________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એ બહેન હર્ષમાં આવીને બોલતા જ ગયા, બોલતા જ ગયા..
સાધુ ભગવંતોની જીવનચર્યાનો એટલો બધો પ્રભાવ એ બહેન ઉપર પડયો કે એ બહેને પણ ફ્રૂટ-મીઠાઈ-અભક્ષ્ય-બહારનું-hotelનું... બધું જ બંધ કરી દીધુ. પરિગ્રહ પણ (કપડા વગેરેનો) ઘણો બધો ઘટાડી દીધો. ઢગલાબંધ પચ્ચ. લઈ લીધા.
એક જ વાત બોલ્યા કરે છે ‘હવે તો હું પણ ક્યારે એ સાધુ ભગવંતો જેવી બની જાઉં.' કોઈ વિશેષ અભ્યાસ વગર...
કોઈપણ પ્રકારની દીક્ષા માટેની વિશેષ પ્રેરણા વગર...
સાધ્વીજી ભ.ના પરિચય-સત્સંગ વગર...
માત્ર સંયમજીવનના સુંદર આચાર-વિચાર, પરસ્પરનો મીઠાશ ભરેલો વ્યવહાર જોઈને એ બહેન, એમનો પરિવાર સંયમ માટેનો તલસાટ પામી ચૂક્યો છે.
(લોકો ભલે ગમે એટલા ભોગવાદ તરફ ખેંચાયા હોય, લોકોને ગમે તો છે ત્યાગવાદ! ઉલટું એમ લાગે છે કે એમનો ભોગવાદ વધ્યો હોવાથી જ એમની ત્યાગપ્રીતિ વધી છે. ત્યાગ એમને આશ્ચર્ય પમાડે છે... આપણે શું કરવું ? એ સ્વયં વિચારી લેવું.)
મુજ આત્મા જાગ્યો હવે..
“ગુરુજી! ટ્રસ્ટીઓને કહીને વાડા સાફ કરનારને તાત્કાલિક બોલાવવો પડશે. ત્રણ દિવસથી ભંગી આવ્યો નથી. બધા પ્યાલા એમ ને એમ પડ્યા છે. ભારે મુશ્કેલી થશે.'
એક સાધ્વીજીએ વિશાળગ્રુપના પોતાના ગુરુણીને વાત કરી...
એમની વાત સાચી હતી. ગચ્છમાં બધા પોત-પોતાની શક્તિને અનુસારે વડીનીતિ બહાર જવાનું કે પરઠવવાનું કે છેવટે વાડાનો ઉપયોગ કરવાનું કરતા હોય છે.
રોજ ભંગી આવીને પ્યાલાઓ સાફ કરી જાય, એટલે એ પ્યાલાનો બીજા દિવસે ફરી ઉપયોગ થઈ શકે... એ રીતે બધું ચાલતું હતું. પણ ત્રણ દિવસથી ભૂંગી ન આવ્યો, એટલે પ્યાલા પણ ઘટી પડ્યા, વાડાનો ઉપયોગ કરનારા સંયમીઓને ચિંતા થાય, એ સ્વાભાવિક છે.
‘પછી વાત, સાંજે ટ્રસ્ટીને કે કોઈક મહત્વની વ્યક્તિને વાત કરશું...' ગુરુણીએ કહ્યું. બપોરે ગોચરી પતી, અને કોઈક સાધ્વીજી વાડામાં ગયા હશે, ત્યાં જોયું તો તમામે તમામ પ્યાલા સાફ થઈ ચૂકેલા...
એ આશ્ચર્ય પામ્યા, ભંગી આવ્યો ન હતો, એ તો એમને પાકી ખબર જ હતી. તો પછી આ સફાઈકામ કોણે કર્યુ ?
૮૫.