________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓઅણજાણીતી એક મહાવિભૂતિ
આશરે ૧૮૩ વર્ષ પહેલા વિ.સં. ૧૮૮૫ ચૈત્ર વદ ૬ના દિવસે મથુરા પાસે ચાંદપોર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો.
૯ વર્ષની ઉંમરે એ બાળકને માતાપિતાએ જૈનયતિ રૂપચંદજી પાસે ભણવા માટે મુક્યો. અભ્યાસ અને વૈરાગ્ય તીવ્ર થયા ત્યારે વિ.સં. ૧૯૦૩માં મક્ષીજીમાં યતિદીક્ષાનો સ્વીકાર કર્યો. (અર્થાત્ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા થઈ.) દીક્ષા બાદ કેટલોક સમય આ મુનિ આ.મહેન્દ્રસૂરિ પાસે રોકાયા અને પછી પોતાના વિદ્યાગુરુ યતિ રૂપચંદજી પાસે મુંબઈ પહોંચ્યા.
થોડાક વખત બાદ સમજણ પ્રાપ્ત થતા યતિદીક્ષા ત્યાગીને સંવિગ્ન સાધુ તરીકેની દીક્ષાનો અંગીકાર કર્યો.
એ ઘટના આ પ્રમાણે બની.
કલકત્તામાં શ્રી પાર્શ્વનાથ ભ.નું ધ્યાન ધરતા ધરતા આ મુનિને કાળો સર્પ દેખાયો. એમને થયું કે “ધરણેન્દ્રદેવ મને કંઈક કહેવા માંગે છે...' એ ચિંતનના પરિણામે એમણે યતિમાંથી સંવિગ્ન સાધુ બનવાનો નિર્ણય કર્યો. (યતિ એટલે આમ જૈન સાધુ ! પણ છૂટછાટોવાળા સાધુ...) વિ.સં. ૧૯૩૦માં અજમેરમાં સંભવનાથ ભ.ના જિનાલયમાં એમણે સંવેગી દીક્ષા લીધી. એમના જીવનના પ્રસંગો
(૧) “સાહેબજી મને ગોચરીનો લાભ આપો.” વંદન માટે આવેલા સિરોહીના રાજા કેસરીસિંહે સિરોહીમાં જ આ મુનિને વિનંતિ કરી.
“તમે રાજા છો, એટલે તમારો પિંડ અમને ન ચાલે. પણ જો તમે ધારો તો અન્ન-પાણી કરતા પણ ઉંચી ભિક્ષા મને આપી શકો.” મુનિએ હોશિયારીપૂર્વક જવાબ વાળ્યો.
‘માંગો, શું આપું ?'
“રાજન્ ! દશેરાના દિવસે પાડાનો જે વધ થાય છે, તે બંધ કરાવો અને પશુસણમાં અમારિની ઘોષણા કરાવો.”
રાજાએ પ્રસન્ન થઈ પાડાનું બલિદાન તો બંધ કરાવ્યું જ, એ ઉપરાંત શ્રાવણ વદ-૧૧થી ભાદરવા વદ ૧૧ એમ એક માસ સુધી શિરોહીમાં તમામ કતલખાના બંધ રાખવાનું ફરમાન કર્યું. રોહીડામાં જિનાલય બનાવવાની સંમતિ રાજા દ્વારા મેળવી આપી.
બ્રાહ્મણવાડામાં જિનાલયનો કબજો જૈનેતરોના હાથમાં હતો, એ શિરોહીનરેશ દ્વારા જૈનોના હાથમાં અપાવ્યો.
(૨) વિ.સં. ૧૯૩૬ની વાત ! ઓસિયા ગામની બહાર મુનિ વડીનીતિ માટે ગયા. ત્યારે રેતીના ટેકરામાં દાંડો છેક અંદર જતો રહ્યો. અને કશીક નક્કર ચીજ સાથે અથડાયો. મુનિને લાગ્યું કે નીચે કશુંક શિલ્પ-સ્થાપત્ય હોવું જોઈએ. મુનિએ જોધપુર અને ફલોધિના સંઘને પ્રેરણા
૬૨