________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એમાં વળી મારી સામે ક્રોસમાં ૫૮ વર્ષના એક મુનિને આંબિલ કરતા જોયા, એટલે તો એમના પ્રત્યે અતિશય સદ્ભાવ પ્રગટ્યો.
મને ખબર હતી કે એમનો દીક્ષાપર્યાય હતો માત્ર ત્રણ વર્ષ !
મને ખબર હતી કે એમને આંબિલમાં પાર્ટનર તરીકે કોઈ ન હતું, એ એકલવીર હતા. અમારા તપસ્વી મુનિનું આજે જ પારણું હતું.
મને ખબર હતી કે આટલી બધી વિશિષ્ટતમ ગોચરી નજર સામે હોય, નિર્દોષ હોય, સૌ વાપરતા હોય... એ વખતે બધાની સામે પૂરી પ્રસન્નતા ટકાવી રાખીને આંબિલ કરવું એ કેટલું કપરું કામ છે...
છતાં એ મુનિરાજ એકદમ પ્રસન્ન લાગતા હતા.
એ પછી તો એમના જીવનની અનેક બાબતો જાણવા મળી, જે નીચે મુજબ છે. (૧) ગૃહસ્થપણામાં ૧૦૮ અઠ્ઠમ અને ૨૨૯ છઠ્ઠની આરાધના કરી છે.
(૨) દીક્ષા બાદ પહેલા વર્ષે કેરી સિવાય તમામ શૂટનો, બીજા વર્ષે બદામ સિવાય તમામ ડ્રાયફૂટનો અને ત્રીજા વર્ષે તમામ ફરસાણનો (તળેલું+બાફેલું) ત્યાગ કર્યો.
(૩) ત્રીજા વર્ષથી ભાત જ છોડી દીધા.
(૪) ગોચરીમાં રોટલી-શાક-દાળ-ભાત... બધુ એક જ પાત્રમાં ભેગું કરીને વાપરે. કાયમ માટે આ રીતે જ વાપરે.
(૫) આટલી ઉંમરે પણ વીસેક કિ.મી.નો વિહાર સળંગ કરવો હોય, તો પણ આરામથી કરી શકે.
(૬) એક દીક્ષાપ્રસંગ જોઈને એમને એવો ભાવ ગૃહસ્થપણામાં જાગેલો કે એમણે ત્યારે ને ત્યારે સંકલ્પ કરેલો કે જો આવતા માગશર સુદ-૧૦ સુધીમાં મને દીક્ષા ન મળે, તો મા.સુદ૧૧થી મારે ઉપવાસ કરવાના...
અને માત્ર ત્રણ જ મહિનામાં પોતાની તમામ જવાબદારીઓ પૂરી કરીને સખત પુરુષાર્થ કરવા લાગી પડ્યા. બરાબર માગશર સુદ છઠ્ઠના દિવસે એમની રજોહરણની પ્રાપ્તિ થઈ ગઈ. એમને પ્રતિજ્ઞા પ્રમાણે સફળતા મળીને જ રહી.
(૭) એક વાર કતારગામ સુરતમાં એમણે અભિગ્રહ લીધો કે ‘મારે માત્ર દસ જ ઘરોમાં જવાનું, એ ઘરોમાં મારે કશું માંગવાનું નહિ, તેઓ જેટલી વિનંતિ કરે, એમાંથી જ મારે લેવાનું. દસ ઘરોમાંથી જેટલું મળે, તેટલાથી જ મારે એકાસણું કરવાનું...'
(૮) ત્યાં જ એમણે એકવાર એવો નિયમ લીધો કે ‘પહેલા ઘરે મને જે વસ્તુઓની વિનંતિ થાય, બીજા-ત્રીજા-ચોથા ઘરે મારે એ જ વસ્તુઓ લેવાની. બીજી એકપણ નહિ, અને માત્ર ચાર જ ઘરે ફરવાનું...'
અને છ દિવસ આ અભિગ્રહ પાળ્યો. (પહેલા ઘરે રોટલી+શાક જ મળે. તો બાકીના ત્રણ
૧૦૪