________________
-~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જે મહાત્માના ઢગલાબંધ સ્તવનો લાખો જૈનોના મોઢે રમતા થઈ ચૂક્યા છે. એ જ્ઞાનવિમલસૂરિ ! એમના નામથી ચાલી રહેલો વિમલગચ્છ! સંયમી માત્ર પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા વર્તમાન ગચ્છાધિપતિ ક્યાંક મળી જાય, તો ઉપરના ગુણોને યાદ કરીને એમની અનુમોદના કરવાનું કદી ચૂકતા નહિ.)
પૂ.આ.ભ.શ્રી મુનિચસૂરિજીના મુખે સાંભળેલી નાનકડી ઘટના
પાલિતાણામાં એક મોટા દેરાસરની બાજુમાં એક ઉપાશ્રયમાં એક આચાર્ય ભગવંત રોકાયેલા હતા. દેરાસર હતું કેસરિયાજીનું !
મારે મારા ગુરુદેવ પૂ.આ. ૐકારસૂરિજી મ. સાથે અવારનવાર જવાનું થતું, ત્યાં ભંડાર સારો હતો, મારે અભ્યાસ માટે પુસ્તકો જોઈતા, એટલે જતો. એ આચાર્ય ભ. ઉદારતા પૂર્વક કોઈપણ પુસ્તક લઈ જવા દેતા.
અમે જોતા કે એ પોતાની બરાબર સામે અને પાસે સ્થાપનાજી મુક્તા. બાજુમાં ટેબલ ઉપર, જરાક દૂર પાટ ઉપર સ્થાપનાચાર્યજી મૂકી શકાતા હતા, અને ઘણી બધી જગ્યાએ આપણે એ રીતે જ મુકીએ છીએ. પણ એમનો આ આચાર અમને અચંબો પમાડતો હોય.
એટલે એકવાર મારા ગુરુજીએ પૂછી લીધું “સાહેબજી! આપ સ્થાપનાચાર્યજી સતત નજર સામે જ કેમ રાખો છો ? આનું શું કારણ છે ?
ત્યારે એ આચાર્ય ભગવંતે જવાબ આપ્યો.
આ પાલિતાણા છે, ઘણા બધા લોકો વંદન માટે આવે. હું એવું કોઈ ઉત્તમજીવન જીવતો નથી. મારી પાસે એવા કોઈ વિશિષ્ટ આચારો નથી. શાસ્ત્રોમાં દર્શાવેલું જીવન મારે માટે ઘણું દૂર છે. એટલે લોકોના વંદન લેવામાં મને સંકોચ થાય છે. સીધી તો ના પાડી શકતો નથી. ... એટલે વચલો માર્ગ અપનાવ્યો, મારી સામે જ નજીકમાં જ સ્થાપનાજી રાખું છું, એમ જ માનું કે “આ વંદન આ સુધર્મસ્વામીજીને છે, મને નહિ...' એ રીતે સંતોષ માની લઉં છું.
(ભલે કાળ પ્રમાણે આપણે બધા આચાર-વિચારોમાં મજબુત-મકામ ન રહી શકતા હોઈએ, અને એટલા માત્રથી આપણે કંઈ સાધુતા ગુમાવી જ બેસીએ છીએ... એવું પણ નથી પણ આપણી ખામીઓનો રંજ તો ઉભો જ રહેવો જોઈએ. એના અનેક પ્રકાર હોઈ શકે. એમાંનો આ એક પ્રકાર છે.
ગૃહસ્થોના વંદન ભલે લઈએ, ના ભલે કોઈને પણ ન પાડીએ, પણ અંદરની જ્યોત તો જલતી રાખીએ ને ?)
૯૮