Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 105
________________ - વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * ગુરુ સંથારો ન કરે, ત્યાં સુધી જાગતા રહે. ગુરુને ઘણીવાર મીટીંગમાં ૧૧/૧૨ પણ વાગે, તો પણ પોતે બેઠા જ રહે. છેવટે ગુરુએ ઠપકો આપીને આ રીતે બંધ કરાવવી પડી. છતાં મોટા ભાગે તો આ આચાર પાળે જ છે. * એકપણ ગૃહસ્થ સાથે પરિચય કરવાનો વિચાર સુદ્ધા પણ નહિ. સંયમ સ્વાધ્યાય સિવાય ૨૪ કલાકમાં વિકથાના સાધનભૂત એક પણ આવી વસ્તુ નહિ... ન ગૃહસ્થપરિચય... ન છાપા... ન મેગેઝીનો... C.A.ની C.PT.ની પરીક્ષામાં ૧૫૩ માર્કસ લાવી આખા ભારતમાં ૩૯માં ક્રમે આવનાર. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરનાર, કમ્યુટરમાં માસ્ટરી મેળવનાર આ યુવાન આજે તો મુનિરાજના વેષમાં સાવ સીધુ-સાદુ જીવન જીવીને એક એવો આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે જીવનપરિવર્તન માટે માત્ર દઢ સંકલ્પપૂર્વરના સમ્યગુ પુરુષાર્થની જરૂર છે. માણસ ધારે, તો પળવારમાં ઈતિહાસ બદલી શકે છે. રચી શકે છે. સુધારી શકે છે. જેટલા પણ નૂતન દીક્ષિતો હોય, એમના ગુરુજનો હોય.. તેઓ આ દષ્ટાન્તને નજર સામે રાખે... મારી નજર સામે તો છે જ... કોઈને શંકા હોય, તો મને મળજો... પૂછજો... પ્રત્યક્ષ દર્શન કરાવીશ આ મુનિરાજના શું વૃદ્ધો આરાધના ન કરી શકે? મ.સા.! કેમ આજે આંબિલ?' કંઈક આશ્ચર્ય અને અનેરા આનંદથી ઉભરાતા હૈયે મેં પૂછ્યું. ઓળી ચાલુ છે...... ૫૮ વર્ષની ઉંમરના વૃદ્ધ મહાત્માએ નમ્રતાથી જવાબ આપ્યો. કેટલામી ?” મેં ભરપૂર બહુમાન સાથે પૂછ્યું... “એકતાલીસમી...” ફાગણવદ બારસ વિ.સં. ૨૦૬૯નો એ દિવસ! સ્થાન હતું. શ્રીભીલડીયાજી તીર્થનો ઉપાશ્રય! સરદારપુરાથી ચાર-છ દિવસનો છ'રી પાલિત સંઘ આવ્યો હતો, છેલ્લા બે દિવસ શનિરવિ! રવિવારે માળનો કાર્યક્રમ! ૨000 ઉપરાંત માણસોનો જમણવાર! અમે કુલ ત્રણ સમુદાયના ૨૫ જેટલા સાધુ ભગવંતો! ગોચરી વ્યવહાર હોવાથી રવિવારે બધા ગોચરી વાપરવા એક જ હોલમાં સાથે બેઠેલા. સંઘપતિની ઉદારતા ગજબની હતી, ચાર-ચાર મીઠાઈઓવાળું ભક્તિસભર સ્વામિવાત્સલ્ય! હું વાપરવા તો બેઠો, અનુકૂળ વસ્તુઓ વાપરી પણ ખરી... પણ મનમાં મુંઝારો થતો હતો. શું મારા પૂ. ગુરુદેવશ્રી હાજર હોત, તો હું આ રીતે વાપરી શક્ત? એમને આ બધું ગમત? તેઓશ્રીનું સ્મરણ થતા આંખો ભીની થઈ ગઈ.

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128