાઉં કે નહિ પરઠવવા ? તો એટલી જ ભક્તિ મારે આપની કરવાની છે...” અને પૂરા ઉલ્લાસ સાથે પોતાનું વૈયાવચ્ચકાર્ય આ જૈનેતરકુલમાં જન્મ પામીને જૈનસાધ્વીજી બનાવેલા આ સાધ્વીજી કરી રહ્યા છે.
૮૭
Page #90
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
સુમંગલ-આચાર્યના પ્રતિનિધિઓ જય હો.
શેષકાળમાં વિહારો ચાલુ હોય, એ વખતે એક ઉપાશ્રયમાં જુદા જુદા પાંચ-સાત સાધ્વીગ્રુપો ભેગા થઈ ગયા. ગ્રુપો અલગ, પણ સામાચારી એક હોવાથી પરસ્પર પ્રતિલેખનાદિનો વ્યવહાર ખરો !
એમાં એક સાધ્વીજી...
ઉંમર ખાસ્સી મોટી...
ચાલવામાં પણ ભારે તકલીફ...
‘વોકર’નો ઉપયોગ કરીને એમણે ચાલવું પડે...
પણ એ દિવસની એમની ચર્ચા જોઈને તમામ સાધ્વીઓ મોંમાં આંગળા નાંખી ગયા. વોકરથી ધીમે ધીમે ચાલતા એ વારાફરતી સાધ્વીજીઓ પાસે ફરે, અને કહે
‘લાવો, મને તમારા પડિલેહણનો લાભ આપો...'
‘તમે, રહેવા દો, તમે હવે ઘરડા થયા.' બધા આવો જ જવાબ વાળે.
‘ભલે વૃદ્ધ થઈ, પણ આવું કામ તો હું કરી જ શકું છું. બીજા બધા કામ મારાથી થતા નથી, તો કમસેકમ આટલું કરીને તો ગચ્છભક્તિ કરું...'
અને ખરેખર એ રીતે ઘણા સાધ્વીજીઓના પાત્રાદિ-પડિલેહણનો લાભ લીધો.
(સુમંગલ આચાર્ય આચાર્યદેશમાં અપંગ રાજકુમાર તરીકે જન્મ્યા, પૂર્વભવના શિષ્યોએ એમને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી, પણ એ અપંગ હોવાથી વિહાર કરી શકતા ન હતા. શિષ્યો એમને ખભે ઉંચકીને વિહાર કરાવતા. એ રીતે ભૂતપૂર્વગુરુનું ઋણ ચૂકવતા.
તો એની સામે સુમંગલાચાર્ય (અત્યારે રાજકુમારનો ભવ)પણ ઉપાશ્રયમાં ઢસડાતા ઢસડાતા બધાના સ્થાને પહોંચીને બધાના પાત્રાદિપ્રતિલેખનનો લાભ લેતા.
આત્મા ધારે, તો શું ન કરી શકે ?...
નાની-મોટી માંદગીમાં તરત જ સેવા લેવા બેસી જવું, બીજાના વૈયાવચ્ચ કરવાના સ્વભાવનો દુરુપયોગ કરવો, સ્વાધીન જીવન જીવવાની શક્તિ હોવા છતાં પણ હાથે કરીને પરાધીન જીવન જીવવું, આળસુ બનવું, બીજા ૫૨ બોજા રૂપ બનવું... એ વ્યાજબી કેટલું ? કલ્પના કરો આ સાધ્વીજી માટે!
વોકરથી જ ચાલવું પડે, એમણે બીજાની વૈયાવચ્ચ ન કરવાનો કાયદેસર હક્ક જ મળી જાય ને ? આપણે હોઈએ, તો એમ જ કરીએ ને ?
એને બદલે...
કરોડો વંદન હો એમના આ ઉદાત્ત સ્વભાવને !)
८८
Page #91
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક અજૈન વૈધનું જૈનાચાર્યના આચારોથી પરિવર્તન (એક વૈદ્યના શબ્દોમાં)
આજથી પંદરેક વર્ષ પહેલાની વાત છે. એ પૂજ્ય આચાર્ય ભ. જુનાગઢથી વિહાર કરીને ધોરાજી આવતા હતા, અને સાંજે પાંચ વાગ્યા પછી સખત તાવ અને ઝાડા લગભગ ૧૫ થી ૨૦ વાર થયા. H.P. માત્ર ૫% થઈ ગયુ. સીવીયર D-હાઈડ્રેશન હતું.
રાત્રે નવ વાગે ધોરાજીના સંઘપ્રમુખ બચુભાઈ દવાવાળા અને મારા ધર્મપ્રેમી મિત્ર નરેશ માંડલીયાએ મને સમાચાર આપ્યા ‘તાત્કાલિક વૈદ્યની તમારી જરૂર છે, જલ્દી આવો.'
=
હું ગયો અને જોયું તો પરિસ્થિતિ એકદમ કથળેલી હતી. ‘તાત્કાલિક બાટલા ચડાવવા પડશે, ઈંજેકશન લગાવવા પડશે.' મેં કહ્યું. આ વાક્ય સાંભળીને પૂજ્યશ્રી એકદમ ઉભા થઈ ગયા.
મને કહે ‘આ લોકો એમ કહે છે કે તું વૈદ્ય છે.’ તો અમને સાધુઓને આ હિંસક દવાનો ખપ ક્યાંથી હોય ?’
મેં કહ્યું ‘સાહેબ ! આપની બધી વાત સાચી. પણ આગાઢ કારણમાં અને ઈમરજન્સીમાં આ દવા લેવામાં કોઈ દોષ ન લાગે. આમાં બાટલા ચડાવવા પડે, નહિ તો તકલીફ વધી જાય.’
‘હું સવારે હોઉં કે ન હોઉં, તેની ચિંતા તારે કરવાની નથી' તેઓશ્રી બોલ્યા ‘તારી પાસે અણાહારી કડવી કે તૂરી દવાની ફાકી હોય, તો મને આપ, પછી તું છુટ્ટો!'
જીવ કરતા શિવને વહાલો કરનારા, આવું કડક આજ્ઞાપાલન કરનારા મેં પહેલા સાધુ જોયા. મેં એમને કડછાલ ચૂર્ણ આપ્યું. એ કડવું હોય છે, તાવ અને ઝાડા બંને મટાડે.
પાણી વિના જ આ દવા એક ચમચી જેટલી ચૂસી-ચૂસીને લીધી, અને સવારે પગ પર પગ ચડાવીને બેઠા હતા.
મને કહે ‘આ આયુર્વેદમાં તને શ્રદ્ધા નથી, તારાથી વધારે મને શ્રદ્ધા છે. તું જે દવા આપતો હતો, એ હિંસક દવા મેલી વિદ્યાના દેવ જેવી હતી. તાત્કાલિક સારું થાત. પણ મારા અનેક ભવો વધી જાત.’ એ પછી સાતેક દિવસ ત્યાં રોકાયા, ત્યારે ખબર પડી કે તેઓશ્રીને પ્રોસ્ટેજની પણ ખૂબ જ તકલીફ છે. રાત્રે ૮-૧૦ વાર માત્રુ જવું પડે છે, સખત બળતરા થાય, લોહી પણ પડે. તાત્કાલિક કોઈક સર્જન પાસે ઓપરેશન કરાવવાની જરૂર!
મને કહે,
‘તારી પાસે નવ દિવસ છે. આંબિલની ઓળી સુધી અહીં છું. કોઈ દેશી દવા લાગુ પડે, તો કોશિશ કર. મારે પાપ માથે ચડાવવું નથી. ડૉક્ટર અને વૈદ્ય તો ઘણા છે. તારે રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય, તો જ મારી દવા કરજે. નહિ તો કંઈ જરૂર નથી.’
શ્રી શાસનદેવની કૃપાથી મારું રાત્રિભોજન ગયું અને સાહેબજી પુનર્નવાની ફાંકીથી સારા થઈ ગયા.
૮૯
Page #92
--------------------------------------------------------------------------
________________
-~-~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~
મેં રાત્રિભોજનત્યાગની પ્રતિજ્ઞા તો લીધી. પણ તબીબી વ્યવસાય એવો કે ગમે ત્યારે રાત્રે વિઝીટ પર જવું પડે, અને રાત્રે ભૂખ-તરસ જાગે, ૨-૩ વર્ષ તો ગમે તેમ કાઢ્યા, પણ પછી મનોબળ નબળું પડતા હું પૂજ્યશ્રીને અમદાવાદ મળવા ગયો.
“સાહેબ! ખૂબ જ તકલીફ છે. સારા-નરવા પ્રસંગે અને સંજોગોવશાત મહિનામાં પાંચ દિવસ રાત્રિભોજનની છૂટ આપો...” મેં કરગરીને કહ્યું.
મને કહે “હું જૈનાચાર્ય રાત્રિભોજનની છૂટ કેમ આપું? તકલીફ તો કર્માનુસારે આવવાની જ. અરે, સામેથી આહ્વાન કરીને મુશ્કેલીને બોલાવી લેવાની...'
મેં કહ્યું “સાહેબજી! સામાન્ય નહિ, વિશેષ મુશ્કેલીઓ પડે છે.'
તો કહે “કસોટી તો આવે જ, ધર્મ કરે એની કસોટી થાય. આજે ૧૦ વર્ષથી દેવો મારી કસોટી કરે છે. આટલા તપ પછી આ ઉંમરે જો મારી પણ કસોટી થાય, તો ક્યાં તારું તપ અને ક્યાં તારી ઉંમર '
બસ, એ પછી અખંડપણે પ્રતિજ્ઞા પાળી રહ્યો છું. ભૂખ-તરસ ભૂલી ગયો છું. (આપણું આચાર પાલન, આચારચુસ્તતા મધ્યમજીવોને ખૂબ જ આવર્જિત કરે છે...)
સંવિગ્નતાનો પવિત્રપુંજ એટલે વર્તમાનના એક વયોવૃદ્ધ આચાર્ય
વિ.સં.૨૦૬૮-૬૯ના ચોમાસાની આ વાત છે.
૮૪ વર્ષના એ આચાર્ય ભગવંતે અમદાવાદમાં અષાઢ સુદ પાંચમના દિવસથી રોજ એકાસણા શરૂ કર્યા.
અષાઢ સુદ ચોથના દિવસે પોતાના શિષ્યને કહી દીધું. “આવતીકાલે મારા ગુરુદેવની શતાબ્દી નિમિત્તે પંચ દિવસીય મહોત્સવ શરૂ થવાનો છે, એ નિમિત્તે મારે આવતીકાલથી રોજ એકાસણા કરવા છે...”
ગુરુદેવ! આપ આ શું બોલો છો ? આપની ઉંમર કેટલી છે? એનું આપને ભાન છે કે ? તબિયત શી રીતે સચવાશે...' શિષ્ય તો બેબાકળો બની ગયો.
તું ખટપટ નહિ કર. મને સંકેત મળ્યો છે, એટલે એકાસણા કરવાના જ છે. અને સાંભળ, એકાસણ પણ માત્ર બે દ્રવ્યના જ કરવાના છે. દાળ અને રોટલી... તારે કોઈ દલીલ કરવાની નથી. કાલથી ગોચરીમાં ધ્યાન રાખજે...” આચાર્યે સત્તાવાહી સ્વરે આજ્ઞા કરી દીધી.
પેલો શિષ્ય તો બાઘો જ બની ગયો, એનું ચાલે પણ શું ?
લગાતર સવા મહિના સુધી બે જ દ્રવ્યના એકાસણા કર્યા. એ બે દ્રવ્યો પણ પાછા પાકા બાંધેલા! એમાં કોઈપણ જાતનો ફેરફાર નહિ, દાળને બદલે દૂધ કે શાક... નહિ જ. એમ રોટલીને બદલે પણ કશું નહિ.
Page #93
--------------------------------------------------------------------------
________________
• વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
શિષ્ય ઘણીવાર ભાખરી, થેપલા, રોટલા વગેરે આપવાનો પ્રયત્ન કર્યો, બહાના કાઢ્યા કે ‘આ બધું આહાર જ ગણાય. સાધુપણામાં આ બધા દ્રવ્યો અલગ નથી ગણાતા.'
પણ આચાર્યશ્રી શિષ્યની ચાલાકી સમજતા જ હતા, એમણે રોટલી સિવાયની દરેકે દરેકે વસ્તુનો ત્યાગ કર્યો.
દાળ ગરમ-ઠંડી ગમે તે આવે, તુવેર-મગ ગમે તે આવે... બધું ચાલે. રોટલી ઠંડી-ગરમ, જાડી-પાતળી, નાની-મોટી, કાચી-પાકી... બધુ ચાલે,
શિષ્યે કંટાળીને મોટા આચાર્યને ફરિયાદનો પત્ર લખ્યો, ત્યાંથી ઓર્ડર આવ્યો કે ‘તમારે બે નહિ, પણ ત્રણ દ્રવ્ય વાપરવા...'
એટલે સવા મહિના બાદ દાળ+રોટલી+કેળા એમ ત્રણ દ્રવ્યનો એકાસણા આખું ચોમાસું કર્યા. ઘડપણના કારણે શિષ્યે એકવાર દાળ-રોટલી ચૂરીને ઢોકળી બનાવીને આપી, તો ના પાડી દીધી, ‘બહુ સુંવાળા નહિ બનવાનું, દાંતને કસરત કરાવવી પડે.’
‘આપનું શરીર ઉતરી ગયું છે-' આવી ફરીયાદ કરી, તો જવાબ હાજ૨ જ હતો. ‘આમ પણ છેલ્લી ઉંમરમાં શરીરનો મેદ ઉતારવાનો જ હોય છે. એટલે હું તો પ્રભુની આજ્ઞા જ પાળું છું...'
એની પૂર્વેના ચોમાસામાં પણ ૩ દ્રવ્યના એકાસણા કરેલા.
(આ આચાર્ય ભ. સાથે ગયા વર્ષે દોઠ-બે મહિના સાથે રહેવાનો લાભ મને પણ મળેલો, એમની એકે-એક જીવનચર્યામાં સંયમ નીતરતું જોવા મળે. પ્રકાંડ વિદ્વાન, મહાન સંયમી આશ્ચર્ય જનક જીંદગી... ૮૪ વર્ષની ઉંમરે પણ આવું જીવન જીવી શકાય છે... વ્હીલચેર ન વાપરવી પડે, એ માટે મોટા ભાગે અમદા.માં જ અલગ અલગ સંઘોમાં વિચરે છે.
એમની કેટલીક વિશિષ્ટ બાબતો ફરી ક્યારેક જોશું...)
અનવસ્થા અટકાવો
“સાહેબજી! એક પ્રશ્ન પૂછું ? મેં હમણા આપના શિષ્ય પાસેથી સાંભળ્યું કે ‘આપ ગિરનારજી ગયા, છતાં ગિરનારજીની યાત્રા ન કરી.' એ શું સાચી વાત ?’
૭૬ વર્ષના એક વૃદ્ધ મુનિરાજને મેં શંખેશ્વરમાં પ્રશ્ન કર્યો.
દિવસ હતો માર્ચ ૧૦ થી માર્ચ ૨૨ સુધીનો! વિ.સં.૨૦૬૯! ફાગણ માસ! આશરે સોળેક સાધુઓનું એ વૃંદ!
આ વૃદ્ધ મહાત્મા એમના ગુરુ! પણ પદવી નહિ.
દીક્ષાપર્યાય ૩૮ વર્ષ આસપાસ!
Page #94
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓએ
ગિરનારજીથી શંખેશ્વર છ'રી પાલિત સંઘ લઈને પધારેલા. એમના શિષ્યો મારી પાસે આવતા. પ્રશ્નો પૂછતા, સમાધાનો મેળવતા... અત્યંત ગુણિયલ મહાત્માઓ! ન ઈચ્છીએ તો ય સ્નેહ બંધાઈ જાય એવા ગુણિયલ મુનિવરો!
એક દિવસ એકાદ શિષ્યના મોઢેથી મેં વાત સાંભળી કે ‘અમારા ગુરુજીએ ગિરનારજીની યાત્રા ન કરી...’ એટલે મને થયું કે આ જબરું કહેવાય. ભારતભરના લાખો લોકો શાશ્વતા તીર્થ ગિરનારજીની યાત્રા કરવા જાય છે. અને આ શું કરી રહ્યા છે ?
મને કુતૂહલ થયું... એટલે ઉપડયો એમની પાસે! સુખશાતાપૃચ્છાદિ પતાવીને અવસર જોઈને પ્રશ્ન પૂછી લીધો.
એ વયોવૃદ્ધ સંયમી મહાત્મા બોલ્યા...
“મહારાજ ! અમે ચોમાસું પાલિતાણા હતા. ત્યાંથી ગિરનારજીનો વિહાર હતો, છ'રી પાલિતસંઘ જ હતો. મેં સંઘ નીકળતા પહેલા પાલિતાણામાં એક યાત્રા કરી, પણ હવે આવ્યું છે ઘડપણ! શરીરની શક્તિઓ ક્ષીણ થવા લાગી છે. એટલે એ યાત્રા મારે ભારે પડી, પછી તો તરત જ સંઘ ચાલુ થયો. રોજના ૧૫-૨૦ કિ.મી. ચાલવાનું! હું ડોળી-વ્હીલચેર વાપરતો નથી. એટલે આ બધો વિહાર પણ મારે ખેંચીને કરવો પડ્યો.
એમ કરતા અમે પહોંચ્યા ગિરનારજી!
ત્યાંથી તરત જ શંખેશ્વરનો સંઘ હતો. એટલે મને વિચાર આવ્યો કે ‘જો અહીં યાત્રા કરીશ અને મારું શરીર ઢીલું પડી જશે, તો આ સંઘ અટવાઈ જશે, ખેંચવું ભારે પડશે. નક્કી કરેલા સંઘને હવે કંઈ બંધ કરાય નહિ, બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ હોય...
એટલે મેં ગિરનારજીની યાત્રા ન કરી.
""
‘આપશ્રી ગિરનારજી પહેલા ક્યારેય ગયા છો ?’
‘ના, દીક્ષાજીવનમાં જ નહિ, પણ આખી જીંદગીમાં ય પ્રથમવાર ગયેલો.’
‘શું કહો છો ? તો આપને ઈચ્છા ન થઈ યાત્રા કરવાની ? અરે, સાધુ-સાધ્વી ભગવંતો સેંકડો કિ.મી.નો વિહાર કરીને યાત્રા કરવા આવે છે, અને આપ ત્યાં પહોંચ્યા પછી પણ યાત્રા નથી કરતા ? ગજબ કહેવાય.'
‘પણ કેવીરીતે કરું ? શરીરની શક્તિ હોવી જોઈએ ને ?’
‘ડોળીમાં થઈ શક્ત ને ? આપ ક્યાં વજનવાળા છો... સાવ સુકલકડી કાયા છે. ત્યાં તો ડોળીની વ્યવસ્થા છે જ. આપના તો ઢગલાબંધ શ્રીમંતો ભક્તો છે. શું કોઈ ડોળીના પૈસા ચૂકવવા તૈયાર ન હતું ?'
પૈસાનો તો પ્રશ્ન જ નથી, મહારાજ!' એ વૃદ્ધમુનિ હસ્યા, માર્મિક હસ્યા, ‘૧૦,૦૦૦ રૂ।. થાય કે લાખ થાય તો ય પ્રશ્ન નથી.’
૯૨
Page #95
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
તો ?
પ્રશ્ન છે મર્યાદાનો! પ્રશ્ન છે અનવસ્થાનો! મને આ રીતે યાત્રા માટે ડોળીનો ઉપયોગ કરવો ઉચિત નથી લાગતો. જો ભગવાનની આજ્ઞા મારા હૈયામાં છે, તો નેમિનાથદાદા મારી સાચી ભક્તિને સમજશે જ.
આજે હું આરીતે ડોળી વાપરું, આવતી કાલે મારા શિષ્યો પણ આગળ વધવાના જ, એ અનવસ્થાનું પાપ મારે ન ખપે.
મહારાજ! આજે પણ ૨૦ કિ.મી.ના કે ગમે એટલા વિહાર ચાલીને જ કરું છું. ‘પણ હવે તો ૭૬ વર્ષ થયા. હવે વધુ વર્ષો ખેંચી શકાશે નહિ. તો પછી શું કરશો ?' ‘સ્થિરવાસ!’
ખરેખર ? આપ તો પ્રભાવક છો. ઘણા બધા કાર્યો આપના ભક્તો દ્વારા દર વર્ષે થતા જ રહે છે. એ બધુ બંધ થઈ જશે ?'
હું એમાં નહિ હોઉં, એ નક્કી છે. મારા શિષ્યો હોય, કે બીજા હોય...
‘પણ ડોળીમાં એવું તમને શું મોટું પાપ લાગી ગયું છે કે આટલા બધા અનુષ્ઠાનો તમે છોડી દેવા માંગો છો ?'
મહારાજ! હું મારા માટે આ ગણિત લગાડું છું. મને એમ લાગે છે કે મારા માટે તો ડોળીને બદલે સ્થિરવાસ જ ઉચિત છે. બીજા માટે બીજું પણ ઉચિત હોઈ શકે છે, મારે કંઈ એનો વિરોધ નથી કરવો.
હમણાં જ મારા એક શિષ્યને પાલિતાણામાં ઓપરેશન કરાવવું પડેલ છે. હવે એ વિહાર કરી શકે એમ નથી. ઉંમરલાયક પણ છે. એમના માટે મેં અત્યારે વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવી છે. પણ એમને વિહારમાં ફેરવતો નથી. અમારું ચોમાસું રાજસ્થાન છે, એમને સીધા ત્યાં જ બોલાવી લીધા છે.
અને મારી ભાવના છે કે જો એ માની જાય, તો રાજસ્થાનમાં જ એક સ્થાનમાં એમને સ્થિરવાસ કરાવી દેવો.’
ત્યાં જ એમના એક શિષ્ય બોલ્યા “એ મુનિ એમ જ કહેતા હતા કે મારે હવે ડોળીવ્હીલચેરનો ઉપયોગ કરીને ક્યાંય ફરવું નથી.”
આ પછી ઔપચારિક વાતો કરીને હું મારા સ્થાને પાછો આવ્યો.
(સંયમીઓ! કમસેકમ આ પ્રસંગ ઉપર ખુલ્લા મનથી, તટસ્થ બનીને, મનના વિચારોને બાજુ પર મૂકીને કંઈક ચિંતન કરજો.
* અપવાદ દરેકે દરેક બાબતમાં છે, એ શાસ્ત્રવચન છે. પણ એ અપવાદ ક્યારે લેવો ? કેટલો લેવો ? કઈ રીતે લેવો ? એ તો નક્કી કરી લેવું પડે ને ?
૯૩
Page #96
--------------------------------------------------------------------------
________________
--~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~-~-~
* પુષ્ટક્રણ હોય તો બહારનો મોટો દોષ પણ અપવાદ છે. દા.ત. કમળાના દર્દીને શેરડીનો રસ! અને પુષ્ટક્રણ ન હોય, તો બહારનો નાનો દોષ પણ અતિચાર છે. દા.ત. કોઈકને ત્યાં સુંઠ-પાવડર મુકાવડાવવો, રોજ ત્યાંથી વહોરાવવો..
એટલે આપણો દોષ દેખીતી રીતે નાનો હોય, તો પણ મોટો હોઈ શકે છે. બીજાઓનો દોષ દેખીતી રીતે મોટો હોય, તો પણ નાનો કે નહિવત હોઈ શકે છે. આવું દરેક બાબતોમાં સમજી લેવું.
* પૂજ્યપાદ ગુરુદેવશ્રી કહેતા “પૂ.આ.ભુવનભાનુસૂરિજી મ.નું છેલ્લું ચોમાસું અમદાવાદ! એ પૂર્વે અમદા. જતી વખતે તેઓશ્રીએ અમારા ગુરુદેવશ્રીને કહેલું કે “મારે તીર્થાધિરાજ ઉપર દાદાને ભેટવું છે, હવે મારો ઝાઝો કાળ બાકી ન ગણાય. મન ભરીને ભક્તિ કરી લઉં.”
તો અહીંથી પાલિતાણા નીકળી જઈએ.” ગુરુદેવશ્રી બોલ્યા. (પ્રાયઃ વડોદરા આસપાસ આ વાત થઈ હોવી જોઈએ.)
ના, તું જોતો નથી? અત્યારે હું ડોળીમાં છું. મારે ડોળીમાં યાત્રા નથી કરવી, એ તો હું અમદા. જઈશ. ત્યાં બરાબર સાજો થઈશ. પછી મારે વિહાર કરીને, ચાલતા ચાલતા શત્રુંજય પહોંચીને જ યાત્રા કરવી છે.
પણ એવી શક્તિ ન આવી તો ?' “તો યાત્રા નહિ...'
* સાધુ કે સાધ્વીજીઓને અત્યારના સંયોગોમાં સ્થિરવાસ માટેની યોગ્ય જગ્યા ન મળતી હોય, કદાચ મળે તો બીજા ઘણા દુષણોની સંભાવના હોય... આ બધા કારણોસર વિહારને બદલે સાધનનો ઉપયોગ કરવો પડે... એ સંભવિત છે. પણ એનો ઉપયોગ સદુપયોગ રૂપે થાય એ ઘણું સારું.
સવો ગુણહિં ગણો “આવતી કાલે એક આચાર્ય ભ. અહીં પધારવાના છે. સાંજે જ વિહાર છે. ૧૦૮માં રોકાશે, મારે પરિચય સારો છે. એમનો પરિચય ખાસ કરવા જેવો છે. હું તમને એમનો પરિચય કરાવીશ.”
પૂ.આ. યશોવિજયસૂરિજી મ.ના વંદના ભદ્રિક મુનિરાજ મહાયશવિ.એ મને શંખેશ્વરમાં શિહોરીના ઉપાશ્રયમાં ઉપર મુજબ વાત કરી.
અમે ચાર મહાત્માઓ પૂ.પં.વજસેન મ.ની સંમતિ મેળવીને નવકાર આરાધના ભવનમાં રહેલા. ત્યાં ભોંયરું અને ભંડાર... એટલે સ્વાધ્યાયની અનુકૂળતા સારી હતી.
મુ. મહાયશ વિ.મ.નો પરિચય મને ત્યારે જ થયો. એકદમ સરળ, ઉદાર, ભદ્રિકસ્વભાવી! “પણ જો, જો! તમે પાછા એમના દોષો જોવા નહિ બેસી જતા.” મને હસતા હસતા એમણે ટકોર કરી.
Page #97
--------------------------------------------------------------------------
________________
-~ ~ RE વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~
એટલે ?'
કોઈપણ આત્મા સર્વગુણસંપન્ન ન હોય, પડતા કાળને લીધે આચારમાં થોડી ઘણી ઢીલાશ હોય પણ ખરી. જો કે એવી કોઈ મોટી ઢીલાશ નથી. પણ તમે ઝીણું ઝીણું જોવા જશો... તો...?”
સાહેબજી! એ ફિકર ન કરશો. દોષદષ્ટિને કાઢી નાંખવાનો સઘન પુરુષાર્થ કરું છું. જ્યાં સાચો ગુણ દેખાય, ત્યાં અંતરથી વંદન! જ્યાં દોષ દેખાય, ત્યાં કરુણા, છેવટે ઉપેક્ષા!” મેં મારો બચાવ કરી લીધો.
બીજા દિવસે સવારે ૯.૧૫ થી ૧૦.૧૫ નવકાર આરાધના ભવનના ભોંયરામાં હું ચતુર્વિધ સંઘને પ્રવચન આપતો હતો. ત્યાં સાધુ-સાધ્વીઓ વધુ હોવાથી પ્રવચનનો વિષય સંયમવૈરાગ્યલક્ષી વધુ રાખેલો.
મારું પ્રવચન ચાલુ અને મને એક મહાત્માએ ઈશારો કર્યો કે “તમે તમારી ડાબી બાજુ જુઓ...' મેં નજર કરી, તો એક પચાસેક વર્ષના સાધુ પાટની પાસે નીચે બેસી ગયા હતા. મારે એમનો કોઈ પરિચય નહિ, મને મહાત્માએ કહ્યું કે “આ આચાર્ય...”
હું ચોંક્યો, એક આચાર્ય મારા જેવાના પ્રવચનમાં આવે, એ પણ કશું કહ્યા વિના આવે, ચૂપચાપ સાંભળવા માટે બેસી જાય, પ્રવચન' ન ડહોળાય, એ માટે નીચે જમીન પર બેસી જાય... એ એમની નમ્રતા ગુણની પરાકાષ્ઠા હતી. પછી તો મેં એમને પાટ પર બેસાડ્યા...
પ્રવચન બાદ તેઓશ્રી શિહોરી ઉપાશ્રયમાં પૂ.મુ.મહાયશ વિ.મ.ની પાસે ગયા, હું પણ ત્યાં ગયો. સંમતિ લઈને બેઠો.
અમારા વચ્ચે જે વાર્તાલાપ થયો, તે નીચે મુજબનો હતો. “મેં સાંભળ્યું છે કે આપ તો બહુ મોટા સાધક છો. પુષ્કળ મંત્રજાપ કરો છો...” “મહારાજ ! એવું કશું વિશેષ નથી. મારી શક્તિ પ્રમાણે કરું છું...” વચ્ચે જ પૂ. મહાયશ મ. બોલ્યા.
એ શું કરે છે? એ હું કહું. રાત્રે ૯ થી માંડીને ૧ થી ૨ વાગ્યા સુધી અખંડ જપ-સાધના કરે છે. ચાર-પાંચ કલાક! જબરદસ્ત સામર્થ્ય છે. - આ પાછું એકાદ દિવસ નહિ, પણ કાયમ માટે !”
એક નવકારવાળી પણ ચંચળતા સાથે ગણતા મારા માટે આ વસ્તુ તો ભારે આશ્ચર્યજનક હતી. માણસ આખા દિવસનો થાક પછી પણ ૯ થી ૧ સુધી એક જ આસને અપ્રમત્ત શી રીતે બેસી શકે?
Page #98
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
આપ શ્રી શેનો જપ કરો છો ? કોઈ વિશિષ્ટ મંત્રોનો ? કોઈ દેવ-દેવીની સાધના...'
ના, મહારાજ! એવો કોઈ એકસ્ટ્રા મંત્ર ગણતો નથી.
‘નમો અરિહંતાળ સવ્વપાવપ્પળાતો' આ બે પદોની ૧૦૮ નવકારવાળી.
લોગસ્સનો ૧૦૮ વાર જપ.
સંતિકરનો ૧૦૮ વાર જપ. ઉવસગ્ગહરંનો ૧૦૮વાર જપ. મને આમાં ખૂબ શ્રદ્ધા છે.
મને આનંદ થયો. કોઈ બીજા-ત્રીજા જપને બદલે એમણે યોગ્ય જપ જ સ્વીકાર્યો હતો. ‘એક પ્રશ્ન પૂછું ? આપ આટલો બધો જાપ કરો છો... વર્ષોના વર્ષોથી કરો છો, તો આપને ક્યારેય દેવ-દેવીનું પ્રત્યક્ષ દર્શન થયું છે ખરું ? પ્રત્યક્ષ અનુભવ થયો છે ખરો ?’
‘ના, મહારાજ! નથી થયો.' એટલી ઝડપથી, એટલી બધી નિખાલસતાથી એમણે ના પાડી, કે જે માટે મારું મન તૈયાર ન હતું. સાધક તરીકે ઓળખાતા માણસો કંઈક ઉંચી ઉંચી વાતો કરે જ... પણ એવું કંઈ જોવા ન મળ્યું.
મને એમના મુખ ઉપરની બાળક જેવી નિર્દોષતા જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. ‘ખરેખર એકપણ વાર પ્રત્યક્ષ અનુભવ નથી થયો ? લોકો તો આપને મોટા સાધક કહે છે.' મેં ફરી પૂછ્યું.
‘લોકો જે કહે તે, સત્ય વાત આ છે. હા! ઘણા અઘરા કાર્યોમાં પણ સફળતા મળે, એ વખતે અનુમાન કરું કે પરોક્ષ રીતે દૈવીસહાય મળી હોય... પણ એ અનુમાન છે, પ્રત્યક્ષ નહિ.' પૂ. મહાયશ મ. બોલ્યા ‘આમણે શાસન માટેના અમુક અમુક જે નક્કર કાર્યો કર્યા છે ને, એ એવા છે કે જે બધાને કહી પણ ન શકાય. (એમણે મને એવા બે-ત્રણ કાર્યો કહ્યા, એ વાત ૧૦૦% સાચી હતી. પણ એ બધાને કહેવાય એવા નથી... માટે...)
આ દેખાવમાં સાવ શાંત-નમ્ર છે, તમને એમ જ લાગે કે ‘આમનામાં શું છે ?’ પણ મહારાજ! રાજકારણથી માંડીને ભલભલા ક્ષેત્રોમાં એમણે ગજબના કાર્યો કરેલા છે. તમે એમને સામાન્ય આચાર્ય ન માનતા...'
એ આચાર્ય ભ.ને ત્યારે અર્હદ્યાન વિ.એ પાણી આપ્યું, પાણી વાપર્યા પછી એ જાતે જ પાણી લૂંછવા માંડ્યા. એ મુનિએ પાત્રી માંગી... પણ એમણે ન આપી.
‘આટલો લાભ તો અમને લેવા દો...' મેં પણ પાત્રી લુંછવા માંગી. ના મહારાજ! હું મારા પાત્રા કોઈને લુંછવા નથી આપતો...
‘કારણ ?’ મેં પૂછ્યું
એ જરાક હસ્યા. ‘અમારા ગુરુદેવે ૮૫ વર્ષની ઉંમર સુધી ક્યારેય અમને શિષ્યોને પણ પાત્રા લુંછવા નથી આપ્યા. અમે ૮-૧૦ મહાત્માઓ હતા, જીદ પણ કરતા. પણ એ કડકાઈ
૯૬
Page #99
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
સાથે નનૈયો સંભળાવતા. એ કહેતા ‘મારા એંઠા પાત્રા લુંછવા માટે મેં તમને દીક્ષા નથી આપી. તમારા મા-બાપે તમને મને સોંપ્યા છે, એ તમારા સંયમ-સ્વાધ્યાયાદિની ઉન્નતિ માટે! તમારી પાસે હું આવા કામ કરાવું, તો હું પાપમાં પડું...'
અને મહારાજ! તમે માની શક્શો કે કેમ ? પણ એક સત્ય હકીકત કહું કે ૮૫ વર્ષની ઉંમર સુધી એમણે પોતાનો માત્રાનો પ્યાલો પણ અમને કોઈને પરઠવવા આપ્યો નથી. અમારી જીદ, અમારી સમજાવટ... બધી નિષ્ફળ! વયોવૃદ્ધ ઉંમરે પણ પોતાનો માત્રાનો સ્પંડિલનો પ્યાલો પરઠવવા જાતે જાય...
એ કહેતા ‘તમારા પાસે હું જો સ્પંડિલ-માત્રા પરઠવાવું, તો મને આભિયોગિક નામ કર્મ બંધાય. આવતા ભવમાં મારે નોકર થવું પડે, આવા કાર્યો કરવા પડે.’
(અલબત્ત સદ્ગુરુ ‘શિષ્યમાં વિનય-વૈયાવચ્ચાદિ ગુણો વિકસે...' એવી પવિત્રભાવનાથી સેવા કરાવે, તો ગુરુ પણ નિર્જરા જ પામે છે. પણ ભાવના પવિત્ર હોવી જરૂરી છે.)
મહારાજ!
ગુરુજીના એ સંસ્કાર ટકાવી રાખવાનો પ્રયત્ન કરું છું. મારા શિષ્યોને
→ મારા પાત્રા-પાત્રી લુંછવા આપતો નથી. હું જ લુંછું છું.
→ મારો કાપ કાઢવા આપતો નથી. મુહપત્તી જેવી વસ્તુનો કાપ પણ હું જ કાઢું છું.
હું સાંભળી જ રહ્યો... એમના મુખ ઉપર ક્યાંય કપટ કે અહંકારનો અંશ પણ પકડાતો ન હતો. નીતરતી હતી માત્ર નિખાલસતા!
જે પણ એમને વંદન કરે, એ તમામ મહાત્માઓના ચરણોનો સ્પર્શ કર્યા વિના એ ન રહે. મહાત્મા વંદન માટે નીચે નમેલા હોય, એટલે એનો ગેરલાભ (!) ઉઠાવે. એમને ખબર પડે, એ પહેલા આ આચાર્ય ભ.નું કામ પૂરૂ થઈ જાય.
પૂ. મહાયશ મ.એ મને કહ્યું ‘મેં આમને ઘણીવાર કહ્યું, કે તમે ઉજ્જવળ પરંપરામાં આવેલા ગચ્છના આચાર્ય છો, ગચ્છાધિપતિ છો. તમારો ગચ્છ આગળ ચાલવો જોઈએ. એ માટે સાધુઓ વધવા જોઈએ... તમે કેમ એના માટે પ્રયત્ન નથી કરતા ?
ત્યારે એમણે મને (પૂ.મહાયશ મ.ને) જવાબ આપ્યો ‘મહારાજ! યોગ્ય પ્રયત્ન કરું જ છું, પણ આ કામની પાછળ નથી પડતો. વાત રહી ગચ્છ ટકાવવાની... મહારાજ! ૮૪ ગચ્છો હતા ને, આજે મોટા ભાગના ગચ્છો મૂળથી સાફ થઈ ગયા છે. તો એમાં મારો-અમારો ગચ્છ પણ ક્યારેક તો ખતમ થવાનો જ, એનું મમત્વ શું ? હા! ગૌરવ ચોક્કસ છે, પણ આ વસ્તુની તૈયારી પણ છે.’
(આ મહાત્મા જે ગચ્છમાં છે, એ ગચ્છના પૂર્વજોમાં પ્રથમ કોણ છે ? એ ખબર છે ? કે જેમના નામથી હાલ આ ગચ્છ ચાલી રહ્યો છે.
ન ખબર હોય તો સાંભળો.
૯૭
Page #100
--------------------------------------------------------------------------
________________
-~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જે મહાત્માના ઢગલાબંધ સ્તવનો લાખો જૈનોના મોઢે રમતા થઈ ચૂક્યા છે. એ જ્ઞાનવિમલસૂરિ ! એમના નામથી ચાલી રહેલો વિમલગચ્છ! સંયમી માત્ર પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા વર્તમાન ગચ્છાધિપતિ ક્યાંક મળી જાય, તો ઉપરના ગુણોને યાદ કરીને એમની અનુમોદના કરવાનું કદી ચૂકતા નહિ.)
પૂ.આ.ભ.શ્રી મુનિચસૂરિજીના મુખે સાંભળેલી નાનકડી ઘટના
પાલિતાણામાં એક મોટા દેરાસરની બાજુમાં એક ઉપાશ્રયમાં એક આચાર્ય ભગવંત રોકાયેલા હતા. દેરાસર હતું કેસરિયાજીનું !
મારે મારા ગુરુદેવ પૂ.આ. ૐકારસૂરિજી મ. સાથે અવારનવાર જવાનું થતું, ત્યાં ભંડાર સારો હતો, મારે અભ્યાસ માટે પુસ્તકો જોઈતા, એટલે જતો. એ આચાર્ય ભ. ઉદારતા પૂર્વક કોઈપણ પુસ્તક લઈ જવા દેતા.
અમે જોતા કે એ પોતાની બરાબર સામે અને પાસે સ્થાપનાજી મુક્તા. બાજુમાં ટેબલ ઉપર, જરાક દૂર પાટ ઉપર સ્થાપનાચાર્યજી મૂકી શકાતા હતા, અને ઘણી બધી જગ્યાએ આપણે એ રીતે જ મુકીએ છીએ. પણ એમનો આ આચાર અમને અચંબો પમાડતો હોય.
એટલે એકવાર મારા ગુરુજીએ પૂછી લીધું “સાહેબજી! આપ સ્થાપનાચાર્યજી સતત નજર સામે જ કેમ રાખો છો ? આનું શું કારણ છે ?
ત્યારે એ આચાર્ય ભગવંતે જવાબ આપ્યો.
આ પાલિતાણા છે, ઘણા બધા લોકો વંદન માટે આવે. હું એવું કોઈ ઉત્તમજીવન જીવતો નથી. મારી પાસે એવા કોઈ વિશિષ્ટ આચારો નથી. શાસ્ત્રોમાં દર્શાવેલું જીવન મારે માટે ઘણું દૂર છે. એટલે લોકોના વંદન લેવામાં મને સંકોચ થાય છે. સીધી તો ના પાડી શકતો નથી. ... એટલે વચલો માર્ગ અપનાવ્યો, મારી સામે જ નજીકમાં જ સ્થાપનાજી રાખું છું, એમ જ માનું કે “આ વંદન આ સુધર્મસ્વામીજીને છે, મને નહિ...' એ રીતે સંતોષ માની લઉં છું.
(ભલે કાળ પ્રમાણે આપણે બધા આચાર-વિચારોમાં મજબુત-મકામ ન રહી શકતા હોઈએ, અને એટલા માત્રથી આપણે કંઈ સાધુતા ગુમાવી જ બેસીએ છીએ... એવું પણ નથી પણ આપણી ખામીઓનો રંજ તો ઉભો જ રહેવો જોઈએ. એના અનેક પ્રકાર હોઈ શકે. એમાંનો આ એક પ્રકાર છે.
ગૃહસ્થોના વંદન ભલે લઈએ, ના ભલે કોઈને પણ ન પાડીએ, પણ અંદરની જ્યોત તો જલતી રાખીએ ને ?)
૯૮
Page #101
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક મીઠો અનુભવ (એક સાધ્વીજી ભગવંતના શબ્દોમાં...)
‘યહાઁ સ્કુલ મેં આપ નહિ હર સતે । તુરી ખાદ્દ મેં નાÇ' ઝારખંડના એક શહેરમાં સ્કુલના વહીવટદારે અમને ત્યાં ઉતરવાની ના પાડી.
ઉપાશ્રયોની વ્યવસ્થા ગુજરાતમાં મળે, આવા ઝારખંડ જેવા પ્રદેશોમાં નહિ! અમારે માટે જ ત્યાં સ્કુલમાં ઉતરવાનું હતું. પણ ત્યાંના માણસે સ્પષ્ટ ના પાડે.
‘જ્યો ? જ્યાં તત્તીષ્ઠ હૈ ?' અમે સહજ રીતે પ્રશ્ન કર્યો.
‘યહાઁ પે અમી 10 ઔર 12 વ્હી પરીક્ષા પત રહી હૈ, સતિપ્ મનાડ્ વર રહે હૈ । વાં આપ નૈને સંત-સતી ઓ નિષેધ વને જા જોડ્ વારળ દ્દી નહીં હૈ ।' એ ભાઈએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. છેવટે અમારે બીજી જગ્યા શોધવી પડી.
ત્યાં એક મુસ્લિમભાઈની ધર્મશાળામાં ઉતરવાની જગ્યા મળી તો ગઈ.
પણ જગ્યા નાની!
મુસાફરોની આવન-જાવન!
રાત પસાર કરવી દુષ્કર!
છેવટે મકાનની બહાર નીકળી કોઈક સજ્જન માણસને પૂછ્યું.
'इस धर्मशाला का मालिक कौन है ?'
‘વહ તો અમી હાજોટ મેં હોંગે...'
हमें हाइकोर्ट का रास्ता दिखाओगे.....
અમે વિનંતિ કરી, પણ એની અનુકૂળતા ન હોવાથી અમે જ હાઈકોર્ટનો રસ્તો પુછતા પુછતા
ત્યાં પહોંચ્યા. અંદર જતા હતા, ત્યાં વોચમેને પુછ્યું...
“જ્જા નાના હૈ”
‘વાર જો, મૈં આતા હૂં.'
કહીને એ અંદ૨ રજા લેવા ગયો.
રજા મળતા જ અમે જજની ઓફિસમાં દાખલ થયા.
અમને જોતાની સાથે મુસ્લિમ જજ ઉભો થઈ ગયો, એના મોઢા પર અહોભાવ-સદ્ભાવ નીતરતો દેખાતો હતો.
आइए, आइए! आप तो श्वेतांबर जैन साध्वीजी हैं न ?
હા ની ?'
कहो, मैं आपकी क्यां सेवा कर सकता हुं ?
हम पूरे भारतभर में पैदल विचरण करते है, हमें कहीं कभी कोई तकलीफ नहि हुइ, लेकिन आप के जिल्ले में हमे स्थान नहि मील रहा ।
૯૯
Page #102
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
I
हम आपकी ही धर्मशाला में रुके हुए है । लेकिन वो छोटी हैं, और वह पुत्रो की आवनजावन हैं, जो हमारे जीवन की सुरक्षा के लिए उचित नहि है ।
आप क्या इतना कर सकते है कि आज एक रात धर्मशाला मे कोई भी पुरुष का प्रवेश न हो... और आगे भी हमे ठहरने की जगह मीलती रहे.....
क्या आप हमे इतनी सहाय कर सकते है ।
અમે સૌમ્ય અને સ્પષ્ટ શબ્દોમાં ટુંકમાં રજુઆત કરી દીધી.
आप का सब काम हो जाएगा । आज रात धर्मशाला में एक भी पुरुष का प्रवेश नहीं होगा ।
ओर... ये मेरा कार्ड लीजीए... आगे भी आप जहाँ जाऐगे, मेरे ये कार्ड से आपका काम हो जाएगा । आप हमारे अतिथि है ।
એમણે કાર્ડવાળો હાથ અમારા તરફ લંબાવ્યો.
'क्षमा कीजीएगा, हम आपके हाथ से ले नहि सकते । इस तरह हम आपको छू नहि सकते..' 'ओह! Good! I am very Sorry!' हीने खेभो अर्ड टेजस पर भूयु.
'आपका आभार! लेकिन आप टेबल से टच है, कृपया आप टेबल का स्पर्श छोड दीजिए, उसके बाद हम ये कार्ड ले सकेंगे...'
હાઈકોર્ટના જજ આશ્ચર્ય પામ્યા, એમના મોઢા પર અહોભાવની લાગણીઓ ઉભરાતી હતી. से जोल्या...
आपका तो भगवान महावीर से स्नेह है, आपको तो समंदर में डुबकी लगाके इस स्नेह में पर उतरना है ।
जब कोलेज में था, तब दिगंबर - श्वेतांबर भगवान महावीर का चेप्टर पढा था, आज आपने मुझे भगवान महावीर की याद दिलाई है ।
એમણે ફળો અને ચા મંગાવ્યા, અમને આપવા લાગ્યા.
અમે સવિનય ના પાડી.
એ વખતે એમની એજ્યુકેટેડ પર્સન તરીકેની આભા અમે જે ચમક જોઈ તે જોઈને પ્રભુશાસનની આચારવ્યવસ્થા ઉપર અમારું હૃદય ઓવારી ગયું.
(સંયમીઓ! સાવ સ્થૂલકક્ષાના આચારો પણ બાલજીવ પર આટલી ઉંડી છાપ પાડી શકે છે, સૂક્ષ્મ આચારો અને ઉત્તમપરિણતિ એ ક્રમશઃ મધ્યમ અને ઉત્તમજીવોને માટે ખૂબ જ સુંદર મઝાનું આલંબન બની રહે છે.
આમાં આપણું પોતાનું હિત પણ સચવાય અને પરનું હિત પણ સધાય... આવા દૃષ્ટાન્તોને नभर सामे राजशो...)
१००
Page #103
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~+ પરિગ્રહનો પરિત્યાગ પમાડનાર પ્રકૃષ્ટ લોધા
(પૂ.આ.મુનિચન્દ્રસૂરિજી મ.પાસેથી સાંભળેલ) દક્ષિણ ગુજરાતના સ્થાનોમાં અમારે વિચરવાની ભાવના હતી. પણ એ ક્ષેત્રમાં અમે તદ્દન અજાણ્યા! નવા!
ત્યાંના જાણીતા અને ત્યાંના ક્ષેત્રનું ખેડાણ કરી ચૂકેલા એક આચાર્ય ભગવંત સાથે અમે જોડાયા. એમની નિશ્રામાં એક સંઘ જતો હતો. એમાં જ અમે જોડાઈ ગયા.
એ આચાર્ય ભ. ખૂબ જ નિખાલસ! પ્રસંગ એમને હોવા છતાં પણ અમને ઘણું વધારે પડતું સન્માન આપે. એક દિવસ વાત-વાતમાં એમણે કહ્યું કે...
“એક વાર મારા તપસ્વી ગુરુ મહારાજે મને બોલાવ્યો. કહે કે “આજે બાધા લે. તારી માલિકીનું એક પણ પોટલું રાખવાનું નહિ. અને કોઈપણ ટ્રસ્ટ કે સંસ્થામાં તારી સત્તા ધરાવતો નહિ.”
મારા ગુરુ મહારાજ કહે અને હું ન માનું એ ન બને. મેં એમની વાત સ્વીકારી, બંને બાધા લીધી. આજે તો એ વાતને વર્ષો થઈ ગયા. પણ મારી બાધા મેં બરાબર પાળી છે. મારા નામનું કાયમી પોટલું, પરિગ્રહ કશો રાખ્યો નથી.
મારા ગુરુજીના કાળધર્મ બાદ એમના સ્થાને મોટું ગુરુમંદીર બનાવડાવ્યું, પણ ભક્તોદ્વારા એ કામ થઈ ગયા બાદ એનો બધો જ વહીવટ સ્થાનિક ટ્રસ્ટીઓને સોંપી દીધો. હું એમાંથી કાયમ માટે નીકળી ગયો.”
આજે પણ આ આચાર્ય ભગવંત બંને પ્રતિજ્ઞાઓનું બરાબર પાલન કરે છે.
આ આચાર્ય ભ. ઢગલાબંધ અંજનશલાકાઓ, પ્રતિષ્ઠા કરાવી ચૂક્યા છે. પણ એમનો સંકલ્પ છે, નિર્ણય છે કે પ્રાચીન મહાપુરુષોએ જે પ્રતિષ્ઠા કરાવી હોય, એ એમને એમ રહેવા દે. પ્રતિમાજીને હટાવ્યા વિના આખું દેરાસર નવું થવા દે... પ્રતિમાજી હલાવવા ન દે. (જ્યાં મોટી જગ્યા ન મળવાદિ કારણોના હિસાબે પ્રતિમાજી ખસેડવાનો નિર્ણય નાછુટકે લેવો જ પડે... એ અલગ વાત!)
એક મુનિરાજની ૧ વર્ષના દીક્ષાપચયની રવાધ્યાય-સાધના ઉંમર માત્ર ૧૯ વર્ષ ! - દીક્ષા બાદ ૧ માસના દસ વૈ.ના જોગ! એ પછી ઉનાળામાં જ અઢિસો કિ.મી.નો વિહાર! એ પછી ચોમાસુ અને એ પછી પોતાની વાર્ષિક પ્રથમ દીક્ષાતિથિ!
- ૧૦૧
-
-
Page #104
--------------------------------------------------------------------------
________________
-————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ આવી પરિસ્થિતિમાં કેટલો અભ્યાસ થઈ શકે ? કેટલો કર્યો ? એ જોઈએ. (૧) સંસ્કૃતની બે બુક.
(૨) સકલા+ભક્તામર+કલ્યાણમંદીર+રઘુવંશ+કરાત+શિશુપાલક+નૈષધ... એ સાત કાવ્યો...
(૩) દસ વૈ.સમુતિસાધુની ટીકા (૬૦% થઈ, પછી બીજો વિષય ચાલુ થવાથી અટકી...) (૪) ઉપદેશમાલા - સિદ્ધિર્ષિગણિ ટીકા... (પ૪૪ ગાથાનો. વિરાટ ગ્રન્થ, ટીકા કપરી...) (૫) તર્કસંગ્રહ - પ્રત્યક્ષખંડ (૬) મુક્તાવલિ – પ્રત્યક્ષ + અનુમાન બે ખંડ... (૭) અનુયોગ દ્વાર- મલધારી હેમચન્દ્રસૂરિજીની ટીકા (૮) આરાધક-વિરાધક ચતુર્ભગી (૯) કૂપદાન્ત વિશદીકરણ. (૧૦) ચાર પ્રકરણત્રણભાષ્ય (પૂર્વે કરેલા, તે પુનઃ કર્યા) (૧૧) ધર્મબિન્દુ (સાધુ-અધિકારના અધ્યાયો...) (૧૨) પિંડનિર્યુક્તિ (૭૦% જેટલી બાકી...). (૧૩) ઓઘનિર્યુક્તિ (હાલ ભણવામાં ચાલુ...) (૧૪) સામાચારી પ્રકરણ (મહોપાધ્યાય યશોવિજયજી મ.નો સુંદર+કઠિનગ્રન્થ...)
આ મુનિવરનો ક્ષયોપશમ તીવ્ર છે કે ખૂબ મહેનત કરે છે... એવું લગીરે ન માનશો. કેમકે ૧ વર્ષમાં એમણે કુલ ૧૨૦૦ આસપાસ જ ગાથા ગોખી છે. દિવસની પાંચ પણ નહિ. એકાદ કલાકમાં એ માંડ ત્રણ-ચાર કે પાંચ ગાથા ગોખી શકે છે, વધારે નહિ.
અને એમના ગુરુ વારંવાર પ્રેરણા કરે, ત્યારે વગર વિહારે પણ ૨૪ કલાકમાંથી વધી વધીને દસ કલાક જ અભ્યાસ થાય છે... એ પણ સતત નહિ. મોટા ભાગે વિહાર વિના આઠેક કલાકા વિહાર હોય તો પાંચેક કલાક!
આ તમામ ગ્રન્યો ભણાવી પણ શકે, નવું હોવાથી ભૂલો ભલે પડે... પણ ભય નહિ. આ સ્વાધ્યાયસાધના સાથે સંયમસાધના પણ એકંદરે સાચવી છે. * કાયમ એકાસણા... (માંદગીના દિવસો બાદ... પણ એવા પાંચેક...). * છેલ્લા ચારેક માસથી દર ચૌદશે ઉપવાસ, પારણે સવારે માત્ર સુંઠ-ગોળનો નિર્દોષ ઉકાળો!
* કોઈપણ ગામમાં જૈન-જૈનેતર બધે નિઃસંકોચ ગોચરી જઈ શકે, એમને એકપણ ઘર બતાવવા ન પડે, એ પોતાની મેળે જ બધું શોધી લે.
* ગુરુ જે આપે, એ જ વાપરે, વસ્તુનું પ્રમાણ કે વસ્તુની choice બંને સ્વયં નક્કી ન કરે. ગુરુએ ક્યું કે “સાદી વસ્તુમાં તમારે જ નક્કી કરવાનું...” ત્યારથી એમ કરે. પણ મિષ્ટાદિમાં કદી મંગાવવાનું નહિ... બધું ગુરુના માથે!
Page #105
--------------------------------------------------------------------------
________________
-
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * ગુરુ સંથારો ન કરે, ત્યાં સુધી જાગતા રહે. ગુરુને ઘણીવાર મીટીંગમાં ૧૧/૧૨ પણ વાગે, તો પણ પોતે બેઠા જ રહે. છેવટે ગુરુએ ઠપકો આપીને આ રીતે બંધ કરાવવી પડી. છતાં મોટા ભાગે તો આ આચાર પાળે જ છે.
* એકપણ ગૃહસ્થ સાથે પરિચય કરવાનો વિચાર સુદ્ધા પણ નહિ. સંયમ સ્વાધ્યાય સિવાય ૨૪ કલાકમાં વિકથાના સાધનભૂત એક પણ આવી વસ્તુ નહિ... ન ગૃહસ્થપરિચય... ન છાપા... ન મેગેઝીનો...
C.A.ની C.PT.ની પરીક્ષામાં ૧૫૩ માર્કસ લાવી આખા ભારતમાં ૩૯માં ક્રમે આવનાર. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરનાર, કમ્યુટરમાં માસ્ટરી મેળવનાર આ યુવાન આજે તો મુનિરાજના વેષમાં સાવ સીધુ-સાદુ જીવન જીવીને એક એવો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે જીવનપરિવર્તન માટે માત્ર દઢ સંકલ્પપૂર્વરના સમ્યગુ પુરુષાર્થની જરૂર છે. માણસ ધારે, તો પળવારમાં ઈતિહાસ બદલી શકે છે. રચી શકે છે. સુધારી શકે છે.
જેટલા પણ નૂતન દીક્ષિતો હોય, એમના ગુરુજનો હોય.. તેઓ આ દષ્ટાન્તને નજર સામે રાખે... મારી નજર સામે તો છે જ... કોઈને શંકા હોય, તો મને મળજો... પૂછજો... પ્રત્યક્ષ દર્શન કરાવીશ આ મુનિરાજના
શું વૃદ્ધો આરાધના ન કરી શકે? મ.સા.! કેમ આજે આંબિલ?' કંઈક આશ્ચર્ય અને અનેરા આનંદથી ઉભરાતા હૈયે મેં પૂછ્યું. ઓળી ચાલુ છે...... ૫૮ વર્ષની ઉંમરના વૃદ્ધ મહાત્માએ નમ્રતાથી જવાબ આપ્યો. કેટલામી ?” મેં ભરપૂર બહુમાન સાથે પૂછ્યું... “એકતાલીસમી...” ફાગણવદ બારસ વિ.સં. ૨૦૬૯નો એ દિવસ! સ્થાન હતું. શ્રીભીલડીયાજી તીર્થનો ઉપાશ્રય!
સરદારપુરાથી ચાર-છ દિવસનો છ'રી પાલિત સંઘ આવ્યો હતો, છેલ્લા બે દિવસ શનિરવિ! રવિવારે માળનો કાર્યક્રમ! ૨000 ઉપરાંત માણસોનો જમણવાર!
અમે કુલ ત્રણ સમુદાયના ૨૫ જેટલા સાધુ ભગવંતો! ગોચરી વ્યવહાર હોવાથી રવિવારે બધા ગોચરી વાપરવા એક જ હોલમાં સાથે બેઠેલા. સંઘપતિની ઉદારતા ગજબની હતી, ચાર-ચાર મીઠાઈઓવાળું ભક્તિસભર સ્વામિવાત્સલ્ય!
હું વાપરવા તો બેઠો, અનુકૂળ વસ્તુઓ વાપરી પણ ખરી... પણ મનમાં મુંઝારો થતો હતો. શું મારા પૂ. ગુરુદેવશ્રી હાજર હોત, તો હું આ રીતે વાપરી શક્ત? એમને આ બધું ગમત? તેઓશ્રીનું સ્મરણ થતા આંખો ભીની થઈ ગઈ.
Page #106
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એમાં વળી મારી સામે ક્રોસમાં ૫૮ વર્ષના એક મુનિને આંબિલ કરતા જોયા, એટલે તો એમના પ્રત્યે અતિશય સદ્ભાવ પ્રગટ્યો.
મને ખબર હતી કે એમનો દીક્ષાપર્યાય હતો માત્ર ત્રણ વર્ષ !
મને ખબર હતી કે એમને આંબિલમાં પાર્ટનર તરીકે કોઈ ન હતું, એ એકલવીર હતા. અમારા તપસ્વી મુનિનું આજે જ પારણું હતું.
મને ખબર હતી કે આટલી બધી વિશિષ્ટતમ ગોચરી નજર સામે હોય, નિર્દોષ હોય, સૌ વાપરતા હોય... એ વખતે બધાની સામે પૂરી પ્રસન્નતા ટકાવી રાખીને આંબિલ કરવું એ કેટલું કપરું કામ છે...
છતાં એ મુનિરાજ એકદમ પ્રસન્ન લાગતા હતા.
એ પછી તો એમના જીવનની અનેક બાબતો જાણવા મળી, જે નીચે મુજબ છે. (૧) ગૃહસ્થપણામાં ૧૦૮ અઠ્ઠમ અને ૨૨૯ છઠ્ઠની આરાધના કરી છે.
(૨) દીક્ષા બાદ પહેલા વર્ષે કેરી સિવાય તમામ શૂટનો, બીજા વર્ષે બદામ સિવાય તમામ ડ્રાયફૂટનો અને ત્રીજા વર્ષે તમામ ફરસાણનો (તળેલું+બાફેલું) ત્યાગ કર્યો.
(૩) ત્રીજા વર્ષથી ભાત જ છોડી દીધા.
(૪) ગોચરીમાં રોટલી-શાક-દાળ-ભાત... બધુ એક જ પાત્રમાં ભેગું કરીને વાપરે. કાયમ માટે આ રીતે જ વાપરે.
(૫) આટલી ઉંમરે પણ વીસેક કિ.મી.નો વિહાર સળંગ કરવો હોય, તો પણ આરામથી કરી શકે.
(૬) એક દીક્ષાપ્રસંગ જોઈને એમને એવો ભાવ ગૃહસ્થપણામાં જાગેલો કે એમણે ત્યારે ને ત્યારે સંકલ્પ કરેલો કે જો આવતા માગશર સુદ-૧૦ સુધીમાં મને દીક્ષા ન મળે, તો મા.સુદ૧૧થી મારે ઉપવાસ કરવાના...
અને માત્ર ત્રણ જ મહિનામાં પોતાની તમામ જવાબદારીઓ પૂરી કરીને સખત પુરુષાર્થ કરવા લાગી પડ્યા. બરાબર માગશર સુદ છઠ્ઠના દિવસે એમની રજોહરણની પ્રાપ્તિ થઈ ગઈ. એમને પ્રતિજ્ઞા પ્રમાણે સફળતા મળીને જ રહી.
(૭) એક વાર કતારગામ સુરતમાં એમણે અભિગ્રહ લીધો કે ‘મારે માત્ર દસ જ ઘરોમાં જવાનું, એ ઘરોમાં મારે કશું માંગવાનું નહિ, તેઓ જેટલી વિનંતિ કરે, એમાંથી જ મારે લેવાનું. દસ ઘરોમાંથી જેટલું મળે, તેટલાથી જ મારે એકાસણું કરવાનું...'
(૮) ત્યાં જ એમણે એકવાર એવો નિયમ લીધો કે ‘પહેલા ઘરે મને જે વસ્તુઓની વિનંતિ થાય, બીજા-ત્રીજા-ચોથા ઘરે મારે એ જ વસ્તુઓ લેવાની. બીજી એકપણ નહિ, અને માત્ર ચાર જ ઘરે ફરવાનું...'
અને છ દિવસ આ અભિગ્રહ પાળ્યો. (પહેલા ઘરે રોટલી+શાક જ મળે. તો બાકીના ત્રણ
૧૦૪
Page #107
--------------------------------------------------------------------------
________________
~~~~~~€ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~ ઘરમાં એ જ લેવાનું.. દાળ-ભાત નહિ... એમ પહેલા ઘરે માત્ર ભાત જ મળે, તો બધે માત્ર ભાત જ વહોરવાના...)
(૯) એમની દીકરીએ પણ દીક્ષા લીધેલી છે. એકવાર તો દીક્ષા લેવા માટે, દીક્ષાના વિનો નિવારવા માટે સુરત ગોપીપુરા વાસુપૂજ્યસ્વામી દેરાસરમાં લગાતાર છ માસ સુધી તપ-જપભક્તિની વિશિષ્ટ આરાધના કરી હતી. છેલ્લા દિવસે દેરાસરમાં નાનકડી મહાપૂજા રાખેલી, સૌની હાજરીમાં વાસુપૂજ્ય સ્વામીનું ઉપરનું છત્ર લગાતાર ચાર કલાક સુધી એની મેળે હલતું જ રહ્યું. (પ્રાયઃ એની સાલગીરીના દિવસે પણ એ હલે છે...)
(૧૦) આ મુનિવરે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે વર્ષે વર્ષે એવી મહત્વની વસ્તુનો ત્યાગ કરતો રહીશ, એ રીતે ત્યાગના સંસ્કાર દઢ કરીશ.
(૧૧) ગયા વર્ષે દિવાળીની આખી રાત એમણે જાગરણ કર્યું. આડા પણ ન પડ્યા. ત્રણસો લોગસ્સનો કાઉસ્સગ્ગા... વગેરે અનેક પ્રકારની આરાધના કરી. એમણે સંકલ્પ કર્યો છે કે હવે દર વર્ષે ચૈત્રી પુનમ અને આસો પુનમ આ બે દિવસ રાત્રિજાગરણ કરવું. એના દ્વારા શરીર પરનું મમત્વ ઘટાડવું. આરાધના વધારવી... એ માટેનો જે પ્રયત્ન કરવો.
(૧૨) એ જડ નથી, માત્ર રુક્ષ આરાધના કરે છે...” એવું પણ નથી. એમને જ્ઞાનનો પણ એટલો બધો રસ! સંસ્કૃત ભણ્યા નથી, પણ ઓઘનિર્યુક્તિ+પિંડનિર્યુક્તિ આ બે ગ્રન્થના ભાષાંતર વાંચી લીધા. એવા તો અનેક પુસ્તકો વાંચ્યા જ કરે છે.
(બુધ્ધિના અભાવે કે અલ્પબુદ્ધિના કારણે શ્રુતજ્ઞાન મેળવી ન શકનારાઓ પણ માર્ગાનુસારી બોધના કારણે, પ્રજ્ઞારનીયતાદિ ગુણોના કારણે આત્મિક વિકાસમાં ઘણા આગળ નીકળી જતા હોય છે. એ વિકાસ એટલી હદનો હોઈ શકે છે કે બુદ્ધિમાનો જે વિકાસને બુધ્ધિથી પરખી શકતા હોય, આત્માથી સાધી શક્તા ન હોય... એ વિકાસ એ જીવો બુધ્ધિથી પરખી શકતા ન હોય, આત્માથી સાધી શક્તા હોય...)
બીજાના ભાવોને સાચવો સાહેબજી! આપનો તો અમને લાભ જ મળતો નથી. અમારી ગોચરી મોડી આવે છે, અને ત્યાં સુધીમાં આપની ગોચરી તો વપરાઈ જાય છે...' નિર્દોષ ગોચરીના આગ્રહી એક તપસ્વી મુનિરાજે એક વિદ્વાન આચાર્ય ભગવંતને લાવેલી ગોચરી બતાવતા બતાવતા ખરેખર સાચાભાવથી ખેદ વ્યક્ત કરતા કરતા ઉપર મુજબ શબ્દોચ્ચાર કર્યો.
એ દિવસ હતો ચૈત્ર સુદ-૨ વિ.સં. ૨૦૬૯! સ્થાન હતું ભીલડીયાજી તીર્થ!
એક સમુદાયના આઠ અને અન્ય સમુદાયના ચાર... એમ બારેક મુનિઓ વિજયભગદ્ર...માં રોકાયેલા હતા. માંડલી વ્યવહાર સાથે જ હતો, પણ ત્રણેક મુનિવરો
Page #108
--------------------------------------------------------------------------
________________
-~~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~~-~જૈનેતરોની નિર્દોષ ગોચરી વાપરતા. બીજા બધાને દૂર સુધી જૈનેતરોમાં જવાની અનુકૂળતા ન હોવાથી અને ઉનાળો પણ ભારે હોવાથી તેઓ ભોજનશાળાની મિશ્રકક્ષાની ગોચરી વાપરતા.
ભોજનશાળાની ગોચરી ૧૨-૩૦ આસપાસ આવી જાય, એક વાગ્યા સુધીમાં એ ગોચરી પૂરી થવા આવે, ત્યારે જૈનેતરોમાં જતા મુનિવર નિર્દોષ ગોચરી લઈને આવે... આ રીતે બે માંડલી આગળ-પાછળ થઈ ગયેલી. | મુનિવરને એવી ભાવના ખરી કે પૂ.આચાર્ય ભ.ની ભક્તિનો લાભ મળે.... પણ એ આવે... ત્યારે તો પૂ.આચાર્ય ભીની ભક્તિનો લાભ મળે... પણ એ આવે ત્યારે તો પૂ.આચાર્ય ભ.ની ગોચરી પૂરી જ થઈ ગઈ હોય..
એટલે આજે સહજ રીતે મુનિના મુકેથી પશ્ચાત્તાપના શબ્દો સરી પડ્યા.
પૂ.આચાર્ય ભ.ની ગોચરી થઈ ગયેલી, મંજન પણ કરી લીધેલું... છતાં એમણે ચેતનો ખોલીને સીંગદાણાનો એક દાણો પોતાના મોઢામાં મૂકી ધીધો. પેલા મુનિના ભાવ સાચવવા માટે... અને આંખથી જ જવાબ આપી દીધો “હવે તો સંતોષ ને...”
પૂ. આચાર્ય ભ.ના ગયા બાદ એમના શિષ્ય કહ્યું “મુનિવર! તમારો પ્રચંડ ભાગ્યોદય કહેવાય. બાકી અમારા ગુરુદેવ મંજન થઈ ગયા બાદ ક્યારેય પણ એકપણ દાણો મોઢામાં ન નાંખે. એમને ઓપરેશન કરાવેલું છે દાંતનુંએટલે ડૉક્ટરે સ્પષ્ટ સૂચના કરી છે કે રોજ ખાધા પછી મંજન કરી લેવાનું. નહિ તો જો દાણો ફસાશે, તો વળી ઉપાધિ થશે... એટલે મંજન બાદ ભાતનો દાણો ય મોઢામાં ન નાંખે..
પણ તમારા ઉછળતા ભક્તિભાવ સાચવવા સંગીનો કડક દાણો લઈ લીધો...' પેલા મુનિને તો ખૂબ આનંદ થયો.
સાંજે બધા વંદન માટે ભેગા થયા, ત્યારે મુનિએ પૂ.આચાર્ય ભ.ની પ્રશંસા કરી. “આપે મારા ભાવ સાચવવા ખાતર આ રીતે કર્યું, ખૂબ અનુમોદના!”
એ વખતે આચાર્યશ્રીએ નિખાલસતા સાથે જવાબ આપ્યો “જુઓ મહારાજ! મને કશી તકલીફ પડે એમ નથી. દાંતમાં દાણો ભરાય, તો તકલીફ પડે. દાણો ક્યારે ભરાય ? એને ચાવીએ તો ને ? મેં ચાલ્યું જ નથી, એમને એમ દાણો ગળી જ ગયો છું. એટલે બે ય કામ થઈ ગયા. તમારી ભાવના પણ સચવાઈ ગઈ અને મારા દાંત પણ બચી ગયા...'
(કોઈકને કોઈક દિવસ આપણી ભક્તિ કરવાના ભાવ જાગે, તો એને તોડવા નહિ. એનો ઉલ્લાસ વધવા દેવો, એ વખતે આપણે થોડુંક સહન કરવું પડે. કંઈક ગૌણ કરવું પડે તો કરવું. આપણી એ સંબંધમાં બાધા હોય, તો પણ ફિકર શાની ? વડીલને પૂછી લેવું. વિશેષ કારણસર વડીલ બાધામાં છૂટ આપે તો એ સ્વીકારવી.
દા.ત. કોઈકને દીક્ષાદિવસે બાધાનું પડિલેહણ કરવું હોય, અને એ વખતે આપણને જાતે જ પડિલેહણ કરવાની બાધા હોય. તો વડીલ કહે એ પ્રમાણે કરવું...)
૧૦
Page #109
--------------------------------------------------------------------------
________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ ઉદારતા કેળવો “મેં એવું સાંભળેલું છે કે આપના ગુરુદેવને પ્રતિપક્ષીઓએ મૂઠના પ્રયોગથી ખતમ કર્યા. કારણકે આપના ગુરુદેવ શાસનના કાર્યમાં ખૂબ જ અગ્રેસર હતા.” એક રાત્રે એ જ આચાર્ય બને મેં ભીલડીયાજીમાં પ્રશ્ન કર્યો.
આખો દિવસ અમે બધા સ્વાધ્યાયમાં! આચાર્ય ભ. સંશોધનાદિ કાર્યોમાં! છેક સાંજે અંધારું થયા બાદ બધા ભેગા થઈએ, રાત્રે ૧૦ વાગ્યા સુધી પૂ.આ.ભ. પાસે બેસીને નવા નવા અનુભવો મેળવીએ. એમની ગુણવત્તા નિહાળીને મન ખેંચાઈ ગયેલું, ચોંટી ગયેલું.
એક રાતે વાત વાતમાં મેં ઉપર મુજબ પ્રશ્ન કર્યો,
એમણે બીજી જ પળે નિખાલસતા સાથે વર્ષો પૂર્વે થયેલા પોતાના ગુરુદેવના કાળધર્મની હકીકત વિસ્તારથી જણાવવા માંડી.. અને અંતે કહ્યું “જુઓ, તમે જ્યોતિષી પાસે જશો, તો એ કહેશે કે અમુક ગ્રહના કારણે આ મૂલ્ય થયું છે. ડૉક્ટર પાસે જશો, તો એ કહેશે કે અમુક રોગના કારણે મૃત્યુ થયું છે. ભુવાઓ ફકીરો વગેરે પાસે જશો, તો એ કહેશેકે અમુક પ્રયોગાદિના કારણે મલિન દેવો દ્વારા આ મૃત્યુ થયું છે. તમે વૈદ્ય પાસે જશો તો એ વાત-પિત્ત-કફના ગણિત આપશે...
દરેકના ઉત્તરો અલગ અલગ મળવાના. આમાં સાચું શું? એનો નિર્ણય થઈ જ ન શકે. મેં તમને જે ઘટના કહી, એ મુજબ તો પૂ. ગુરુદેવશ્રીનું મૃત્યુ શારીરિક પ્રતિકૂળતાને કારણે જ થયું હોવાનું હું માનું છું. એમાં બીજા કોઈ ઉપર આરોપ મુકવો મને ઉચિત નથી લાગતો...”
હું એકદમ સહજ રીતે બોલાતા એ શબ્દો સાંભળી જ રહ્યો. મેં શબ્દ વાપરેલો “પ્રતિપક્ષી...” પણ એમના માટે તો કોઈ પ્રતિપક્ષી' હતો જ નહિ.
કોઈપણ બહાને કહેવાતા પ્રતિપક્ષીઓ ઉપર નાનો મોટો આરોપ મુકવાનું કોણ ચૂકે છે? અરે, નાની નાની વાતમાં પણ આપણે, આપણા કોઈક માટેના બંધાઈ ગયેલા પૂર્વગ્રહના પાપે ધડાધડ રજુઆત કરી દેતા હોઈએ છીએ...” આ તો આમણે જ કર્યું હશે... એ છે જ એવા ! એ આવું ન કરે તો આશ્ચર્ય!' એને બદલે મારા જેવા સામે ચાલીને એવી વાતને દઢ કરવા જાય છે. ત્યારે એ વાત પર બિલકુલ વજન મુકવાને બદલે બધાના મનમાં સૌ પ્રત્યે મૈત્રી ભાવના વધે.. એવી જ સુંદર મજાની રજુઆત!
આ માસક્ષમણ નથી, આ નવ્વાણું નથી, આ ઘોરાતિઘોર જપ નથી... આ હજારો ગાથાઓનો કંઠસ્થ પાઠ નથી... પણ આ બધા કરતા પણ વધારે એવું કંઈક છે... એ છે ઉદાર-ઉદાત્ત પરિણતિ!
૧૦૭
-
Page #110
--------------------------------------------------------------------------
________________
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~
મારું મન-તન એમના ચરણોમાં અનંતી વંદના અર્ધી રહ્યું. અમે લગભગ એક મહિનો ભીલડીયાજીમાં સાથે રહ્યા.
હકીકતમાં હું, અમે ચાર સાધુઓ માત્ર ૧ જ દિવસ રોકાવાના હતા, છેક ભીલડીયાજીમાં આવ્યા, ત્યાં સુધી આ જ વિચાર હતો કે બીજા દિવસે સવારે વિહાર કરવો. પુષ્કળ ઘરોવાળા ડીસામાં રોકાણ કરવું.
પણ એ વિચાર મેં માંડી વાળ્યો.
અને મને આજે એમ લાગે છે કે મારા મહાપુણ્યોદયે જ મને આ સબુદ્ધિ સુઝાડી. મને એક અતિ ઉત્તમ આચાર્ય ભગવંતના ગુણોનું પાન કરવા મળ્યું...
કેટલીક બાબતો પાછી એવી હોય છે કે જે માત્ર અનુભવી શકાય છે, વર્ણવવી શક્ય નથી હોતી. કદાચ આ પ્રસંગો વાંચનારાને આમાં બહુ વિશિષ્ટતા ન પણ લાગે. કદાચ વાંચનારાઓને આરાધનાની સંખ્યાના મોટા મોટા આંકડાઓ જ આશ્ચર્ય ઉત્પન્ન કરાવનારા બને. પણ મને તો એમ લાગે છે કે આ ગુણો સૌથી મોટું આશ્ચર્ય છે. તમેય ક્યારેક એકાદ મહિનો આ આચાર્ય ભ. સાથે રહેજો... કદાચ તમેય મારી જેમ ખૂબ આનંદ પામશો.
એવી બીજી કેટલીક નાની-મોટી બાબતો...
આચાર્ય પદવી+મોચો પર્યાય+મોટી ઉંમર+મોટી વિરતા હોવા છતાં પણ સવાર અને સાંજ બંને સમયના પ્રતિ... માંડલીમાં જ કરે.
પ્રતિ માં ખર્શી પર બેસવું પડે, પણ આખું પ્રતિ. ઉભા ઉભા કરે.
ચ.સુદ-રના સવારે ૯ ૧૦ વાગે હું પચ્ચ. લેવા માટે તેઓશ્રીને વંદન કરવા માટે એમના મોટા રૂમમાં પ્રવેશ્યો. એક ખુરશી પર બેસીને તેઓશ્રી નવા છપાઈ રહેલા આગમનું મુફ જોઈ રહ્યા હતા, સંશોધન કરી રહ્યા હતા...
તેઓશ્રીને વિક્ષેપ ન પડે, એ રીતે ત્રણ-ચાર પગલા દૂર રહીને મેં વંદન કર્યા. અવાજ ન થવા દીધો, પણ બધા ખમાસમણા ઉભા થઈ થઈને આપ્યા... મારું વંદન પૂર્ણ થયું, પણ એમને કશી ખબર જ નપડી. હા! મેં વંદન પાછળથી કર્યા ન હતા. આગળથી જ, જરાક ક્રોસમાં ઉભા રહીને કરેલા... પણ એમનો ધ્યાનભંગ ન થયો.
મને ખ્યાલ હતો કે “ગુરુના ધ્યાનનો વ્યાઘાત ન થવા દેવાય...” એટલે મેં પચ્ચ. ન માંગ્યું, મારી જાતે લઈને જતો રહ્યો...
એ રાત્રે જયારે મેં પૂ.આ.ભ.ને પૃચ્છા કરી કે “મેં આપને સવારે વંદન કરેલા, એ ખ્યાલ છે ?”
ના, મને કશી ખબર નથી.” સીધોસટ જવાબ! એક રાત્રે એમણે મને પૂછ્યું,
તમારા પૂ.ગ.પતિશ્રીએ તમારા ગુરુદેવને મરણોત્તર એવી યુગપ્રધાન-આચાર્યની પદવી આપી છે... એ વાત સાચી ?”
-
૧૦૮
-
Page #111
--------------------------------------------------------------------------
________________
-~~આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
હા જી!” આગળ શું બોલવું ? એ મને ખબર ન પડી. આ વાતતો ઘણી પ્રસિદ્ધ થઈ જ ચૂકેલી, એટલે એમને એ વાતનો ખ્યાલ હોય જ. પણ એ એના વિરોધમાં છે કે તરફેણમાં ? એની મને ખબર ન પડી. એ આચાર્ય ભ. અમારા સમુદાયના ન હતા, એટલે જ અમારા પૂ.ગ.પતિશ્રીના નિર્ણય માટે એ ગમે તે અભિપ્રાય ધરાવી શકે, રજુ કરી શકે. એમાં વળી આ તો મોટા વિદ્વાન આચાર્ય એમની વિદ્વતા આમાં કામ કરે જ... “આપનું શું મન્તવ્ય છે ?” મેં સીધું એમને જ પૂછી લીધું.
મેં અનુભવેલું કે તેઓશ્રી શબ્દો છુપાવતા નહિ, માયા-કપટ એમના સ્વભાવમાં ન હતા. જાણે કે જન્મજાત સરળતા ગુણ કેળવીને જ આવેલા... દીક્ષા-બાદ એકાદવાર પણ એમણે આવેશ કર્યો હોય, ગુસ્સો કર્યો હોય.. એવું એમના પરિવારમાંથી એકપણ સાધુને યાદ નથી. જે જીવદળ ઘડવા માટે મારા જેવા તલસે છે, તડપે છે.. એ એમને જાણે કે ભગવાન તરફથી ભેટમાં મળેલ છે.
એકદમ નિખાલસ હૈયે, સ્પષ્ટ-સૌમ્ય ભાષામાં એમણે કહ્યું,
જો મહારાજ! વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે એમની પંન્યાસજી ભગવંત તરીકેની જે પ્રસિદ્ધિ છે. એ શ્રેષ્ઠ છે. વળી આ નિમિત્તને લઈને આવતી કાલે બીજા સાધુઓ પોતાના સામાન્ય કક્ષાના ગુરુઓને પણ ગમે તેવા બિરુદો આપવા માંડશે, અને એને કોઈ અટકાવી નહિ શકે...
પણ
પૂ.ગચ્છાધિપતિ સંવિગ્ન-ગીતાર્થ મહાત્મા છે, અનુભવી આચાર્ય છે. પરિણતિસંપન્ન છે. અગાધજ્ઞાનના માલિક છે. એમને હેમેન્દ્રભાઈને ત્યાં પ્રતિષ્ઠા પ્રસંગે એવી કોઈ અંત ફુરણા થઈ, એટલે એમણે આ જાહેરાત કરી. એમની આ ભાવનાને, આ જાહેરાતને સૌએ માન આપવું જોઈએ. આખર એ કોઈ જેવા તેવા મહાત્મા નથી, એકદમ ઉત્તમ મહાત્મા છે, ઉત્તમ આચાર્ય છે.
હમણા અમે થોડા વખત પૂર્વે એમને મળેલા, હું એમની પાસે બેઠેલો... ત્યાં એક બહેન આવ્યા...
મ.સા.! એક પત્ર આપવાનો છે” બહેને કહ્યું. જયસુંદર વિ.ને આપી દો.” નિર્લેપભાવે એમણે જવાબ વાળ્યો. ના અગત્યનો છે, આપને જ આપવાનો છે. હાથોહાથ આપવાનો છે.” બહેને આગ્રહ કર્યો. “સારુ, લાવો.' તેઓશ્રીએ પત્ર લીધો. બહેન ગયા એટલે પૂજ્ય સુંદરવિજયજી મ.ને પત્ર મોકલાવી દીધો.
પછી મને કહે “મેં લગભગ સંપૂર્ણ નિવૃત્તિ સ્વીકારી લીધી છે. બધું જ કામ જ્યસુંદર વિ.ને સોંપી દીધું છે. ગૃહસ્થોને માટે એમનું કામ અગત્યનું હોય, અને તેઓ મારી અપેક્ષા રાખે.. પણ મને ખબર છે કે આ બધું જ જયસુંદર વિ. સંભાળી જ શકે છે. એટલે કોઈ આવો આગ્રહ કરે, તો સંતોષ ખાતર હું પત્ર લઈ લઉં, પછી બધું એને જ ભણાવી દઉં... હા! અતિગંભીર બાબત હોય, તો જુદી વાત!”
(૧૦૯
Page #112
--------------------------------------------------------------------------
________________
- ~~ ~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ આપના ગચ્છાધિપતિનું સ્વાથ્ય સારું છે, ઉંમર ૭૬ આસપાસ છે, એટલે એવી કોઈ મોટી ઉંમર નથી. કોઈ ગંભીર બિમારી પણ નથી. છતાં પોતાના આત્માની આરાધના માટે આ વિરાટ સમુદાયના સંચાલનાદિમાંથી નિવૃત્તિ લઈ લેવી એ કંઈ ખાવાના ખેલ નથી. સત્તાના સ્થાન પર બેઠા બાદ સત્તા ન ભોગવવી એ અશક્ય જેવું છે. છતાં એમણે એ આત્મસાત કરી લીધું છે.
આવા ગુણવાન ગચ્છાધિપતિની આવી ફુરણા કે જાહેરાત આપણને ગમે કે ન ગમે, તો ય એમના સન્માન ખાતર, એમની ગુણગરિમા પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઈને પણ સ્વીકારવી જોઈએ.
હા! તેઓ સ્વયં પોતાનો નિર્ણય બદલે, જવાબદાર વ્યક્તિઓ તેમને નમ્રતાપૂર્વક વિનંતિ કરીને નિર્ણય બદલાવે... અને ખરેખર તેઓ સ્વેચ્છાએ એ સ્વીકારે તો એ સારું જ છે.
બાકી “એમણે ખોટું કર્યુ, બારબર નથી કર્યુ વગેરે બોલવું ન જોઈએ. મારી આંખોમાંથી તો ટપક ટપક આંસુ વહેવા માંડ્યા. આ કંઈ અમારા પૂ.ગ.પતિશ્રીના શિષ્ય ન હતા, આ કંઈ અમારા સમુદાયના આચાર્ય ન હતા, પૂ.ગ.પતિશ્રી કે મારા ગુરુદેવ એમના સાક્ષાત કે પરંપરાએ ઉપકારી પણ ન હતા...
આ કંઈ મુગ્ધ-અણસમજુ-મશ્કાબાજ ન હતા,... છતાં આવો વિશાળ દૃષ્ટિકોણ ? કારણકે આ હતા દીર્ઘદષ્ટા, વિચારશીલ, ઉદારમના આચાર્યદેવ!
જે સ્માન કદાચ હું ય મારા પૂ.ગ.પતિશ્રી માટે આ રીતનું કલ્પી ન શકું, એ આ સાવ પરાય આચાર્ય ભ.ના હૈયે અને હોઠે હતું.
પૂ.ગ.પતિશ્રીએ આપેલું બિરુદ ટકે, ન ટકે... એ ભવિષ્યમાં જે થાય તે... પણ મને સૌથી વધુ આનંદ એ વાતનો હતો કે આજે પણ આવા ભયાનક કળિયુગમાં પણ, આવી વિરાટ, વિશુદ્ધ, વિશિષ્ટ વિચારધારા ધરાવનારા આચાર્ય ભગવંતો જિનશાસન પાસે છે. (અલબત્ત રહેવાના જ, ઘણા રહેવાના! પણ મારે ઘણો બધો નજીકથી અનુભવ થયો, એટલે મને વધુ આનંદ આવે ને..)
પરસમુદાયના પણ વડીલ આચાર્ય ભગવંત વગેરે પ્રત્યે આપણા મનમાં કેવો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ, નમ્રભાવ હોવો જોઈએ... એનું સાક્ષાત દષ્ટાન્ત આ આચાર્યદવ પૂરું પાડી રહ્યા હતા.
છેલ્લા ૨૦ દિવસથી રોજ રાત્રે એક-દોઢ કલાક તેઓશ્રી પાસે બેસવાનું થાય છે, હજી ચૈત્રી પુનમ સુધી ચાલુ રહેશે... પણ ક્યારેય પણ કોઈપણ સમુદાયના કોઈપણ મહાત્મા માટે એકેય વાર નિંદા-ટીકાના શબ્દો એમના મુખેથી મને સાંભળવા નથી મળ્યા... (આપણે મીટીંગો કરીએ. ત્યારે શું શું વાતો હોય ? એની જરાક નોંધ કરી લેવા જેવી ખરી.)
Page #113
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓमूर्तो धर्मः सदाचारः
“મ.સા.! મત્થએણ વંદામિ! હું આપની શું સેવા કરી શકું ? આપને જે કંઈ ખપ હોય, એનો મને લાભ આપો...'
ખેરાળુ ઉત્તરગુજરાતના વિહારના એક રસ્તા પર ઝાડની નીચે કામળીથી આખું શરીર ઢાંકીને બેઠેલા જૈન સાધુઓને એક ભાઈએ વિનંતી કરી.
એક આચાર્ય ભ. શિષ્ય પરિવાર સાથે સવારે વિહાર કરીને ખેરાળુ તરફ જઈ રહ્યા હતા, પણ શિયાળાના કારણે અચાનક ધુમ્મસ ફાટી નીકળ્યું. શાસ્ત્રજ્ઞાતા અને આચાર પાલક આચાર્ય ભ. શિષ્યોની સાથે રસ્તાની એક બાજુ, અંદરની તરફ કામળી ઓઢીને બેસી ગયા. ભયંકર ઠંડીમાં જેમ આખુ શરીર ઢાંકી દઈએ. એમ એ વખતે અકાયના જીવોની રક્ષા માટે બધું જ ઢાંકીને બેસી ગયા. પગનો અંગૂઠો પણ બહાર નહિ.
એ વખતે ખેરાળુ ગામના વતની ડૉ.ભરતભાઈ જૈન કોઈક કામ માટે ત્યાંથી સ્કુટર ઉપર પસાર થતા હતા... એમણે સાધુઓને જોયા. ડૉક્ટર જૈન ખરા, પણ સાધુજીવનના સૂક્ષ્મ આચારોની એમને વિશેષ કંઈ સમજણ નહિ. એ એમ સમજ્યા કે “આ સાધુઓએ વહેલી સવારે વિહાર કર્યો હશે, પણ પછી ઠંડી અસહ્ય બની જતાં ચાલી નહિ શક્તા હોય, એટલે આ રીતે એક બાજુ કામળી ઓઢીને બેસી ગયા હશે...''
એટલે એમને વિચાર આવ્યો કે “એમને ચા-પાણીનું શું ? જૈન તરીકે મારી ફરજ છે, કે એમને સહાય કરું...'
એટલે સ્કુટર એક બાજુ પાર્ક કરી નજીક આવી ઉપ૨ મુજબ પ્રશ્ન કર્યો. આચાર્ય ભ. એ જવાબ આપવા માટે ના-છુટકે મોઢા પરથી કામળી દૂર કરી...
“તમે કોણ ?”
“ડૉક્ટર છું, જૈન છું, ખેરાળુમાં જ રહું છું... આપને ઠંડીમાં હેરાન થતા જોઈ...”
“ના ભાઈ ના ! અમે ઠંડીના કારણે નહિ, પણ ધુમ્મસના કારણે કામળી ઓઢીને બેઠા છીએ. અને અમે બધા એકાસણાવાળા છીએ, એટલે નવકારશીની કોઈ ચિંતા નથી. તમે અમારી ચિંતા ન કરો, અમે ખેરાળુ આવીએ, ત્યારે જો અમને મળવા આવશો, તો બધું વ્યવસ્થિત સમજાવીશ.” કહીને આચાર્ય ભ. એ પાછી કામળી ઓઢી લીધી.
ડૉક્ટરને આશ્ચર્ય થયું, બહુમાન થયું, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ધુમ્મસમાં આવી રીતે બેસવાનું કારણ જાણવાની ભાવના ઉત્પન્ન થઈ.
આચાર્ય ભ. ખેરાળુ પહોંચ્યા, ત્યારે ડૉક્ટર મળવા આવ્યા. જૈનધર્મના સંસ્કારને કારણે વંદન કરતા આવડતા હતા, વંદન કરીને બેઠા... વાતચીત ચાલુ થઈ.
આચાર્ય ભ. એ ધુમ્મસનો પદાર્થ વિસ્તારથી સમજાવ્યો, પાણીના જીવોની સુરક્ષા માટે પ્રભુએ બતાવેલી જ્યણા દર્શાવી.
૧૧૧
Page #114
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ડૉક્ટર ભણેલા હતા, યુક્તિઓ સમજી શકતા હતા... એમને આ બધું ખૂબ ગમી ગયું. પછી તો એમણે ઈરિયાવહિ વગેરે ગોખવાનું શરૂ કર્યુ.
આજની પરિસ્થિતિ એ છે કે એ ખેરાલુ ગામમાં ઉત્તમ શ્રાવક ગણાય છે. સાધુ-સાધ્વી ભગવંતોની અદ્ભુત ભક્તિ કરે છે. એમના દવાખાને તો મુસલમાનાદિ બધા જ આવે. એમની છાપ એક સજ્જન ડૉક્ટર તરીકેની! એટલે એમની વાતમાં બધાને શ્રદ્ધા બેસે, એમણે એ મુસલમાનાદિઓને પણ જૈન સાધુઓની અહિંસા સમજાવી એમના પ્રત્યે સદ્ભાવવાળા ક્યાં છે.
(પૂ.ધર્મબોધિ મ. જ્યારે ત્રણ વર્ષ પૂર્વે ખેરાળુ ગયેલા, ત્યારે આ ભરતભાઈ ડૉક્ટર સાત કિ.મી. સુધી એમની સાથે વિહારમાં ચાલેલા, વળાવવા આવેલા. એ વખતે પૂજ્યશ્રીએ પ્રશ્ન કરેલો કે ‘તમારું પરિવર્તન શી રીતે થયું ?' ત્યારે એના જવાબમાં ડૉક્ટરે ઉપરનો આખો પ્રસંગ કહી સંભળાવેલો.
ડૉક્ટરના શબ્દો “મ.સા.! ઈરિયાવહિના ઓસા શબ્દના વર્ણન વખતે આચાર્ય ભ.એ મને અકાયના અનેક ભેદો સમજાવેલા, એ બધું સાંભળીને મારી જૈનધર્મ પરની શ્રદ્ધા ખૂબ વધી ગયેલી, એ પછી જ આ યતત્કંચિત્ વિકાસ સાધી શક્યો છું)
(સંયમીઓ! આપણો એક નાનકડો આચાર પરંપરાએ છેક અનાર્યકક્ષાના મુસલમાનોમાં પણ ધર્મબીજની સ્થાપના કરનારો બની શકતો હોય, તો એની ઉપેક્ષા કરાય ખરી ? થોડુંક સહન કરીને પણ આચારપાલનમાં ઢીલાશ ન આવવા દેવી.)
उपकरणं संरक्षणीयं प्रयत्नेन
“તમારો ઘડો આટલો બધો રીઢો કેમ રાખ્યો છે ? કાઢીને નવો લઈ લો ને ? હવે તો આમપણ ઉનાળો ચાલુ થાય છે. ઠંડા પાણી માટે અમદાવાદી ઘડો સારો પડશે..’’
મેં મારા સહવર્તી, અમારા સમુદાયના એક સાધ્વીજી ભ.ને પ્રશ્ન કર્યો. એમની પાસેનો માટીનો ઘડો એકદમ-એકદમ રીઢો હતો. મને ખબર હતી કે એમને ઠંડુ પાણી વધારે ફાવે છે... છતાં મને એ ખબર ન હતી કે એ આવો ઘડો કેમ રાખતા હશે ?
“બીજો ઘડો તો લઉં, પણ આ ઘડાનું શું કરું ?” એમણે હસતા હસતા પ્રશ્ન કર્યો. “કોઈપણ ઉપાશ્રયમાં મૂકી દેવાનો... આવતા જતા સાધ્વીજીઓ વાપરશે...” “પણ આ તો સાવ રીઢો છે, કોઈ ન વાપરે તો ? એમાં કરોળીયાના જાળા બાઝે તો ? એમાં જીવતો ફસાઈ ફસાઈને મરે તો ? એ બધું પાપ મને લાગે ને ?’’ એમણે ફરી દલીલ કરી. “એવો ભય લાગતો હોય તો ટુકડા કરીને પરઠવી દો ! પછી કોઈ વિરાધના ન થાય..." મેં કંટાળીને છેલ્લો જવાબ આપ્યો.
“શું એ રીતે ઉપકરણના ટુકડા કરી દેવાય ખરા ? “
૧૧૨–
Page #115
--------------------------------------------------------------------------
________________
-~ € વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * “તો શું કરવાનું? ક્યાં સુધી સાચવશો ? “જ્યાં સુધી એ સચવાય, ન તૂટે... ત્યાં સુધી...” “પણ કેટલા વર્ષ...” “૨૫ વર્ષ તો થવા આવ્યા” એ સાધ્વીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો.
શું ? ૨૫ વર્ષ ? એટલો તો તમારો દીક્ષપર્યાય છે...”
“હા ! દીક્ષા લીધી, ત્યાર્થી માંડીને આજ સુધી માત્ર બે જ ઘડા વાપર્યા છે. આ બીજો છે. બરાબર સચવાય છે, ઉપકરણ પ્રત્યે મમતા નથી, પણ એની કાળજી કરવી એ સંયમી તરીકે મારી ફરજ બને છે ને...” એમના મુખમાંથી અમૃતની વર્ષા થતી હતી.
“ પચીસવર્ષમાં માત્ર બે જ ઘડા ? તો પાત્રા-તરપણી...”
“બધા દીક્ષા દિવસના જ છે. એકપણ વાર તૂટ્યા નથી, સાંધવા પડ્યા નથી. અખંડ છે. હા! સહવર્તીઓને વાપરવા આપવામાં ક્યારેય પણ ના પણ નથી પાડી. પણ હજી સુધી તૂટ્યા નથી. અને એ પણ કહી દઉં કે મારા કોઈપણ સહવર્તીથી તૂટશે, તો બિલકુલ કષાય નહિ જાગે... મનમાં એટલું સાધર્મિક વાત્સલ્ય તો કેળવેલું જ છે.
અને જો મારાથી તૂટશે, તો પૂરેપૂરું પ્રાયશ્ચિત વહન કહીશ.” એમણે મક્ક મનથી બિલકુલ અહંકાર વિના પોતાનો ભાવ રજુ કર્યો.
મારા માટે આ આશ્ચર્ય હતું, વર્ષમાં બે-ચાર ઘડા બદલવા એ તો રમત સમજનાર માર માટે આ એક ઐતિહાસિક ઘટના હતી. કદાચ ઘણા બધા સંયમીઓ માટે આ ઘટના એક આદર્શ જ હશે... એ હેતુથી વિરતિદૂતને આ પ્રસંગ લખી મોકલાવ્યો છે.
આ પ્રસંગ પછી તો હું સાંજના વિહારમાં એમની સાથે જ ચાલું છું. મારા ઘડાનું ઠંડુ પાણી એમને વપરાવવાનો લાભ લઉં છું. મને ખબર છે કે “એ ક્યારેય સામેથી ઠંડા પાણીની માંગણી નહિ કરે...' પણ એમને એ માફક આવે છે, એ પણ મને ખબર છે. આવા સંયમીની ભક્તિનો મને ક્યારે લાભ મળવાનો ?
હું એમને પાણી વપરાવું, પછી એમના ઘડામાંથી મારા ઘડામાં પાણી ભરી દઉં... ચાલતા ચાલતા ફરી એ પાણી ઠંડુ થઈ જાય... ફરી ભક્તિનો લાભ મળે.
તમે એમ ન વિચારશો કે “જો ઠંડુ પાણી પીવું જ હોય, તો પોતાની પાસે એમણે નવો ઘડો રાખવો જોઈએ ને ?”
ના ! ઠંડુ પાણી અનુકૂળ હોવા છતાં એ માટે જૂના ઘડા કાઢ્યા કરવાનું અને નવા ઘડા લીધા કરવાનું અસંયમ પોષવા માટે એ તૈયાર નથી.
વળી ઠંડુ પાણી ન મળે, તો ગમે તેવા પાણીથી ચલાવી લેવાની એમની સંપૂર્ણ તૈયારી હું સ્પષ્ટ પણે અનુભવું છું.
આ સાધ્વીજીના એક શિષ્યાને હાલ મળવાનું થયું. એમનો ઘડો પણ રીઢો! કેટલા વર્ષ થયા આ ઘડાને ?”
Page #116
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ)
“જેટલા મારી દીક્ષાને ! દીક્ષાને ૧૧ વર્ષ થયા છે, ઘડાને પણ!' “એટલે ? દીક્ષા દિવસનો જ આ ઘડો હજી સુધી ટકાવી રાખ્યો છે ?” ‘હા જી !' એમણે જવાબ આપ્યો.
હવે મને આશ્ચર્ય ન થયું. એમના ગુરુના સંસ્કારો એમની શિષ્યામાં આવે, એમાં વળી નવાઈ શું ?
(ફેબ્રુઆરી-૨૦૧૩ના અંકમાં બાળદીક્ષાનો લેખ વાંચ્યા બાદ એક સાધ્વીજી ભગવંતે પાલિતાણાથી આવા બે-ત્રણ પ્રસંગો લખી મોકલાવ્યા. એમણે પોતાનું નામ લખ્યું ન હતું. પણ એકવાર પ્રવચનમાં આ પ્રસંગ જાહેરમાં કહ્યો, ત્યારે પ્રવચનમાં આવેલા સાધ્વીજી ભગવંતોએ પાછળથી મારી પાસે ખુલાસો કર્યો કે “આ સાધ્વીજીને અમે ઓળખીએ છીએ, એ અમારા જ વૃંદના છે. પૂ.પાદ આ.ભ. દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિજી મ.ના સાધ્વીજીઓના વૃંદના!”)
(આમાંથી નીચેની બાબતો આપણે શીખવાની છે.
આપણી તમામ વસ્તુનો સારામાં સારી રીતે ઉપયોગ કરવો. નવી મેળવવા જૂની વસ્તુ ફેંકી ન દેવી.
આપણે જે સંયમ પાળી શક્યા ન હોઈએ, પાળતા ન હોઈએ... એ પાળનારાઓની ખૂબ અનુમોદના કરવી, એમને સહાયક બનવું, ઈર્ષ્યા બિલકુલ ન કરવી...
૨૫ વર્ષના પર્યાયવાળા આ સાધ્વીજીનો પહેલો ઘડો પાંચ વર્ષ ચાલ્યો, બીજા ઘડાને ૨૦ વર્ષ થયા.
જેમણે આ પ્રસંગ લખી મોકલાવ્યો છે. આ સંયમી સાધ્વીજી એમના સંસારી કઝીન બહેન છે. બે વર્ષ પૂર્વે કચ્છની યાત્રા દરમ્યાન એમને આ અનુભવ થયેલો, જે એમણે રજુ કર્યો.
ન મે વાતા સરસ્વતી (એક સાધ્વીજી ભ.ના શબ્દોમાં)
“આટલો મોટો થેલો કેમ રાખ્યો છે ? શું ભર્યુ છે એમાં ? આટલો મોટો થેલો વિહારમાં ઉંચકે છે ?” મેં બાલ મુમુક્ષુને પ્રશ્ન કર્યો.
ભરૂચમાં એક સાધુ ભ.ની સાથે એ બાલમુમુક્ષુ વિહારની તાલીમમાં આવેલો. ઉંમર વર્ષ માત્ર ૧૦ વર્ષ ! અમે મોટા મહારાજને વંદન કરવા ગયા, ત્યારે આ બાળકને અને થેલાને જોઈને વિચારમાં પડ્યા. ખાનગીમાં બોલાવીને પ્રશ્ન કર્યો. એ એક વર્ષથી મુમુક્ષુપણાની તાલીમમાં હતો. એણે પોતાના થેલામાંથી એક મોટું ભારે બોક્ષ કાઢ્યું. એમાં First aidનો બધો જ સામાન હતો. ગ્લુકોઝ, તાવની ગોળી વગેરે વગેરે ઘણું બધું...
“આટલું બધું ઉંચકીને ફરે છે ? શા માટે ?” મેં પુછ્યું.
“વિહારમાં કોઈક સાધુને કાંટો વાગે, કોઈકને ઠેસ વાગે, કોઈકની ચામડી ઘસાઈ જાય,
૧૧૪
Page #117
--------------------------------------------------------------------------
________________
-~-~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~~ કોઈકને ફોલ્લો પડે, કોઈકને પગ દુઃખે, કોઈકને તાવ આવે, કોઈકને અશક્તિ લાગે... તો મારી પાસેની આ વસ્તુનો ઉપયોગ થઈ શકે. મને પુષ્કળ લાભ મળે. મને જલ્દી ચારિત્ર ઉદયમાં આવે.
અને ખરેખર થોડાક સમય બાદ એની દીક્ષાની જય બોલાઈ ગઈ. સુરતમાં વર્ષીદાનનો વરઘોડો!
અડધો વરઘોડો થયા બાદ બહેનોને ચાલુ વરઘોડામાં નાચવાની ઈચ્છા થઈ. બધા ભાઈબહેનો બૅડની આગળ નાચવા લાગ્યા. આ જોઈને બાળમુમુક્ષુ વર્ષીદાન આપતા અટકી ગયા. પિતાજીને પાસે બોલાવીને કહ્યું કે આ વરઘોડામાં બહેનો ગરબા વગેરે લે, તે જરાપણ ઉચિત નથી. જો આ બંધ નહિ કરાવો, તો હું આ રથમાંથી ઉતરી જઈશ.
પિતાએ વિચાર કર્યો “આ તો બાળક છે, એ શું જાણે ?” એમણે ઉપેક્ષા કરી.
પોતાની વાતનો પ્રત્યુત્તર તેમ જ પ્રતિભાવ ન મળતા બાળમુમુક્ષુએ ફરીથી પિતાને બોલાવીને કડક સ્વરે કહ્યું કે “હું તો અહીંથી હવે આ ચાલ્યો ઘરે... તમારે જે કરવું હોય, તે કરો.. બહેનો રસ્તામાં આમ નાચે, એ શું જિનશાસનની સોભા છે ?”
પિતાજીને લાગ્યું કે “હવે જો વાત નહિં સાંભળું, તો આ રથમાંથી ઉતરી જશે. પછી એમને મનાવવા ભારી પડશે.”
એટલે બેંડવાળા જે ભાઈ હતા, (જેમના હાથમાં માઈક હતું..) તેમના દ્વારા જાહેરાત કરાવી કે “બહેનો તરત સાધ્વી ભ.ની પાછળ આવી જાય...”
બધા બહેનોનો એકવાર તો મુડ off થઈ ગયો, પણ મુમુક્ષુના પિતા દ્વારા કરાવાયેલી જાહેરાતને અનુસરવું જોઈએ. એટલો તો એમનામાં વિવેક હતો જ.
પ્રાયઃ અઠવાડિયા બાદ મુમુક્ષુ જે સમુદાયમાં દીક્ષા લેવાનો હતો. એ સમુદાયના પ્રભાવક આચાર્ય પાસે પહોંચ્યો, ત્યારે એના પિતાશ્રીએ વરઘોડાનો પ્રસંગ કહી સંભળાવ્યો. આનંદ સાથે કહ્યું કે “આપે મારા દીકરાને પાકો દીક્ષાર્થી બનાવ્યો છે.”
પૂ.આચાર્યશ્રીએ બાળમુમુક્ષુને પાસે બોલાવીને વહાલથી પ્રશ્ન કર્યો “તે કેમ બહેનોને નાચવાની ના પાડી. તને આ કોણે શીખવ્યું ?”
મુમુક્ષુએ જવાબ આપ્યો.
એકવાર હું છ'રી પાલિત સંઘમાં આપશ્રીની સાથે સાથે ચાલતો હતો, ત્યારે છેલ્લા સ્ટોપ પાલિતાણામાં બહુ મોટું સામૈયું હતું.
કોઈ સાધ્વીજી ભ. દ્વારા આપશ્રીને સમાચાર મળ્યા કે “ઉત્સાહમાં આવીને સંઘવણ બહેનો રાસ-ગરબા વગેરે લે છે.”
એ સાંભળીને આપશ્રી ખૂબ જ ગંભીર બની ગયા. ત્યારે હું બાજુમાં જ હતો, આપે મને આદેશ કર્યો કે “તું જા, અને નાચતા બહેનોની આજુબાજુમાં ઉભા રહેલા કોઈ સંઘપતિ મોટા ભાઈને મારો સંદેશો પહોંચાડ કે “આચાર્ય ભગવંતે આદેશ કર્યો છે કે બહેનો એ વરઘોડામાં નાચવું ઉચિત નથી...”
Page #118
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એ પ્રસંગ મને મારા વર્ષીદાનમાં યાદ આવી ગયો, એટલે મેં પણ બધું અટકાવ્યું. કેમ સાહેબજી ! મેં બરાબર જ કર્યુ ને ?
વિરતિદૂતમાં પૂજનનો પ્રસંગ વાંચ્યા બાદ મને આ પ્રસંગ યાદ આવી ગયો, માટે આપને લખી મોકલાવ્યો છે.
‘પૂજન એકબાજુથી જ વાપરતો હતો' એવું પણ એ ફેબ્રુઆરી-૨૦૧૩ના લેખમાં લખેલું. મારા મોટા બેન મ.ને પણ ગોચરી વાપરતા ખૂબ વાર લાગે. અમને પાછળથી ખબર પડી કે તેઓ પણ આ રીતે જ વાપરે છે.
એમના મુખમાં ડાબી બાજુના દાંત બધા જ ઘસાઈ ગયેલા અને જમણીબાજુના બધા જ દાંત જરાપણ વપરાયા વગરના એકદમ સાબદા!
‘ગમતાનો ગુલાલ કરીએ' એ હેતુથી કંઈક લખવાની ઈચ્છા થઈ, એટલે આ લખ્યું છે. (જીવની ઉંમર બાળ હોય, પણ એની બુદ્ધિ, એની વાણી પ્રૌઢ પણ હોઈ શકે છે. એને આજુબાજુનું વાતવરણ કેવું મળે છે ?... એના ઉપર ઘણો મોટો આધાર છે.)
ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી (એક સાધ્વીજી ભગવંતના શબ્દોમાં...)
“મ.સા.! આવતી કાલે સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ના સમય દરમ્યાન વ્યાખ્યાન રાખેલ છે. આપશ્રીએ ખાસ પધારવાનું છે. પાલિતાણાના તમામ સાધુ-સાધ્વી ભગવંતોને વિનંતી કરી છે. ભારપૂર્વક જણાવ્યું છે, આપશ્રીએ પણ આવવાનું છે.”
પાલિતાણામાં પ્રતિષ્ઠિત શ્રીમંતો અમને વિનંતિ કરવા આવ્યા.
“પણ અમારે આવીને શું કરવાનું ? વ્યાખ્યાન તો સાધુઓએ આપવાનું છે. અમારે તો માત્ર બેસી જ રહેવાનું છે ને ? તો અમે શું કરીએ આવીને ? અમારો સ્વાધ્યાય બગડે.” અમારા વડીલે નમ્રતા સાથે નિષેધ ફરમાવ્યો.
“મ.સા.! આપની વાત સાચી. પણ એ બે કલાક માત્ર ત્યાં પ્રવચન જ નથી, બીજો પણ એક અગત્યનો પ્રસંગ છે.” મુખ્યભાઈ બોલ્યા, એમણે સ્પષ્ટતા સાથે વધુ રજુઆત કરી... “મ.સા.! અમે કુલ ૧૦ બસ લઈને આવ્યા છીએ. ભારતભરમાં જે જૈનો અપંગ, અંધ, મંદબુદ્ધિવાળા... વગેરે છે, એમાંથી કુલ ૫૦૦ જણને અહીં લાવ્યા છીએ. અમારી ઈચ્છા હતી કે એ બધાને શાશ્વત ગિરિરાજની યાત્રા કરાવવી.
આજે એ બધાને યાત્રા કરાવી દીધી. જે અપંગ ભાઈ-બહેનો ચડી શકે એમ ન હતા, એ તમામે તમામ માટે ડોળીની વ્યવસ્થા કરી દીધેલી.
આખી યાત્રા દરમ્યાન કોઈને કશીપણ તકલીફ ન પડે, એ માટે બધા સાથે ઓછામાં ઓછા બે-બે સ્વયંસેવકો રાખેલા.
Page #119
--------------------------------------------------------------------------
________________
-
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * હવે આવતીકાલે એ અપંગોને-અંધોને-મંદબુદ્ધિકોને સેંકડો સાધુ-સાધ્વી ભગવંત વંદનદર્શન-નિશ્રાનો લાભ મળે, એ માટે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે.
અગત્યની વાત એ કે આવતીકાલે તેઓ બધા પોતાના હાથે જ સાધુ-સાધ્વી ભગવંતોને કામની વહોરાવશે, દરેકને વહોરાવશે... એમને બધાને લાભ મળશે.
આ પવિત્ર ક્ષેત્રમાં તેઓ સુપાત્રદાન દ્વારા અઢળક કર્મનિર્જરા કરીને ફરીથી જિનશાસન પામે એ માટે જ આ પ્રયત્ન કર્યો છે.”
એમની પવિત્ર ભાવના નિહાળીને બીજા દિવસે અમે બધાએ એ પ્રસંગમાં હાજરી આપી. પણ ત્યાનું દૃશ્ય જોતાની સાથે જ આંખો કરુણાથી વરસી પડી.
એ ૫૦૦ ભાઈ-બહેનો અંધ-અપંગ-મંદબુદ્ધિક... આ કેવા ભયાનક પાપકર્મો! ત્યારે જ મેં સંકલ્પ કર્યો હવે હું ક્યારેય પણ સંયમયોગોમાં પ્રમાદ નહીં કરું... ગોચરી જવામાં આળસ નહિ કરું... બહાના નહિ કાઢે... કોઈ મહાત્મા કામ ભળાવે ત્યારે ક્યારેય પણ ના નહિ પાડું...
પ્રતિક્રમણાદિ તમામ ક્રિયાઓ ઉભા-ઉભા જ કરીશ... (આવા નિયમો એમણે શા માટે લીધા હશે ? એનું કારણ ખબર પડી ?
જેઓ પોતાને મળેલ વસ્તુઓનો, અનુકૂળતાઓનો સદુપયોગ ન કરે. કુદરત કાયમ માટે એમની પાસેથી એ વસ્તુઓ, અનુકૂળતાઓ છિનવી લે છે. માટે પ્રમાદ ત્યાગીને ઉત્સાહ ફેરાવીને સંયમ-સ્વાધ્યાય-સ્વભાવના ત્રિવેણીસંગમમાં
આપણે સૌ સ્નાન કરીએ.
નો શબ્દ સુપ૩ી . “મર્ત્યએણ વંદામિ! સાહેબજી! આપે મને ઓળખ્યો ?” “ના, ભાઈ! તમે ક્યાંથી આવો છો ?”
ભીવંડીથી! ગોકુલનગર જૈનસંઘમાં છું... આપ કદાચ મને નહિ ઓળખો. પૈણ હું આપને ઓળખું છું. આ મારા શ્રાવિકા છે, આ મારા ભાભી છે... અમે રોજ સામાયિકમાં બેસીને આપનું પુસ્તક “આત્મસંપ્રેક્ષપણ” ભેગા બેસીને વાંચીએ છીએ
“મારા શ્રાવિકાની તબિયત થોડાક વખતથી સારી નથી રહેતી. એમને શંખેશ્વરદર્શન
Page #120
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
કરવાની ઈચ્છા થઈ, એટલે અહીં આવ્યા છીએ. બોર્ડ પર આપનું નામ વાંચ્યું, એટલે ખૂબ આનંદ થયો, દર્શન-વંદન કરવા દોડી આવ્યા.”
એ ભાઈ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે બધી રજુઆત કરતા હતા.
માર્ચ તારીખ ૭ થી ૨૨ સુધી અમે શંખેશ્વરમાં રોકાયા. નવકાર આરાધના ભવનમાં અમારો ચાર સાધુઓનો ઉતારો! અત્યંત શાંત વાતાવરણ! પૂ.પં.વજ્રસેન મ.ની પ્રેરણાથી તૈયાર થયેલો ઉપાશ્રય! એમની ઉદારતા ગજબની! કોઈને પણ ત્યાં રોકાવા દે, હા-નાનો પ્રશ્ન જ નહિ... ત્યાં નીચે ભોંયરું!
પૂ.પં.ભદ્રકરવિજયજી મ.ની પ્રતિકૃતિ!
જ્ઞાન ભંડાર!
ઉજાસ ઘણો સારો!
સ્વાધ્યા-ધ્યાન-લેખન-ચિંતન માટે શ્રેષ્ઠ સ્થાન!
હું નીચે ભોયરામાં જ બેસતો,
સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ ચતુર્વિધસંઘના પ્રવચન બાદ હું ત્યાં મારા સ્થાને બેઠેલો, અને એક ભાઈ બે બહેનો અને એક નાની બેબી સાથે મારી પાસે આવ્યા. એ પ્રવચનમાં હાજર જ હતા. મારા પુસ્તકની પ્રશંસા સાંભળી મને આનંદ થયો, પણ એ જ વખતે એ ભાઈએ વાતને વળાંક આપ્યો.
“મ.સા.! આપ લલિતભાઈને ઓળખો..?”
“કોણ લલિતભાઈ ?” મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો.
“ભીવંડીવાળા લલિતભાઈ! લલિતભાઈ વકીલ!' એ ભાઈ બોલ્યા,
“ઓહ!...” મને કંઈક યાદ આવ્યું, ભૂતકાળ તરફ મેં નજર કરી, એક ભયાનક પ્રસંગ મને યાદ આવી ગયો. મેં પાકું કરવા પુછ્યું.
“જેમને બપોરે ૧૧.૩૦ વાગે જાહેર રસ્તા ઉપર બે-ત્રણ ગોળી મારીને મુસલમાનોએ ખતમ કરી નાંખ્યા હતા... એ જ ને ?’”
“હાજી! સાહેબ!'
“તો તમે એમના કોણ થાઓ ?'
“હું એમનો સગો નાનો ભાઈ છું. આ એમના શ્રાવિકા છે, મારા ભાભી! આ મારા શ્રાવિકા અને ભાભી બંને સગા બહેનો જ છે...' એમના સ્વરમાં લાગણીની ભીનાશ પ્રગટ થવા માંડી હતી.
બરાબર ૧૧ વર્ષ પહેલાનો ભૂતકાળ મેં યાદ કરી જોયો.
એ વખતે પૂ. ગુરુદેવ સાથે અમે ભીવંડી પહોંચેલા. ગોકુલનગરમાં જ રોકાયેલા. એક રાત્રે લલિતભાઈ પૂ. ગુરુદેવશ્રીને મળવા આવેલા. એમની ઉંમર માત્ર ને માત્ર ૩૪ વર્ષની! ખૂબ જ તેજસ્વી, સ્ફૂર્તિમાન, ઉત્સાહી યુવાન!
૧૧૮
Page #121
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
અમે બધા ત્યારે પૂ. ગુરુદેવશ્રી પાસે જ બેઠેલા, બધી વાત સાંભળેલી. લલિતભાઈએ કહેલું કે “ભીવંડીમાં મુસ્લિમ વસ્તી પુષ્કળ છે. ગેરકાયદેસર ચિક્કાર પશુહત્યા કરવામાં આવે છે. આપણા યુવાનો જાનના જોખમે ટ્રકો પકડે છે, એ પછી એના કેસ ચાલે છે, એ બધા કેસ લડવાનું અને પશુઓને બચાવવાનું કામ મારું! અત્યાર સુધીમાં હજારો પશુઓને બચાવી શક્યો છું. એનો અપાર આનંદ છે...''
“પણ આમાં તમારા માથે મોતનો ભય નહિ ?” પૂ. ગુરુદેવશ્રીએ પુછેલું. “ખરો! મુસ્લિમોએ મને ધમકી આપી જ છે કે તું આ કામમાંથી હટી જા, નહિ તો તને મારી નાંખીશું...
પણ ગુરુદેવ! મે એમને પટાવી દીધા છે કે ‘હું તો વકીલ છું, મારું કામ તો કેસ લડવાનું ! પૈસા કમવા માટે હું કોઈનો પણ કેસ લડું... તમારો પણ લડું...'
એટલે ગુરુદેવ! વાંધો નહિ આવે.”
“છતાં લલિત! તું સાવધ રહેજે. કોઈક બોડીગાર્ડ સાથે રાખ..."
આ બધી વાતો થયેલી...
લલિતભાઈના ગયા બાદ પૂ.ગુરુદેવશ્રીએ ચિંતા પણ વ્યક્ત કરેલી “પશુઓને બચાવવા જતાં આપણે આવા ઉત્તમોત્તમ યુવાનો ન ગુમાવી બેસીએ...”
અને નિયતિ ત્રાટકી.
ભીવંડીથી વિહાર કરીને અમે નાસિક તરફ આગળ વધ્યા, માંડ બે-ચાર દિવસ થયા હશે અને આઘાતજનક સમાચાર મળ્યા.
“ભીવંડીમાં બપોરે ૧૧.૩૦ વાગે ત્રણ રસ્તા પર સ્કુટર પર રહેલા લલિતભાઈને ગોળીઓ મારીને જાહેરમાં જ ખતમ કરવામાં આવ્યા...”
૧૧ વર્ષ પહેલાની એ આખી ઘટના મારા માનસપટ પર તસ્વીર ઉઠી, હું ધ્રુજી ઉઠ્યો. એ વખતે તો હું નાનો હતો, સ્વાધ્યાયમાં જ લીન હતો, એટલે આ બધા પ્રસંગો ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું ન હતું. પણ આજે ૧૧ વર્ષ બાદ એ પ્રસંગે મારા અંતરાત્માને હચમચાવી દીધો.
અનાયાસે જ મારી નજ૨ સ્વર્ગસ્થ લલિતભાઈના શ્રાવિકા ઉપર પડી. મને કરુણા જાગી ગઈ.” આમના ઉપર શી વીતી હશે ?”
“તમારું નામ ?” મેં પેલા ભાઈને પૃચ્છા કરી.
“સંજય!”
આગળ શું બોલવું ? એ મને ખબર ન પડી. હવે ૧૧ વર્ષ બાદ એમને આશ્વાસન આપવું ? કે પછી...?
“આમની ઉંમર કેટલી ?” મેં સંજયભાઈને જ પ્રશ્ન કર્યો, એમના ભાભીને ઉદ્દેશીને! “૪૨ વર્ષ! કેમ સાહેબજી ?”
“તો લલિતભાઈનું મૃત્યુ થયું, ત્યારે એમની ઉંમર માત્ર ૩૧ વર્ષની જ ને ?”
૧૧૯
Page #122
--------------------------------------------------------------------------
________________
~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ હાજી! સાહેબ! “કોઈ દીકરા-દીકરી ખરા?” હાજી! એ વખતે બે દીકરા હતા, એક પાંચ વર્ષનો અને એક ત્રણ વર્ષનો...” એક બહેન ૩૧ વર્ષની ઉંમરે વિધવા બને... બે નાનકડા બાળકોની જવાબદારી માથે હોય... એ શું એ જીરવી શકે ? એને ધર્મ માટે જ અસદ્દભાવ ન થઈ જાય ?
“બહેન! એક પ્રશ્ન પુછવો છે... સાચો જવાબ આપશો?” મેં લલિતભાઈના શ્રાવિકાને પુછ્યું. એકપણ અક્ષર બોલ્યા વિના એમણે મુખના ભાવથી જ સંમતિ આપી, “પૂછો, સાહેબજી!”
“માત્ર ૩૧ વર્ષની ઉંમરે પતિનું ખૂન થયું, બે નાના બાળકોની માથે જવાબદારી! હજી મોટી જીંદગી પસાર કરવાની બાકી! આ વખતે શું તમને ધર્મ તરફ તિરસ્કાર ન થયો ? કારણકે પશુઓની દયા કરવામાં જ તમારા પતિએ જાન ગુમાવવો પડ્યો ને ? તમને એવો વિચાર ન આવ્યો ? કે “મારા પતિ શું કામ આ પશુઓની પંચાતમાં પડ્યા... એના બદલે બીજા ધર્મ કરવામાં ક્યાં વાંધો હતો... એ તો ગયા, સાથે અમને બધાને અનાથ કરતા ગયા... પશુઓની કરુણા માટે પત્ની અને બાળકો પરની કરુણા છોડી દીધી...”
“બિલકુલ નહિ, મ.સા.! બિલકુલ નહિ...” રાજસ્થાનનું લોહી જેના દેહમાં વહી રહ્યું હતું, એવા એ વીરાંગના બહેન પૂરી મજબુતાઈ સાથે બોલ્યા. “એકપળ માટે પણ મને એ વિચાર ન આવ્યો. પતિ પ્રત્યેના રાગથી રડવું તો આવે જ ને? દીકરાઓની ચિંતા તો થાય જ ને? પણ ધર્મ માટેની શ્રદ્ધામાં તો એક કાંકરી પણ ખરવા દીધી નથી.
મ.સા.! આપને કદાચ વિશ્વાસ પડે કે ન પડે, પણ આ ૧૦૦% સાચી વાત છે.
ઉલટુ એમના મૃત્યુબાદ છાપમાં જ્યારે એવું છપાતું કે “ગાશે નિર્દોષ પશુઝ વ વવાને वाले ललितभाई का खून किया गया, अब वो हजारो पशुओ को कटते हुए कोन बचाएगा?
ન ૩ની સ્થા/ વોગા ?” ત્યારે એ વાંચીને હું ઘણી રડું છું. મને એ જ વિચાર આવેલો કે અમારા ત્રણ જણને એમની જેટલી જરૂર હતી,એના કરતા આ હજારો પશુઓને એમી ઘણી ઘણી વધારે જરૂર હતી. કેમકે એમના વિના અમે ત્રણ જણ મરી જવાના ન હતા, ગમે તે રીતે જીવી જવાના હતા. પણ એમના વિના પેલા હજારો પશુઓ તો બિચારા મોતને ઘાટ જ ઉતરી જવાના...”
એ બહેનના ખુમારી ભરેલા શબ્દો સાંભળી હું તો હર્ષથી રડી પડ્યો. આવું સત્ત્વ, આવી ખુમારી, આવી ધર્મનિષ્ઠા, આવી પતિપરાયણતા, આવી વિરાટ મનોવૃત્તિ... ભાગ્યે જ ભાગ્યે જ જોવા મળે છે, મેં તો પ્રત્યશ્રમાં પહેલીવાર જ જોઈ.
હા! મ.સા.! તકલીફ શું પડતી હતી, એ પણ આપને કહું. મારા બંને દીકરાઓ સ્કુલમાં ભણે, એમાં ઘણીવાર ફોર્મ વગેરેમાં મમ્મી અને પપ્પા બંનેની અલગ અલગ સહી કરવાની આવે.
Page #123
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* એમાં હું મમ્મી તરીકે મારી સહી કરી આપું. પપ્પાનું સ્થાન ખાલી રાખું.
એ બાળકો સ્કુલમાં ફોર્મ આપે, એટલે તરત પ્રશ્ન થાય “પપ્પાની સહી કેમ નથી?” બાળકો જવાબ આપે “પપ્પા નથી...” તરત પ્રશ્ન થાય “મરી ગયા છે ?...” બિચારા નાના બાળકો આ બધી વાતોથી માનસિક રીતે ખૂબ જ પરેશાન થતા.
આવું એક-બે વાર બન્યા બાદ તો બાળકો જીદ કરીને મને કહેતા કે “મમ્મી! “પપ્પા”ની જગ્યાએ તું જ સહી કરી નાંખ. અક્ષરો જરાક બદલી નાંખ. અમને બધા સાથે ચર્ચા કરવી ગમતી નથી. “અમે પપ્પા વિનાના છીએ” એમ જાણીને બધા જાત-જાતની વાતો કરે છે. અમને બિચારા ગણે છે...”
મ.સા.! આવા આવા પ્રસંગો સહન કરવાના આવ્યા. પણ હવે તો બાળકો પણ મોટા થઈ ગયા છે. હમણાં પરીક્ષા ચાલુ છે. એટલે સાથે નથી લાવ્યા. બાકી મ.સા.! એક વાત દઢરીતે કહું... આ ભવમાં મારે એમની સાથે માત્ર આઠ વર્ષ જ રહેવાનું થયું. મારે જો આવતા ભવમાં લગ્ન કરવાના જ હોય, તો હું એમ ઇચ્છે કે એમના જેવી જ કરુણાવાળા પતિ મને મળો, ભલે માત્ર આઠ જ મિનિટ માટે મને મળે, ભલે પછી એ ધર્મ માટે ખુવાર થઈ જાય, ભલે મારે આઠ જ મિનિટ બાદ વિધવા બનવું પડે... પણ ગમે તેવા પતિ મારે ન જોઈએ...”
પણ તમે આ ૧૧ વર્ષ શી રીતે કાઢ્યા ?” “પ્રભુભક્તિમાં...” સંજયભાઈ બોલ્યા.
લલિતભાઈના મૃત્યુ બાદ માત્ર છ જ મહિના પછી અમે અમારા ઘરે શ્રી સંભવનાથપ્રભુની પ્રતિષ્ઠા કરાવી, ગૃહચૈત્ય બંધાવ્યું. ભાભી પ્રભુભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા. રોજ બે-ત્રણ કલાક એમાં જ મસ્તી માણે. મારા શ્રાવિકા એમના સગા બહેન છે, એટલે પરસ્પરની લાગણી પૂરી છે...”
મ.સા.!” બહેન ગગંદસ્વરે બોલ્યા. “આ મારા દિયરે અને બહેને મને પુષ્કળ સાચવી છે, મને ક્યારેય ઓછું આવવા દીધું નથી. તેઓ ક્યારેય એકલા ફરવા જતા નથી. મને બધે સાથે લઈને જાય છે. મારી પાછળ એમણે પણ ઓછો ભોગ નથી આપ્યો...
એ વખતે અમારા સૌની આંખો ભીની હતી, દરેક જણ અલગ અલગ રીતે અશ્રુઓ દ્વારા પોતાની પવિત્ર લાગણીઓને વહાવી રહ્યા હતા.
તમે ત્રણેય મહાન છો, વંદનીય છો...” મેં ભાવાવેશમાં કહ્યું.
“ના, ના સાહેબજી! મહાન તો આ હજારો સંયમીઓ છે. અમે તો સંસારમાં ખુંપેલા પાળી જીવડાઓ છીએ. આ અમારા ભાભીને ક્યારેક ક્યારેક દીક્ષાની ભાવના થયેલી ખરી, પણ એ માટે સાહસ કરી શક્તા નથી. દીકરાઓની લાગણી-જવાબદારી પણ એમને અટકાવે છે...” સંજયભાઈ બોલ્યા. એ શબ્દો માત્ર જીભના નહિ, હૈયાના પણ હતા.
તમે કેટલા વાગે જવાના છો ?'
Page #124
--------------------------------------------------------------------------
________________
————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------- “સાંજે સાતેક વાગે...”
“એક કામ કરશો ? બપોરે ૩.૩૦ થી ૪.૩૦ અહીં જ પાછું ચતુર્વિધ સંઘનું પ્રવચન છે. જિજ્ઞાસુ યાત્રિકો, સાધુ-સાધ્વીઓ બધા આવે છે. તમે એ વખતે આવશો ?”
“ચોક્કસ! અમે તો સાંભળવા આવવાના જ છીએ, પણ આપને કંઈ કામ છે ?” “એ પછી વાત! તમે આવો તો ખરા..” અને મેં એ બધાને રવાના કર્યા.
બપોરના પ્રવચનમાં એ ત્રણેય ઉત્તમ આત્માઓને ઉભા કરી શ્રીસંઘને એમની ઓળખાણ કરાવી, ઉપર લખેલી આખી ઘટના વિસ્તારથી કહી સંભળાવી.
(હવે મારા તરફથી એક વિનંતિ... તમે કોઈને પણ પત્ર લખો છો ખરા? કે પત્ર લખવાની બાધા છે ? જો લખતા જ હો, તો એક કામ કરશો ?
જો આ પ્રસંગ જાણીને તમને ખરેખર એ ઉત્તમ આરાધકો પ્રત્યે બહુમાન-સભાવ પ્રગટ્યો હોય તો
એક કાગળ અને એક કવર હાથમાં લો, તમને જે યોગ્ય લાગે, એ શબ્દોથી એમની અનુમોદના એ કાગળ પર લખો.
તમે P..પણ લખી શકો છો, પોસ્ટ કવર પણ કરી શકો છો, આંતરદેશીય પણ લખી શકો છો, ૧૫-૨૦ રૂપિયા ખરચવાની તૈયારી હોય તો કુરિયર પણ કરી શકો છો...
તમે એવો કોઈ મહાન ભોગ આપી શક્યા નથી... વાંધો નહિ. પણ જેમણે આવો મહાન ભોગ આપ્યો છે, કમ સે કમ એમની અનુમોદના તો કરી શકીએ ને ?
શબ્દો લખવામાં કંજુસાઈ ન કરશો, હૈયાના ભાવ બરાબર એમાં ઉતારજો...
એ બહેનની ભાવનાઓ નજર સામે રાખીને સંયમીઓ માત્ર એટલું જ વિચારે કે સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ આપણે કર્યા, છતાં એનું ફળ શું?...” એવી કોઈ મલિન ભાવનાના ભોગ આપણે બનવું નથી. ભોગ આપવો જ છે, ભોગ લેવો નથી જ.
પેલી કવિપંક્તિ પુન મીત્રે ય અંગારે, તે વશી રાદY વનતા વત...
પત્ર લખવામાં આળસ હોય, જલ્દી અનુમોદના કરવી હોય... તો તમે તો મોબાઈલના માલિક છો... (એ બહેનનું નામ પુછવાનું ભુલાઈ ગયું... એટલે લખી શક્તો નથી.
હવે એ પણ યાદ આવે છે કે વર્ષો પહેલા પૂ.ગુરુદેવશ્રીની સાથે વહેલી સવારે એમના ઘરે દર્શન પણ કરેલા.. ક્યારે ? એ પાકું યાદ આવતું નથી.)
સરનામું : હિતેષભાઈ ગાલા. બી-૧૭, તૃપ્તિ સોસાયટી, હનુમાન રોડ, વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૫૭. મો. ૯૮૨૦૯૨૮૪૫૭
--
-
૧ ૨ ૨
-
Page #125
--------------------------------------------------------------------------
________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
આપણને જિનવચન સાંભળવા-જાણવા-માણવાનો રસ કેટલો ?
શંખેશ્વરમાં એક રવિવારે રાજકોટના એક દંપતી વંદન માટે આવ્યા. અમારા રાજકોટના ચાતુર્માસ પૂર્વે એમનો કાળ નહિ પાક્યો હોય, એટલે બીજી-ત્રીજી જગ્યાએ જતા, નવકાર માંડ આવડતો. બે વર્ષ પૂર્વે એમના સગા માસી મ.સા.નું ચોમાસું રાજકોટ ખાતે હોવા છતાં ધાર્મિકક્ષેત્રે વિકાસ બાબતમાં લગભગ શૂન્યાવકાશ!
જો કે એ માત્ર કાળ જ કામ કરે છે...
સુશ્રાવક ધીમન્તભાઈના જ શબ્દોમાં...
મા.સા.! મારા શ્રાવિકાને માત્ર નવકાર આવડતો, ધર્મનો રસ નહિ, હોટલોમાં જવુંપીક્ચરો જોવા... એ બધું તો સાવ સામાન્ય હતું. મારે દર રવિવારે પ૦૦ રૂા.નો ખર્ચો તો ઓછામાં ઓછો સમજી જ લેવાનો.
પણ આ ચોમાસામાં એમનો કાળ પાકી ગયો.
રોજના સવારે-બપો૨ે બંને પ્રવચનોમાં હાજરી! એ માટે કુલ ૮ કિ.મી.ની રોજની સફ૨! ભલે પોતાના વાહનમાં આવે, પણ આટલી બધી હાડમારી કોને ગમે ?
બે વર્ષ માટે એમ બંને જણે સંપૂર્ણ રાત્રિભોજનત્યાગ સ્વીકારેલ છે. અગત્યની વાત એ છે કે
ચોમાસામાં પહેલા કર્મગ્રન્થના અર્થો બરાબર ભણી લીધા.
હવે એમણે બીજો કર્મગ્રન્થ પૂ.સા.ચારુલોચનાશ્રીજી મ. પાસે છેલ્લા એક મહિનાથી શરૂ કર્યો છે.
મ.સા.! અમે ઘરે કુલ પાંચ જણ! અમે બે, મમ્મી-પપ્પા અને ૯ વર્ષની બેબી! આ બધાનું સાચવવાનું! મમ્મી અને એને મા-દીકરી જેવો સંબંધ છે. પપ્પા પણ બધી જ રીતે અનુકૂળ છે. છતાં પુત્રવધુ તરીકે એણે પોતાની ફરજ તો નિભાવી જ પડે ને ?
દીકરીને સવારે ૫.૩૦ વાગે બસમાં બેસાડી દેવાની, એની સ્કુલ દૂર છે. એ છેક બપોરે બે વાગે આવે. એટલે આણે સવારે ૪.૩૦ કે મોડામાં મોડા પાંચ વાગે તો ઉઠવું જ પડે. ઉઠીને દીકરી માટે રોજ ગરમ નાસ્તો તૈયાર કરી આપવાનો. દીકરીને તૈયાર કરીને એને વળાવી દે, પછી બધાના નવકારશીની પણ તૈયારી કરવાની...
એ બધું ઘરકામ પતાવી ૭.૩૦ વાગે ઘરેથી બે કિ.મી. દૂર મણિયાર ઉપાશ્રયમાં સાધ્વીજી પાસે પાઠ લેવાનો.
એ પતાવીને ઘરે આવી બપોરની બધી તૈયારી! બપોરનું પતે, ત્યાં બે વાગે દિકરી ઘરે આવે, એને જમાડવાની... બપોરે એકાદ કલાક આરામ કરી લે... ત્યાં વળી સાંજની રસોઈની તૈયારી... કારણ કે હવે ઘરે બધા જ ચોવિહાર કરે છે...
એ બધું પતે, પછી દીકરીને લેસન કરવાનું, ભણાવવાનું... અને ઉંઘાડી દેવાની છેક રાત્રે
Page #126
--------------------------------------------------------------------------
________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ દસેક વાગે, ત્યારે આ Free થાય.
એ પછી એ બીજા કર્મગ્રન્થનું પુસ્તક ખોલે. એને એમાં ખૂબ જ રસ પડે છે. સખત મહેનત કરે છે. “રમ્યરેણુ પુસ્તકના આધારે ભણે છે. બધું ગોખે છે, લખે છે(ગાથા નહિ, પણ પદાર્થો પાકા કરે...)
સાહેબજી! આપને આશ્ચર્ય થશે, પણ આ ખરી વાત છે કે એ રોજ રાત્રે બે વાગ્યા સુધી સ્વાધ્યાય કરે છે, સાડા-ત્રણ-ચાર કલાક રાત્રિ સ્વાધ્યાય! પછી ઉધે અને સવારે ૪.૩૦ કે પાંચ વાગે તો ઉઠી જ જાય.
માત્ર અઢિ-ત્રણ કલાકની જ રાતની ઉંઘ ? ચાલી રહે છે ? દિવસે ઝોકા નથી આવતા ? તબિયત પર અસર નથી પહોંચતી ?” મેં આભા બનીને પૂછી લીધું.
છેલ્લા એક મહિનાથી આવું ચાલે છે. દિવસનો ૧ કલાકનો આરામ ઉમેરીએ તો ૨૪ કલાકમાં માત્ર ચાર જ ક્લાકની ઉંઘ! મને પણ આશ્ચર્ય અને ચિંતા બંને થાય છે... પણ હવે જે થાય તે ખરું...”
(પૂ.સાગરસમુદાયના સાધ્વીજી ભ. શીલવર્ષાશ્રીજીના શિષ્યા પૂ.સા.મૈત્રીવર્ષાશ્રીજી ધીમન્તભાઈના સગામાસી મ.સા. થાય. આ પતિ-પત્નીની ઉંમર ૩૮-૩૫ વર્ષની! એકદંરે સારા સુખી! મને જે રવિવારે શંખેશ્વર મળવા આવ્યા, એના આગલા બે દિવસથી એ ભાઈને ૧૦૦૧૦૧ ડીગ્રી તાવ રહેતો હતો. એમાં વળી શનિવારે એમની ચશ્માની દુકાનમાં શોર્ટસર્કીટ થવાથી બે એ.સી.સળગી ગયા, ચાર લાઈટો ગઈ, કમ્યુટર પણ બળ્યું... હજી સાંજે આ પ્રસંગ બન્યો છે.. છતાં બધી પરવા કર્યા વિના, તાવવાળી હાલતમાં પણ રાત્રે દસ વાગે બસમાં બેસીને વહેલી સવારે પાંચ વાગે શંખેશ્વર આવી પહોંચ્યા. “ગુરુભ.ના દર્શન માટેની કેવી તીવ્ર તમન્ના આ જીવોમાં છે...' એ નરી આંખે દેખી શકાય... - સંયમીઓને તો માત્ર એટલું જ કહેવું છે કે...
એક સંસારી, પરિણીત, શોખીન બહેન જો અભ્યાસ માટે આવો ભયંકર પુરુષાર્થ કરતા હોય... તો આપણે તો સંયમી, બ્રહ્મચારી, વૈરાગી... છીએ... આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ ? જો માત્ર દસ જ વર્ષ સ્વાધ્યાય-માર્ગદર્શિકા પ્રમાણે કે છેવટે સગુના માર્ગદર્શન પ્રમાણે નક્કર અભ્યાસ કરવામાં આવશે, તો સંયમીઓ! તમારું ભવિષ્ય ભવ્ય/અતિભવ્ય ભવ્યાતિભવ્ય બની રહેશે એ નિશ્ચિત હકીક્ત છે.) /
नमोऽस्तु तस्मै तव शासनाय ॥
- ૧ ૨ ૪
-
Page #127
--------------------------------------------------------------------------
________________
ૐ સ્વાધ્યાયોપયોગી પુસ્તકો
સાધન ગ્રન્થો
(૧) કલ્યાણ મંદિર (૨) રઘુવંશ (૧-૨ સર્ગ) (૩) કીરાતાર્જુનીય (૧-૨ સર્ગ)
(૪) શિશુપાલવધ (૧-૨ સર્ગ)
(૫) નૈષધીયચરિતમ્ (૧-૨ સર્ગ)
ન્યાય સિદ્ધાંત મુક્તાવલિ (ભાગ ૧-૨)
શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. ગુજરાતી વિવેચન સહિત.
વ્યાપ્તિપંચક... ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત • સિદ્ધાન્ત લક્ષણ (ભાગ ૧-૨)... ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સામાન્યનિરુક્તિ (ગુજરાતી વિવેચન) • અવચ્છેદકત્વનિરુક્તિ (ગુજરાતી વિવેચન)
ઓઘનિર્યુક્તિ (ભાગ ૧-૨) ઓ.નિ. સારોદ્ધાર (ભાગ ૧-૨) દસવૈકાલિક સૂત્ર (ભાગ ૧ થી ૪) આવશ્યક નિર્યુક્તિ
આગમ ગ્રન્થો
દ્રોણાચાર્ય વૃત્તિ + ગુજરાતી ભાષાંતર (પ્રતાકારે) વિશિષ્ટ પંક્તિઓ ઉપર વિવેચન (પ્રતાકારે) હારિભદ્રીવૃત્તિ + ગુજરાતી ભાષાંતર
ઉત્તરાધ્યયન સૂત્ર
(હારિભદ્રી વૃત્તિ - ગુજરાતી ભાષાંતર સહિત ભાગ ૧ થી ૮) (શાંતિસૂરિવૃત્તિ - ગુજરાતી ભાષાંતર સહિત અધ્યયન-૧) ઉપદેશમાળા-સિદ્ધર્ષિગણિવૃત્તિ (૫૪ ગાથા) (ગુજરાતી ભાષાંતર સહિત) સિદ્ધાન્તર વિત્તુ: (ઓઘનિયુક્તિની વિશિષ્ટ પંક્તિઓનું રહસ્ય ખોલતી નવી ચન્દ્રશેખરીયા સંસ્કૃત વૃત્તિ) સંયમ-અધ્યાત્મ-પરિણતિપોષક ગ્રન્થો
સામાચારી પ્રકરણ (ભાગ ૧-૨) ચન્દ્રશેખરીયાવૃત્તિ ગુજરાતી ભાષાંતર સહિત (દસવિધ સામાચારી) યોગવિંશિકા ચન્દ્રશેખરીયા વૃત્તિ સહિત
સ્વાધ્યાયીઓ ખાસ વાંચે
સ્વાધ્યાય માર્ગદર્શિકા (સિલેબસ) ♦ શાસ્ત્રાભ્યાસની કળા (શી રીતે ગ્રન્થો ભણવા?' એની પદ્ધતિ)
મુમુક્ષુઓને-નૂતનદીક્ષિતોને-સંયમીઓને અત્યંત ઉપયોગી પુસ્તકો
• મુનિજીવનની બાળપોથી (ભાગ ૧-૨-૩) ૭ સંવિગ્ન સંયમીઓની નિયમાવલી • હવે તો માત્ર ને માત્ર સર્વવિરતિ. ગુરૂમાતા ♦ વંદના ૰ શરણાગતિ♦ મહાપંથના અજવાળા વિરાટ જાગે છે ત્યારે ૭ ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ મહાભિનિષ્ક્રમણ - ઉંડા અંધારેથી... વિરાગની મસ્તી
આ નવેક પુસ્તકો ને પ્રત્યેક આત્માર્થીએ અવશ્ય વાંચવા જેવા છે.
• ધન તે મુનિવરા રે...(દસવિધ શ્રમણધર્મ પર ૧૦૮ કડી + વિસ્તૃત વિવેચન • વિશ્વની આધ્યાત્મિક અજાયબી (ભાગ ૧-૨-૩-૪)...(૪૫૦ આસપાસ શ્રેષ્ઠ પ્રસંગો) • અષ્ટપ્રવચન માતા...(આઠ માતા ઉપર વિસ્તૃત વિવેચન) • મહાવ્રતો...(પાંચ મહાવ્રતો ઉપર વિસ્તૃત વિવેચન) • જૈનશાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ ૧-૨ (અર્થસહિત)
• આત્મસંપ્રેક્ષણ...(આત્માના દોષો કેવી રીતે જોવા ? પકડવા ? એનું વિરાટ વર્ણન) • મુમુક્ષુઓને માર્ગદર્શન...(દીક્ષા લેવામાં નડરતભૂત બનતા અનેક પ્રશ્નોનું સમાધાન.) ૦ ૩૫૦ ગાથાનું સ્તવન (ભાગ-૧-૨-૩)...પાંચ ઢાળ ઉપર વિસ્તૃત વિવેચન સહિત ૭ સુપાત્રદાન વિવેક (શ્રાવિકાઓને ભેટમાં આપવા-સાચી સમજ આપવા મંગાવી શકશો.) • આત્મકથા (વિરતિદૂતની ૧૧ આત્મકથાઓનો સંગ્રહ) – દસવૈકાલિકચૂલિકાનું વિવેચન શલ્યોદ્ધાર (આલોચના કરવા માટે ઉપયોગી સૂક્ષ્મતમ અતિચાર સ્થાનોનો સંગ્રહ)
વિરતિદૂત માસિક ૧ થી ૧૨૦ અંકનો આખો સેટ જેને પણ જોઇએ, તે મેળવી શકે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________ તોડવું હરમે જિનશાસનવા વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ 'પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીઓ એટલે જેવા! યુદ્ધમાં કર્મશત્રુઓની સામે ભયંકર શૂરવીરતા દેખાડે. 'જેવા! ઉપસર્ગોથી ડેપરષાથી કદી ન ગભરાય. જેવા! બીજાની ભૂલોને, ગુપ્ત બાબતોને ગંભીરતાથી મનમાં સમાવે. ' જેવા! શરણે આવનારને પરમ શીતળતાની ભેટ આપે. જેવા ! આપણું મન માનવા જ તૈયાર ન થાય એવા વપના તેજથી દીપે. જેવા! પોતાનામાં રહેલી કરુણા મૈત્રી-માધ્યરચ્ય ભાવનાને બધેજ પ્રસરાવે. ? જેવા! પ્રમોદનો સંદેશો સર્વત્ર પ્રસરાવે. જેવા!નિર્મળ પારદર્શી મનોભાવોને ધાણ રે. જેવા! વિશ્વાસઘાત વગેરે બધું જ સહન કરે. આ પુસ્તક વાંચશો, તો તમને લાગશે છે હળાહળ ઠલયુગમાં પણ આવા સાધુ-સાધ્વીજીઓ બિરાજમાન છે. એ જ છે આપણી આધ્યાત્મિક અજાયબીઓ