________________
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~
ડાહ્યા (!) મુમુક્ષુએ તરત જ ના પાડી દીધી “ચોમાસામાં આ બધું વહોરાય નહિ, મારા ગુરુજી નહિ લે..” પણ ત્યાં જ બેઠેલા નાના મુનિએ કહ્યું કે “ના, ના ! એવો એકાંત નથી. તમે એક કામ કરો, અંદર જાઓ અને સાહેબજીને પૂછી જુઓ...”
એટલે જ વૃદ્ધ શ્રાવકે હિંમત કરી, અને રજા મળતાં જ અંદર જઈ, જલ્દી જલ્દી પોતાના મનની વાત રજુ કરી દીધી.
એ વખતના એમના મોઢા પરના ભાવ અને આંખના આંસુ જોઈને પ્રવચનકાર મુનિ ખૂબ જ આનંદિત બની ગયા. તૈયારી કરવાની ઉતાવળ બાજુ પર રાખીને એ ભાઈ સાથે વાતે ચડ્યા.
જુઓ, તમારી ભાવના ઉત્તમ છે. પણ મારે એવી કોઈ ગંભીર મુશ્કેલી નથી કે મારે ચોમાસામાં આ ટ્યુબ વહોરવી પડે.” મુનિએ હસતા હસતા કહ્યું.
“સાહેબજી ! ના નહિ પાડશો. આપનો એ લાલ ભાગ મારાથી જોઈ ન શકાયો. માટે જ આ લાવ્યો છું. મ.સા. ! મારા સગા બહેને પણ વીસેક વર્ષની ઉંમરે રંગેચંગે દીક્ષા લીધેલી...'
“એમ? ક્યાં છે?”
કાળધર્મ પામ્યા, દીક્ષા બાદ તરત જ !” બોલતા બોલતા એ વૃદ્ધ શ્રાવક ફરી ગળગળા થઈ ગયા. “સાહેબજી ! ગઈકાલના પ્રસંગથી એમની યાદ ખૂબ તાજી થઈ. મારે એમના દર્શન તો ઘણા ઓછા થયા. પણ આજે આપના જેવા મહાત્માની આ નાનકડી સેવા મળે, તો પણ...” ભાઈ આગળ બોલી ન શક્યા, હૈયું ભરાઈ આવ્યું, રૂમાલ કાઢીને આંખો લુંછવા લાગ્યા.
લાવો, તમારી ટ્યુબ ! તમારી સામે જ એનો ઉપયોગ કરી લઉં, બસ ! આ માત્ર ને માત્ર તમારી ભાવનાને વધારવા માટે...' અને એમની સામે જ થોડીક ટ્યુબ ઘા પર લગાડી દીધી.
પાંચ જ મિનિટમાં પ્રવચન શરુ થયું, વચ્ચે મુનિએ સોફરામાઈસીન ટ્યુબ હાથમાં ઉંચી કરીને સભાને પ્રશ્ન કર્યો કે “આની કિંમત કેટલી ?'
બધા વિચારમાં, આશ્ચર્યમાં પડ્યા. “પચીસેક રૂપિયા હશે...'
ના ! અબજો રૂપિયા પણ આ સોફરામાઈસીન ખરીદવા માટે ઓછા પડે...” એમ કહીને મુનિએ એ ભાઈની પવિત્ર ભાવનાની અને આખા પ્રસંગની વિસ્તારથી રજુઆત કરી. આખી સભાની આંખો અને હૈયું બંને ભીના ભીના થઈ ગયા.
(પ્રવચનકારોને એક વિનંતિ કે મોટા ભાગે આપણને વૃદ્ધો પ્રત્યે હવે અણગમો થતો હોય છે. “મારે પ્રવચનોમાં ઘરડાઓ ન જોઈએ, એ બધા નવરા બેઠા હોય, એટલે ટાઈમ પાસ કરવા આવી પડે છે...” વગેરે.
પણ આ યોગ્ય નથી. શરીર યુવાન કે વૃદ્ધ હોય, પણ આત્મા ક્યાં કદી પણ યુવાન કે ઘરડો હોય છે ? એનો તિરસ્કાર, એની ઉપેક્ષા... એ આપણી શાસનની અણસમજનું સૂચન છે...