________________
------- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ-~~-~* ૪ વર્ષમાં ૨૦ સ્થાનકની સંપૂર્ણ આરાધના પૂર્ણ કરી. (એટલે કે ચાર વર્ષમાં ૪00
ઉપવાસ...) * એ જ દિવસે બનાવેલી મીઠાઈ વાપરવાની છૂટ ! બાકી બધી મીઠાઈ બંધ ! * તમામ માસક્ષમણના પારણા પ્રાયઃ ઓળીથી જ કર્યા છે.
આટલી મોટી ઉંમરમાં પણ જે પોતાની આરાધનામાં અચલ = અડગ = સ્થિર છે, તેમને જોઈને આપણા જેવા સંયમીઓએ કંઈક બોધપાઠ મેળવો જરૂરી નથી લાગતો શું ?
એક ટુંકો પત્ર વિરતિદૂત માટે યોગ્ય જણાય તો લેવું.
મારા જીવનમાં મારા પૂજ્ય ગુરુ માએ મને વૈયાવચ્ચ યોગમાં તૈયાર કર્યો, તે તેઓશ્રીનો મારા ઉપર મહાન ઉપકાર છે.
મેં પૂજયોની અસીમ કૃપાથી ઘણા ઘણા સાધુ મહાત્માઓની સેવાભક્તિનો લાભ લીધો છે, આ મારો અતિગમતો યોગ છે.
આજે મારા જીવનમાં જે કાંઈ સારુ છે, તે આવા ગ્લાન મુનિઓને આપેલી સમાધિથી મને પ્રાપ્ત થયેલા એમના આશિષનો પ્રભાવ છે, એવું મને ઘણીવાર લાગે છે.
મારા જીવનમાં એક નાનકડો પ્રસંગ બનેલો.
હું એક વડીલ, ગ્લાન સાધુની સેવામાં હતો. હું સારામાં સારી સેવા કરતો. છતાં પેલા ગ્લાન સાધુ સ્વભાવના થોડાક તીખા ! જરાક ભૂલ થાય, એટલે ગુસ્સે થઈ જેમ તેમ બોલે. મેં ત્રાસી જઈને એકવાર મારા ગુરુજીને ફરિયાદ કરી.
ગુરુજી ! આટલી સારી વૈયાવચ્ચ કરું છું, છતાં એનું ફળ આ ?....”
“જો...! આપણે લાભ લેવો હોય, કમાણી કરવી હોય તો બધું સહન કરવું પડે. ગાળો પણ ખાવી પડે અને માર પણ ખાવો પડે, તો જ સાચી કમાણી થાય. “ગ્લાન સાધુ મને વૈયાવચ્ચનો લાભ આપીને મારા ઉપર ઉપકાર કરે છે.” એવું લાગશે તો જ સાચી વૈયાવચ્ચ-ભક્તિ થશે.”
પૂજ્ય ગુરુજીએ મને હિતશિક્ષા આપી, અને ખરેખર એ પછી મારી બધી જ ફરિયાદ બંધ થઈ ગઈ અને આજે તો વૈયાવચ્ચાદિ કરવામાં ઘણો જ ઉલ્લાસ-આનંદ આવે છે.
ગ્લાનસેવાના કારણે મારો જે ક્ષયોપશમ મંદ હતો, તે પણ તીવ્ર થયો છે. આંતરિક ઉઘાડપ્રભુભક્તિ-વડીલસમર્પણ વગેરેમાં પણ ઘણો જ લાભ થયો છે.
મને કમરના મણકાની તકલીફ હતી, એટલે મારે તો ચાલવાનું પણ બંધ થઈ ગયેલું.
૩ ૨