Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 104
________________ -————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ આવી પરિસ્થિતિમાં કેટલો અભ્યાસ થઈ શકે ? કેટલો કર્યો ? એ જોઈએ. (૧) સંસ્કૃતની બે બુક. (૨) સકલા+ભક્તામર+કલ્યાણમંદીર+રઘુવંશ+કરાત+શિશુપાલક+નૈષધ... એ સાત કાવ્યો... (૩) દસ વૈ.સમુતિસાધુની ટીકા (૬૦% થઈ, પછી બીજો વિષય ચાલુ થવાથી અટકી...) (૪) ઉપદેશમાલા - સિદ્ધિર્ષિગણિ ટીકા... (પ૪૪ ગાથાનો. વિરાટ ગ્રન્થ, ટીકા કપરી...) (૫) તર્કસંગ્રહ - પ્રત્યક્ષખંડ (૬) મુક્તાવલિ – પ્રત્યક્ષ + અનુમાન બે ખંડ... (૭) અનુયોગ દ્વાર- મલધારી હેમચન્દ્રસૂરિજીની ટીકા (૮) આરાધક-વિરાધક ચતુર્ભગી (૯) કૂપદાન્ત વિશદીકરણ. (૧૦) ચાર પ્રકરણત્રણભાષ્ય (પૂર્વે કરેલા, તે પુનઃ કર્યા) (૧૧) ધર્મબિન્દુ (સાધુ-અધિકારના અધ્યાયો...) (૧૨) પિંડનિર્યુક્તિ (૭૦% જેટલી બાકી...). (૧૩) ઓઘનિર્યુક્તિ (હાલ ભણવામાં ચાલુ...) (૧૪) સામાચારી પ્રકરણ (મહોપાધ્યાય યશોવિજયજી મ.નો સુંદર+કઠિનગ્રન્થ...) આ મુનિવરનો ક્ષયોપશમ તીવ્ર છે કે ખૂબ મહેનત કરે છે... એવું લગીરે ન માનશો. કેમકે ૧ વર્ષમાં એમણે કુલ ૧૨૦૦ આસપાસ જ ગાથા ગોખી છે. દિવસની પાંચ પણ નહિ. એકાદ કલાકમાં એ માંડ ત્રણ-ચાર કે પાંચ ગાથા ગોખી શકે છે, વધારે નહિ. અને એમના ગુરુ વારંવાર પ્રેરણા કરે, ત્યારે વગર વિહારે પણ ૨૪ કલાકમાંથી વધી વધીને દસ કલાક જ અભ્યાસ થાય છે... એ પણ સતત નહિ. મોટા ભાગે વિહાર વિના આઠેક કલાકા વિહાર હોય તો પાંચેક કલાક! આ તમામ ગ્રન્યો ભણાવી પણ શકે, નવું હોવાથી ભૂલો ભલે પડે... પણ ભય નહિ. આ સ્વાધ્યાયસાધના સાથે સંયમસાધના પણ એકંદરે સાચવી છે. * કાયમ એકાસણા... (માંદગીના દિવસો બાદ... પણ એવા પાંચેક...). * છેલ્લા ચારેક માસથી દર ચૌદશે ઉપવાસ, પારણે સવારે માત્ર સુંઠ-ગોળનો નિર્દોષ ઉકાળો! * કોઈપણ ગામમાં જૈન-જૈનેતર બધે નિઃસંકોચ ગોચરી જઈ શકે, એમને એકપણ ઘર બતાવવા ન પડે, એ પોતાની મેળે જ બધું શોધી લે. * ગુરુ જે આપે, એ જ વાપરે, વસ્તુનું પ્રમાણ કે વસ્તુની choice બંને સ્વયં નક્કી ન કરે. ગુરુએ ક્યું કે “સાદી વસ્તુમાં તમારે જ નક્કી કરવાનું...” ત્યારથી એમ કરે. પણ મિષ્ટાદિમાં કદી મંગાવવાનું નહિ... બધું ગુરુના માથે!

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128