________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
આપણને જિનવચન સાંભળવા-જાણવા-માણવાનો રસ કેટલો ?
શંખેશ્વરમાં એક રવિવારે રાજકોટના એક દંપતી વંદન માટે આવ્યા. અમારા રાજકોટના ચાતુર્માસ પૂર્વે એમનો કાળ નહિ પાક્યો હોય, એટલે બીજી-ત્રીજી જગ્યાએ જતા, નવકાર માંડ આવડતો. બે વર્ષ પૂર્વે એમના સગા માસી મ.સા.નું ચોમાસું રાજકોટ ખાતે હોવા છતાં ધાર્મિકક્ષેત્રે વિકાસ બાબતમાં લગભગ શૂન્યાવકાશ!
જો કે એ માત્ર કાળ જ કામ કરે છે...
સુશ્રાવક ધીમન્તભાઈના જ શબ્દોમાં...
મા.સા.! મારા શ્રાવિકાને માત્ર નવકાર આવડતો, ધર્મનો રસ નહિ, હોટલોમાં જવુંપીક્ચરો જોવા... એ બધું તો સાવ સામાન્ય હતું. મારે દર રવિવારે પ૦૦ રૂા.નો ખર્ચો તો ઓછામાં ઓછો સમજી જ લેવાનો.
પણ આ ચોમાસામાં એમનો કાળ પાકી ગયો.
રોજના સવારે-બપો૨ે બંને પ્રવચનોમાં હાજરી! એ માટે કુલ ૮ કિ.મી.ની રોજની સફ૨! ભલે પોતાના વાહનમાં આવે, પણ આટલી બધી હાડમારી કોને ગમે ?
બે વર્ષ માટે એમ બંને જણે સંપૂર્ણ રાત્રિભોજનત્યાગ સ્વીકારેલ છે. અગત્યની વાત એ છે કે
ચોમાસામાં પહેલા કર્મગ્રન્થના અર્થો બરાબર ભણી લીધા.
હવે એમણે બીજો કર્મગ્રન્થ પૂ.સા.ચારુલોચનાશ્રીજી મ. પાસે છેલ્લા એક મહિનાથી શરૂ કર્યો છે.
મ.સા.! અમે ઘરે કુલ પાંચ જણ! અમે બે, મમ્મી-પપ્પા અને ૯ વર્ષની બેબી! આ બધાનું સાચવવાનું! મમ્મી અને એને મા-દીકરી જેવો સંબંધ છે. પપ્પા પણ બધી જ રીતે અનુકૂળ છે. છતાં પુત્રવધુ તરીકે એણે પોતાની ફરજ તો નિભાવી જ પડે ને ?
દીકરીને સવારે ૫.૩૦ વાગે બસમાં બેસાડી દેવાની, એની સ્કુલ દૂર છે. એ છેક બપોરે બે વાગે આવે. એટલે આણે સવારે ૪.૩૦ કે મોડામાં મોડા પાંચ વાગે તો ઉઠવું જ પડે. ઉઠીને દીકરી માટે રોજ ગરમ નાસ્તો તૈયાર કરી આપવાનો. દીકરીને તૈયાર કરીને એને વળાવી દે, પછી બધાના નવકારશીની પણ તૈયારી કરવાની...
એ બધું ઘરકામ પતાવી ૭.૩૦ વાગે ઘરેથી બે કિ.મી. દૂર મણિયાર ઉપાશ્રયમાં સાધ્વીજી પાસે પાઠ લેવાનો.
એ પતાવીને ઘરે આવી બપોરની બધી તૈયારી! બપોરનું પતે, ત્યાં બે વાગે દિકરી ઘરે આવે, એને જમાડવાની... બપોરે એકાદ કલાક આરામ કરી લે... ત્યાં વળી સાંજની રસોઈની તૈયારી... કારણ કે હવે ઘરે બધા જ ચોવિહાર કરે છે...
એ બધું પતે, પછી દીકરીને લેસન કરવાનું, ભણાવવાનું... અને ઉંઘાડી દેવાની છેક રાત્રે