Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 82
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ દર્શન થયા કરે, એની પ્રસન્નતા - સમાધિ વગેરેને બિલકુલ બાધ ન આવે, એ રીતે જ કરવું.” બહેને ઘરે જઈને પતિને કહી દીધું “જ્યાં સુધી મારો દીકરો જીવતો છે, ત્યાં સુધી હું તમારા માટે મરી ગયેલી છું, એમ જ સમજશો. સામાજિક કે અન્ય કોઈપણ બાબતમાં બિલકુલ મારી અપેક્ષા રાખતા નહિ. મારા ચોવીસ કલાક હવે મારા દીકરાની પરલોકની આરાધના માટે છે.” અને બહેનની એ અભૂતપૂર્વ સાધના શરુ થઈ. દીકરાને પોરસ ચડાવે. ‘મોત સાથે ભેટવામાં ખૂબ મજા છે, તારે હવે ભગવાનને મળવા જવાનું છે.’ વગેરે વગેરે કહે, ઉત્તમોત્તમકોટિના દ્રવ્યોથી પૂજા કરાવે, સાધુ-સાધ્વીઓના દર્શન-વંદન કરાવે, ઘરે સંયમીઓને ગોચરી માટે બોલાવી લાવે, અને ભરપૂર ભક્તિભાવ સાથે દીકરાના હાથે જ સુપાત્રદાન કરાવડાવે. મા પુત્રમય બની ગઈ. દિવસો વીતતા ગયા, તબિયત લથડવા લાગી, પથારીવશ બનવું પડ્યું, બહેને ઘરમાં જ એક રૂમમાં ચારેબાજુ ફોટાઓ લગાડી દીધા. દીકરાની બરાબર સામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુનો મોટો ફોટો લગાવી દીધો. બહેને રૂમની બહાર બોર્ડ લગાવી દીધું ‘Please ! રડનારા, ઢીલી વાત કરનારાઓએ રૂમમાં પ્રવેશ કરવો નહિ.' અને ખરેખર બહેન મક્કમ બનીને આ શરતનું પાલન કરાવતા. કોઈક જો અંદર ગયા પછી રડે, ‘અરેરે ! બિચારો છોકરો આટલી નાની ઉંમરે...' એમ ઢીલા વચનો બોલે, તો લાલ આંખ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દે ‘તમે બહાર નીકળી જાઓ. મારા દીકરાને લેશ પણ દુર્ધ્યાન થાય, એવું અહીં નહિ ચાલે.’ લોકોને ખોટું લાગવાની ફિકર કર્યા વિના જ એકદમ સખત બનીને બહેન નિર્ણયો લેવા માંડ્યા. અંતિમ દિવસ... બહેનને અંદાજ આવી ગયો. કેન્સરની પીડા હદ વટાવી રહી હતી. બહેને એક પળ પણ દીકરા પાસેથી દૂર ન થવાનો સંકલ્પ કરી લીધો. જો બેટા ! આંખ ઉઘાડીને જો. પાર્થદાદા તને બોલાવે છે, હવે રડતો નહિ. હસવા લાગ. પ્રભુ કેવા હસે છે ? એમ તારે પણ હસવાનું. આજે તારે પ્રભુ પાસે જવાનું છે.’ ખરેખર બહેનની મહેનત લેખે લાગી. દીકરો આંખો ઉઘાડી પ્રભુ સામે જોઈ રહ્યો, પ્રસન્નતા એના મુખ પર ભરચક પીડા વચ્ચે પણ દેખાવા લાગી. વત્તર માં.... નો ગંભી૨ નાદ ગુંજવા લાગ્યો, દીકરાએ પોતાની મેળે જ બે હાથ જોડી દીધા. બહેન (મમ્મી)ની નજર સતત એના મુખ પર હતી, પળ-પળનો હિસાબ ચાલતો હતો. અચાનક એક ડચકું આવ્યું, તીવ્ર વેદના ઉપડી... ત્યાં જ એક ડુસકું સંભળાયું, બહેને પાછળ ધારદાર નજર નાંખી, જોયું તો પોતાનો પતિ, દીકરાનો બાપ દીકરાની આ હાલત સહી ન શકાવાથી રડી પડેલો. પણ બહેનની તીવ્ર નજરમાં ८०

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128