Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 71
________________ -~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~ વિનંતિ કરી. બાર સાધુઓનું એ ગ્રુપ શેષકાળમાં ઉત્તર ગુજરાતની સ્પર્શના કરી રહ્યું હતું. કયો અભિગ્રહ લેવો છે ? એ જણાવો. પછી બધી વાત.” વિદ્યાગુરુએ પહેલેથી બંધાયા વિના અદ્ધરતાલ જવાબ આપ્યો. હું રોજ બપોરે ગોચરી જાઉં છું. જો મને પહેલા જ ઘરે દૂધીના શાકની વિનંતિ કરે, તો જ પછી મારે શાકની છૂટ ! ત્યાં સુધી સુકું-લીલું બધા જ શાક બંધ!” મુનિએ રજુઆત કરી. ‘તમારા બદલે બીજા કોઈ મહાત્માને દૂધીની વિનંતિ થાય તો ?' ના ! એ નહિ ચાલે. મને જ વિનંતિ થાય તો જ...” દૂધીને બદલે બીજું કોઈ શાક...' તો તો આવતી કાલે જ બાધા પૂરી થઈ જાય. શિયાળામાં દૂધી જલ્દી નથી મળતી, એટલે એની ધારણા કરી છે.” પહેલા ઘરને બદલે બીજા, ત્રીજા ઘરે વિનંતિ થાય તો ?...” ના. એ પણ ન ચાલે.” જુઓ, તમે હમણાં જ એકાસણા શરુ કર્યા છે. એનાથી ઓછું પચ્ચકખાણ કરવાનું નથી. બપોરે તમે દૂધ માફક ન હોવાથી લેતા નથી. તમે શાક પણ બંધ કરશો, તો માત્ર રોટલી-દાળભાત-મિષ્ટ... ઉપર ચલાવવું પડશે. તળેલું તો તમારે આખી જીંદગી બંધ છે. આ બધું વિચારીને નિર્ણય લેજો. આ બાધા લાંબી ચાલે, તો મહીનાઓ કે વર્ષો સુધી પણ પૂરી ન થાય. અને આપણે કોઈની પાસે જાણી જોઈને શાક બનાવડાવીને તો પારણું કરવાનું જ નથી. જે નિર્દોષ મળે, એનાથી જ ચલાવવાનું છે.” વિદ્યાગુરુએ બધા ભયસ્થાનો બતાવી દીધા. “આપ સૌ વડીલોની કૃપા હશે, તો કશો વાંધો નહિ આવે.” મુનિએ વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, ચલિત ન થયા, ગભરાયા નહિ... અને અભિગ્રહની શરુઆત થઈ ગઈ. દિવસો પર દિવસો વીતતા ગયા, પણ પ્રતિજ્ઞા પૂરી થતી ન હતી. એક દિવસ નિસીહિના મોટા હર્ષસભર ધ્વનિ સાથે મુનિએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. વિદ્યાગુરુને લાગ્યું કે આજે બાધા પૂરી થઈ ગઈ લાગે છે. રોજના અવાજ કરતા ઘણા મોટા અવાજે મુનિ બોલ્યા છે. કેમ ? આજે મળી ગયું ને, દૂધીનું શાક !” હા જી ! મળી ગયું, પણ પહેલા નહિ, બીજા ઘરે !' અરેરે ! તો તો બાધા પૂરી ન થઈ. તો આટલી મોટેથી નિસીહિ કેમ બોલ્યા?' વિદ્યાગુરુએ ખેદ દર્શાવ્યો. ખૂબ આનંદ થયો આજે ! જો બીજા જ ઘરે પહેલો ગયો હોત, તો તો બાધા પૂરી થઈ જાત. પણ એ ન ગયો, એમાં મારો ત્યાગ વધશે.”

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128