________________
--—————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~~ અનેક કષ્ટો આવવાના જ. એ બધું સહન કરવાની તૈયારી સાથે જ દીક્ષા લીધેલી ને? તો અત્યારે કેમ ઢીલા પડી ગયા ? તમારા પગમાં જોડા જોઈને મારી આંખોમાં આંસુ પડે છે. મારા દીકરી મહારાજ આવા નબળા ન હોય...”
એમની સંવેદનશીલતાની ધારદાર અસર મારા પર થઈ. અને મેં ત્યારે બાધા લીધી કે “હવે પછી આવા નજીવા કારણોસર જોડા નહિ પહેરું. સહન કરીશ. તાકાત વધારીશ.”
> એકવાર હું લુણા વગેરે વસ્ત્રોનો કાપ કાઢતી હતી, એ જ વખતે પિતાશ્રી આવી ચડ્યા. મેં જલ્દી કામ પતાવવા માટે મુમુક્ષુ બહેનને એ લુણા સુકવવા આપી દીધા. મુમુક્ષુ બહેન તો ખૂબ જ આનંદમાં આવી ગયા કે “આવો લાભ ક્યાંથી મળે ?' પણ હું જેવી પિતાજી પાસે બેઠી કે તરત એમણે ઔપચારિક વાતો બાદ પાછી ટકોર કરી કે “મ.સા. ! કોઈપણ સંસારીને કામ સોંપવું આપને શોભે ખરું ? કપડા સુકવવાનું કામ તો આપ જાતે કરી જ શકત ને ? તો મુમુક્ષુને શા માટે ભળાવ્યું ? આ હાથ વગેરે સામગ્રીનો જો સંયમયોગોના પાલનમાં ઉચિત ઉપયોગ ન થાય, તો તો આ સામગ્રી ભવિષ્યમાં ફરી નહિ મળે ને ?”
એમની કડવી લાગતી હિતશિક્ષા પણ મને ગમતી અને એટલે જ આવી ટકોર મળે, એટલે હું તરત બાધા લઈ લેતી. મેં બાધા લીધી કે “હું કરી શકું એવું મારું કામ ગૃહસ્થોને કદી ભળાવીશ નહિ.”
એકવાર સાધુપણામાં મને મોટી માંદગી આવી, સંસારી મમ્મી મારા માટે અનેક વસ્તુઓ બનાવી લાવે, વહોરાવે... સંસારી પિતાજીએ મમ્મીને સ્પષ્ટ કહી દીધું કે “તું એમને નીચે ન પાડ. એમને ખરેખર જેની જરુર છે, એ જ આપ. ઓછામાં ઓછા દોષથી પતાવ. તારી લાગણીમાં એમનું સંયમ જીવન મલિન બને એ ન ચાલે...”
આ શબ્દો સાંભળીને માંદગી વચ્ચે ય મારું હૈયું પ્રસન્નતાથી પુલક્તિ બની જતું.
(શાસ્ત્રોમાં માતાપિતાને ઉપકારી કહ્યા છે, પણ એ સામાન્યથી લૌકિક ઉપકારની અપેક્ષાએ જ ! એવા ઉપકારનો બદલો વાળવો પણ દુષ્કર બતાવાયો છે, તો જે માતા-પિતા લોકોત્તર કક્ષાનો ઉપકાર કરે, સંયમ અપાવે, સંયમમાં મજબુત કરે... એમના એ ઉપકારનો બદલો તો શી રીતે વાળી શકાય ? સદ્ગુરુની જેમ એમનો ઉપકાર પણ ઘણો ઘણો ઘણો મોટો કહી શકાય.)
તમે આવો અભિગ્રહ લીધો છે ખરો ? ઉપદેશરહસ્યનો પાઠ આપું છું, એમાં ગઈકાલે જ એ પદાર્થ આવ્યો કે “મુનિઓએ રોજ નવા નવા અભિગ્રહો લેવા જોઈએ.” તો મારી પણ ઈચ્છા છે કે હું એક અભિગ્રહ લઉં. પણ આપ રજા આપો તો જ...'
ઉંઝા ગામમાં એક રાતે ૨૨ વર્ષના હોંશિયાર, વિદ્વાન, ચપળ સંયમીએ પોતાના વિદ્યાગુરુને