________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એને થતો હતો. કદાચ એનાથી જ એના મનમાં આ વિચાર દૃઢ થયો હોય કે “આપણા સાધુઓ પંખો ન વાપરે...”
(અલબત્ત એ બાળકની સમજણ ઘણી લાંબી કે ઉંડી નથી. પણ આટલો નાનકડો પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે.
જેઓ જિનાજ્ઞાઓને વફાદાર રહે, તેઓ સાચા સાધુ ! તેઓ આપણા માટે વંદનીય બને. એ બાબતમાં કોઈની શેહ-શરમમાં તણાઈ જવું નહિ, દીન બનવું નહિ, ખુમારી ગુમાવવી નહિ.
આપણે દેવાધિદેવ શ્રમણ ભગવાનમહાવીરસ્વામીના અદકેરા સેવક બનવાનું છે. ભલે કદાચ આપણે પ્રમાદાદિના કારણે ઓછો-વત્તો આચાર પાળીએ, નબળું જીવન પણ જીવીએ પણ આપણું સમ્યક્ત્વ તો સ્ફટિક જેવું નિર્મળ જ હોવું જોઈએ. આપણું મસ્તક ગમે ત્યાં નમે નહિ, જિનાજ્ઞાઓ પ્રત્યેનો આપણો અનુરાગ ચોલમજીઠના રંગ જેવો હોય. ગમે તેવી પરિસ્થિતિ એ રંગને ન ધોઈ શકે એવી આપણી મુઠ્ઠી ઉંચેરી મહાનતા હોવી જોઈએ. અને એનું આપણને ગૌરવ હોવું જોઈએ.
“આપણા માટે તો બધા સાધુઓ સરખા ! આપણે બધાને વંદનાદિ કરવાના. તેમના પાપ એમને માથે ! આપણે શું ? તેઓ ગમે તેવા હોય આપણે શું ? આપણા કરતા તો તેઓ મહાન જ છે ને ?
વળી વંદન કરવામાં આપણું શું બગડે છે ? આપણે શું કામ વંદનીય-અવંદનીય વગેરે ભેદ પાડી મન બગાડવું ?” આવા વિચારો શું શાસ્ત્રાનુસારી ગણી શકાય ? શું સંસારના ક્ષેત્રે બધી બાબતોમાં બધાને સરખા ગણીએ છીએ ? કોઈક હજામ ને ડોક્ટર બેયને સરખા ગણી હજામ પાસે ઓપરેશન અને ડોક્ટર પાસે માથું મુંડાવવાનું કામ કરીએ છીએ ખરા ?
હા !
વર્તમાનમાં ઉત્તરગુણોની શિથિલતાને હજી કદાચ નજરમાં ન લાવીએ, પણ મૂલગુણોના મોટા દોષો સેવનારાઓ, મોટા પાપો કરીને પ્રાયશ્ચિત્તાદિ ન કરનારાઓ શું આપણા માટે વંદનીય ખરા ? શું એ બધું જાણ્યા પછી પણ આપણે એ મોટા દોષ વાળાઓને વંદન કરી શકીએ ખરા ? અલબત્ત ‘પંખા વાપરે એટલે અવંદનીય જ’ એવો એકાન્ત નથી કહેવો, પણ આ બધી બાબતોમાં વિવેકની જરૂર તો ખરી જ. જિનશાસનની ખુમારી, જિનાજ્ઞાનું બહુમાન... આ બધું આપણે સસ્તા ભાવે વેંચી તો નથી માર્યુ ને ?)
૧૯