________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ગુરુજી!
શું એ બધાનું અલૌકિક જીવન... અમે રવિવારાદિના મોટા વ્યાખ્યાન બાદ ક્યારેક ત્યાં બેઠા હોઈએ, ત્યારે તેઓ જે બપોરનો કાળવેળાનો કાજો કાઢે... એ એટલી બધી કાળજીથી કાઢે કે એની મારા પર ઘેરી છાપ પડી. બધો કાજો ભેગો કરે, બરાબર જુએ, પછી ઉચિતસ્થાને પરઠવી આવે. મેં કદી આવી કાળજીથી ઝાડું નથી વાપર્યુ...
તેઓ જ્યારે ભીંતનો ટેકો લે, ત્યારે પણ ભીંત અને પીઠ બંને બરાબર પૂંજીને જ ટેકો લે. વંદનાદિ કરવા ગયા, ત્યારે આવું અનેકવાર જોવા મળ્યું.
ગુરુજી! ચરવળો લઈને આજ સુધી ભલે ઘણા બધા સામાયિક કર્યા, પણ આટલો સૂક્ષ્મ ઉપયોગ ત્યારે શીખી... એમનું પાત્રપ્રતિલેખન પણ ગજબનું! એક-એક પાત્રુ કાળજીથી જુએ, પૂંજે... અમને તો ૧૧.૩૦ થાય, એટલે જમવાની ઉતાવળ... અને આ સાધુઓને બધાને એકાસણ હોવા છતાં પણ કેવી પ્રસન્નતા!
મહાત્માઓ ઘણા... લખવા માટે બધાને ટેબલ તો જોઈએ ને! પ્રવચનકારે વ્યાખ્યાનમાં જાહેરાત કરી કે' જેને ત્યાં લખવા માટે ઉપયોગી થાય, એવા પ્રકારના ટેબલ હોય, તેઓ અમને આપી શકે...
પછી જે ટેબલો મળ્યા, એ દરેક ટેબલ પર જેના હતા, તે શ્રાવકના નામની કાપલી ચોંટાડી દીધી, જેથી ચોમાસા બાદ પાછા આપવામાં ગરબડ ન થાય. અને ખરેખર ચોમાસા બાદ દરેકના ઘરે એ ટેબલો વ્યવસ્થિત પહોંચાડી દીધા, જરાક પણ ગરબડ ન થવા દીધી.
ઘરે ગોચરી વહોરવા આવે, તો પણ કેટકેટલી પુછપરછ કરીને જ વહોરે... ઘરે ઓછા સભ્યો હોય, તો ઓછું વહોરે... વધારે હોય તો એ રીતે વહોરે... મને તો ઘણીવાર એમ થતું કે ક્યાંકથી ઘણા માણસો બોલાવી લાવીને, એ બધા માટે તપેલા ભરીભરીને રસોઈ કરું, એટલે ભરેલા તપેલા અને ઘણા જમનારા જોઈને ‘સાધુઓ ગોચરી વહોરે... પણ રોજ આટલા બધા મહેમાનો મારે ક્યાંથી ભેગા કરવા ?
જ્યારે પણ એમને વહોરવવાનો લાભ મળતો, ત્યારે હું ગાંડી ગાંડી થઈ જતી. પણ જબરદસ્ત ત્યાગ! ફ્રૂટ વગેરે ઘણી વસ્તુઓ બંધ...
બધા સાધુઓ ગુરુની ભક્તિમાં ઓતપ્રોત! ગુરુજી ઉભા થાય, તો તરત આસન લઈ લે,
ગુરુજીને જ્યાં બેસવું હોય, ત્યાં તરત જ શિષ્યો આસન પાથરી દે.
એક જ ઈશારો કરે, કે તરત પોતાના સ્થાનેથી ઉભા થઈ ‘હાજી’ બોલતા બોલતા ગુરુજીની પાસે આવી જાય.
મ.સા.! મેં તો મારા મા-બાપની પણ આવી ભક્તિ નથી કરી.
૮૪