________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
ત્યારે અમને કહે “જેટલા વધુ દ્રવ્યો, એટલા વધુ વાસણોમાં તમારે લાવવું પડે ને ? એટલા વધુ વાસણો તમારે ધોવા પડે. એ બધાનું પાપ મને લાગે. એના બદલે ઓછા અને સુકા જેવા દ્રવ્યો હોય તો આ પાપ તો મારા માથે ન આવે ને ?”
બોલો, સાહેબજી ! દ્રવ્ય સંક્ષેપ કરવા પાછળ પણ કેટલું લાંબુ ગણિત !
હજી આજે પણ પાંચતિથિ એકાસણા-આંબિલ-ઉપવાસ કરી લે છે, કોઈ ફરિયાદ નહિ..’ આવી આવી વાતો સાંભળીને હું તો આભો જ બની ગયો. આંખ હોય તો તો પુસ્તકો વગેરે વાંચીને પણ સમય પસાર થાય, આ સાધ્વીજીને તો આંખો જ નથી, અને સાથે ઘણા સાધ્વીજીઓ હોય, તો વાતોચીતો દ્વારા પણ સમય પસાર થાય, પણ અહીં તો એવું ય નથી, શી રીતે ૨૪ ક્લાક નીકળે ? આખી રાત શી રીતે પસાર થાય ?.... ચિંતાથી મારું મગજ ખરેખર ભારે બની ગયું.
“મારે એમને મળવું છે, તમે સાથે આવશો ?” મેં શ્રાવકને પુછ્યું અને બીજા જ દિવસે સાધ્વીજીના ઉપાશ્રયમાં શ્રાવકને લઈને પહોંચ્યો. સાંજનો સમય ! એક ઓરડી જેવી જગ્યામાં એકલા બેઠા બેઠા કંઈક કામ કરતા હતા, શ્રાવકે મારા આવવાની જાણ કરી, એમના મુખ પર રીતસર આનંદ છવાઈ ગયો. ઔપચારિક વાતો બાદ મેં પૃચ્છા કરી.
“તમારો આખો દિવસ શી રીતે પસાર થાય છે ?''
“નવસ્મરણ, સાધુક્રિયાના સૂત્રો, પમ્ભિસૂત્ર વગેરે વગેરેનો મૌખિક સ્વાધ્યાય કરું છું, ૬૨ વર્ષમાં જે કંઈ શ્રવણ-વાંચન-મનન કર્યુ છે, એનું ચિંતન કરું છું. શ્રાવિકાબહેનો આવે ત્યારે એમની રુચિ પ્રમાણે ઉપદેશ આપું છું.”
“પણ વડીનીતિનું શું ? તમને તો દેખાતું નથી ?”
“મહારાજ સાહેબ ! આ જુઓ. આ ક્રમશઃ બે-ત્રણ પાટો ગોઠવી છે ને ? એના ટેકે ટેકે હું છેક છેલ્લે સુધી પહોંચું. ત્યાં પ્યાલો વગેરે ગોઠવેલું જ છે, એટલે મને ફાવી જાય છે. દિવસમાં એકવાર ભંગિયણ આવી જાય છે. હવે તો ટેવાઈ ગઈ છું. એ જ રીતે લઘુનીતિની પણ વ્યવસ્થા થઈ ગઈ છે.”
“પણ એકલા રહેવું ફાવે છે ? ત્રાસ, ઉદ્વેગ, કંટાળો નથી આવતો ?”
“ના રે ના ! કોઈ સાધ્વીજીઓ આવે, તો આનંદ ચોક્કસ થાય, પણ કોઈ ન હોય તો ય એકદમ પ્રસન્નતાથી જીવું છું. બસ, હવે સમાધિમરણ મળે, એટલી જ અપેક્ષા છે. બાકી સંઘના ભાઈ-બહેનો ખૂબ-ખૂબ કાળજી કરે છે..."
તરત શ્રાવકભાઈ બોલ્યા “મ.સા. ! અહીં બહેનોની અવરજવર ચાલુ જ હોય છે. વચ્ચે અડધો ક્લાકનું પણ અંતર નહિ પડતું હોય કે જેમાં બહેનો ન હોય. વધુમાં વધુ ૨૦-૨૫ મિનિટ આખો ઉપાશ્રય ખાલી રહે, એવું બને..."
(અપવાદમાર્ગે આ રીતે સાધ્વીજી ભ. સાથે ગૃહસ્થની હાજરીમાં સાધ્વીજીના જ ઉપાશ્રયમાં
૫૭