________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
તો ?
પ્રશ્ન છે મર્યાદાનો! પ્રશ્ન છે અનવસ્થાનો! મને આ રીતે યાત્રા માટે ડોળીનો ઉપયોગ કરવો ઉચિત નથી લાગતો. જો ભગવાનની આજ્ઞા મારા હૈયામાં છે, તો નેમિનાથદાદા મારી સાચી ભક્તિને સમજશે જ.
આજે હું આરીતે ડોળી વાપરું, આવતી કાલે મારા શિષ્યો પણ આગળ વધવાના જ, એ અનવસ્થાનું પાપ મારે ન ખપે.
મહારાજ! આજે પણ ૨૦ કિ.મી.ના કે ગમે એટલા વિહાર ચાલીને જ કરું છું. ‘પણ હવે તો ૭૬ વર્ષ થયા. હવે વધુ વર્ષો ખેંચી શકાશે નહિ. તો પછી શું કરશો ?' ‘સ્થિરવાસ!’
ખરેખર ? આપ તો પ્રભાવક છો. ઘણા બધા કાર્યો આપના ભક્તો દ્વારા દર વર્ષે થતા જ રહે છે. એ બધુ બંધ થઈ જશે ?'
હું એમાં નહિ હોઉં, એ નક્કી છે. મારા શિષ્યો હોય, કે બીજા હોય...
‘પણ ડોળીમાં એવું તમને શું મોટું પાપ લાગી ગયું છે કે આટલા બધા અનુષ્ઠાનો તમે છોડી દેવા માંગો છો ?'
મહારાજ! હું મારા માટે આ ગણિત લગાડું છું. મને એમ લાગે છે કે મારા માટે તો ડોળીને બદલે સ્થિરવાસ જ ઉચિત છે. બીજા માટે બીજું પણ ઉચિત હોઈ શકે છે, મારે કંઈ એનો વિરોધ નથી કરવો.
હમણાં જ મારા એક શિષ્યને પાલિતાણામાં ઓપરેશન કરાવવું પડેલ છે. હવે એ વિહાર કરી શકે એમ નથી. ઉંમરલાયક પણ છે. એમના માટે મેં અત્યારે વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવી છે. પણ એમને વિહારમાં ફેરવતો નથી. અમારું ચોમાસું રાજસ્થાન છે, એમને સીધા ત્યાં જ બોલાવી લીધા છે.
અને મારી ભાવના છે કે જો એ માની જાય, તો રાજસ્થાનમાં જ એક સ્થાનમાં એમને સ્થિરવાસ કરાવી દેવો.’
ત્યાં જ એમના એક શિષ્ય બોલ્યા “એ મુનિ એમ જ કહેતા હતા કે મારે હવે ડોળીવ્હીલચેરનો ઉપયોગ કરીને ક્યાંય ફરવું નથી.”
આ પછી ઔપચારિક વાતો કરીને હું મારા સ્થાને પાછો આવ્યો.
(સંયમીઓ! કમસેકમ આ પ્રસંગ ઉપર ખુલ્લા મનથી, તટસ્થ બનીને, મનના વિચારોને બાજુ પર મૂકીને કંઈક ચિંતન કરજો.
* અપવાદ દરેકે દરેક બાબતમાં છે, એ શાસ્ત્રવચન છે. પણ એ અપવાદ ક્યારે લેવો ? કેટલો લેવો ? કઈ રીતે લેવો ? એ તો નક્કી કરી લેવું પડે ને ?
૯૩