________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
‘ગુરુજી ! મારાથી એ ચીસો સંભળાતી નથી. આપ મને...' સાધ્વીજીના હૃદયદ્રાવક શબ્દો સાંભળીને અને ગળગળા બનેલા સ્વરને અનુભવીને ગુરુજીએ અપવાદરૂપે સંમતિ આપી. એ સ્થાન નિર્ભય હતું એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો.
સાધ્વીજીએ બંને હાથમાં પ્લાસ્ટીકની કોથળીઓ પહેરી લીધી, પછી પાણી લઈને ગટર પાસે પહોંચી ગયા. ગટર થોડીક જ ઉંડી હતી. (એક-દોઢ હાથ જેટલી) પણ ગલુડીયા એટલા બધા ગભરાઈ ગયેલા કે સાધ્વીજી એમને હાથથી પકડે. તો ગભસટથી એ જ છટકીને પાછા અંદર પડી જતા. એમને શું ખબર પડે ? કે સાધ્વીજી અમને બચાવવા માંગે છે... એટલે જ એમને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી.
પણ કરુણાર્દ્ર સાધ્વીજીએ વારાફરતી બધાને બહાર કાઢ્યા, ચૂનાના અચિત્તપાણીથી સાફ કર્યા, એક ગરમ કંતાનથી બધાને લુંછી નાંખ્યા. ગરમ કંતાનનો ગરમાટો મળવાના કારણે ગલુડીયાઓને ખૂબ જ શાતા મળી. ચીસો બંધ થઈ. તાનમાં જ બધા ગલુડીયા શાંતિથી સૂઈ ગયા.
સાધ્વીજીને પણ એ પછી જ સંથારામાં શાંતિથી નિદ્રા આવી. એમને પર સંતોષ હતો. (ચોક્કસ, આ એક અપવાદમાર્ગ છે. સાધ્વીજીને ગટરના કાચા પાણી વગેરેનો સંઘટ્ટો પણ થયો. છતાં નજર સામે પંચેન્દ્રિયો પીડાતા હોય, એમાં પોતાના ભાવપ્રાણ ખતમ થતા હોય, એવા વખતે એક સંયમી શક્ય એટલી જયણાપૂર્વક જીવ બચાવે, એમાં લાગેલા દોષોનું પાછળથી પ્રાયશ્ચિત્ત પણ કરી લે, તો એ અપવાદમાર્ગ રૂપે યોગ્ય ગણી શકાય.
સંયમીનો કરુણાનો પરિણામ કેવો હોય ? એની કરુણાભીની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ કેવો વહેતો હોય ?.... એ બધું જ આના ઉપરથી સમજી શકાય છે.
सर्वजीवस्नेहपरिणामः चारित्रम्
‘ચી, ચી, ચી...’ ભયાનક ચીસો ઝાડીવાળી દિશામાંથી આવી રહી હતી. વડીનીતિ જઈને પાછા ફરી રહેલા એક સાધ્વીજીએ એ ચીસો સાંભળી. “પાલિતાણા જેવી પવિત્ર તીર્થભૂમિ પર પણ ભૂંડોનો શિકાર કરવા માટે અવારનવાર શિકારીઓ આવે છે, ભૂંડોને પકડી જાય છે. મારીકાપીને માંસનો ધંધો કરે છે...” આ બધી જાણકારી હોવાથી સાધ્વીજી સમજી ગયા કે અત્યારે પણ શીખડા જેવા શિકારી માણસો ભૂંડોને પકડવા આવ્યા લાગે છે...”
ક્ષણભર તો ગભરાટ થયો. બચાવવા જવાનું મન થયું, પણ પોતે એકલા ! પાછા સ્ત્રી જાતિ ! બીજા બે-ચાર સાધ્વીજીઓ પણ હતા, પણ સામે શિકારી, ગુંડા જેવા હિંસક માણસોનો પ્રતીકાર કરવા કોણ હિંમત કરે ?
૫૨