________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~
એ દિવસે એ કાવ્યનો પ્રથમ સર્ગ પૂરો કરવાની ભાવના હતી, અઘરા-અઘરા ૬ શ્લોકો કરવાના હતા. રોજ એકાદ કલાકમાં પાંચેક શ્લોકો થઈ શકતા. ૭.૧૦ વાગે બંનેએ પાઠ પાછો શરુ કર્યો, પણ હવે ઉત્સાહમાં આવી ગયેલા નૂતન મુનિ ધડાધડ શ્લોકો બેસાડવા માંડ્યા. માત્ર ૨૦ જ મિનિટમાં, ૭.૩૦ વાગ્યા સુધીમાં છ શ્લોકો પૂરા થઈ ગયા, બીજા સર્ગનો ૧ શ્લોક પણ થઈ ગયો.
“તમે તો આજે કમાલ કરી. ઇતિહાસ સર્જી દીધો. રોજ કલાકમાં છ! આજે ૨૦ મિનિટમાં ૭ ! વાહ રે વાહ !'
ના, ના ! આમાં મારી કોઈ હોંશિયારી નથી. પણ મેં જે પશ્ચાત્તાપ કર્યો, આપની પાસે ક્ષમા માંગી, એના પ્રતાપે મારો ક્ષયોપશમ એકદમ તાત્કાલિક વિકસી ગયો છે...” નૂતન મુનિએ રજુઆત કરી.
આ આખો ય પ્રસંગ રાત્રે અધ્યાપક મુનિએ નૂતનના ગુરુને કહ્યો, અને એટલું જ કહ્યું કે “આ નૂતનમુનિના પિતાજી વગેરે રાજસ્થાનના ઉચ્ચકુળના છે, આ એમની ખાનદાની, એમનું લોહી બોલે છે.”
(કુલ કે લોહીની ખાનદાનીમાં તો હજી વ્યભિચાર આવી શકે છે, પણ આત્માની ખાનદાનીમાં કદી વ્યભિચાર આવતો નથી. એ ખાનદાની વિના કોઈ ઉંચે ચડતું નથી, ચડવાનું નથી.)
जयणा य धम्मजणणी એક મુનિરાજ તપોવનના દેરાસરમાં સવારે દર્શન કરવા પધાર્યા, રંગમંડપમાં રોજ સવારે ચારસો બાળકો સામૂહિક અષ્ટપ્રકારી પૂજા કરે, અલ્પેશભાઈનું સંગીત એમાં સહાયક બને. પ્રભુભક્તિના આ માહોલને માણવા માટે દેરાસરમાં અડધો કલાક બેસવાની ધારણાથી મુનિરાજ પધારેલા.
ગરમીનો સમય ! એટલે ઈચ્છા થઈ કે “કામળી બહાર લટકાવીને અંદર જાઉં.” અને એમણે દેરાસર બહાર પડેલા બોર્ડ પર કામળી લટકાવી તો ખરી, પણ તરત યાદ આવ્યું કે “આ તો ખુલ્લી જગ્યા છે, ઉપરથી ભલે દેરાસરનો જ ભાગ છે. પણ ચારેબાજુથી પવન આવવાથી કામળી ઉડ્યા કરવાની. નકામી અડધો કલાક સુધી વાયુકાયની વિરાધના થવાની.” | મુનિએ તરત જ બોર્ડ ઉપરથી કામળી લઈ લીધી. દેરાસરના રંગમંડપમાં પ્રવેશ કર્યો. જે જગ્યાએ કામળી બિલકુલ ન ઉડે, એવા સ્થાન પર = દરવાજા ઉપર એ કામળી લટકાવી દીધી.