________________
-~-~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~~ કોઈકને ફોલ્લો પડે, કોઈકને પગ દુઃખે, કોઈકને તાવ આવે, કોઈકને અશક્તિ લાગે... તો મારી પાસેની આ વસ્તુનો ઉપયોગ થઈ શકે. મને પુષ્કળ લાભ મળે. મને જલ્દી ચારિત્ર ઉદયમાં આવે.
અને ખરેખર થોડાક સમય બાદ એની દીક્ષાની જય બોલાઈ ગઈ. સુરતમાં વર્ષીદાનનો વરઘોડો!
અડધો વરઘોડો થયા બાદ બહેનોને ચાલુ વરઘોડામાં નાચવાની ઈચ્છા થઈ. બધા ભાઈબહેનો બૅડની આગળ નાચવા લાગ્યા. આ જોઈને બાળમુમુક્ષુ વર્ષીદાન આપતા અટકી ગયા. પિતાજીને પાસે બોલાવીને કહ્યું કે આ વરઘોડામાં બહેનો ગરબા વગેરે લે, તે જરાપણ ઉચિત નથી. જો આ બંધ નહિ કરાવો, તો હું આ રથમાંથી ઉતરી જઈશ.
પિતાએ વિચાર કર્યો “આ તો બાળક છે, એ શું જાણે ?” એમણે ઉપેક્ષા કરી.
પોતાની વાતનો પ્રત્યુત્તર તેમ જ પ્રતિભાવ ન મળતા બાળમુમુક્ષુએ ફરીથી પિતાને બોલાવીને કડક સ્વરે કહ્યું કે “હું તો અહીંથી હવે આ ચાલ્યો ઘરે... તમારે જે કરવું હોય, તે કરો.. બહેનો રસ્તામાં આમ નાચે, એ શું જિનશાસનની સોભા છે ?”
પિતાજીને લાગ્યું કે “હવે જો વાત નહિં સાંભળું, તો આ રથમાંથી ઉતરી જશે. પછી એમને મનાવવા ભારી પડશે.”
એટલે બેંડવાળા જે ભાઈ હતા, (જેમના હાથમાં માઈક હતું..) તેમના દ્વારા જાહેરાત કરાવી કે “બહેનો તરત સાધ્વી ભ.ની પાછળ આવી જાય...”
બધા બહેનોનો એકવાર તો મુડ off થઈ ગયો, પણ મુમુક્ષુના પિતા દ્વારા કરાવાયેલી જાહેરાતને અનુસરવું જોઈએ. એટલો તો એમનામાં વિવેક હતો જ.
પ્રાયઃ અઠવાડિયા બાદ મુમુક્ષુ જે સમુદાયમાં દીક્ષા લેવાનો હતો. એ સમુદાયના પ્રભાવક આચાર્ય પાસે પહોંચ્યો, ત્યારે એના પિતાશ્રીએ વરઘોડાનો પ્રસંગ કહી સંભળાવ્યો. આનંદ સાથે કહ્યું કે “આપે મારા દીકરાને પાકો દીક્ષાર્થી બનાવ્યો છે.”
પૂ.આચાર્યશ્રીએ બાળમુમુક્ષુને પાસે બોલાવીને વહાલથી પ્રશ્ન કર્યો “તે કેમ બહેનોને નાચવાની ના પાડી. તને આ કોણે શીખવ્યું ?”
મુમુક્ષુએ જવાબ આપ્યો.
એકવાર હું છ'રી પાલિત સંઘમાં આપશ્રીની સાથે સાથે ચાલતો હતો, ત્યારે છેલ્લા સ્ટોપ પાલિતાણામાં બહુ મોટું સામૈયું હતું.
કોઈ સાધ્વીજી ભ. દ્વારા આપશ્રીને સમાચાર મળ્યા કે “ઉત્સાહમાં આવીને સંઘવણ બહેનો રાસ-ગરબા વગેરે લે છે.”
એ સાંભળીને આપશ્રી ખૂબ જ ગંભીર બની ગયા. ત્યારે હું બાજુમાં જ હતો, આપે મને આદેશ કર્યો કે “તું જા, અને નાચતા બહેનોની આજુબાજુમાં ઉભા રહેલા કોઈ સંઘપતિ મોટા ભાઈને મારો સંદેશો પહોંચાડ કે “આચાર્ય ભગવંતે આદેશ કર્યો છે કે બહેનો એ વરઘોડામાં નાચવું ઉચિત નથી...”