________________
-~~આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
હા જી!” આગળ શું બોલવું ? એ મને ખબર ન પડી. આ વાતતો ઘણી પ્રસિદ્ધ થઈ જ ચૂકેલી, એટલે એમને એ વાતનો ખ્યાલ હોય જ. પણ એ એના વિરોધમાં છે કે તરફેણમાં ? એની મને ખબર ન પડી. એ આચાર્ય ભ. અમારા સમુદાયના ન હતા, એટલે જ અમારા પૂ.ગ.પતિશ્રીના નિર્ણય માટે એ ગમે તે અભિપ્રાય ધરાવી શકે, રજુ કરી શકે. એમાં વળી આ તો મોટા વિદ્વાન આચાર્ય એમની વિદ્વતા આમાં કામ કરે જ... “આપનું શું મન્તવ્ય છે ?” મેં સીધું એમને જ પૂછી લીધું.
મેં અનુભવેલું કે તેઓશ્રી શબ્દો છુપાવતા નહિ, માયા-કપટ એમના સ્વભાવમાં ન હતા. જાણે કે જન્મજાત સરળતા ગુણ કેળવીને જ આવેલા... દીક્ષા-બાદ એકાદવાર પણ એમણે આવેશ કર્યો હોય, ગુસ્સો કર્યો હોય.. એવું એમના પરિવારમાંથી એકપણ સાધુને યાદ નથી. જે જીવદળ ઘડવા માટે મારા જેવા તલસે છે, તડપે છે.. એ એમને જાણે કે ભગવાન તરફથી ભેટમાં મળેલ છે.
એકદમ નિખાલસ હૈયે, સ્પષ્ટ-સૌમ્ય ભાષામાં એમણે કહ્યું,
જો મહારાજ! વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે એમની પંન્યાસજી ભગવંત તરીકેની જે પ્રસિદ્ધિ છે. એ શ્રેષ્ઠ છે. વળી આ નિમિત્તને લઈને આવતી કાલે બીજા સાધુઓ પોતાના સામાન્ય કક્ષાના ગુરુઓને પણ ગમે તેવા બિરુદો આપવા માંડશે, અને એને કોઈ અટકાવી નહિ શકે...
પણ
પૂ.ગચ્છાધિપતિ સંવિગ્ન-ગીતાર્થ મહાત્મા છે, અનુભવી આચાર્ય છે. પરિણતિસંપન્ન છે. અગાધજ્ઞાનના માલિક છે. એમને હેમેન્દ્રભાઈને ત્યાં પ્રતિષ્ઠા પ્રસંગે એવી કોઈ અંત ફુરણા થઈ, એટલે એમણે આ જાહેરાત કરી. એમની આ ભાવનાને, આ જાહેરાતને સૌએ માન આપવું જોઈએ. આખર એ કોઈ જેવા તેવા મહાત્મા નથી, એકદમ ઉત્તમ મહાત્મા છે, ઉત્તમ આચાર્ય છે.
હમણા અમે થોડા વખત પૂર્વે એમને મળેલા, હું એમની પાસે બેઠેલો... ત્યાં એક બહેન આવ્યા...
મ.સા.! એક પત્ર આપવાનો છે” બહેને કહ્યું. જયસુંદર વિ.ને આપી દો.” નિર્લેપભાવે એમણે જવાબ વાળ્યો. ના અગત્યનો છે, આપને જ આપવાનો છે. હાથોહાથ આપવાનો છે.” બહેને આગ્રહ કર્યો. “સારુ, લાવો.' તેઓશ્રીએ પત્ર લીધો. બહેન ગયા એટલે પૂજ્ય સુંદરવિજયજી મ.ને પત્ર મોકલાવી દીધો.
પછી મને કહે “મેં લગભગ સંપૂર્ણ નિવૃત્તિ સ્વીકારી લીધી છે. બધું જ કામ જ્યસુંદર વિ.ને સોંપી દીધું છે. ગૃહસ્થોને માટે એમનું કામ અગત્યનું હોય, અને તેઓ મારી અપેક્ષા રાખે.. પણ મને ખબર છે કે આ બધું જ જયસુંદર વિ. સંભાળી જ શકે છે. એટલે કોઈ આવો આગ્રહ કરે, તો સંતોષ ખાતર હું પત્ર લઈ લઉં, પછી બધું એને જ ભણાવી દઉં... હા! અતિગંભીર બાબત હોય, તો જુદી વાત!”
(૧૦૯