Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 93
________________ • વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ શિષ્ય ઘણીવાર ભાખરી, થેપલા, રોટલા વગેરે આપવાનો પ્રયત્ન કર્યો, બહાના કાઢ્યા કે ‘આ બધું આહાર જ ગણાય. સાધુપણામાં આ બધા દ્રવ્યો અલગ નથી ગણાતા.' પણ આચાર્યશ્રી શિષ્યની ચાલાકી સમજતા જ હતા, એમણે રોટલી સિવાયની દરેકે દરેકે વસ્તુનો ત્યાગ કર્યો. દાળ ગરમ-ઠંડી ગમે તે આવે, તુવેર-મગ ગમે તે આવે... બધું ચાલે. રોટલી ઠંડી-ગરમ, જાડી-પાતળી, નાની-મોટી, કાચી-પાકી... બધુ ચાલે, શિષ્યે કંટાળીને મોટા આચાર્યને ફરિયાદનો પત્ર લખ્યો, ત્યાંથી ઓર્ડર આવ્યો કે ‘તમારે બે નહિ, પણ ત્રણ દ્રવ્ય વાપરવા...' એટલે સવા મહિના બાદ દાળ+રોટલી+કેળા એમ ત્રણ દ્રવ્યનો એકાસણા આખું ચોમાસું કર્યા. ઘડપણના કારણે શિષ્યે એકવાર દાળ-રોટલી ચૂરીને ઢોકળી બનાવીને આપી, તો ના પાડી દીધી, ‘બહુ સુંવાળા નહિ બનવાનું, દાંતને કસરત કરાવવી પડે.’ ‘આપનું શરીર ઉતરી ગયું છે-' આવી ફરીયાદ કરી, તો જવાબ હાજ૨ જ હતો. ‘આમ પણ છેલ્લી ઉંમરમાં શરીરનો મેદ ઉતારવાનો જ હોય છે. એટલે હું તો પ્રભુની આજ્ઞા જ પાળું છું...' એની પૂર્વેના ચોમાસામાં પણ ૩ દ્રવ્યના એકાસણા કરેલા. (આ આચાર્ય ભ. સાથે ગયા વર્ષે દોઠ-બે મહિના સાથે રહેવાનો લાભ મને પણ મળેલો, એમની એકે-એક જીવનચર્યામાં સંયમ નીતરતું જોવા મળે. પ્રકાંડ વિદ્વાન, મહાન સંયમી આશ્ચર્ય જનક જીંદગી... ૮૪ વર્ષની ઉંમરે પણ આવું જીવન જીવી શકાય છે... વ્હીલચેર ન વાપરવી પડે, એ માટે મોટા ભાગે અમદા.માં જ અલગ અલગ સંઘોમાં વિચરે છે. એમની કેટલીક વિશિષ્ટ બાબતો ફરી ક્યારેક જોશું...) અનવસ્થા અટકાવો “સાહેબજી! એક પ્રશ્ન પૂછું ? મેં હમણા આપના શિષ્ય પાસેથી સાંભળ્યું કે ‘આપ ગિરનારજી ગયા, છતાં ગિરનારજીની યાત્રા ન કરી.' એ શું સાચી વાત ?’ ૭૬ વર્ષના એક વૃદ્ધ મુનિરાજને મેં શંખેશ્વરમાં પ્રશ્ન કર્યો. દિવસ હતો માર્ચ ૧૦ થી માર્ચ ૨૨ સુધીનો! વિ.સં.૨૦૬૯! ફાગણ માસ! આશરે સોળેક સાધુઓનું એ વૃંદ! આ વૃદ્ધ મહાત્મા એમના ગુરુ! પણ પદવી નહિ. દીક્ષાપર્યાય ૩૮ વર્ષ આસપાસ!

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128