________________
-~ € વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * “તો શું કરવાનું? ક્યાં સુધી સાચવશો ? “જ્યાં સુધી એ સચવાય, ન તૂટે... ત્યાં સુધી...” “પણ કેટલા વર્ષ...” “૨૫ વર્ષ તો થવા આવ્યા” એ સાધ્વીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો.
શું ? ૨૫ વર્ષ ? એટલો તો તમારો દીક્ષપર્યાય છે...”
“હા ! દીક્ષા લીધી, ત્યાર્થી માંડીને આજ સુધી માત્ર બે જ ઘડા વાપર્યા છે. આ બીજો છે. બરાબર સચવાય છે, ઉપકરણ પ્રત્યે મમતા નથી, પણ એની કાળજી કરવી એ સંયમી તરીકે મારી ફરજ બને છે ને...” એમના મુખમાંથી અમૃતની વર્ષા થતી હતી.
“ પચીસવર્ષમાં માત્ર બે જ ઘડા ? તો પાત્રા-તરપણી...”
“બધા દીક્ષા દિવસના જ છે. એકપણ વાર તૂટ્યા નથી, સાંધવા પડ્યા નથી. અખંડ છે. હા! સહવર્તીઓને વાપરવા આપવામાં ક્યારેય પણ ના પણ નથી પાડી. પણ હજી સુધી તૂટ્યા નથી. અને એ પણ કહી દઉં કે મારા કોઈપણ સહવર્તીથી તૂટશે, તો બિલકુલ કષાય નહિ જાગે... મનમાં એટલું સાધર્મિક વાત્સલ્ય તો કેળવેલું જ છે.
અને જો મારાથી તૂટશે, તો પૂરેપૂરું પ્રાયશ્ચિત વહન કહીશ.” એમણે મક્ક મનથી બિલકુલ અહંકાર વિના પોતાનો ભાવ રજુ કર્યો.
મારા માટે આ આશ્ચર્ય હતું, વર્ષમાં બે-ચાર ઘડા બદલવા એ તો રમત સમજનાર માર માટે આ એક ઐતિહાસિક ઘટના હતી. કદાચ ઘણા બધા સંયમીઓ માટે આ ઘટના એક આદર્શ જ હશે... એ હેતુથી વિરતિદૂતને આ પ્રસંગ લખી મોકલાવ્યો છે.
આ પ્રસંગ પછી તો હું સાંજના વિહારમાં એમની સાથે જ ચાલું છું. મારા ઘડાનું ઠંડુ પાણી એમને વપરાવવાનો લાભ લઉં છું. મને ખબર છે કે “એ ક્યારેય સામેથી ઠંડા પાણીની માંગણી નહિ કરે...' પણ એમને એ માફક આવે છે, એ પણ મને ખબર છે. આવા સંયમીની ભક્તિનો મને ક્યારે લાભ મળવાનો ?
હું એમને પાણી વપરાવું, પછી એમના ઘડામાંથી મારા ઘડામાં પાણી ભરી દઉં... ચાલતા ચાલતા ફરી એ પાણી ઠંડુ થઈ જાય... ફરી ભક્તિનો લાભ મળે.
તમે એમ ન વિચારશો કે “જો ઠંડુ પાણી પીવું જ હોય, તો પોતાની પાસે એમણે નવો ઘડો રાખવો જોઈએ ને ?”
ના ! ઠંડુ પાણી અનુકૂળ હોવા છતાં એ માટે જૂના ઘડા કાઢ્યા કરવાનું અને નવા ઘડા લીધા કરવાનું અસંયમ પોષવા માટે એ તૈયાર નથી.
વળી ઠંડુ પાણી ન મળે, તો ગમે તેવા પાણીથી ચલાવી લેવાની એમની સંપૂર્ણ તૈયારી હું સ્પષ્ટ પણે અનુભવું છું.
આ સાધ્વીજીના એક શિષ્યાને હાલ મળવાનું થયું. એમનો ઘડો પણ રીઢો! કેટલા વર્ષ થયા આ ઘડાને ?”