________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ)
પૂ.પા.ગચ્છાધિપતિશ્રી અતિદૂર છે. પૂ.પાદ તારક ગુરુદેવ પણ સ્વાસ્થ્યના કારણે હાલ નિષ્ક્રિય છે. અન્ય કોઈ આત્મીય ગીતાર્થ મહાત્મા મારી નજીકમાં નથી. માત્ર ને માત્ર, તદ્દન નજીક - ગુરુભાઈ અને વિશેષ કરીને કલ્યાણમિત્ર તરીકે, પ્રબુદ્ધ શાસ્ત્રીયબોધવાળા અને લાગણીવાળા તમે જ છો, એમ મેં માન્યું છે, સ્વીકાર્યું છે. તમે પણ તેમ જ સ્વીકારશો - અને વર્તશો એવી મારી તીવ્ર અભિલાષા રહે છે. (દીક્ષાપર્યાયમાં ૩૫ વર્ષ નાના અને ઉંમરમાં ૫૦ વર્ષ નાના સાધુને આ રીતે લખવું એ આ મહાત્માની વિનયાદિગુણોની પરાકાષ્ઠા સુચવે છે.)
મારા જીવનના ભૂતકાળ અંગે કંઈ પુછવું નથી, જે વર્તમાન મારા હાથમાં છે, તેને માટે, અવસરે તમને પુછાવીશ - પુછતો રહીશ. તે અંગે તમે જરૂર પુરતો સમય કાઢીને શીઘ્ર જવાબ લખતા રહેશો એવી વિનંતિ.
અત્યારની મારી સ્થિતિ
નાજુક અને પરાધીન ગણાય. સેવા કરનારા સાધુ છે - સેવા કરે છે જ. પણ મારા સ્વાસ્થ્યમાં ગરબડ થયા જ કરે છે. આંખની નબળાઈના કારણે નાના અક્ષરો વાંચવામાં તકલીફ રહે છે. મોટા અક્ષરો વાંચી શકાય છે, તે જાણશો.
(૧) પંચસૂત્ર (પહેલું રોજ પાંચ વાર વાંચુ છું.)
(૨) લઘુ શત્રુંજયકલ્પ રોજ બે વાર વાંચુ છું.
(૩) સાત સ્મરણસૂત્રો રોજ ૧ વાર સાંભળું છું.
(૪) સમાધિની સીડી રોજ એક કે બે વાર વાંચું છું. મોટા અક્ષરો છે અને મને ખૂબ ગમે છે. (૫) રાત્રે ૭ થી ૮ સુતા સુતાં તીર્થવંદના + ચૈત્યવંદના + સંઘવંદના + સાધુવંદના થાય છે, આનંદ આવે છે, ફાવે છે.
(૬) જાપ રોજ અડધો-પોણો કલાકનો બપોરે કરું છું.
(૭) સીમંધર સ્વામીની ભાવયાત્રા અડધો કલાક થાય છે.
આ બધાયમાં ક્યારેક ખાડો પણ પડે છે.
દવાઓ વારંવા૨-ટાઈમસર લેવી પડે છે તેથી માનસિક સ્વસ્થતા રહેતી નથી.
થકાવટ લાગે છે. સમગ્ર શરીરે બળતરા - પગનો દાહ... આદિ તકલીફો છે, જેથી વિશેષ આરાધનાની ઈચ્છા હોવા છતાં કરી શકાતી નથી. વેઠ ઉતારવાથી ફાયદો પણ નથી, એ તમે સમજી શકો છો.
મારો કેશ-પ્રકૃતિ આદિથી તમે જાણકાર છો, છતાં રેફરન્સ માટે લખ્યું છે. છતાં કંઈ વિશેષ ધ્યાનમાં આવે તો જણાવવું.
‘સુકૃતાનુમોદન મહાન ધર્મ છે’ એ લેખ સાચવીને રાખ્યો છે, વારંવાર વાંચુ છું. મને તેથી ખૂબ જ આનંદ રહે છે. તમને તે માટે જેટલા ધન્યવાદ લખું તે ઓછા જ ગણાશે. મારાથી થઈ શકે એવી એ પ્રવૃત્તિ છે. (સુતાનુમોદન)... શતશઃ ધન્યવાદ.
૪૬.