________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓકહે કે ‘પહેલા એ સાધ્વીજીઓ લઈ આવે, પછી તમે લાવજો... એમને ઘટવું ન જોઈએ.' આ રીતે સાધર્મિકભક્તિ કરે.
વળી કહે કે ‘તમે દૂર ગોચરી જજો, નજીકના ઘરો એમને બતાવી દેજો, જેથી એમને જલ્દી ગોચરી મળી જાય... બીજા ગચ્છના સાધ્વીજીઓ માટે પણ આવો શ્રેષ્ઠ સાધર્મિકવત્સલભાવ!
* એમના એક શિષ્યા એટલે કે અમારા એક ગુરુબહેનની નિશ્રામાં ક્યાંક કોઈક કાર્યક્રમ હશે, એની પત્રિકા છપાયેલી, એ પત્રિકાના મુખ્ય પાના પર ગુરુણીનું નામ જ નહિ. અમારાથી કોઈકે તરત જ ગુરુણીને કહ્યું આ શું ? આપની શિષ્યા આપનું નામ પણ ન લખાવે ?' શાંતભાવે જવાબ વાળ્યો, ‘ભૂલી ગયા હશે, તમારે એ બધી પંચાત કરવાની શી જરૂર! જેનું નામ તેનો નાશ...’
* ૯૬ વર્ષ સુધી એટલેકે મૃત્યુ સુધી શારીરિક દર્દની કદી ફરિયાદ કરી નથી, અમે પુછીએ કે ‘અશક્તિ લાગે છે ?' તો આશ્ચર્ય સાથે સામે પૂછે ‘અશક્તિ એટલે શું ?’
* એકવાર એમને બારીનો પડદો પકડી રાખીને બેઠેલા જોઈ અમે પુછ્યું ‘શું કરો છો ? આ પડદો કેમ પકડી રાખ્યો છે ?’ તો કહે “પવનથી ઉડ્યા કરે છે, વાયુના જીવોની હિંસા થાય. તમે એને બરાબર ભેરવી દો, જેથી ઉડે નહિ...”
* દર વર્ષે ૧૨ વા૨ ૧૨ ઉપવાસ કરે. (એટલે કે કુલ ૧૪૪ ઉપવાસ...) દીક્ષા લીધી, ત્યારથી આ તપશ્ચર્યા કરતા હતા.
* જીવનના છેલ્લા પ્રભાતે શ્રીસીમંધરસ્વામી, શ્રી શત્રુંજ્યગિરિવર... બંનેના ચૈત્યવંદન જાતે પ્રસન્નચિત્તે ભાવપૂર્વક કરેલા, એ જ દિવસે એમણે પરલોકની વાટે વિદાય લીધી.
આવારઃ પ્રથમો ધર્મ:! (એક સાધ્વીજી તરફથી...)
અમે વિહાર કરતા કરતા એક સ્થાનમાં આવ્યા, ત્યાં એક પરિચિત બહેન વંદન કરવા માટે આવ્યા, મારા ગુરુણીઅને બહેન વચ્ચે જે વાતચીત થઈ, તે નીચે પ્રમાણે હતી.
ગુરુણી : આ વખતે તો તમારે ત્યાં સરસ સાધુ ભગવંત હતા, વ્યાખ્યાનનો લાભ સારો મળ્યો હશે...
::
બહેન : અરે, મ.સા.! શું વાત કરું ? આ વર્ષે મને ખબર પડી કે મેં તો મારું આખું જીવન બરબાદ કરી નાંખ્યું. આવું જિનશાસન... આવું શ્રમણજીવન... વગેરે બધું મળવા છતાં પણ હું એની કદર ન કરી શકી.
શું સાધુઓ હતા... એ બધાનો વિહાર થતા તો જાણે મારા જીવનમાંથી ઉલ્લાસ પણ વિહાર કરીને ચાલ્યો ગયો... (આટલું બોલતા બોલતા તો એ બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...)
૮૩