________________
-
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
કુલ ચાર અનુમોદનીય બાબતો (૧) એક સાધ્વીજીનો દીક્ષા પર્યાય ૨૫ વર્ષ ! દીક્ષાદિનથી માંડીને આજ સુધી કડાવિગઈનો મૂળથી ત્યાગ ! બિલકુલ છૂટ નહિ ! છેલ્લા ૧૫ વર્ષથી લીલા શાક, ફળો... બધું બંધ ! ૨૫ વર્ષમાં ૧૦૦ ઓળી સંપૂર્ણ ! એ ઉપરાંત...
(૧) વાસસ્થાનક તપ, (૨) વર્ષીતપ, (૩) સિદ્ધિતપ, (૪) મૃત્યુંજય તપ, (૫) આઠનવ ઉપવાસ, (૬) ૧૦૦ થી વધુ છઠ, (૭) ૯૬ જિનતપ, (૮) ૯૬ થી ૧૦૦ ઓળી સળંગ...
(૨) એક સાધ્વીજી ભગવંતને કુલ ૯૦૦ પ્રાચીન સ્તવનો કંઠસ્થ છે. (અર્વાચીન = નવા નહિ...) એટલું જ નહિ, તેઓ રોજ ૩૦ સ્તવનો દ્વારા પ્રભુભક્તિ કરે છે, રોજે રોજ નવાનવા ૩૦ સ્તવનો બોલે. આ રીતે એક મહિના સુધીમાં એમને ૯૦૦ સ્તવનોનો પાઠ થઈ જાય છે. એક મહિના સુધી એકપણ સ્તવન પુનઃ બોલવું પડતું નથી. (ભાવ વધતા હોય, અને એક જ સ્તવન ફરી ફરી બોલવામાં આવે, તો કંઈ દોષ નથી. પણ અન્ય સ્તવનો ન આવડવાના કારણે એક જ સ્તવન પુનઃ પુનઃ બોલ્યા કરવું પડે, તો તો....!)
(૩) પૂ.આ.બપ્પભટ્ટસૂરિજી ૧ દિવસમાં નવી ૧ હજાર ગાથા કંઠસ્થ કરી શકતા હતા. મતાંતરે ૬૦૦૦ ગાથા કંઠસ્થ કરી શકતા હતા.
(૪) ૧૮ વર્ષની ઉંમરનો એક મુમુક્ષુ મારી પાસે તાલીમ માટે રોકાયેલો, હું એને ભોળો અને જમાનાના વ્યવહારનો બિલકુલ બોધ જેને નથી... એવો સમજતો હતો.
પરંતુ એક દિવસ વાત-વાતમાં એ મુમુક્ષુએ જે શબ્દો વાપર્યા, એ સાંભળીને આનંદ અને આશ્ચર્ય બંને એકસાથે મનમાં ઉપસ્થિત થયા. આ નવું જનરેશન કેટકેટલા વિચારો કરી રહ્યું છે ? એનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો.
મુમુક્ષુએ કહ્યું કે –
"मैं बम्बइ में जिस पंडितजी के पास धार्मिक अभ्यास करता हुं, उन्होने मुझे बोला था कि 'देख ! गुरु बनाने में जल्दबाजी मत करना । गुरु में दो गुण की खोज अवश्य करना । एक, गुरु का ब्रह्मचर्य निर्मल होना चाहिए । ओर दूसरा... जो गुरु तुजे बार बार एक ही प्रेरणा करे कि 'तुं दीक्षा ले, मेरा शिष्य बन जा । किसी ओर का मत बनना...' उसके पास कभी दीक्षा मत लेना । लालचु गुरु कभी सुपात्र नहि हो सकते ।" - (બોલો, આજે આ નવી પેઢીની પ્રજ્ઞા કેટલી બધી વિકાસ પામી છે ? એ તમારી-મારીઆપણી પરીક્ષા કરે છે હોં ! એ કંઈ પ્રજ્ઞાચક્ષુ બનીને આપણી સાથે નથી રહેતા.)