________________
-~~~-~~-વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~~ ખબર ન પડી. મુનિને વાત કરી. મુનિએ કહ્યું કે “તમે ખંભાત જાઓ. ત્યાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવંતના ભોંયરામાં ૪૧ ઈંચના તમે જોયેલા જ આદિનાથ ભગવાન મળી જશે.”
બાબુ અને કુંવરબેન પહોંચ્યા ખંભાત ! અને ખરેખર ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરના ભોંયરામાં સ્વપ્નમાં જોયેલી જ પ્રતિમા જોઈને કુંવરબેન તો આનંદવિભોર બની ગયા. “મુનિને આ બધી ખબર શી રીતે પડી ? એમણે ક્યાં સ્વપ્ન જોયું છે ?' વગેરે પ્રશ્નો થયા, પણ એનો ઉત્તર ક્યાં હતો પાસે ? ખંભાતસંઘે કુંવરબેનની વિનંતિથી અને મુનિશ્રીની ભલામણથી એ પ્રતિમાજી આપવાની તૈયારી બતાવી અને આજે પણ મુંબઈ વાલકેશ્વર તીનબત્તીનું બાબુ અમીચંદનું એ ભવ્ય જિનાલય તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
(૧૧) વિ.સં. ૧૯૪૯માં પાલિતાણામાં બાબુના દેરાસરની પ્રતિષ્ઠા પણ મુનિશ્રીએ કરાવેલી છે.
(૧૨) શિકાગો વિશ્વધર્મપરિષદમાં આત્મારામજી મ.ના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવચંદ ગાંધી ગયા અને સરસ પ્રવચનો વગેરે ક્ય. પણ એ કાળે વિદેશગમનનો પ્રથમ પ્રસંગ હોવાથી એનો વિરોધ થયેલો. એ વખતે આત્મારામજી મ.એ પંજાબથી મુંબઈના સંઘને જણાવ્યું કે “આ બાબતમાં પ્રસ્તુત મુનિશ્રી જે કહે, તે મને માન્ય છે.' | મુનિશ્રીએ આત્મારામજી મ. જેવા પ્રચંડ પ્રભાવક મહાત્માનો પણ કેટલો વિશ્વાસ જીત્યો હશે ? મુનિશ્રીએ ગાંધીને એક સ્નાત્ર ભણાવવાનું પ્રાયશ્ચિત્ત આપીને વિરોધ શાંત કર્યો હતો.
(૧૩) જીવનનો અંતકાળ નજીક આવતા મુનિજીએ મુંબઈથી પાલિતાણા તરફ વિહાર શરુ કર્યો. સુરત આવ્યા પછી તબિયત લથડી, કતારગામ ચૈત્રી પુનમના દિવસે પાલિતાણાને બદલે આદિનાથ જિનાલયે જ દર્શન કરીને સંતોષ માન્યો. ચૈત્ર વદ-૧૧ના દિવસે પોતાના અંતકાળનો ખ્યાલ આવી જતા તાપીના કાંઠે અગ્નિ સંસ્કાર માટેની જગ્યા શુદ્ધ કરવા માટે દેવસુર ગચ્છના યતિને મોકલ્યા, બધા જોડે ક્ષમાપના કરી. હર્ષમુનિ અને યશમુનિને જરુરી ભલામણો કરી અને બપોરના સમયે તેઓ કાળધર્મ પામ્યા.
મુનિશ્રી પ્રભાવક હતા, આચાર્યપદવીનું ઘણું દબાણ આવવા છતાં એમણે લીધી ન હતી. એમના શિષ્યો જુદા જુદા ગચ્છની સામાચારી પાળતા હોવા છતાં મિલનસાર હતા. એમના શિષ્ય ઋદ્ધિમુનિએ મુંબઈમાં એક ચોમાસામાં એક ભાદરવામાં ખરતરગચ્છના આરાધકોને એમની સામાચારી પ્રમાણે અને બીજા ભાદરવામાં તપગચ્છના આરાધકોને એમની સામાચારી પ્રમાણે પજુસણ કરાવેલા. તપાગચ્છીય ચિદાનંદમુનિએ ખરતરગચ્છના મુનિને પદપ્રદાન કરેલું. આરાધકોની પ્રસન્નતા ખાતર તેઓને અનુકૂળ આચરણ કરેલું. દુરાગ્રહ-કદાગ્રહને બદલે સમજાવટ, પ્રેમ, વાત્સલ્યથી વર્તવાનો સંદેશ એમના જીવનમાંથી મળે છે. સુરતમાં એમના નામથી ઉપાશ્રય પણ છે.
- પૂ.આ.મુનિચન્દ્રસૂરિજી મ.એ મોકલેલ લેખમાંથી આ બધું પ્રાયઃ કશો સુધારો-વધારો કર્યા વિના છાપેલ છે.)