________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
સાથે નનૈયો સંભળાવતા. એ કહેતા ‘મારા એંઠા પાત્રા લુંછવા માટે મેં તમને દીક્ષા નથી આપી. તમારા મા-બાપે તમને મને સોંપ્યા છે, એ તમારા સંયમ-સ્વાધ્યાયાદિની ઉન્નતિ માટે! તમારી પાસે હું આવા કામ કરાવું, તો હું પાપમાં પડું...'
અને મહારાજ! તમે માની શક્શો કે કેમ ? પણ એક સત્ય હકીકત કહું કે ૮૫ વર્ષની ઉંમર સુધી એમણે પોતાનો માત્રાનો પ્યાલો પણ અમને કોઈને પરઠવવા આપ્યો નથી. અમારી જીદ, અમારી સમજાવટ... બધી નિષ્ફળ! વયોવૃદ્ધ ઉંમરે પણ પોતાનો માત્રાનો સ્પંડિલનો પ્યાલો પરઠવવા જાતે જાય...
એ કહેતા ‘તમારા પાસે હું જો સ્પંડિલ-માત્રા પરઠવાવું, તો મને આભિયોગિક નામ કર્મ બંધાય. આવતા ભવમાં મારે નોકર થવું પડે, આવા કાર્યો કરવા પડે.’
(અલબત્ત સદ્ગુરુ ‘શિષ્યમાં વિનય-વૈયાવચ્ચાદિ ગુણો વિકસે...' એવી પવિત્રભાવનાથી સેવા કરાવે, તો ગુરુ પણ નિર્જરા જ પામે છે. પણ ભાવના પવિત્ર હોવી જરૂરી છે.)
મહારાજ!
ગુરુજીના એ સંસ્કાર ટકાવી રાખવાનો પ્રયત્ન કરું છું. મારા શિષ્યોને
→ મારા પાત્રા-પાત્રી લુંછવા આપતો નથી. હું જ લુંછું છું.
→ મારો કાપ કાઢવા આપતો નથી. મુહપત્તી જેવી વસ્તુનો કાપ પણ હું જ કાઢું છું.
હું સાંભળી જ રહ્યો... એમના મુખ ઉપર ક્યાંય કપટ કે અહંકારનો અંશ પણ પકડાતો ન હતો. નીતરતી હતી માત્ર નિખાલસતા!
જે પણ એમને વંદન કરે, એ તમામ મહાત્માઓના ચરણોનો સ્પર્શ કર્યા વિના એ ન રહે. મહાત્મા વંદન માટે નીચે નમેલા હોય, એટલે એનો ગેરલાભ (!) ઉઠાવે. એમને ખબર પડે, એ પહેલા આ આચાર્ય ભ.નું કામ પૂરૂ થઈ જાય.
પૂ. મહાયશ મ.એ મને કહ્યું ‘મેં આમને ઘણીવાર કહ્યું, કે તમે ઉજ્જવળ પરંપરામાં આવેલા ગચ્છના આચાર્ય છો, ગચ્છાધિપતિ છો. તમારો ગચ્છ આગળ ચાલવો જોઈએ. એ માટે સાધુઓ વધવા જોઈએ... તમે કેમ એના માટે પ્રયત્ન નથી કરતા ?
ત્યારે એમણે મને (પૂ.મહાયશ મ.ને) જવાબ આપ્યો ‘મહારાજ! યોગ્ય પ્રયત્ન કરું જ છું, પણ આ કામની પાછળ નથી પડતો. વાત રહી ગચ્છ ટકાવવાની... મહારાજ! ૮૪ ગચ્છો હતા ને, આજે મોટા ભાગના ગચ્છો મૂળથી સાફ થઈ ગયા છે. તો એમાં મારો-અમારો ગચ્છ પણ ક્યારેક તો ખતમ થવાનો જ, એનું મમત્વ શું ? હા! ગૌરવ ચોક્કસ છે, પણ આ વસ્તુની તૈયારી પણ છે.’
(આ મહાત્મા જે ગચ્છમાં છે, એ ગચ્છના પૂર્વજોમાં પ્રથમ કોણ છે ? એ ખબર છે ? કે જેમના નામથી હાલ આ ગચ્છ ચાલી રહ્યો છે.
ન ખબર હોય તો સાંભળો.
૯૭