________________
--——————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~
શિષ્યની લાયકાતને જાણનારા ગુરુદેવે સીધું જ અઢાઈનું પચ્ચખ્ખાણ આપી દીધું. ને પેલા વિનયી મુનિએ તેને હસતે મુખે સ્વીકારી લીધું.
ખ્યાલ રહે કે ધારણા વિહારમાં ૨૦ કિ.મી.ની હોય ને એ વિહાર પૂરા ૨૦ કિ.મી.નો નીકળે ત્યારે એ કરી જવો આસાન છે. પણ ૧૨ કિ.મી.ના વિહારની ધારણા હોય ને સ્થાન એ વિહારથી ચાર-પાંચ કિ.મી. વધુ દૂરી પર નીકળે ત્યારે એ વધારાનો વિહાર પૂર્ણ કરતા - કરતાં આપણું મન કદાચ કદમે-કદમ ઉચાટનો અનુભવ કરવા લાગે છે. એમ જ કદાચ એકાસણ અથવા તો આયંબિલના પ્રત્યાખ્યાનની અપેક્ષાથી જોડાયેલો હાથ સીધા જ અઠ્ઠાઈ તપને તો સ્વીકારી શું શકે ? એય વળી મુખ પર જરા ય વિષાદ, ઉદ્વેગની રેખા દેખાડ્યા વિના ને ઉમળકાભેર... અલબત્ત, આ મુનિરાજે એ કરી દેખાડ્યું.
જો કે પ્રસંગ કાંઈ આટલેથી ન અટકતો નથી. પારણાનો દિવસ આવ્યો ત્યારે એ મુનિરાજ ફરી ગુરુદેવ પાસે ગયા. પચ્ચખ્ખાણ માંગ્યું ને એ દિવસે એ ગીતાર્થ ગુરુદેવે નવકારશી કે બિયાસણું નહિ, બલ્ક આયંબિલનું પચ્ચખ્ખાણ ઉચ્ચરાવ્યું.
વળી બીજે દિવસે આવ્યા. પચ્ચખ્ખાણ માંગ્યું. ને ગુરુદેવે વળી અઠ્ઠાઈના પચ્ચખાણ કરાવ્યા.
પારણાનાં દિવસે પાછું આયંબિલનું પચ્ચખ્ખાણ ને બીજે દિવસે વળી એ જ ઉપક્રમ - ત્રીજી અઠ્ઠાઈના પ્રત્યાખ્યાન.
પેલા મુનિરાજ હસતે મુખે પ્રત્યાખ્યાન સ્વીકારે જતા હતા ને પેલા પ્રભાવક ગુરુદેવ જાણે એમની લાયકાતની અગ્નિપરીક્ષા કરી રહ્યા હતા.
ત્રીજી અઠ્ઠાઈનું પારણું આવ્યું. વળી આયંબિલ અને ઉપર અઢાઈના પચ્ચક્ખાણનો એ જ સિલસિલો ચાલ્યો.
જે લક્ષ્યની મર્યાદા સુનિશ્ચિત હોય એને તો હજી હાંસલ કરવું સહેલું બની જાય. ભલે ને પછી કદાચ એ થોડું વધુ દૂર કેમ ન હોય ! પણ જેની મર્યાદા – અંત જ ખબર ન હોય એવા લક્ષ્યને પ્રાપ્ત કરવું તો ખરેખર મુશ્કેલ જ બને.
આ અગ્નિપરીક્ષાનો અંત ક્યારે આવશે તેની જાણ આ મુનિરાજને અંશે ય નહોતી પણ એમણે તો જાણે એ પરીક્ષામાં સો ટકા સફળ થવાની ટેક જ લીધી હતી અને એટલે જ પોતાની અપેક્ષા બહારના આટલા કઠિન પ્રત્યાખ્યાનનું પાલન પણ તેઓ ઉલ્લાસથી કરી રહ્યા હતા.
આ ઉપક્રમ સળંગ ચાર વખત ચાલ્યો. ચાર અઠ્ઠાઈ અને ત્રણ આયંબિલના પ્રત્યાખ્યાન થઈ ચૂક્યા હતા. ચોથી અઠ્ઠાઈના પારણે વળી એ મુનિરાજ પચ્ચષ્માણ માટે આવ્યા ત્યારે એ કઠિનપરીક્ષાનો અંત લાવતા ગુરુદેવે તેમને બિયાસણાનું પચ્ચખ્ખાણ આપ્યું.
તે સમયે પેલા ગુરુદેવની આંખો પોતાની અગ્નિ પરીક્ષામાં સવાયા સફળ થયેલા પોતાના